આઠમું વચન

ફૂલછાબ – નવરાશની પળ કોલમ – ૧૪-૦૩-૨૦૧૨ 

 

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,

લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

-રમેશ પારેખ.

આહન બેઠો બેઠો પોતાના લગ્નનું આલ્બમ જોઇ રહ્યો હતો. એક એક ફોટા ઉપર બે ચાર પળ અટકી જતો હાથ એને ભૂતકાળના સોનેરી ઝૂલા પર ઝુલાવતો જતો હતો.પ્લાસ્ટિકના કાગળનો ચરચરાટ શાંત વાતાવરણનું મૌન ભંગ કરતું હતું. એવામાં અજલા એની પત્ની પણ આવીને એની બાજુમાં સોફામાં ગોઠવાઈ ગઈ.સારસ બેલડીની તરબોળ નજર ભૂતકાળના વહેણમાં ડૂબકીઓ લગાવતા લગાવતા અચાનક એક ફોટા પર અટકી ગઈ..એ ફોટો હતો એમની એકની એક પુત્રી ઇધિકાનો.

ફોટામાં લગભગ ૭-૮ વર્ષની એમની લાડકવાયી ઇધિકાના માથા પર એક મોટો સફેદ પાટો હતો અને આહન અને અજલા બેયની નજર એક્સાથે ઊચકાઇ અને પરસ્પર અથડાઈ. નજરમાં અપરાધભાવની આછી છાંટ સ્પષ્ટ દેખાઇ આવતી હતી.એમની સામે સત્તરેક વર્ષ પહેલાંનુ દ્રષ્ય તરવરવા લાગ્યું..

આહન અને અજલાના લગ્નને લગભગ દસેક વર્ષ થયેલા. બેય જણા મોર્ડન વિચારસરણી ધરાવતા હતા. આધુનિકતાની વ્યાખ્યામાં સેટ થવા પૈસા કમાવા માટેની દોડમાં બેય જણાએ એકબીજાને ખાસી એવી સ્વતંત્રતા આપી દીધેલી જે સ્વછંદતામાં ક્યારે ફેરવાઈ ગઈ એનો એમને ખ્યાલ પણ ના રહ્યો.

ધીમે પગલે પેંધી પડી રહેલ સ્વછંદતાએ પતિ પત્નીની વચ્ચે વિચારોની જબરદસ્ત ખાઇ ઉભી કરી દીધેલી જેમાં બેય જણ સાવ સામ સામે છેડે હતા. નહતો આહન અજલાના વિચારોને માન આપી શકતો કે નહ્તી અજલા આહનની પતિપણાની વિચારસરણીમાં સેટ થઈ શકતી. ધીરે ધીરે બેય જણ પોતપોતાની અલગ દુનિયામાં જ વિહરવા લાગેલા. પણ એક છત નીચે જીવાતી આ બે અલગ અલગ જીંદગીનો ભોગ એમની માસૂમ દીકરી  ઇધિકા બની રહી હતી એની એમને ખબર જ નહોતી.

એક દિવસ ઇધિકાને તાવ આવતો હતો.આહન અને અજલા બેય જણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય સેટ કરીને ઇધિકા પાસે કોણ રહેશે એની વાત કરતા કરતા ઝગડવા લાગ્યા.

 

‘મારે માટે આજે ઘરે રોકાવાનું સહેજ પણ પોસિબલ નથી .તું જ એડજ્સ્ટ કરી લેજે’

 

‘ના..મારી આજની ક્લાયંટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.એના થકી બીજા બે કોન્ટ્રાકટ મળવાની તક છે..પણ તારે શું..તું તો તારી વાઈફની પ્રગતિથી જલે જ છે એટલે મને આગળ વધવા જ નહી દે.મને ખબર છે બધું..આ તો ઇધિકાના લીધે હું તને સહન કરી લઊં છું.બાકી તો ક્યારની…!’

 

‘અજલા….એમ તો હું પણ તને ઇધિકાના લીધે જ સહન કરું છું..બાકી મારી પાછળ આજની તારીખે પણ ઢગલો છોકરીઓ ફીદા છે.વળી સંતાનની જવાબદારી એ માની પહેલી ફરજ છે..તું તો સાવ કેવી મા છે..!’

 

ઇધિકાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી રહ્યાં હતાં. હતી એટલી તાકાત કરીને બોલી,

‘મૉમ..ડૅડ પ્લીઝ..બંધ કરો..આમ મારા ખભે બંદૂક મૂકીને ઝગડા ના કરો.મારે તમારા બેમાંથી કોઇની જરુર નથી. તમે બેય જણ જાઓ..હું મારી સંભાળ જાતે લઈ શકું એમ છું..’

અને એ પાણી લેવા માટે રસોડામાં જવા ઊભી થઈ..અશક્તિના અને મેન્ટલ સ્ટ્રેસ બેયના કારણે એને ચકકર આવી ગયા..બાજુમાં રહેલ કબાટનો ટેકો લેવા ગઈ પણ એમાં અસફળ રહેતા બેલેન્સ ગુમાવી ચૂકેલી ઇધિકાનું માથું બાજુમાં પડેલી ટીપોઈની ધાર પર પછડાયું..લોહીની ધાર છૂટી અને એ બેભાન થઈ ગઈ.

 

પતિ પત્ની બેય ફટાફટ એને લઈને હોસ્પિટલ દોડ્યાં. ઘા ઊંડો હતો. બહુ બધુ લોહી વહી ગયેલું..લગભગ એક અઠવાડીઆની સતત મહેનત બાદ ઇધિકાને તાવ અને ઘા બેયમાંથી થોડી રાહત મળી. રાત -દિવસના આ સહવાસે આહન અને અજલામાં ઘણો બધો ફેરફાર લાવી દીધો. એકની એક દીકરી છેક મરણને અડકીને પાછી આવેલી.ઇધિકાથી અધિક કોઇ મૂડી નથી એનો અહેસાસ સતત એમના દિલદિમાગમાં છવાતો રહેલો.. એ મુશ્કેલ સમયનો પતિ પત્ની બેય જણાએ સાથે મળીને પસાર કર્યો.એકબીજાન દિલમાં મહેંકતી લાગણીની સુગંધ ફરીથી અનુભવી.દીકરીની આ હાલત પાછળ પોતાની ફરજ ચૂક્યાન ઓ અહેસાસ એમના દિલ પર રોજ શારડી ફેરવતો હતો.

 

‘અંજુ.. ‘અજલા ચમકી..બહુ વખતે આહને એને આ નામે બોલાવી. દિલમાં કંઇક ભીનું ભીનું થઈ ગયું.

 

‘હા આહન..બોલ’

 

‘આપણી ભૂલનું પરિણામ આપણી લાડકવાયી કેમ ભોગવે..શું આપણે પહેલાંની જેમ એકબીજાની સાથે પ્રેમપૂર્વક ના જીવી શકીએ..? આપણે સાથે રહેવા માટે એને શું કામ કારણ બનાવવાની.. આપણો પહેલાંનો પ્રેમ ફરીથી કારણભૂત ના બની શકે..થોડાંક એડજસ્ટમેન્ટ જ તો કરવાના હોય છે ને..ફરજિયાત કરતા મરજીયાતપણે સાથે રહીને સંગાથે જવાબદારીઓ ના વહેંચી શકીએ…ઇધિકાના કારણે લાગણી વગર સાથે રહેવું એના કરતાં સમજ અને લાગણી સાથે મળીને આપણા આ સંતાનનો ઉછેર ના કરી શકીએ..?’

 

‘આહન..તેં તો મારા મનની જ વાત કહી. તું પણ એક જવાબદાર પિતા છું એ સતત અનુભવી ચૂકી છું.અને મારા માટેની લાગણી પણ તારા વ્યવહારમાં જોઈ શકી છું.ચાલ ફરીથી મનોમન સાત ફેરા ફરી લઈએ..અને એક આઠમું વચન લઈએ કે

 

‘હવે આપણી વચ્ચે પ્રેમનું, આત્મીયતાનું, કાળજીનું  સામ્રાજ્ય હશે..નહીં કે સંતાનના ખભે બંદૂક મૂકીને જીવાતું ફરજીયાત, નામ માત્રનું સહ્જીવન..!!’

 

આલ્બમ પર ફરી રહેલા આહનના હાથ પર થોડોક કરચલીવાળો હાથ મૂકતી અજલાએ સૂચક નજરથી વાત કરીને પોતે એ આઠમા વચનને પૂર્ણપણે નિભાવ્યાનો પોરસ વ્યક્ત કર્યો જેનો આહને એના વાળમાં હાથ સેરવી એને પોતાની નજીક લાવી, લલાટ પર હલ્કું ચુંબન ચોડીને સ્વીકાર કર્યો.

 

અનબીટેબલ :- આજ કાલ લોકો ‘સુખી થવાના બદલે’, દુનિયાને ‘પોતે બહુ સુખી છે’ એવા ભ્રમમાં રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતા જ દેખાય છે.

 

સ્નેહા પટેલ

 

 

2 comments on “આઠમું વચન

  1. ખરેખર આ લગ્ન નું બંધન એટલું કાચું છે… કે… એક દબાય ની જીવે તો બીજો મહાલે…. અને જો બંને મહાલે તો … છેડા છુટ્ટા જણાય?
    મારા અવલોકન પ્રમાણે – જે પતિ-પત્ની એક-બીજા ની કલા ને – વિચાર ધારા ને – કાર્ય કુશળતા ને મનથી સનમાન આપે છે ત્યાં આવા પ્રશ્ન નથી… તેમના સંતાનો પણ શ્રેષ્ઠ રીતે અને પુરા પ્રેમ અને આર્થિક વૈભવ માં જીવે છે…. પણ જ્યાં આ લગ્ન સબંધ જોડી દેવા માં આવે છે ત્યાં એક પાત્ર ઘરે રહી ને સંતાનોનું ધ્યાન રાખે, ભણાવે અને બીજું-પાત્ર કમાય… તો પણ એવા મનના મેળ-વગર ના લગ્નજીવન માં સંતાનો પીખાતા હોય તેવા દાખલા પણ ઘણા જોવા માં આવે છે… “સુખી લગ્ન જીવન નો આધાર પરસ્પર ને તેમની વિચાર ધારા કે કલા ના કારણે પસંદ કરવા માં આવે તેમાં છે… નહિ કે સમજી-સમજી ને અંદરથી થોથાવતા રહી ને જીવવા માં”…….
    એક સ્પષ્ટ દેખાતું સત્ય – સંતાન થયા પછી મોટા ભાગના લગ્ન જીવન એ સંતાન નામની એક-બીજા જોડતી હાથકડી ને કારણે ઘસડાય ને જીવાય જાય છે……

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s