મનગમતું – ૨


ખેતીની વાત > મારી હયાતી તારી આસપાસ, મનગમતું – ૨ > માર્ચ ૨૦૧૨.

https://akshitarak.wordpress.com/2012/02/15/managamatu-1/

ગતાંકથી ચાલુ..

થીયેટરમાંથી પિકચર જોઇને નીકળ્યા બાદ તેં મને ઘર સુધી છોડવા આવવાની વાત કરી અને મેં એના કોઇ જ અર્થઘટનોના ચક્કરમાં પડ્યા વગર સ્વીકારી લીધી.

રસ્તામાં આઇસક્રીમના પાર્લર પર તેં મને આઇસક્રીમ ખાવાની વાત કરી ..એક ઓર મનગમતી વાત.. ના તો કેમની પાડું..અને બેય જણ ટેબલની સામ-સામે આઇસક્રીમ લઈને ગોઠવાયા.

આજે મારી નજર તારી નજરનો સામનો જ નહતી કરી શકતી.. વારંવાર તારું ધ્યાન ના હોય ત્યારે છુપાઇને તને જોઇ લેવાની એ ચેષ્ટા પર મનોમન નવાઇ પણ લાગતી હતી કે તું તો મારો વર્ષો જૂનો મિત્ર..આ બધું મારી સાથે આજે શું થઈ રહ્યું છે..કંઇ જ સમજાતું નથી..

મારા હાથમાંથી આઇસક્રીમ પીગળી પીગળીને મારા ટી-શર્ટ પર પડવા લાગ્યો..પણ દિવાનીને એ ભાન જ ક્યાં..!! એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ.અડધો જમીન-દોસ્ત  ને અડ્ધો તેં એને બચાવવા લંબાવેલા હાથ પર પ્રસરી ગયો..તું ખડખડાટ હસી પડ્યો ને તોફાની સ્વરમાં બોલી ઉઠ્યો,

‘ખરી છે તું પણ..લિફ્ટમાં મારા ગાલ તારા ગરમાગરમ, અસ્ત-વયસ્ત શ્વાસોચ્શ્વાસથી ભરી દીધેલા અને અત્યારે મારો હાથ ઠંડા ઠંડા આઇસક્રીમથી..’

અને હું શરમથી રાતીચોળ..પાછું મનમાં એક વિચારે ચૂંટીયો ખણ્યો : ‘તારી આ વાતોનો સંદર્ભ હું સમજું છું એ જ છે કે આમાં પણ હું મારી મચડીને મનગમતો અર્થ શોધુ છું..?’

ત્યાં તો અચાનક તું ઉભો થઈને મારી બાજુની ખુરશી પર બેઠો..મારો હાથ પકડી લીધો અને બોલી ઉઠ્યો,

‘એક મીનીટ મારી આંખોમાં જો મારે તને કંઇક કહેવું છે..’

નજરથી નજરનો તાર સંધાયો..

‘તું મને ગમે છે…બહુ જ ગમે છે… પહેલી મુલાકાતથી ગમે છે.. શું તું મારી જીવનસંગીની બનીશ…? આ પીઘળતા આઇસક્રીમની સાખે તને વચન આપું છું કે તને હું મારા જીવથી પણ અદકેરી સાચવીને રાખીશ.દુનિયાની સર્વ ખુશીઓ તારા દામનમાં ભરી દઈશ..જો કે તારા પક્ષે ના પાડવાની પૂરી છૂટ છે. પણ એ પછી આપણે દોસ્ત નહી રહી શકીએ..કારણ જેને પ્રેમ કરતાં હોઇએ એને દોસ્ત તરીકે સ્વીકાર કરવો એ વાત સાવ જ પાયાહીન છે. તો હવે વિચારીને શાંતિથી જવાબ આપ..”

જવાબની માંગણીએ તારામૈત્રક તૂટી ગયું..

હું શું બોલુ..સાવ જ ચૂપચાપ..મારા દિલની વાત આમ સાવ જ બેશરમ થઈને કેમની કહી દઉં..આ અમૂલ્ય પળો મારા જીવનમાં પ્રથમ વખત અનુભવી રહી હતી.  મારા જીવનબાગમાં આ વસંત પહેલવહેલી વાર ખીલી રહી હતી..ચોતરફ સંવેદનાના નાજુક પુષ્પો ખીલી રહ્યાં હતાં. આ પળોને ભરપેટ માણી રહેલી. આંખોમાં નશીલો ઉન્માદ છવાઇ ગયો..રાતા રાતા ટશિયા એની ચાડી ખાઇ જતા હતા.

પ્રાર્થનાના ફ઼ુલ જેવી  પવિત્ર છે આ પળો,

આંખે અડાડીને  માથે ચડાવું છું આ પળો.

ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય,

આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફ઼ેલાય,

પ્રભુની લગોલગ પહોંચાડી દેતી,

બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…!!

તું પણ સાવ જ નાદાન..મારા દિલમાં પણ તારા માટે પ્રેમના અંકુર ફૂટી નીકળેલા એ વાત સમજી કેમ નહતો શકતો..મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું…..નજર નીચી અને પગનો અંગૂઠો સતત જમીન કોતરવામાં વ્યસ્ત…છેલ્લે પગનો નખ પણ થાકીને બેવડ વળી ગયો..તૂટી ગયો….!! આઉચ, શું થયું…અહ્હ..કંઇ નહીં એ તો…

તું પણ સાવ જ નાદાન..મારી પ્રેમોર્મિની ઉષ્મા તને સંવેદાતી કેમ નહતી, બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!!

અશબ્દ..અભિવ્યક્તિ..આ બેય વજનદાર પડની વચ્ચે મારી શરમ મને પીસતી રહી ત્યાં તો તારી ધીરજ ખૂટી ગઈ,

‘એક મીનિટ મારી આંખોમાં આંખો નાંખીને તો જો’

એ આદેશાત્મક ઘેરા અવાજના આકર્ષણમાં ખેંચાઇને મારી નજર તરત તારા ચહેરા તરફ ગઈ, પણ વળતી જ પળે પાંપણો લાજના ભારથી ઝુકી ગઈ.

‘નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે,

સાજન હો નયનની સામે અને

દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે.

‘તારા શારીરિક હાવભાવ સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે તારા દિલમાં પણ મારા માટે કંઇક તો છે જ..શું હું ખોટો છું..?’

‘….’

‘તો હું સાચો ને?’

‘……’

અને તું મારી વધારે નજીક આવ્યો.તારા શ્વાસ મારા ચહેરા પર અથડાવા લાગ્યા, મારા રુંવાડા ઉંચા થઈ ગયા, હૈયું એક ધબકાર ચૂકી ગયું, આંખો બંધ થઈ ગઈ ને એની કિનારથી આંસુની એક પતલી ધાર વહી ગઈ, હોઠ થરથરવા લાગ્યા પણ શબ્દો બહાર ના નીકળી શક્યા ને મારાથી મનોમન બોલાઇ ગયું..

આંખ બંધ કરું ને તું દેખાય,

આંખ ખોલું તો તું દેખાય,

મને તો બહુ સમજ નથી પણ,

લોકો કહે છે કે આને પ્રેમ કહેવાય..’

અને તેં નિર્ણયાત્મક રીતે મારો હાથ પકડી લીધો, મક્ક્મ અવાજે બોલ્યો..

‘તો આજથી આ નાજુક હાથ મારો.’

અને હું ના તો કંઇ બોલી શકી કે ના તો હાથ છોડાવી શકી..બસ વિચારી રહી,

‘બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે ત્યારે

એ બેયની ભાગ્યરેખાઓ પણ એક

થઇ જતી હશે કે..’

સૃષ્ટિ-નિયંતા તું પણ જબરો કારીગર છે હોંકે.. આંખ, કાન જેવા બાહ્ય આકારના અવયવોના કાર્ય વિશે તો હું પૂર્ણ રીતે જાણકાર હતી.પણ સૌથી મહત્વના અવયવ હ્ર્દયને તેં ગુપ્ત રીતે ચામડીના આવરણો હેઠળ ઢબૂરી દીધું.  આખે આખું તન જેની પર આધારીત એવા સૌથી નાજુક અંગ-હ્રદયમાં જીવન રક્ષક અને પોષક પ્રેમ-પદાર્થ મૂકીને તેં કમાલ જ કરી નાંખી છે.

એક પણ શબ્દ બોલ્યા વગર મારી હસ્તી જોડે જેના તાણાવાણા વણાવા લાગેલા એવી ‘મારી’..’તારી’…ના ના.. ‘આપણી’ નિર્દોષ-નિષ્છલ પ્રેમકહાનીના મંડાણ- અથશ્રી થયા..

‘કોઇ અક્ષત, કંકુના છાંટણે એને વધાવજો રે

રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે..’

સ્નેહા પટેલ – અક્ષિતારક

7 comments on “મનગમતું – ૨

 1. man gamtu,etle mane game tu. mane game tu,to shu na thay mangamatu? man ne game tu etle maan na maan ,mane game tu. shbdo ni ramat chhe.gamavu na gamavu, e ek antarik ichha chhe.game to ghanu badhu,pan prabhu ni krupa hoy to j mangamatu thai shake.nahi to hari hari.gamatu ichhiye pan gamtu karvani pan taiyari rakhie.to j balance thay. game te ke man ne game te,e bema fark chhe. game te karish ke man ne favshe te karish,e banne juda chhe.saune game te prabhu ne pan game. english ma game etle GAME,.yeh sari duniya ek game hai.bus jitne ke liye khelo, varna koi matlab nahi.ameen.dhyani vrajkishor.dubai 00971 55 934 0922,signature expert.

  Like

 2. એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ… 🙂

  મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું…..નજર નીચી અને પગનો અંગૂઠો સતત જમીન કોતરવામાં વ્યસ્ત…છેલ્લે પગનો નખ પણ થાકીને બેવડ વળી ગયો..તૂટી ગયો….!! આઉચ, શું થયું…અહ્હ..કંઇ નહીં એ તો… hummm..

  બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!!

  અશબ્દ..અભિવ્યક્તિ..આ બેય વજનદાર પડની વચ્ચે મારી શરમ મને પીસતી રહી ત્યાં તો તારી ધીરજ ખૂટી ગઈ, waah !!

  સ્નેહા પટેલ – અક્ષિતારક did ghana divaso pachi kharekhar bav j majaa aavi drushyo aankh same aavi gaya… thnx a lot.. must lakhyu che 🙂

  Like

 3. પ્રાર્થનાના ફ઼ુલ જેવી પવિત્ર છે આ પળો,

  આંખે અડાડીને માથે ચડાવું છું આ પળો.
  સુપર્બ લાગણી અને સુપર્બ વાક્ય

  Like

 4. ખુબ જ સરસ લેખ…યુવા હૈયાના પ્રેમને ખુબ જ પ્રેમાળ રીતે અને એકદમ સરળ તથા સહજ શૈલીમાં રજુ કર્યો, જાણે કે તમે જ આ નાયિકાનું પાત્ર ભજવી જાણ્યું હોય એવી રીતે એના મનની વાત અને પ્રેમની પીડા તથા અસમંજસ ને ખુબ જ લાગણીથી મઠારી છે…આ જ તો તમારા લેખનકાર્ય પ્રત્યેનું સમર્પણ અને સિદ્ધિ દર્શાવે છે…આ લેખમાં તમે કોઈ પાત્રને “નામ” નથી આપ્યાં…લેખ લખતી વખતે તમે ખુબ જ ઉંડા ઉતરી જાવ છો, જાણે કે આજુબાજુનું ભાન ભુલીને પૂરી રીતે પાત્રમય બની ગયા હોવ એવું લાગે અને ત્યારે જ આવો લાગણીસભર લેખ લખી શકાય એનું આ પ્રમાણ છે…દર વખતની જેમ લેખમાં એકદમ જીણી-જીણી બાબતોને પણ સરસ રીતે કંડારી લેવામાં આવી છે…પ્રેમમાં પડ્યા પછીની લાગણી, બેચેની, પીડા, તકલીફ, બેધ્યાનપણું, પ્રેમની અલગ દુનિયામાં ખોવાય જવું, ઘણીવખત પ્રેમમાં એમ થાય કે, ‘શું અહીં જેટલી બેચેની ત્યાં નહીં હોય ? આ બધું કદાચ એનો વહેમ હશે કે શું ?’ વગેરે બાબતો અને મીઠી મુંજવણને તમે આબેહુબ રીતે વર્ણવી છે…અહીં તમે નાયિકાની વેદનાને આ પંક્તિઓ થકી કેટલી અદ્‍ભુત તથા અર્થસભર વાચા આપી છે કે, “તનની સિતાર પર તારા શ્વાસોવાસ અફળાયા અને અજાણ્યા સળ ઊખળી ગયા, લપસણું મન, સરરરર…સટ્ટાક, સરક્યું, તારા મનની મેડીના દરવાજા ખખડાવી બેઠું, જાકારો..આવકારો..? દિલના ખૂણે આશંકા સેવાય, ધ્રિબાંગ ધ્રિબાંગ, ધડકન-નાદ, સંવેદના રેલમછેલ”… પ્રેમિકાની પોતાના પ્રેમી પ્રત્યેની જે લાગણી અને પ્રેમ છે તેને તમે આ શબ્દો/રચના વડે રોમાંચિત રીતે મઠારી છે કે, “પ્રાર્થનાના ફૂલ જેવી પવિત્ર છે આ પળો, આંખે અડાડીને માથે ચડાવું છું આ પળો, ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય, આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફેલાય, પ્રભુની લગોલગ પહોંચાડી દેતી, બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…!! જ્યારે નાયક પોતાની નાયિકાને પોતાની આંખોમાં આંખો નાંખીને જોવાનું કહે છે ત્યારે નાયિકા પોતાના નાયક તરફ જોઈને પછી શરમાયને પાંપણો લાજના ભારથી ઝુકી ગઈ ત્યારની સ્થિતિની આ પંક્તિઓ, “‘નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે, સાજન હો નયનની સામે અને દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે… તથા આ બીજી પંક્તિઓ કે જેમાં પ્રેમ કોને કહેવાય તેનું અદ્‍ભુત નિરુપણ, “આંખ બંધ કરું ને તું દેખાય, આંખ ખોલું તો તું દેખાય, મને તો બહુ સમજ નથી પણ, લોકો કહે છે કે આને પ્રેમ કહેવાય”…
  જ્યારે નાયક પોતાની નાયિકાને પુછે છે કે, હું તો તને ખુબ જ પ્રેમ કરું છું, શું તું પણ મને એટલો જ પ્રેમ કરે છે..? ત્યારે નાયિકા શરમાય જાય છે અને મનોમન પોતાના નાયકને કહે છે કે, તું પણ સાવ જ નાદાન..મારા દિલમાં પણ તારા માટે પ્રેમના અંકુર ફૂટી નીકળેલા એ વાત સમજી કેમ નહતો શકતો..મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું તને કેમની કહું..! મારી પ્રેમોર્મિની ઉષ્મા તને સંવેદાતી કેમ નહતી, બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!! તારા પ્રત્યે કેટલો પ્રેમ-લાગણી-ભાવ છે, હું એ બતાવી નથી શકતી કે કહી પણ નથી શકતી એ મારી મજબુરી છે…તું તો ખુલ્લેઆમ મને કહી શકે છે પણ હું એ નથી કરી શકતી, કારણ કે હું મારી મર્યાદાઓ અને બંધનમાં બંધાયેલી છું…એટલે તને એમ થાય કે હું કદાચ તને પ્રેમ નથી કરતી…તો શું હું બધું લખીને કે બોલીને કહું તો જ તને સમજાય.!? તારી અપેક્ષાઓ પહેલા કરતા વધી ગઈ છે…તું પહેલા આવા નહોતો…હું તને ઘણીવખત આડકતરી રીતે કહું છું તથા તારી માટે હું, “તું ઈસ તરહ સે મેરી જિંદગી મેં શામીલ હૈ, જહાઁ ભી જાવું યે લગતા હૈ તેરી મહેફીલ હૈ”…ગીત ગાવ છું તો પણ તારે ક્યાં કંઈ સમજવું છે, તારી તો બસ એક જ જીદ કે મને ચોખ્ખા શબ્દોમાં કહે પણ એ શક્ય નથી…પણ તું મારી માહ્યલીકોર આવીને જો તો તને ખબર પડે કે તારા માટે મારી ભીતર કેટલો પ્રેમ છલકાય છે, મને તારા પ્રત્યે બહુ પ્રેમ છે એ તને સમજાતું નથી પણ જો તું મારા મનની લિપિને વાંચીશ તો તારા પ્રત્યેની મારી ચાહતને તું સમજી શકીશ…
  તથા વાર્તાના અંતમાં પ્રેમિકાની સંમતી પછી પ્રેમી પોતાની પ્રેમિકાનો હાથ પોતાના હાથમાં લે છે ત્યારે પ્રેમિકા મનોમન આવું વિચારતી હોય છે, “બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે ત્યારે એ બેયની ભાગ્યરેખાઓ પણ એક થઇ જતી હશે કે”…અહીં મને તમારી બીજી રચનાની પંક્તિઓ યાદ આવી ગઈ, “જો હથેળી અને હથેળી મળે, ભાગ્ય રેખાઓ એક થાય બલમ..!” તથા છેલ્લે, નાયિકા પોતાના નાયકને મેળવીને ખુબ ખુશ થઈ જાય છે, ત્યારે તેના મનમાં આનંદની છોળો ઉછળે છે, ત્યારે લેખિકા મિત્રએ નાયિકાના મનનાં ભાવને આ લખાણ અને રચના દ્વારા આબેહુબ રજુ કર્યા છે જે ખરેખર લાજવાબ છે કે, “એક પણ શબ્દ બોલ્યા વગર મારી હસ્તી જોડે જેના તાણાવાણા વણાવા લાગેલા એવી ‘મારી’..’તારી’…ના ના.. ‘આપણી’ નિર્દોષ-નિષ્છલ પ્રેમકહાનીના મંડાણ- અથશ્રી થયા… “કોઇ અક્ષત, કંકુના છાંટણે એને વધાવજો રે, રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે”…અહીં પણ મને તમારી બીજી રચનાની પંક્તિઓ યાદ આવી ગઈ, “આ હાથ, કંકુ ને ચોખા, વધુ શું જોઈએ, આવો..!
  બસ વધુ તો શું કહું (ઓલરેડી ઘણું બધું કહી દીધા પછી) જ્યારે વાર્તા સાથે સરસ મજાની, અર્થસભર, લાગણીસભર અને પરિસ્થિતિ મુજબની પંક્તિઓ/રચનાઓ હોય ત્યારે ફિલ્મ જોતા હોય એવો માહોલ સર્જાય, જે તમે અહીં સર્જ્યો…આ પ્રેમની રંગીન દુનિયાને તમે તમારી કલમથી અદભુત રીતે મઠારી છે…તમે આ લેખ બે ભાગમાં જ લખેલો છે હજુ પણ આ લેખ વધુ ભાગમાં લખાયેલો હોત તો પણ વાંચવાનો કંટાળો ન આવત એવો અફલાતુન લેખ…વાહ, ખરેખર આવો સરસ મજાનો દિલ રેડીને લખેલો લેખ વાંચવાની મજા આવી…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s