પોતીકા


કાલે ફિલ્મફેર એવોર્ડમાં દીકરા ફરહાન અખ્તરને એવોર્ડ મળ્યો ત્યારે જાવેદ અખ્તર અને એમની બેય પત્નીઓના મોઢા પરના ખુશ્-ખુશાલ એક્ષપ્રેશન જોઇને બહુ જ ગમ્યું. પોતાના કરતા પોતાનું સંતાન વધારે ને વધારે આગળ વધે, ઘણી બધી પ્રગતિ કરે એવી દરેક મા – બાપની હ્રદયની ઇચ્છાઓનું પ્રતિબિંબ એમના ચહેરા પર જોવા મળ્યું. સામે પક્ષે ઘણીવાર સંતાનો પણ ગર્વપૂર્વક એમના મા-બાપની સિધ્ધિઓનું એમના મિત્રો સમક્ષ વર્ણન કરતા,ગર્વ લેતા, પોરસાતા જોયેલા છે.

આ જ કારણથી :
‘પોતાના કરતા પોતીકાઓની સિધ્ધિનું મહત્વ – ખુશી વધારે એ જ નિર્ભેળ પ્રેમ, લાગણી કહેવાતી હશે..!