પ્રેમ એક જવાબદારી


ફૂલછાબ > નવરાશની પળ > ૨૯-૦૨-૨૦૧૨નો લેખ.

 

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,

આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

– જિગર જોષી ‘પ્રેમ’

‘આત્મા, છેલ્લા બે મહિનાથી ક્યાંય બહારગામ નથી જઈ શક્યા..એક કામ કરને ૫’ એક દિવસની રજાનું સેટિંગ કરી નાંખ..આપને મહાબળેશ્વર બાજુ જઈ આવીએ. આ ઋતુમાં તો કેટલી મજા આવશે ત્યાં..અહાહા..!!’

‘પણ ભક્તિ કાલે તો મારે સુરત જવાનું છે અને ત્યાંથી પાછા આવતા મને લગભગ ચાર દિવસ જેવું થઈ જશે. બહુ જ  ઇમ્પોર્ટન્ટ પાર્ટી છે. એનાથી આગળ ધંધામાં ખાસો લાભ થાય એમ છે.’

‘તું તો જ્યારે હોય ત્યારે બસ ધંધો ધંધો ને ધંધો..પૈસા સિવાય જાણે દુનિયામાં કંઈ છે જ નહીંને..’

‘પણ ભક્તિ…’

‘મારે કશું નથી સાંભળવું’  અને ભક્તિની પ્રેમભરી જીદથી પીઘળીને આત્માએ સુરતવાળું કામ મને – કમને પોસ્ટપોન્ડ રાખવું પડ્યું.

પેલું વાક્ય ખબર છે ને કે:

‘જીવવા માટૅ ખાવાનું હોય, ખાવા માટે જીવવા માંડો તો  જીવનમાં ગરબડો થઈ જાય’  એવું જ કંઇક અહીં થયું.

્મહાબળેશ્વર ગયા ત્યારે પાંચ દિવસ દ્દરમ્યાન ‘ફરવા ગયા હોઇએ ત્યારે કામધંધાની કોઇ જ વાત નહી કરવાની..એ શું આખો દિવસ એમના ડીસ્ટર્બન્સ.થોડી શાંતિ જોઇએ કે નહી જીવનમાં…’ પહેલેથી આ આગ્રહ ધરાવતી ભક્તિએ આત્માને જબરદસ્તીથી મોબાઇલ, લેપટોપ બધાના ઉપવાસો કરાવેલા.

મહાબળેશ્વર ફરીને આવ્યા પછી આત્માને પણ સારું લાગ્યુ..ધંધામાંથી થોડો સમય કાઢીને આમ બહાર ફરી આવવું જોઇએ…ભક્તિ સાચું જ કહેતી હતી..ત્યાં તો ફોન આવ્યો અને એને ખબર પડી કે સુરતવાળી પાર્ટીને ઇમરજન્સી કામ હતું અને પોતાનો કોન્ટેક્ટ કરવાના અનેકો નિષ્ફળ પ્રયત્નો પછી પોતાના કામ માટે થાકી હારીને એના જ હરીફ રામજીભાઇને એ કામ સોંપી દીધું હતું અને આત્માના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ..આ તો બહુ મોટો ફટકો હતો..

જોકે ભક્તિને તો આ વાતથી બહુ ફરક ના પડ્યો. એને તો એ ભલી અને પોતાની પ્રેમની અને સપનાંની દુનિયા ભલી..’પ્રેમ છે તો જીવન આરામથી જીવી જવાશે, પૈસાને શું આટલું મહત્વ આપવાનું..એ તો હાથનો મેલ છે ’વાળા ભ્રમની માળાના મળકાં ફેરવે રાખતી.

‘આઇ લવ યુ સો મચ..’ પ્રેમ..પ્રેમ…પ્રેમ…નો અતિરેક એના સાચા સંદર્ભો ગુમાવીને, પોત્સાહનરુપ બનવાના બદલે આત્મા માટે એક જવાબદારી બનતો જતો હતો. ધંધામાં સામે પડેલી ઢગલો તક ઝડપવા માટે, ધંધાને વિક્સાવવા માટે સમયની મોકળાશ ના મળતા એ અકળાઇ ગયો.ધીમે ધીમે એને આ પ્રેમ નામથી અકળામણ થવા માંડી.પ્રેમનો અપચો થવા લાગ્યો..ભક્તિની અણસમજથી ગુસ્સાના તીખા ઓડકારો આવવા લાગ્યા.ધીમે ધીમે એ ભક્તિથી દૂર થતો ગયો..એ એક્દમ પ્રેકટીકલ હતો. પણ એના  ‘જીવવા માટે પૈસાની જરુર પડે છે.એક્લા પ્રેમથી કંઇ પેટ નથી ભરાતા’ જેવા વાક્યોની ભક્તિ પર કંઇ જ અસર ના થતી..પોતાની પ્રેમની દુનિયામાં જ મસ્ત.. પ્રેમને જ સર્વસ્વ માનનારી રોમાન્ટીક સ્વભાવની  એ ભાવુક , નાદાન સ્ત્રી એની હાંસી ઉડાવનારી જીવનની  કડવી વાસ્તવિકતાઓને નિહાળી જ નહોતી શકતી.

આત્મા હવે ભકિતને આ ઝેરીલી હકીકત કઇ રીતે સમજાવે કે તારી અતિશય અપેક્ષાથી, આવલંબનથી પ્રેમ મારી એક ભારેખમ જવાબદારી બનતો જાય છે..જેને સાચવવાના ચકકરોમાં હું અકળાઇ જઊં છું, ગુંગળાઇ જઊં છું. કદાચ..કદાચ..હવે તો પ્રેમ નામથી જ મને નફરત થતી જાય છે..!!

અનબીટેબલ :   અપરિવર્તનશીલતા, દુરાગ્રહો અને દિશાવિહીન વાદ-વિવાદો સમાજ – માનવીના વિકાસને રોકે છે.

Click to access panch_01.pdf

– સ્નેહા પટેલ