મારી માતૃભાષા

હું મારી માતૃભાષાને પ્રેમ નથી કરતી એમ નથી. પણ મારી માતૃભાષાને એટલી સંકુચિત પણ નથી બનાવવી કે મારી તમામ દુનિયા એની આસપાસ જ ફરે, એના પૂરતી જ મર્યાદિત થઈ જાય. મારી માતૃભાષામાં હું દરેક ભાષાનો સરળતાથી સમન્વય કરી શકું છું.જેનો મને કોઇ જ મલાલ, અફસોસ કે દુઃખ નથી. દુનિયામાં એક ભાષા કાયમથી સર્વશિરોમાન્ય છે અને રહેશેઃ

‘પ્રેમની ભાષા’

જેને કોઇ જ શબ્દો અને જોડણીના બંધનો નડતા નથી અને જેમાં હું સરળતાથી વ્યકત થઈ શકું છું. બસ તો એ જ છે મારી ‘અભિવ્યક્તિની ભાષા’ ‘મારી માતૃભાષા’. હવે મારી મચડીને અભિવ્યક્ત થવાની મજા તો ના જ આવે ને.

સ્નેહ પટેલ – અક્ષિતારક.

13 comments on “મારી માતૃભાષા

 1. સરળતાથી અને સહજતાથી આપણે માતૃભાષામાં સહુથી વધારે એકબીજાને સમજી શકીએ અને અનુભવી શકીએ 🙂

  Like

 2. અભિવ્યક્તિ ની એક સરખી અસર માટે જ જોડણી અને વ્યાકરણ જરુરી છે જેમ નદીને સમુદ્ર સુધી વહાવવા કીનારા તણું બંધન હોય છે..જો કીનારા જ ન રહે તો નદી ખાબોચીયામાં ફેરવાતા વાર નથી લાગતી.જોડણી ને મનમાની રીતે તોડી જોડીને તો ભાષાનું અપમાન ન કરાય.આપણે તેનું સંરક્ષણ કરવું હોય તો તેને શીખવું રહ્યું..અનુગ્રહણ સાચી વસ્તુનું કરવું રહ્યું કારણ કે પિતા અને પીતાની અભિવ્યક્તિ જુદી થવી જ જોઇએ અને તે જ્ઞાન જોડણી આપે છે.સરળતાનાં નામે સગવડીયું લખાણ એ આળસ છે.

  Like

 3. આદરણીય વિજયભાઈ,

  આપની વાત સાથે સો એ સો ટકા સહેમત છું. પણ આખા લેખમાં એકાદ રોજબરોજના બોલાતા અંગ્રેજી શબ્દો આવી જાય એમાં કંઇ ખોટું પણ નથી. લોકો આટલા ચોખલિયાવેડા રાખે છે એ વાત મને અકળાવે છે.

  જોડણીની કે ખોટા શબ્દોની વાત નથી કરતી પણ સાહજિકતાથી મોટાપાયે અત્યારે જે શબ્દો બોલાઇ રહ્યાં છે એનો ઉપયોગ કરવો એ કંઈ ખોટી વાત નથી જ. એનાથી કંઇ ગુજરાતીભાષા – મારી મા સમાન મારી માતૃભાષાને કંઇ નીચાજોણુ થાય એટલી સાધારણ તો નથી જ.

  લખાણ જેટલી સરળતાથી લખાય એટલી સરળતાથી જ વાંચવા યોગ્ય બને છે. હું બને એટલા રોજબરોજના શબ્દો જ વાપરું છું. મારો દીકરો પણ મારું લખાણ આરામથી વાંચી શકે છે અને મારી કોલેજમાં ભણતી ફ્રેન્ડસ હોય કે મારી મમ્મી હોય..બધાંયને આ શબ્દો પોતીકા જ લાગે છે. આનાથી વધારે મોટા સર્ટીફિકેટ શું હોય મારા માટે !!

  હા ખોટા કે વિવેકહીન લખાણની વાત આમાં ક્યાંય નથી. કોઇ પણ શબ્દોથી અજાણતાં પણ એવું લાગ્યું હોય તો માફી માંગુ છું.

  Like

 4. ભાષા બે રીતે સર્જાય અને બોલાય—માતૃભાષા + સ્વિકૃતભાષા( એડોપટેડ અથવા મિશ્રણથી.)વાકવિસ્તાર વૈશ્વિક બનતા અને વિદેશી આવાગમન વધતાં આ અસર આવી-સેલ,શોપિંગ જેવા શબ્દો રોજ વપરાય છે બોલચાલમાં-તો એના ઉપયોગમાં વાંધો કેમ? રેલ્વે-ટેબલ અને વેબજગત(ગુજરાતી અંગ્રેજી મિક્ષ). આપણે મિશ્ર ભાષામાં પણ એકમેકને સમજીએ જ છીએ આ વેબપર.
  એમાં માફી શેની માંગવાની?

  Like

 5. ભદ્રંભદ્ર styleનું ગુજરાતી જરૂર ન હોવું જોઇએ , પરંતુ ફાધર વાલેસ જેવા પરભાષી જો અંગ્રેજી શબ્દ વાપર્યા વગર ગુજરાતી દૈનિકમાં કટાર લખી શક્યા હોય, લોકપ્રિય પણ થયા હોય તો આપણે અંગ્રેજી શબ્દના પ્રયોગ બાબતે આપણી સમક્ષ દર્પ્ણ ધરવાની જરૂર તો છે જ – ક્યાં તો આપણું ગુજરાતી એટલું કાચું અથવા તો અંગ્રેજી પણ આવડે છે તે બતાવી દેવાની, ક્યાંક ઊંડે સંતાયેલ વૃત્તિ!!!!
  માફી ની જરૂર નહીં, પણ દર્પણને સાચો જવાબ તો જરૂરથી આપીએ.

  Like

 6. મને પણ મારી માતૃભાષા વ્હાલી ખરી.. પણ તેના અતિશુધ્ધ ઉચ્ચારણ કે શબ્દોનો કોઇ આગ્રહ નથી. મારા બ્લોગમાં હુ તો મને ગમતી ભાષામાં જ લખુ છું..કોઇ એક વાર મિત્રએ કહ્યુ હતુ કે આમ ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ મુળ ભાષા દુષિત કરવા જેવું કામ છે.
  મે સમજાવ્યું કે ભાઇ, આપણાં પુર્વજો ધોતી-કુર્તા પહેરતા અને આજે આપણે પેન્ટ શર્ટમાં આવ્યા છીએ…પેન્ટ-શર્ટ પણ આપણી મુળ સંસ્કૃતિ તો નથી જ છતાંયે તે આજના સમયે અનુકુળ છે એટલે આપણે તેને સ્વીકારી છે અને તો પણ અંદર રહેલા આપણે તો બદલી નથી ગયા ને !!! દિલથી આપણે તો સદાયે ગુજરાતી રહેવાના જ…

  આમ જ ભાષાનું છે.. અનુકુળ લાગે અને લોકોને ગમે તેમ વહેતી રહે તે જ ભાષા કહેવાય. અભિવ્યક્તિ શુધ્ધ કરતાં સરળ ભાષામાં હોય તો બધાને ગમશે એવુ હુ માનુ છું.


  દર્શિત, અમદાવાદ.

  Like

 7. થોડા સમય પહેલા “માતૃ ભાષા ગુજરાતી ને બચાવો” વિષય ઉપર એક જાણીતા લેખક નો લેખ વાંચ્યો. તેમને આલેખિત કરેલા શબ્દ પ્રયોગો અત્યંત કઠીન હતા… એમ લાગતું હતું કે સંસ્કૃત માં લેખ છપાયો હોત તો સરળતા થી વાંચી શકત. વિચાર આવ્યો કે , આ તે કેવી ભાષા ની અભિવ્યક્તિ કે નવા વાચકો આ ભાષા તરત જ ત્યજી દે… અને ફરી પાછા ક્યારેય ફરકે નહિ. ગુજરાતી ભાષા ના લેખકો લખે … સારું લખે… પણ વધારે પડતી શુદ્ધ ભાષા પ્રયોગ કરતા થોડી હળવી કે સમજી શકાય એવી ભાષા પ્રયોગ હોવો જોઈએ.
  માત્રુ ભાષા એક પ્રશ્નાર્થ બનતો જાય છે… મારો પુત્ર પાંચ ભાષા ( ઈંગ્લીશ, હિન્દી, ગુજરાતી, કન્નડા, મરાઠી) બોલે છે ફક્ત ૮ વર્ષ ની ઉમરે. પણ મુખ્યત્વે તે હિન્દી અને ઈંગ્લીશ માં જ બોલે છે. આ ઉદારણ માં એની માતા ની ભાષા કન્નડ છે… છતાં એ હિન્દી અને ઈંગ્લીશ વધારે પસંદ કરે છે… કારણ કે તેની આજુબાજુ નો સમાજ એ ભાષા બોલે છે અને સમજે છે. હવે ની માતૃ ભાષા આજુબાજુ ના સમાજ ને અનુરૂપ રહેશે એમ અમારું માનવું છે. “અભિવ્યક્તિ’ મહત્વ ની રહે છે… માતૃ ભાષા ના અનેક પર્યાયો ઉભા થઇ રહ્યા છે.

  Like

 8. પ્રિય અશોકભાઈ.. નથી હું ફાધર વાલેસ જેવી મહાન, નથી મારું ગુજરાતી કાચું કે નથી મને અંગ્રેજી આવડે છે એવા બતાડી દેવાના કોઈ શોખ કે નથી મારે કોઇને દર્પણ બતાવવા.. મારા દિલમાં જે હોય એ જ મોઢે…સંતાડવા બંતાડવાની મને ટેવ નથી.બસ વધારે તો શું કહું હવે..હું મજા માટે લખું છું..મારા સંતોષ માટે લખું છું..એક સર્જનની પ્રક્રિયાનો આનંદ ભરપૂર માણું છું. આઈ ડોન્ટ કેર એમાં અંગ્રેજી મિક્સ અપ થાય કે હિન્દી કે ઉર્દૂ..હા વિચારવાની દિશા ખોટી ના હોય એનું ભરપૂર ધ્યાન રાખુ છું અને જે પણ ભાષા વપરાય એની જોડણીઓ જોડે ચેડા ના થાય એટલા સભાન દરેકે જરુરથી રહેવું જોઈએ પછી એ ગુજરાતી હોય કે મરાઠી. ( આ જોડણીધ્યાન કોઇને બતાવી દેવા નહીં પણ તમારા સાચા જ્ઞાન માટે જ હોવું જોઇએ )

  Like

 9. hmm…..actually….. aje badha samji sake e mate pan aama … thoda guju eng word vaprava jaroori che.. loko na dil sudhi pohchvano aa rasto .. che….. ane lakhti vakhate feelings bhav jovana che.. shabdo na bhav lagni e shabd ne 100% vykta karta hova joie… baki charcha no koi ant nathi… apde sneha e lakhyu che evu lakhi batavie too bas…,… !!!

  Like

 10. પણ દર્પણને સાચો જવાબ તો જરૂરથી આપીએ.’

  પણ દર્પણ સ્વયં કૃત્રિમ પદાર્થ છે અથવા અસેન્દ્રિય છે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s