ફેસબુક,નેટ

ફેસબુક,નેટ આ બધું માણસની બે આંખની શરમ બહુ આસાનીથી છોડાવી દે છે. આ જેના ને તેના આલ્બમમાં છોકરીઓના ફોટાના છુટ્ટા મોઢે વખાણ કરનારાઓને એ છોકરી સામે આવી જાય તો બે શબ્દો બોલતા પણ ફાંફા પડી જાય છે.  સ્કુલમાં,કોલેજમાં છોકરીઓની સામે પણ ના જોઇ શકનારા છોકરાઓ અહીં સિંહ જેવા બનીને એ છોકરીને ગમે તેવા શબ્દોમાં ઉતારી પાડતા પણ અચકાતા નથી. ઉધારની સ્માર્ટ્નેસમાં વખાણના ટોપલાં ઠાલવે રાખનારા અને એ વખાણોને સાચા માનીને એના નશામાં ઝૂમનારીઓની દયા આવે છે.

લાઇક..લાઈક..કોમેન્ટ્સ..કોમેન્ટ્સ …
દુનિયા આટલા પૂરતી જ સીમિત ક્યારથી થઈ ગઈ..

સ્નેહા પટેલ – અક્ષિતારક


26 comments on “ફેસબુક,નેટ

  1. snehaji khub saras….aavu lakhvani himmat ketla ma che…………khub khub abhinandan..

    Like

  2. સ્નેહા, વાત તમારી એકદમ સાચી છે પણ અત્યારે સમય જ એવો છે કે બધા દંભ ના મહોરા અંદર જીવે છે.

    Like

  3. સોશિઅલ -નેટવર્કીન્ગે લોકો ના માનસ પટ ના સીમાડા ઓ તોડ્યા છે… શરમ સંકોચાયી છે અને મન આઝાદ થયું છે. હવે તો મનોચિકિત્સક પણ સસ્તી સલાહ આપતા થયા છે… “ફેસબુક જોઈન કરો… અને … ટેન્શન મુક્ત થાવ”. અને તે વાત ખરે ખર લાગુ પડી છે. અહી શરમાળ અને બીક્ક્ણ મીન્દડા ખરેખર સિંહ બન્યા છે.
    હશે… ત્યારે… કદરૂપી પણ સુંદર આત્મા વાળી સ્ત્રિયો ના પણ ૨૦૦૦+ મિત્રો થયા છે… જે ક્યારેય શક્ય નહોતું. પુરુષો ની સ્ત્રિયો સાથે બીભત્સ વાતો કરવાની ઈચ્છા… “ફેક ફીમેલ આઈડી” સાથે કરી ને પૂર્ણ થઇ રહ્યી છે… એક માનસિક શિષ્ટાચાર અને ભ્રષ્ટાચાર નું જાળું રચાઈ રહ્યું છે. દરેક પોતાના વ્યક્તિત્વ પ્રમાણે વર્તે છે.
    સૌથી મહત્વ ની વાત… “જયારે કોઈ તમને ના જોઈ રહ્યું હોઈ અને તમે જે વર્તન કરો… એ તમારું સાચું વ્યક્તિત્વ”… આ વાત સોશિઅલ -નેટવર્કીન્ગે બરાબર સાબિત કરી છે. હવે સવાલ એ છે કે… તમે કોણ છો?

    Like

  4. સ્નેહાબેન,

    ખૂબજ અગત્યની વાત તમોએ રજૂ કરેલ છે અને શ્રી જયેન્દ્રભાઈ ના વિચારો સાથે પૂરી સહમતી ધરાવું છું. હકીકત એ જ છે કે જે સોશિઅલ નેટવર્ક ની આપણે વાત કરીએ છીએ તેનો ખૂબજ દૂરુપયોગ થતો જોવા મળ્યો છે અને કાફ્ત એકજ તરફથી નથી પરંતુ દરેક વર્ગના લોકો તરફથી સ્ત્રી હોય કે પુરુષ !

    આ માટે યોગ્ય જાગૃતિ ની ખાસ જરૂર છે, નહી તો તેના ખૂબજ માઠા પરિણામો હજુ જોવા વધુ મળશે…

    Like

  5. સ્નેહાબેન જયેન્દ્રભાઈ અને અશોકભાઈની વાત સાથે સંમત છું. આ વાત માત્ર પુરુષોને નહીટ પણ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. પોતાના પતિના ક્યારેય વખાણ ન કરતી સ્ત્રીઓ ફેસબુક પર અન્ય પુરુષોના ફોટોગ્રાફ જોઈને ઘેલી થતી જોઈ છે. તો કેટલીક સ્ત્રીઓ પતિ ના ગમતો હોય તો ફેસબુક પર ફેક આઈ-ડી બનાવી મનગમતા પુરુષને શોધીને તેમાં પોતાના સ્વપ્ન પુરુષને જોઈને તેની સાથે બોયફ્રેંડ-ગર્લફ્રેડ બનીને વાતો કરતી અને ખોટી ફેન્ટસીમાં રાચતી જોવા મળી છે. પણ આંગળા ચાટ્યે કંઈ પેટ નથી જ ભરાતું.

    Like

  6. આપણને હિન્દુ મટી હરામી થતાં વાર ના લાગી- અમદાવાદ-વડોદરે બીજીને કે બાજુવાળીને મળો તો ઝલાઈ જાવ નેટ કે fb પર તો અમેરિકામાં હાલોવિનમાં પહેરે તેવાં મોહરાં પહેરી લેવાય પછી તો પશુત્વને કોઈ બંધન ના રહે, મને મારી ૨૦૦૬માં લખેલી કવિતા યાદ આવે છે-
    માણસ હોવાની એક સુરરિયલ કે અસ્તિત્વવાદી અનુભૂતિ
    આપણો પંજો
    બીલાડીના પંજા સમ ગોઠવી શકાય છે,
    અને
    પત્નીની પીઠ પર ઘસડી પણ શકાય.
    પશુત્વ શેમાં છેઃઃ
    પંજામાં કે પંજાની સમજણમાં ?

    Like

  7. વ્યક્તિ હોવો જોઇએ એવો નહીં પણ જેવો દેખાડવા માંગે છે એવો દેખાય છે..આભાસી વ્યક્તિત્વ..પોતાના મનમાં પોતે ઉભી કરેલી પોતાની એક નાટ્યાત્મક છબીને સંસાર સમક્ષ પ્લેટમાં સજાવીને રુપાળી રીતે પેશ કરવાનું પ્લેટફોર્મ એટલે સોશિયલ નેટવર્કીંગ..વાહ રે દુનિયા….આ દેખાડાનું વ્યક્તિત્વ માણસના સાચુકલા વ્યક્તિત્વને અંધકરમય ભૂતકાળમાં ધકેલીને આશાસ્પદ ભાવિના સૂરજોને ઊગતા પહેલાં જ ડામી દે છે જોઇને બહુ જદુઃખ થાય છે.

    Like

  8. અહીં મેં છોકરીઓ શબ્દ જાણીજોઇને વાપરેલો.કારણ છોકરીઓને કે કોઇ પણ ઊંમરની સ્ત્રીઓને પોતાના વખાણ સાંભળવા અને એ અક્ષરશઃ સાચા જ છે માનીને ભ્રમને પંપાળવાની મજા આવે છે..જો લોકો બિગબોસ જોતા હશે એમને તો ખ્યાલ જ હશે કે એમાં પૂજાબેદી આનું સૌથી મોટું ઉદાહરણ છે. બાકી તો આજકાલના વ્યક્તિઓ (છોકરાઓ કે છોકરીઓ ) કોઇ પણ દ્વારા આ સોશિયલ નેટવર્કનો સદઉપયોગ કરવા કરતાં પોતાની કલ્પ્નાઓ કે માનસિક વ્રુતિઓ સંતોષવા વધારે ઉપયોગ થાય છે એનો અફ્સોસ થાય છે.

    Like

  9. સ્નેહાજી નમસ્કાર.
    આપ સરસ શબ્દોનો ઉપયોગ કરી ટુંકી વાતોમાં પણ ખુબજ કહી દો છો. ફેશબૂક બાબતની વાતો પણ ખરી જ છે, પણ સ્ત્રીઓ વધારે છુટ લે છે,કાલે જ એક વલ્ગર ફોટો મુકેલો તે એક છોકરી એ જ મુકેલ.
    મને માર ઇમેઇલ ઉપર દરરોજ આપના લેખો નિયમીત મલે છે પણ જવાબ રોજ લખતો નથી.
    ઘના માં થોરું સમજ જો.
    આભાર.
    વ્રજ દવે (ભાઇજી)

    Like

  10. એકદમ સાચી વાત. હવે આવા લોકોની બહુમતી છે અને સાચા અને સારા લોકોની લઘુમતી.

    Like

  11. ફેસબુક પર જોવા મળતા ફોટા ઘણે ભાગે બનાવટી હોય છે અને અહીં આવનાર પણ બનાવટી વ્યવહાર કરવાની બાધા જ લઈને આવતા હોય છે તેમ મને તો લાગ્યું છે. એક કામ ફેસબુક પર સારું પણ થાય છે કે જે અનુભવ મેળવવા ઘરની બહાર નીકળવું પડે, લોકોને મળવું પડે તે બધું અહીં ઘેર બેઠા થઈ શકે છે. ક્યારેક ક્યારે સારી સારી કવિતા પણ વાંચવા મળી જાય છે ! તને જે વાતો કરી છે તે સો ટકા સાચી છે એટલે ફેસબુકને ટાઈમ પાસથી વિશેષ માની લેવામાં ઘણાં જોખમ છે.

    Like

  12. વ્રજભાઈ…નમસ્કાર. આજ્કાલ સ્ત્રીઓ, છોકરીઓના ફેક આઈડી છોકરાઓ દ્વારા બનાવવામાં આવે છે અને એનો દેહસોદા માટે જ દલાલો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એ વાત તમને ખ્યાલ છે? ફેસબુકનો આવો ધ્રુણાસ્પદ ઉપયોગ..આમાં નિર્દોષ અને સારા ઘરની છોકરીઓ ઘણીવાર ખોટી ખોટી ઠેબે ચડી જાય છે.જેના પરિણામે એમણે પ્રોફાઈલ ડીલીટ કર્યા સિવાય કોઇ આરો જ નથી રહેતો. અહીં મને મળતી છોકરાંઓની રીકવેસ્ટ કરતાં છોકરીઓની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારતા મારે જરા વધારે ધ્યાન રાખવું પડે છે.

    Like

  13. આ સોશીઅલ નેટ્વોર્કીંગ એક મૃગજળ જેવું છે. જે તમને લાગે છે કે છે પણ પાસે જાવ ત્યારે અદ્રશ્ય થઇ જાય છે.
    દરેક સિક્કા ની બે બાજુ હોય છે. એક સારી અને બીજી ખરાબ. એજ વાત ફેસબુક કે બીજી સોશિઅલ નેટ્વોર્કીંગ ને લાગુ પડે છે.
    સ્નેહાબેને જે મુદ્દો ઉઠાવ્યો છે એ સો ટકા સાચ્ચો પણ એ બધા ને લાગુ નથી પડતો. હું એમ માનું છું કે માણસ આંખ સામે હોય કે ના હોય એ જેવો હકિકત માં હોય છે એવો જ રહે છે. હા શરૂઆત માં એ કદાચ તમને છેતરી શકે પણ એની હ્કિકત વધારે સમય સુધી છુપી ના રહી શકે. જે વ્યક્તિ ડરપોક હોય છે એ ફેસબુક કે બીજા કોઈ પણ માધ્યમ માં ડરપોક જ હોય છે અને જે સિંહ ની છાતી ધરાવે છે એ ક્યાંય પણ હોય સિંહ જેવો જ રહે છે. હું જયેન્દ્ર ભાઈ ની વાત સાથે સંમતિ ધરાવું છું કે જો સોશિઅલ નેટ્વોર્કીંગ એક વ્યક્તિ ના વ્યક્તિત્વ માં સકારાત્મક વિકાસ લાવી શકતું હોય તો તેના થી મોટી સિદ્ધિ કોઈ નાં હોઈ શકે. જે સોશિઅલ નેટ્વોર્કીંગ ને સાચા અર્થ માં સમજ્યા હોય એ લોકો તેનો સદુપયોગ કરે છે અને જેમને ફાયદો (કટાક્ષ) ઉઠાવવો છે એ ફાયદો પણ ઉઠાવે જ છે. અને કહેવાય છે ને કે કાગળા બધે કાળા જ હોય છે. એમ આમાં પણ કાગળા તો રહેવાના જ :). માણસ બીજા ને છેતરી શકે છે પણ એની આત્મા ને છેતરી નથી શકતો!
    મુદ્દા ની વાત તો જયેન્દ્રભાઈ એ કીધી- “જયારે કોઈ તમને ના જોઈ રહ્યું હોઈ અને તમે જે વર્તન કરો… એ તમારું સાચું વ્યક્તિત્વ”…

    અને જયારે તમને કોઈ નથી જોઈ રહ્યું ત્યારે પણ તમને એક જણ તો જોઈ જ રહ્યું છે. એની આંખ થી તો નથી જ બચવાના!!!

    અહીં થ્રી -ઇડીયટસ વાળી વાત નહિ કામ લાગે. અહીં તમારે શું કરવું છે એના થી વધારે મહત્વ નું છે તમારે શું કરવું જોઈએ.

    Like

  14. દરેક વ્યક્તિ એ પોતાની સમજ અને બુદ્ધિ વાપરવી જ પડે. આપણી સુરક્ષા આપણા જ હાથો માં છે.

    કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ તમને ત્યાં સુધી દુ:ખી, પરેશાન કે છેતરી નથી શકતું જ્યાં સુધી તમે એને મંજુરી આપો. કોણ દંભી છે અને કોણ સજ્જન છે એ પારખવાની આવડત તો આપણે કેળવવી જ પડશે. અને કદાચ પારખવા માં ભુલ પડી પણ જાય તો સુધારવા નો વિકલ્પ તો છે જ- સોશિઅલ નેટ્વોર્કીંગ આપણ ને બચવા માટે ના પુરેપુરા વિકલ્પો આપ્યા chhe પણ તમારામાં એને વાપરવા ની આવડત અને આત્મબળ હોવું જરૂરી છે…

    તમે ઘર ની બહાર નીક્ળોજ નહિ તો તમે આકાશ ને માણીજ નહિ શકો. તડકો અને વરસાદ લાગશે પણ છત્રી તો આપણા હાથ માં છે ને. ક્યારેક ક્યારેક તડકા અને વરસાદ બંને માં ભીંજાય જવાની પણ એક મજા હોય છે.

    અસ્તુ નહિ પરંતુ ઉદય… 🙂

    Like

  15. મ્રુગરાજભાઈ..મેં ૧૦૦ એ ૧૦૦ ટકા વ્યક્તિઓની વાત કરી જ નથી. ઉપર હીનાબેનની કોમેન્ટ જુઓ.જે લોકો સમજે છે એ લોકો તો આનો પોતાની સ્માર્ટ્નેસ પ્રમાણે ઉપયોગ કરવાના જ છે. પણ જે લોકો આમાં કેરિયર કે બીજા કોઇ નકકર હેતુ સાથે એન્ટર થાય અને પછી અહીયા લલચામણા ઢાળ પર લપસી જાય છે એમનું શું..તો મારી આ પોસ્ટ ટોટલી એવા લોકો માટે જ છે. નહીં કે સારા હેતુથી, સંતુલિત મગજથી આ સાઈટ વાપરનારાઓ માટે.

    હા તમારી ઘણીબધી વાતો મારી આગલી પોસ્ટની લાઇન ચોરી ગઈ એમ જરુરથી કહીશ. કારણ..હું અત્યારે જયાં છું એ ટોટલી બ્લોગ, ઓરકુટ, ફેસબુક જેવી સોશિયલ સાઈટસના કારણે જ છું અને એમાંથી બહુ જ સરસ મજાના અને મારા જેવા જ રસના વિષયો ધરાવનારા શાલીન,મદદરુપ.નિઃસ્વાર્થી અને સમજુ મિત્રો પણ મેળવ્યા છે. એના કારણે જ હજુ પણ એમાં ટકી પણ છું. એટલે મને તો આ બધી વાતો ખબર છે.આટલા પૂરતી તો તમારી વાતો સાથે સો એ સો ટકા સહેમત.

    પણ જયેન્દ્રભાઈની વાત પ્રમાણે.’ આટલી હિંમત અને નૈતિકતા જ્યારે તમને કોઇ જ ના જોતું હોય ત્યારે પણ કેટલા સાચવી શકે ્છે એ એક સંશોધનનો વિષય છે.’ એમાં વળી પાછી હીનાની લઘુમતી-બહુમતીવાળી વાત યાદ આવશે.

    વળી આ મુદ્દા ૧૨ વર્ષથી માંડીને જે છોકરાઓ, આપણા સંતાનો ફેસબુક અને નેટ ચાલુ કરી દે છે એમને કોણ અને કેવી રીતે સમજાવશે..? એમની જોડે કેટલા લેવલની સમજણ કે માનસિક તાકાતની અપેક્ષા રાખી શકો તમે? ગમે તે હોય કોઇ મા બાપ પોતે ઠોકર ખાઇ લે પણ પોતાના સંતાનોને ઠોકર ખાતા જોઇને સહન નથી કરી શક્તા. આ બધાનો નશો એવો હોય છે કે ગમે એવા સંતાનો મા બાપનું કહ્યું નથી માનતા. આવી અનેકો સત્યઘટનાઓ આવેલ છે મારી જોડે એટલે જ આટલી મક્ક્મતાથી આ વાત કહું છું. હું પણ માનું છું કે સંતાનોને બહુ સાચવી સાચવીને કાળજીની છાયામાં ના ઊછેરાય,પોપલા ના બનાવી દેવાય.. પણ આગળ કૂવો છે એ જાણવા છતાં એમાં ધક્કો પણ ના મરાય ને..ગમે તે પ્રકારે સમજાવવા જ પડે. શીખવા માટે પોતાની જાત પર જ અનુભવોના ઘા ઝીલવા એવું જરુરી તો નથી જ ને..એ લોકોને બીજાના અનુભવો સમજાવીને પણ હકીકતનો આઇનો બતાવી..સમજાવી શકાય ને..બસ, તો આ એક એવો જ પ્રયત્ન હતો મારો.

    નેટ્ના લલચામણા, સારા પાસાઓ સામે આટલા ખરાબ કરતાં પણ ડેન્જર પાસા વધુ યોગ્ય શબ્દ છે..એ છે એ હકીકત લોકો સમક્ષ લાવવાનો એક નાનો પ્રયત્ન.મેં ઉઠાવેલો આ મુદ્દો કોઇક એક ભુલો પડેલાને પણ રસ્તો બતાવે તો પણ લખેલું બધું ભયો ભયો..
    હું પણ એવી જ આશા રાખું છું કે ‘અસ્તુ નહી ઉદય..’ 🙂

    Like

  16. સખી સાંભળે છે ?!!

    ઝાંઝવાના જળ સખી જોવાના હોય,
    એને હોઠે માડીને પીવાય નહીં.
    છલકાતા સ્મિત સખી છલનારા હોય
    એના વિશ્વાસે શ્વાસો લેવાય નહીં.

    ક્યાંક વાચ્યું હતું કે, બુદ્ધિ બદામ ખાવાથી નહીં ઠોકર ખાવાથી આવે છે…
    હા હા હા…
    – ઝાકળ

    Like

  17. સ્નેહાબેન,
    સૌથી પહેલા તમારો ખુબ ખુબ આભાર કે તમે કહ્યું “હા તમારી ઘણીબધી વાતો મારી આગલી પોસ્ટની લાઇન ચોરી ગઈ એમ જરુરથી કહીશ.” અને એને લીધે હું તમારી આગલી પોસ્ટ ને શોધતો શોધતો તમારા હોમ પેજ રૂપી દરિયા માં પહોંચી ગયો એમાં મને તમારી નદી, ઝરણા અને નાના નાના કુવા પણ મળ્યા. તેમાં ડૂબકી લગાવી ને અભિભુત થયો.

    હું કોઈ પ્રોફ્સન્લ લેખક કે કોઈ સામાન્ય લેખક પણ નથી. હું તમારા જેટલો હોંશિયાર કે તમારા જેવી પ્રતિભા કે સૂઝ ધરાવતો નથી. ઉંમર અને અનુભવ બંને માં હું ચોક્કસ તમારો કનિષ્ઠ છું. તમારી સુધી કેવી રીતે પહોંચ્યો એ પણ એક સરસ વાત છે. પણ એ ફરી ક્યારેક…

    તમારા લેખ વાંચ્યા અને સમજ આવી કે તમે કેટલા વિદ્વત્ત છો. તમારા બે લેખ એક “ઓપ્શન – નો ઓપ્શન.” અને બીજો “વિશ્વસનીય સેતુ” બન્ને દિલ માં ઉતરી ગયા. એક “કડવું” પણ “સત્ય”. કહીશ આજના જીવન માં તદ્દન બંધ બેસતું. અને આ વાંચ્યા પછી તમે ઉઠાવેલો મુદ્દો “ફેસબુક – નેટ” માટે મને કોઈ શંકા કે સંશય નથી રહ્યો.

    તમારા પ્રત્યુતર અને હિનાબેન ની વાત થી પણ હું બિલકુલ સમંત છું. હવે સારા લોકો ની લઘુમતી અને ખરાબ લોકો ની બહુમતી થઇ ગઈ છે. જેમ તમે કહ્યું કે સંતાન ને વધુ પડતો પોતાના છાંયડા માં રાખવો એ પણ કામનું નથી. અને વધુ પડતી છૂટ આપવી એ પણ વ્યાજબી નથી. આજે માં-બાપે કેવી રીતે છૂટ અને નિયંત્રણ માં સમતુલા જાળવવી એ એક વિકટ પ્રશ્ન થઇ ગયો છે..

    મારી સમજણ પાકી કરવા માટે તમારો આભાર અને કોઈ ભૂલ ચૂક થઇ હોય તો ક્ષમા કરશો.
    તમારા લેખ હવે થી નિયમિત વાંચીશ અને જે સમજણ પડશે તે પ્રમાણે ટીપ્પણી પણ કરીશ…
    અને તમે મારી સમજણ પાકી કરશો એવો પુરેપુરો વિશ્વાસ છે… 🙂
    LAST BUT NOT LEAST – છેલ્લું પણ ઓછું જરાય નહિ – તમારા પ્રયત્ન ને સલામ
    ‘અસ્તુ નહી ઉદય..’ 🙂

    Like

  18. આગળ કરેલી ટીપ્પણી માં “દરિયા રૂપી હોમ પેજ” કે “હોમ પેજ રૂપી દરિયો” સાચું શું છે કંઇક ખબર નથી પડતી… હા હા હા … 🙂

    Like

  19. મૃગરાજભાઈ..બહુ બધુ લખી નાંખ્યું દોસ્ત તમે. અરે હું પણ તમારી જેમ જ રોજ શીખુ છું જીંદગી જોડેથી..એ મારી મસ્ત બહેનપણી છે. બસ..આટલામાં બધું જ સમજો ને. મારા મિત્રવર્તુળમાં આપનું સ્વાગત.

    Like

  20. આ લાઈક અને કોમેન્ટ ની પળોજણ માં થી છુટવા માટે થોડા સમય થી ફેસબુક પણ જવું લગભગ બંધ જ કરી નાખ્યું છે.

    Like

  21. અરે ફેશબૂકમાં દેહસોદા થતા હોઇ તે જરા પણ ખ્યાલ જ નથી,હા આ ફેશબૂકના મિત્રો મને ખુબજ ઉપયોગી બન્યા તે ખબર છે, અને જ્યારે મન કોઇ ઉકેલ ના આપે અને મુંઝાઇ તો કોઇ પણ મિત્રને ઇમેઇલ કરું તો નિખાલશા થી મારા હમદર્દ બને છે પછી તે છોકરો હોઇ કે છોકરી.અરે આપ પણ મારા એફ્બી મિત્ર છો જ.અને હવે આ ૬૮ વર્ષે આટલું સુખ મલે તે ઓછું કહેવાય.
    મને નહીં મારા આ પ્રતિભાવને વાંચશો તે બદલ આભાર.

    Like

  22. thnx hamja ghanchii and bhavesh shah..vrajbhai….darek sikka ni be baju hoy che..ane uper bhaveshbhai e bahu j saras vaat kari ena taraf pan fursate dhyaan nakhjo ..nice day frnds…

    Like

Leave a comment