ફૂલછાબ > નવરાશની પળ > ૨૮-૦૩-૨૦૧૨
સ્પષ્ટતા
‘પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.’
-અનિલ ચાવડા.
‘મમ્મા..મારે નવું જીન્સ લેવું છે.’
‘પણ..આ જીન્સ તો તેં હજુ ચાર મહિના પહેલાં જ લીધેલુંને.?”
‘હા, પણ આ હવે’આઉટ ઓફ ફેશન’ થઇ ગયું છે. મને હવે એ પહેરીને મારા ગ્રુપ સમક્ષ જતા થોડી શરમ આવે છે . જોકે આના માટે મેં મારી પોકેટમનીમાંથી ૮૦૦ જેટલા રુપિયા તો બચાવેલ છે જ..બાકીના ૮૦૦ જેવાની જરુર પડશે..એક કામ કરીએ, હું મારા ફ્રેન્ડસ જોડે મહિનામાં એકવાર હોટલ-મૂવીનો પ્ર્રોગામ બનાવીએ છીએ એમાં હું આ વખતે બહાનું બતાવી દઈને નહી જવું તો મારી જોડે ૫૦૦રુપિયા જેવું તો બચશે જ..બાકી રહ્યાં ૩૦૦..તો એટલાની તું જોગવાઇ કરી આપ.’
આ હતો શૈલજા અને એની ટીનેજર દીકરી ચાહના વચ્ચેનો એક ગુલાબી સવારનો સંવાદ.
શૈલજા વિચારમાં પડી ગઈ..ચાહના એક ડાહી, સમજદાર અને આજ્ઞાકારી દીકરી હતી. એની ઉંમરની બીજી છોકરીઓ કરતાં એના ખર્ચા બહુ જ ઓછા હતાં. વળી નભન-એના પતિનો ધંધો પણ સરસ મજાનો હોવાથી એમને પૈસાની ખેંચ જેવા પ્રશ્નો નહોતા સતાવતા. બસ સંતાનોને પૈસાનું મૂલ્ય સમજાય એ જ હેતુથી એ લોકોને લીમીટેડ પૈસા વાપરવાની ફરજ પડાતી હતી. આજે ચાહનાએ જે જીન્સની ઓલ્ડ ફેશનની વાત કરી એ તો એના પણ ધ્યાનમાં હતું. ચાહના સહેજ પણ ખોટી નહોતી. ફકત એક વાત એને ના ગમી કે એની દીકરીને આત્મવિશ્વાસ મેળવવા માટે એક લેટેસ્ટ જીન્સનો સહારો લેવો પડે છે..પણ હજુ એ નાની છે…એને ધીમે ધીમે સમજાવટથી જ આ વાત સમજમાં ઉતારાય..બાકી એની સામે જીદ્દીપણું દાખવીએ તો એની ઉંમરના સંતાનોના બળવાનો ભય પણ રહેલો છે.
રાત્રે ફ્રી થઈને એણે પતિદેવ નભન આગળ વાત ચાહનાની વાત રજૂ કરી અને ધારણા મુજબ પહેલું રીએક્શન નભનનો ઉકળાટ જ આવ્યો.
‘આખો દિવસ એને કોઇ કામ ધંધો નથી શોપિંગ કર્યા સિવાય, કોલેજમાં ફેશન મારવા જવાનું હોય કે ભણવા એ જ નથી સમજાતું મને તો. આપણી વખતે તો આપણે….’
અને શૈલજાએ નભનના મોઢા પર હાથ મૂકી દીધો..
‘નભન, જમાનો બદલાઈ ચૂક્યો છે જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. આજના બાહરી દેખાવને મહત્વ અપાતા જમાનામાં કપડા-મેકઅપ-એસેસરીઝ બધું ટીનેજરોના આત્મવિશ્વાસ વધારવામાં એક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.ચાહના ઉંમરના એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે બહુ જ સાચવીને એની જોડે વાત કરાય..નહીં તો એનું બધું ય શાણપણ ગુસ્સામાં છૂ..ઉઉ..થઈ જતા એક પળ પણ નહી થાય..ચાહનાની માંગણીના બધાય પાસા પર પણ મેં વિચાર કર્યો તો મને કોઇ આપત્તિજનક કારણ નથી મળતું..વિના કારણ સંતાનોને દાબમાં રાખવાનો કોઇ મતલબ નથી’
‘સારું મારી ઇચ્છા તો નથી પણ તું જો ઠીક સમજતી હોય તો એમ કર..’
‘ના..એમ નહી..કાં તો સ્પષ્ટ ‘હા’ પાડ, કાં તો સ્પષ્ટ ‘ના’..વળી ‘હા’ પાડે તો આનંદ, સમજણ, કોઇ જ વસવસા કે શરતો વગર પાડ. ના પાડવાના ઓપ્શન નથી એટલે ‘હા’ પાડવી યોગ્ય નથી. એ જ રીતે ‘ના’ પાડે તો એના પણ યોગ્ય કારણો, ફાયદા – ગેરફાયદા ક્લીઅર કરીને ચાહનાને સમજાવ.આમ ‘ધૂંધળી હા કે ના’ સંતાનનું યોગ્ય ઘડતર ક્યારેય ના કરી શકે. આપણા નિર્ણયોની અનિસ્ચિંતતા, સંદિદ્ગ્તા એ આપણા સંતાનોના ઉછેરની કમી નો આઈનો છે.’ બે પળ નભન વિચારમાં પડી ગયો ને પછી ખડખડાટ હસી પડ્યો.
‘મારી ગુરુજી, તું સાવ સાચી છું. આ લે ૮૦૦રુપિયા. .ચાહનાને કહેજે પપ્પાએ હસી ખુશીથી જીન્સ લેવા માટે હા પાડી છે.. એના માટે એનો મહિનાનો એક માત્ર પ્રોગ્રામ ‘મૂવી કમ ડીનર’ કેન્સલ કરવાની જરુર નથી.
અને શૈલજા નભનના ગળામાં બે હાથ પૂરોવી એની છાતી પર માથું મૂકીને મંદમંદ હાસ્ય ફરકાવતી બેસી રહી.
અનબીટેબલ : ‘ every situations have three dimensions. my views, ur views and truth. sucess goes with the one who follow the third dimension.’(unknown)
સ્નેહા પટેલ.
nice one.. sneha..good going..
LikeLike
બધી મમ્મીઓ આવી સમજુ હોય તો…..
બહુ સરસ રીતે સમજાવ્યું છે…..
LikeLike