કોઇ પણ વાતનો જવાબ અવઢવમાં ફસાયા વગર સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’માં આપવાનો રાખીએ તો બહુ બધા પ્રશ્નો ઊગતા જ ડામી શકાય છે.
-સ્નેહા પટેલ
Daily Archives: 02/01/2012
દુનિયા કેવડી ..?
નેટ, સોશિયલ સાઈટ્સ..
વાહ..
દુનિયા આખી ય એક જ છત નીચે જ
કેટલી નાની..!!
ત્યાં તો છત નીચે નજર ગઈ
દરેક સભ્ય પોતાના
ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસ સાથે બીઝી..
અલગ જ દુનિયામાં
ઓહ..
એક છત નીચે દુનિયા આટલી વિશાળ..
સ્નેહા પટેલ