પ્રેમના સમીકરણો

ફૂલછાબ > નવરાશની પળ > ૭-૦૩-૨૦૧૨ નો લેખ.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,

હર ઝેર પીનારા શંકર નથી હોતા.

– કમલેશ સોનાવાલા –

Top of Form

Bottom of Form

‘રીકીનમાં દયાનો છાંટો પણ નથી..સાવ જડસુ જ છે એ ‘

રીકીનના બધા મિત્રો, સંબંધીઓમાં રીકીન આ રીતે જ પંકાયેલો હતો. લગ્નજીવનના શરુઆતના સમયકાળ દરમ્યાન રીકીનને પોતાની પત્ની નિરાલી માટે અનહદ પ્રેમ હતો. પણ છેલ્લા થોડા વખતથી એની જડતાનો ઓછાયો નિરાલી પોતાના સાંસારિક જીવન પર અનુભવી રહી હતી..એ કાળા કાળા પડછાયા એને સતત બીવડાવતા રહેતા..

આજે નિરાલીને પિકચર જોવા જવું હતું અને રાબેતા મુજબ રીકીન પાસે સમયની તંગી..એજ કામના બહાના.!!  લગ્નના દસ વર્ષ દરમ્યાન એને પોતાની વાત મનાવવા માટેના ઢગલો ઉપાયો અજમાવી ચૂકેલી નિરાલીએ આજે બહુ જ વિચારીને એક નવો રસ્તો અપનાવ્યો એને મનાવવા માટે .પણ હાય રે નસીબ..એ આઈડીઆ પણ ફ્લોપ..!! પ્રેમ, ગુસ્સો, રીસામણા..બધાંયથી જાણે કે રીકીન સાવ પર થઇ ગયેલો ..પૈસા કમાવાની ધૂનમાં એ નિરંતર કોઇ બીજી જ દુનિયામાં જીવતો હતો, જેમાં નિરાલીની નાની નાની ખુશીઓ સંતોષવા માટેનો સમય લખાયેલો જ નહતો. નિરાલીનું ધૈર્ય હવે જવાબ દેવા માંડેલું. જેટલા જોરથી એ રીકીનને સમજાવવાનો યત્ન કરતી એનાથી બમણા જોરથી રીકીન નનૈયો ભણી દેતો. જેટલો સમજાવવાનો પ્રયત્ન કરતી એટલો વધારે એ જીદ્દી અને જડ થતો જતો હતો. પોતાના પ્રેમનો બદલો આમ નિષ્ઠુર નકારમાં જ મળતા નિરાલી હવે થોડી ભાંગી પડી હતી. રીકીન નામના આ છોડમાં સંવેદનાના ફૂલ ક્યારેય નહી જ ખીલે એવો વિચાર પણ એના જેવી લાગણીશીલ સ્ત્રી માટે કાળજું વલોવી કાઢનારો હતો..

છેલ્લા એક અઠવાડીયાથી રીકીન બહાર હતો..એકના એક દીકરા ઉર્વિનને સતત તાવ રહેતો હતો… રીપોર્ટો…ડોકટરો…દવાઓ..નિરાલી હવે થાકી..રીકીનના સાથની કમી એને તીવ્રતાથી સાલતી હતી.એને ફ઼ોન કરે તો ઉપાડે નહી.. મેસેજ કર્યા તો પણ નો રીપ્લાય.. :

’સાવ જ જડ છે આ માણસ.. પોતાનો સગો દીકરો અહીંઆ તાવમાં ધખે છે ને એ જો..છે એને કોઇ ફ઼ીકર..!!’

રીકીનના શિડ્યુલ મુજબ તો એને આવવાની હજુ ૪-૫ દિવસની વાર હતી. નિરાલી હતાશ થઈ ગઈ..સાવ ભાંગી પડી હતી.આમે ય એના જેવી સંવેદનશીલ નારીઓ માટે શારીરિક કરતાં માનસિક થાકનો થાકોડો વધુ હોય.

એવામાં ડોરબેલ વાગી ..

ઝડપથી ઊઠીને જોયું તો સામે રીકીન.. નિરાલીના ધીરજનો બધો બાંધ તૂટી ગયો અને બારણા વચાળે જ એને વળગીને એકદમ રડી પડી.

રીકીને એક હાથે બેગ નીચે મૂકી..બીજો હાથ નિરાલીના વાળમાં ફેરવવા માંડ્યો..

‘શાંત થા..હું આવી ગયો છું ને..બસ…હવે જોજેને આપણો ઉર્વિન  ફ઼ટાફ઼ટ પથારીમાંથી ઉભો થઇ જશે..તું સહેજ પણ ચિંતા ના કરીશ..ચાલ, એક ગ્લાસ ઠંડુ પાણી લાવ તો..’

નિરાલી તો આભી જ બની ગઈ. પાણીનો ગ્લાસ લાવીને રીકીનને આપ્યો અને એની સામે આંખનું મટકું ય માર્યા વગર નિહાળતી રહી..

‘હેય  પાગલ..શું થયું…?”

‘કંઇ નહી..કેટલા વર્ષો પછી પ્રેમાળ અને કાળજી લેનારા રીકીનને જોઇ રહી છું ને..મને તો એમ કે આ જનમમાં તો એને મળવાનું સાવ જ ઇમ્પોસિબલ છે..પણ એ ધારણા ખોટી પડતી જોઇને ગમ્યું.’

‘નિરુ..હું પહેલેથી આવો નહતો તને  ખ્યાલ છે જ..આ તો સમય અને સંજોગોએ મને હથોડા મારીને ટીપી ટીપીને આવો બનાવી દીધો છે..આખરે હું પણ માણસ છું.. મને તારી જેમ લાગણી બતાવવાનું નથી ફ઼ાવતું. વળી ધંધામાં આવા લાગણીવેડા ના ચાલે..એમાં તો નકરી શતરંજી બાજીઓ જ રમવાની હોય.એટલે  ચોવીસ કલાક મગજ એમાં જ પૂરોવાયેલ હોય.જેની થોડી ઘણી અસર રોજીંદી લાઇફ઼માં પણ દેખાઇ જાય..આ બધું તો ક્ષણિક હોય બાકી તું અને ઉર્વિન તો મારું જીવન છો.આખી દુનિયા સાથે ભલે હું જડ હોવું પણ તમારા બે માટે તો હું ક્યારેય લાગણીહીન ના થઇ શકું એટલો વિશ્વાસ રાખજે.. પ્રેમના સમીકરણો દરેક સંબંધે અલગ અલગ હોય..દરેક જગ્યાએ એક સરખી રીતે ના વર્તાય ડીયર..ચાલ હવે એક કપ કડક કોફી પીવડાવ ને મને ઉર્વિનના રીપોર્ટ્સ જોવા દે હવે…’

અને નિરાલી હસતા હસતા આંસુ લૂછ્તી લૂછતી રસોડા તરફ વળી..

અનબીટેબલ :  તમને કોઇ વ્યક્તિ સમજે એવું ઇચ્છતા હો તો, પહેલ કરીને થોડું એને પણ સમજતા શીખો.

સ્નેહા પટેલ

5 comments on “પ્રેમના સમીકરણો

 1. love equations are manytimes puzzles and sometimes straight answers to the sacred relationship.love is adorable but condemnable when done with selfish means or lust.love is a state when two parnters forget world and world remembers their love. true lovers have suffered only in this world,like shiri farhad,laila majnu,etc but they cared themselves.love is a word which does not everybody’s lips.love is devine and equatiions are gods consent and blessings.love in any language,religion and country is welcome with open hearts and open minds.love is a silent whisper between lovers and envy for the onlookers. love with grace and intimacy.dont abuse love by your mean activities.opportunists are the worst lovers.pandit ratna vrajkishor dhyani,dubai

  Like

 2. love equations are manytimes puzzles and sometimes straight answers to the sacred relationship…superb saying vrajbhai…

  Like

 3. પ્રત્યેક વ્યક્તિ પાસે એક ભાવ-વિશ્વ હોય છે. થોડીક જવાબદારી હોય છે સ્વ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, પ્રદેશ પ્રત્યે,પર્યાવરણ પ્રત્યે અને આ સર્વના રચયિતા સર્વેશ્વર પ્રત્યે.

  જુદી જુદી જવાબદારીઓ નીભાવવાની સાથે ક્યારે કઈ બાબતને અગ્રતાક્રમ આપવો તે બાબતે પ્રત્યેક્ને કશીક ને કશીક ગડમથલ થતી હોય છે. જે ભાગ તરફ જવાબદારી ચૂકાતી હોય તે ભાગમાં ઓછું આવવા લાગે. અપેક્ષા હોય, અધિકાર હોય અને છતાં યે જ્યારે પોતાની વ્યક્તિ આંખ આડા કાન કરે ત્યારે લાગી આવતું હોય છે.

  અને તેવે વખતે અચાનક જ્યારે તે આવી ચડે ત્યારે મુખમાં શબ્દો ન હોય. હોય માત્ર અશ્રુથી ખરડાયેલા ગાલ.

  Like

 4. Priya sneha,jay shree krishna.”premnaa samikarno” pratyaek vyaktiae bhinn bhinn hoy che…! aras-paras,ek bijaane purn rupe aazadi aapi samjan sathenu samrpan
  premne,aadarne,aavkaarne ne sahkaarne mahekto rakhe che.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s