કાચની બારી

કાચની બારી બંધ કરી
‘કોલીન’નું સ્પ્રે કર્યું
છાપાનો ટુકડો લીધો
ઘસી ઘસીને સાફ કરવાનું અભિયાન શરૂ..
કાચની બારી
ડાઘાવાળી હોય તો કેવી ગંદી લાગે
એક પણ ડાઘો ના જોઇએ એના પર આજે
કચ્ચીને થતી મહેનત કપાળના પરસેવાની બુંદો બની ગઈ
કુર્તાની ‘સ્લીવ’થી પરસેવો લુછ્યો
દૂરથી થોડા અલગ અલગ ‘એંગલ’થી કાચ ધ્યાનથી નિહાળ્યો
હાશ..
હવે કોઇ જ ડાઘો નથી દેખાતો
મહેનત વસૂલ
ત્યાં તો એક કબૂતર જોરથી ઉડતું આવ્યું
ખુલ્લાપણાનો ભ્રમ નીપજાવતા ચોખ્ખા ચણાક કાચ
અને એ ગભરું નિર્દોષ પારેવું ભરમાયું
ધડામ..
રામ નામ સત્ય…
કાશ..અતિચોખ્ખાપણાનું ભૂત ના ભરાયું હોત
તો આજે મારા શિરે પારેવાના મોતમાં
આડકતરો હાથ હોવાનો ગુનો તો ના હોતને..

સ્નેહા પટેલ – અક્ષિતારક

8 comments on “કાચની બારી

 1. તમારા કાવ્ય વાંચવાના ગમે છે પણ તમે કોલમ-છાપામાં- લખો છો તેથી કદાચ અંતે કવિતા નર્યા વિધાનમાં અંત પામે છે અને સૂચન થઈ જાય છે.જુઓ આ અહીં દર્શન કે દાખલા તરીકે આવે છે….
  અતિચોખ્ખાપણાનું ભૂત ના ભરાયું હોત
  તો આજે મારા શિરે પારેવાના મોતમાં
  આડકતરો હાથ હોવાનો ગુનો તો ના હોતને..

  Like

 2. સરસ કલ્પના, સરસ લાગણી અને હા એવી જ અર્થસભર ઊંડી વેદના…

  Like

 3. અતિ ચોખ્ખાપણાનું ભૂત ભરાય ત્યારે આવા અકસ્માત થતા હોય છે. વર્ષો પહેલાં હું એક કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો. તે કંપનીએ નવી ઓફીસ લીધી ત્યાં મારે બેસવાનું હતું. ઓફીસનું પ્રવેશદ્વારનું બારણું પારદર્શક કાચથી મઢેલું હતુ અને કંપનીના માલીકના મનમાં ઓફીસને અતી ચોખ્ખી રાખવાનું ભૂત ભરાયેલું હતું. તેથી તે દર બે કલાકે બારણાનો કાચ પ્યુન પાસે સાફ કરાવ્યા કરતાં. બહારથી આવનારને અંદરની ઓફીસ સીધી દેખાય પણ બારણું દેખાય નહીં. નવો આવનાર દરેક વ્યક્તિ એક વખત તો ધડામ કરતો ભટકાય. માણસ કબુતર જેટલા નાજુક નથી હોતા તેથી મરી તો ન જતા પણ કપાળમાં ઢીંમણું અવશ્ય થતું. ત્યાર પછી બારણાના કાચમાં એક ડિઝાઈન લગાડી હતી તેથી બારણું ખુલ્લું હોવાનો કે બારણું ન હોવાનો ભ્રમ ન થાય.

  Like

 4. Thnx Himanshubhai, Vishwadeepbhai, alkeshbhai and madhuvan 1205 for ur encouragment…..
  @ Himanshubhai…:-)

  Like

 5. થોડું જુદી રીતે લખું છું…
  ઘણી વખત આપણને પણ ખુબ સારા દેખાવાની લાલચ થાય છે.
  ટાઈ સુટ પહેરીને smart બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. મેકપ પાવડર
  વગેરેનો ઉપયોગ કરીને બાહ્ય સુંદરતા બનાવી રાખીએ છીએ. એમ કરતાં
  કરતાં આપણા સંવેદનો, આપણી લાગણીઓ અને આપણી હળવી મનોવૃત્તિ અચાનક જ ભારેખમ બની જાય છે.
  મિત્રની લાગણી આપણી અંદર પ્રવેશી જ શકતી નથી. દુર દુર ફેંકાઈ જાય છે. જીવનની સંધ્યાકાળે અચાનક જ જીવનનો તાળો મેળવતી વખતે
  મિત્ર યાદ આવે છે….પણ બહુ મોડું થઇ ગયું હોય છે ત્યારે….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s