ગુલાબ અને શિશુ…




પ્રભાતના કોમળ સૂર્યકિરણોથી જેની
ચમકતી સુંવાળી મૃદુ ચામડી
ગુલાબી ગુલાબી થઇ ગઈ છે
એવું એક નાનકડું શિશુ
આખાય વિશ્વનું કુતૂહલ પોતાની
ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને
એકીટશે બાગમાં ખીલેલા
ગુલાબની સામે નિહાળતું હતું
નારાજગીના સૂરોમાં
’ઊંવા ઊંવા’ રાગ આલાપી
ફ઼રિયાદ કરતું હતું
જબરો ઉસ્તાદ તું હોંકે
સાવ સાચું બોલજે
તેં મારા ગુલાબી ગાલના રંગની
ચોરી કરી છે ને..!!
જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની
પાંખડીઓની વર્ષા કરી દીધી
અને
બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.
સ્નેહા પટેલ – અક્ષિતારક



પ્રભાતના કોમળ  સૂર્યકિરણોથી જેની

ચમકતી સુંવાળી મૃદુ ચામડી

ગુલાબી ગુલાબી થઇ ગઈ છે

એવું એક નાનકડું શિશુ

આખાય વિશ્વનું કુતૂહલ પોતાની

ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને

એકીટશે બાગમાં ખીલેલા ગુલાબની સામે નિહાળતું હતું

નારાજગીના સૂરોમાં ’ઊંવા ઊંવા’ રાગ આલાપી

ફ઼રિયાદ કરતું હતું

જબરો ઉસ્તાદ તું હોંકે

સાવ સાચું બોલજે

તેં મારા ગુલાબી ગાલના રંગની ચોરી કરી છે ને..!!

જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની

પાંખડીઓની વર્ષા કરી દીધી

અને

બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.

સ્નેહા પટેલ – અક્ષિતારક

4 comments on “ગુલાબ અને શિશુ…

  1. Pirya sneha,jay shree krishna.
    vah! khub saras abhivyakti.gulabi shishu.mane mara balako yaad aavi gaya je hal marathi dur collage ma study kare che.shubh lakhata raho.shubh din ho.

    Like

  2. કાર્તિકાદીદી…આપનો ખૂબ ખૂબ આભાર..તમારા બાળકોની તબિયત પણ ગુલાબ જેવી જ સરસ મજાની રહે. પ્રિય ખ્યાતી અને ભાવનાબેન…શબ્દો વગર બહુ બધું કહી દેવા બદલ આભાર..:-)

    Like

Leave a comment