ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’કોલમ
રોજ કંઇક નવું શીખવી જાય છે જીન્દગી,
કેટલા અધૂરા સમજાવી જાય છે જીન્દગી.
આર્જવ…સરસ મજાનો નવજુવાનીયો, તાકાત અને જોશથી ભરપૂર. અદ્વિતીય શારિરીક તાકાતથી છલકતો આ છોકરડો બહુ જ મહેનતુ. ઘર, બહાર હંમેશા લોકોને મદદરુપ થતો રહેતો. લોકોનો માનીતો આર્જવ. એના આ સ્વભાવને કારણે લોકો એની પ્રસંશાના પુલ પર પુલ બાંધી દેતા.
ધીમે ધીમે આ પ્રસંશાનો નશો આર્જવના મનો-મસ્તિષ્ક પર છવાવા માંડ્યો.એ એને પચાવી ના શક્યો. કોઇ પણ વસ્તુનું અતિપણુ નિર્વિવાદપણે ખરાબ જ હોય છે. એવું જ કંઇક આર્જવ જોડે પણ થયું. પસંશાના ઢગલાએ એની સાલસતાને કયારે ભરડો લઈ લીધો અને ક્યારે ઓહિઆ કરી ગઈ એનો એને ખ્યાલ જ ના રહ્યો. એના મગજમાં ગુમાનનો પવન ભરાઈ ગયો.
લોકોને એની જરુર પડે છે પણ પોતાની શારિરીક અને માનસિક તાકાત એટલી બધી છે કે એને કોઇની ક્યારેય જરુર જ નથી પડતી. પોતે એ બધાથી બે વેંત ઊંચો છે, અલગ જ છે.એના સ્વભાવમાં થોડું તોછ્ડાપણું છલકાવા લાગ્યું. વિચારોનો પડછાયો વર્તનમાં ડોકાય જ ને. લોકો લાગણીભીના આર્જવના બદલે આવા અહંકારી આર્જવને ના સ્વીકારી શક્યાં. પરિણામ તો યુગોથી જે આવ્યું છે એ જ.. લોકો ધીમે ધીમે એનાથી દૂર થતા ચાલ્યાં, આર્જવ ધીમે ધીમે એકલો પડવા લાગ્યો.
આર્જવને ઢગલો શોખ હતાં. વળી માનસિક રીતે પણ એકદમ મજબૂત. એને આમ એકલા પડવાનું બહુ અઘરું ના પડયું. ‘આઈ ડોન્ટ કેર..’ લોકો જાય તેલ પીવા.જેને જરુર હશે એ આવશે મારી જોડે પાછા.. બાકી મને ક્યાં કોઇની પડી છે. પોતાની એક અલગ દુનિયામાં પોતાની એકલતા જોડે જીવવા લાગ્યો.
‘એકસરખા દિવસો કોઇનાય જાતા નથી…’
એક દિવસ ઓફિસેથી પાછા વળતાં એના સ્કુટરને એક ટ્રકવાળાએ પાછળથી ધકકો મારી દીધો અને એ હવામાં બે ફૂટ ઊંચો ફંગોળાયો. દ્રશ્ય નિહાળનારાના શ્વાસ તાળવે ચોંટી ગયા. ધ..ડા..મ..ફૂટપાથ પર પછડાયેલ આર્જવે આંખો ખોલી તો સીધો એની નજરે હોસ્પિટલની ધોળી ધોળી દિવાલો જ પડી.પોતાનું માથું જાણે કે ધડ પર જ નહોતું એવું લાગતું હતું, હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો તો એ પણ સજ્જડ પ્લાસ્ટરમાં કેદ..ડાબો હાથ થોડો હલાવી શકાયો તો ચહેરા પર હાથ ફેરવ્યો.કપાળ પર હાથ જતા જ ‘આહ..’ એક હાયકારો નીકળી ગયો. જમીન પર સીધા માથે પછડાયો હોવાથી માથાના પાછળના ભાગે સારી એવી ઇજા થતી હતી. શરીરના જમણા ભાગમાં લકવા જેવી અસર હતી એમ ડૉકટરોની વાત પરથી એ જાણી શક્યો અને એક્દમ જ તૂટી ગયો. એના જેવો હટ્ટોકટ્ટો માણસ સાવ આમ પરવશ..!!
બધું જૂનું ભૂલીને મિત્રો એને મદદ કરવા લાગ્યાં.પણ એને એ સ્વીકારતા ક્ષોભ થતો. આખી જીંદગી મેં ક્યારેય કોઇની મદદ લીધી નથી તો હવે..આમ તો મારા સ્વાભિમાનને ઠેસ લાગે…કહી પણ ના શકાય અને સહી પણ ના શકાય. મનોમન મૂંઝવણની ચક્કીમાં પીસાતો આર્જવ માનસિક રીતે હતાશ થવા માંડયો. ગર્વ તો ક્યારનોય ચૂર ચૂર થઇ ગયેલો પણ મજબૂરી..!! પોતાના કામ પોતાના હાથે નહતો જ કરી શક્તો. હવે એને પોતાનાથી શારીરિક રીતે નબળા લોકોની હાલતનો પૂરો ખ્યાલ આવવા લાગ્યો હતો. એ લોકોની મજબૂરીને સમજવા લાગ્યો હતો. એના સ્વભાવમાં હવે નમ્રતા આવવા લાગી. એની સમજણ વિકસવા લાગી.લોકોને એની પાસેથી કશું ય નહોતું મળતું એમ છતાં એ હવે મિત્રોથી ઘેરાયેલો રહેવા લાગ્યો. એના વગર કહ્યે લોકો એના કામ ખુશી ખુશીથી કરવા લાગ્યાં.
લગભગ છ એક મહિનાની દોસ્તો અને પરિવારજનોની મદદથી લકવાની અસરમાંથી બહાર નીકળેલો આર્જવ હવે પોતાના અહંકારના કુંડાળામાંથી પણ બહાર નીકળી ગયો
અનબીટેબલ :- શારિરીક તાકાત અને અહંકાર એકબીજા સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે.
शाम सुरज लो ढलना सीखाती है ।
दिया पतंगे को जलना सीखाता है ।
गीरनेबाले कोसते हो क्युं?
ठोकरे ईन्सान को चलना सीझाती है । 🙂
LikeLike
AHAM BRAHMASMI. MAIN BRAHM HOON.YATPINDE TAT BRAHMANDE.YAT BRAHMANDE TAT PINDE.IT IS SAID THAT WE BEOLNG TO PANCHTATVA,WHICH ARE THERE IN THE UNIVERSE SO WE MATCH,FIT IN AND ENJOY THE GOOD OF IT.OUR HINDU SHAHSTRA IS SUPREME IN THE WHOLE OF RELIGIONS AND WE HAVE FA CTUAL THINGS WITH US. SNEHAJI,YOU POSSESS SANSKARSI.E.GOOD VIRTUES,BECAUSE OF YOUR PARENTS.WE LOOK LIKE OUR PARENTS.SOMETIMES WE LOOK LIKE OUR ANCESTORS,I.E.PURVAJ. IT IS ALL BACAUSE OF OUR PANCHTATVA ,THAT CREATE OUR SELVES AND WE CREATE NO.OF THINGS AS YOU DO IN LINGUISTICS.SAHITYA IS SADHNA,SADHNA IS SHIFTING NEAR TO GODS AND THAT IS WHY WE SAY ATMA AND PARMATMA ARE THE SAME.WE CANT SEE ATMA,SO WE DONT SEE PARMATMA ALSO.PROCESS OF MEETING ATMA AND PARMATMA,MEETING OF SUDAMA AND KRISHNA,IS A MERGER OF THE SAME ELEMENTS I.E. PANCHTATVA,I.E. BRAHM. YOUR BRAHM WILL BREAK ALL BHARAM OF THE MIND.WE CALL IT BHRAM.
KEEP ON DOING YOUR KARM.MAA SHARDA IS SHOWERING ALL BLESSINGS ON YOU. DHYANI.VRAJKISHOR.J.DUBAI
LikeLike
Arvind Barot अहम ब्रह्मास्मि:
હું બ્રહ્મ છું.-એવો અનુભવ ત્યારે જ થાય જયારે મન પર સંપૂર્ણ કાબુ હોય.કામ,ક્રોધ,મોહ,લોભ,મદ,મત્સર,છળ,અહંકાર -એ બધા મનના સૈનિકો છે.રૂપ,ધન,સત્તા,બળ,કળા,વિદ્યા,જ્ઞાન વગેરે અહંકારના નિમિત્ત છે.આર્જવ માં જે અહંકાર આવ્યો એ માત્ર શરીર-બળનો નથી,પણ લોકો માટે પોતે અનિવાર્ય છે,લોકોને એની જરૂર છે એવા ભ્રમનો પણ એ અહંકાર છે..પરિણામે લોકોથી ઉપેક્ષિત થયેલો આર્જવ “મારે કોઈની જરૂર નથી “એવા અહંકારથી ઘેરાયો.આર્જવનો અહંકાર ઓગળ્યો કઈ રીતે ?અકસ્માતના કારણે આવેલી નિર્બળતા કે પંગૂતાથી ?ઉપેક્ષા અને એકલતાથી ? એ તો માત્ર TURNING – POINT છે.જો મિત્રો દોડી આવ્યા ન હોત તો આર્જવ નિરાશા,લઘુતા અને ઘૃણાનો ભોગ બની જાત.અહંકાર ઉપર પ્રેમનો વિજય થયો છે.મનને જીતવાના બે જ રસ્તા છે-યોગ અને પ્રેમ. (સમજુ છું કે આવા લાંબા લખાણ ને comment ન કહેવાય.પણ એક બહુ જ સારી અને અઘરી વાતનું એવું સરસ અને સહજ આલેખન કર્યું છે કે મને મને વિદ્વતા ડહોળવાનું જનૂન ચડ્યું.ધન્યવાદ…અને sorry ….
2 minutes ago · Like
LikeLike
The ‘I am’ can be taken
to be as the last camp
as you scale the height
of Reality. Once you are
stabilized in the ‘I am’
or the ‘Turiya’ state,
your job is done. This
state though very close
to the Reality or the
Absolute, still has to be
classified as unreal. The
‘I am’ cannot remain as it is,
it has to disappear or dissolve
and merge into the Absolute or the
‘Parabrahman’, only then would
it qualify as the Reality.
LikeLike
આપને કોઈને કામ માં આવીએ એ બાબતે તત્પર રહેવું અને કોઈ ની મદદ ની જરૂર પડે તે વિના સંકોચે.. આભાર ની લાગણી થી માંગી-લેવી તે “આપ-લે ” ના નિયમ ને અનુરૂપ પહેલા આપી અને પછી સહજ રીતે લેવા માટે પણ જયારે ખુલ્લા હોઈએ તેથી જીવન અનેક સ્તરે વિનમ્ર બને છે.. એક બીજા ને કામ માં આવવું તેજ બ્રહ્મ-ઉપાસના અને જીવન કાર્ય છે /જીવન નો આધાર છે….”હું કોઇથી કંઇ લેતો નથી ” તે અક્કડતા જીવન માં ઉપયોગી નથી..
આખો પ્રસંગ વાંચક ને નમ્ર અને સહિષ ણું બનવા પરે રે છે..જે પ્રત્યક્ષ ની જેમ ઈશ્વરમય લાગે છે..વાંચી ને આનંદ થયો..
LikeLike
nice one..sneha..
LikeLike
thnx a lot neelamdidi, shaileshbhai and pareshbhai…
LikeLike