વિદ્યાબાલન

વિદ્યા બાલન, ઇમરાન હાશમી..જ્યાં જોઇએ ત્યાં આજકાલ ટી.વી સીરિયલ કે નેટ,છાપા, મેગઝિન, ચાની કીટલી કે સીસીડી કાફે- બધીય ઓટલા પરિષદો પર ‘ડર્ટી પિક્ચર’ની જ ચર્ચા થઈ રહી છે.

સવાલ એ થાય છે કે જે વિદ્યા અત્યાર સુધી પોતાની એક્ટીંગ, ડાહી ડાહી,સિમ્પલ છોકરીની ઇમેજ દ્વારા લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી, એનું આ અંગપ્રદર્શન,બંદરકૂદ જેવી ધમાલ અને જ્યાં ને ત્યાં આંખો મારી મારીને પોતાની બિન્દાસ ઇમેજ ઊભી કરતા રહેવાનો સતત પ્રયત્ન..આ બધું એને શું અપાવશે અને જે અપાવશે એનું આયુષ્ય કેટલું હશે?

વળી જો એ આ બધા માટે જ આ ઇન્ડસ્ટ્રીમાં હતી તો અત્યાર સુધી આવા બધા સીધાસાદા રોલ ભજવવા માટે આગ્રહ રાખવાનો ડોળ શું કામ કર્યો ?

 વાહ રે ફિલ્મ ઇન્ડસ્ટ્રી…રાતોરાત પરિવર્તન..!!

નરો વા કુંજરો વા…

* મારી પર્સનલ ચોઈસ ‘પરિણીતાવાળી વિદ્યાબાલન’ છે.

19 comments on “વિદ્યાબાલન

 1. તમારી જે ઈમેજ હોય તેનાથી તમે કંઈ અલગ ના કરી શકો ??
  તમારી ઈમેજથી અલગ કરવું તે જ પડકાર અને કંઈક નવતર પણ છે.
  કંઈક નવું કરવામાં મજા પણ છે, તમારી લખાણ શૈલીને અને તમારા લખાણના વિષયોને છોડીને કંઈક નવુ લખો ત્યારે સમજાય જશે,
  કદાચ આજનો તમારો આ વિષય પણ તમારી પોતાની લખાણ શૈલીથી થોડો અલગ છે,
  તો શું તમારે આવા વિષય પર નહીં લખવાનું ??

  Like

 2. માય લાઈફ- માય ચોઈસ…

  મેં બહુ બધા સબ્જેક્ટસ ટ્રાય કર્યા છે,જે મારા માટે એકદમ નવતર જ રહ્યાં છે. શાંતિથી બ્લોગ વાંચીશ તો સમજાઇ જશે. પણ હું મક્ક્મ છું કે અમુક્ બાંધ છોડ નહીં કરું તે નહીં જ કરું.પછી જે પણ રીઝલ્ટ આવશે એમાં મને સંતોષ છે. સવાલ શેના માટે શું છોડવાનું…તમારે માટે જે મહત્વનું હોય તમે એના માટે દોડો. દોડીને થાકો ત્યારે પાછળ વળીને એકવાર જોજો..બસ..બધા જવાબ આપોઆપ મળી જશે.

  Like

 3. અમુક લોકોને અમુક રોલમાં મન સ્વીકારવા તૈયાર નથી થતું. વિદ્યા બાલનના અત્યાર સુધીના રોલ મને ગમ્યાં છે. આ બધાં રોલમાંયે તે બિન્દાસ તો હતી પણ ક્યારેય તેણે બીભત્સતાનું પ્રદર્શન નહોતું કર્યું. ડર્ટી પીક્ચર્સ હજુ જોયું નથી – જોવાની ઈચ્છાયે નથી છતાં તેની ચર્ચા તો ચોરે અને ચૌટે થયા કરે છે. કદાચ તેને નેગેટીવ રોલ ભજવીને પ્રસિદ્ધિ મેળવવી હશે. અહીં સહુ કોઈ સ્વતંત્ર છે – જેને જેમ ગમે તેમ પોતાને જોખમે કરી શકે છે.

  Like

 4. બલ્બ નો પ્રકાશ મંદ પડે
  તે પહેલા પૂરી તાકાત થી
  તે “ઝળકી” ઉઠે છે
  પ્રતીતિ કરાવવ કે
  હા હું છું અહીંજ .. છું…
  વિદ્યા બાલન ની કારકિર્દી ઠંડી પડે
  તે પહેલા નો આ એક તિખારો હોય શકે…
  હશે… પણ… I like her acting… and for that I’ll have to see all those “Dirty Picture”… The worst part is – After meeting Imaran and Salman… I lost my all courage to view their films…

  Like

 5. @ atulbhai..u r right..અહીં સહુ કોઈ સ્વતંત્ર છે – જેને જેમ ગમે તેમ પોતાને જોખમે કરી શકે છે.

  @ ajyendrabhai..vidhya aam j aagal vadhti gai..(bahu easily aagal vadhvano marg che aa to) to ek divas “After meeting Imaran and Salman… I lost my all courage to view their films…”aa j shabdo kadach tame vidhya mate pan kaheso..damn sure..

  Like

 6. i completely agree with you .. sneha … you narrated her behaviour absolutly clearly… it feels like to keep her career in industry vidhya is degrading her image and acting… i liked her the most in pareenita too.. and she was great in ekta kapoor’s old serial HUM PAANCH … a chashmish girl…and what vidhya doing is really cheap in my view… when she was prmoting her picture who killed jessica… in coffee with karan .. she and rani both were doing so cheap actions on the family tv show…

  Like

 7. સ્નેહાબેન,

  વિદ્યા બાલન તો એક પ્રતિક આપણી સમક્ષ છે, હકીકતમાં જોઈએ તો આપણામાંથી મોટાભાગના લોકો, જે પોતે છે તે નહિ અને પરંતુ અલગ જ પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા કોશિશ કરતા હોઈ છે, જે દ્વારા પોતાને કદાચ કશુક અલગ સાબિત કરવાની કોશિશમાં પોતાની બની બનાવેલ ઈમેજ ને પણ એક ઝાટકે ભૂસી નાખતા હોઈ છે જે ઈમેજ બનાવતા કદાચ જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખ્યો હોઈ છે !?. બીજી રહી વાત કે જીવનમાં જે આદર્શ નક્કી કરેલ છે તે કોઈપણ ભોગે ના મૂકવાની, તો તે વાત સાથે હું સંપૂર્ણ સંમત છું કે નજીવા લાભ માટે જીવનના સુંદર આદર્શો જો અપનાવ્યા હોઈ તો તે મૂકવા ના જોઈએ, અને કદાચ તે માટે સમાજમાં ઘનુજ સહના કરવું પડતું હોઈ છે, પરંતુ તેની ફિકર ના કરવી જોઈએ… તે તો જીવનનો એક ભાગ જ છે તેમ સમજવું જોઈએ.

  Like

 8. VIDYA BALAN ACCORDING TO ME SHOULD NOT ENTERTAIN BY DIRTY PICTURS,ACTIONS,ATTITUDES AND FILMING ON SUCH KIND OF VARIETIES,AS EVERYBODY ENJOYS HER SINCERE ACTING,SIMPLICITY AND NATURAL ACTING WITH A VIVID SMILE.HER FANS WILL LAUGH WITH SMILING CHEERFUL TEARS BUT LET HER UNDERSTAND TO SELECT WHAT IS NOT ONLY FINANCIALLY VIABLE BUT WHAT IMPRESSES THE BEST.NO DOUBT SHE IS GOOD THROUGH OUT LEKIN EVERYBODY APPROVES PARINITAWALI VIDYA BALAN.VRAJKISHOR DHYANI

  Like

 9. શ્રીજાનીસાહેબ ધણા સમયે મલ્યા, આપની વાત સાથે સહમત છું.
  વિધ્યાબાલન શું કે હાલ આઇટમ સોંગ કરતી કોઇ પણ ને જુવો….અંગ પ્રદર્શન શીવાય બીજું શું?
  હવે તો પરિવાર સાથે ટીવી સામે બેસવામાં પણ વિચાર માગીલ્યેછે. અને બસ હવે કલમ બન્ધ કરું ક્યાંક એકતાકપુરને ખોટું લાગી જાસે કે સાસ વહુ સિરીયલથી બાકી હતુ તે ડર્ટી પિકચર માં પુરુ કર્યું.

  Like

 10. I think Vidhya Balan is habitual of “Awards…”

  And I am damn sure that the Producer / Director of the “Dirty Pictures” Madhur Bbhandarkar has assured her as usual that she will definitely bag a “National Award” as well as so many other Awards like “Filmfare”, “IFFA”, “Zee Cine”, “Star Dust” etc..
  He used to do this “trick” to convince Actresses to work in his Film.

  Anyways as per Snehaben’s previous post about ” અભિપ્રાય” “Opinion” we should not have any Prjudice about the “VIDHYA BALAN” n her acting as well.

  Let us watch the movie and comment.

  SnehaBen, I haven’t seen movie yet. But I also use twitter and I have received few Positive messages, again I would say “opinions” about “Dirty Pictures” and Vidhya Balan’s Acting.
  Let us see, testify and confirm…
  પહાડ ખોધી ઉંદર મળે છે કે……… 🙂

  Like

 11. .HER FANS WILL LAUGH WITH SMILING CHEERFUL TEARS ..so true vrajbhai…

  thnx to all frnds for sharing ur valuable thoughts with me..plz keep it up..nice day.

  Like

 12. sneha ji… mari personal choice pan parinita ane munnabhai vali vidhya j chhe. parantu mane lage chhe ke potani line ane length thi alag kai navu karvani vidhya na sahas ne daad to aapvi j pade.. ang pradarshan e eni chhabi thi alag j vaat chhe.. mane ahi lakhta jara pan sankoch nahi thay ke koik samay ma pet palva me piracy na khota dhandha pan karya chhe ane tyare me silk smitha (jena jivan par aa film bani hovanu kahevay chhe) ene sara ane kharab banne role ma joi chhe. ane jo film no promo joi ne vat karu to aa ang pradarsahan te kahani ni jaruriyat mujab nu j chhe.. ha vidhya ne aa role ma jovi thodu unexpected hatu… pan pachhi man ne kahi dau chhu…”jindgi me bahot kuchh paheli baar hota hai mamu”

  Like

 13. @ mrugraj..yes,,,let us see…hope vidhay e acting ma pan kai yogdaan aapyu hoy,…ane ene madhur bhandarkar na promises mujab award male…al d best to her..ane ha..thnx a lot mari story abhipraay ne aatli dhyaan thi vanchi ne samajva ane vartan ma mukva badal…

  Like

 14. .આ તો એક વિચાર આવ્યો અને લખી નાંખ્યો. એણે જે પિક્ચર સાઈન કરવા હોય એ કરે…એ કંઈ તમને કે મને પૂછવા નથી આવવાની. આ તો ‘માણસના પોતે બનાવેલા આદર્શોને વળગી રહેવાની તાકાત કેટલી નબળી એ બાબતે નવાઈ લાગી’ બીજું કઈં નહીં.
  આ પિક્ચર સિલ્ક સ્મીતા વિશે છે એના સિવાય કંઇ જ નથી જાણતી. એકતાકપૂર ધ ગ્રેટ ઇન્ટેલીજન્ટ લેડી અને વિદ્યાબાલન બેય પિકચરની લાલ સાડી અને વિદ્યાના બીપ બીપ વેડાના પ્રચારમાંથી જ ક્યાં ઊંચા આવે છે..!!
  (હાહા..હસવું આવે છે..રાતોરાત એક સીધી સાદી છોકરીની ઇમેજને ધરમૂળમાંથી બદલવા કેટલા ધમપછાડા કરવા પડે છે એણે.)

  આ લોકો પ્રચારમાં પિકચરની વાર્તા વિશે થોડો પ્રકાશ નાંખવાનો પ્રયત્ન કેમ નથી કરતા..કદાચ વિધ્યાબાલનવેડા સિવાય કંઇ હશે જ નહીં પિકચરમાં ખાસ સ્પેશિયલ..બને એટલા લોકોને લલચાવી લલચાવીને પહેલું વીક ફુલ જાય એટલે પોતાના બધા પૈસા અને નફો નીકળી જાય પછી ભલે ને ફિલ્લ્મ નું જે થવું હોય એ થાય. એની વે..પિકચર જોવાનો ચાન્સ મળ્યો તો એ જોઈને જ આગળ વાત કરીશ..ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ટુ..ડર્ટી પિકચર..વિધ્યાબાલન..એકતા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s