![]() ![]() ![]() |
![]() પ્રભાતના કોમળ સૂર્યકિરણોથી જેની ચમકતી સુંવાળી મૃદુ ચામડી ગુલાબી ગુલાબી થઇ ગઈ છે એવું એક નાનકડું શિશુ આખાય વિશ્વનું કુતૂહલ પોતાની ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને એકીટશે બાગમાં ખીલેલા ગુલાબની સામે નિહાળતું હતું નારાજગીના સૂરોમાં ’ઊંવા ઊંવા’ રાગ આલાપી ફ઼રિયાદ કરતું હતું જબરો ઉસ્તાદ તું હોંકે સાવ સાચું બોલજે તેં મારા ગુલાબી ગાલના રંગની ચોરી કરી છે ને..!! જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની પાંખડીઓની વર્ષા કરી દીધી અને બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.સ્નેહા પટેલ – અક્ષિતારક ![]() |
![]() ![]() ![]() |
પ્રભાતના કોમળ સૂર્યકિરણોથી જેની
ચમકતી સુંવાળી મૃદુ ચામડી
ગુલાબી ગુલાબી થઇ ગઈ છે
એવું એક નાનકડું શિશુ
આખાય વિશ્વનું કુતૂહલ પોતાની
ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને
એકીટશે બાગમાં ખીલેલા ગુલાબની સામે નિહાળતું હતું
નારાજગીના સૂરોમાં ’ઊંવા ઊંવા’ રાગ આલાપી
ફ઼રિયાદ કરતું હતું
જબરો ઉસ્તાદ તું હોંકે
સાવ સાચું બોલજે
તેં મારા ગુલાબી ગાલના રંગની ચોરી કરી છે ને..!!
જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની
પાંખડીઓની વર્ષા કરી દીધી
અને
બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.
સ્નેહા પટેલ – અક્ષિતારક