વ્હાલપાશ..

બસ તું સ્વાભાવિકતાથી જીવ

તારા ધરતીકંપોમાંથી બહાર નીકળ

જાતને ફ઼રીથી સેટલ કર

હા એક ભલામણ ખાસ..

માણસજાત પરથી વિશ્વાસ ક્યારેય  ના ગુમાવીશ

ઉપરવાળાની લીલાઓ અકળ છે

અપરંપાર છે..

બડો ચતુર કિમીયાગર છે એ..

નકરા ગૂઢાર્થોથી એ  ભરેલ છે

આપણે રહ્યાં સામાન્ય માનવીઓ

એના દુન્યવી સંકેતો ઘણીવાર ના સમજી શકીએ

બધી ય ચિંતા છોડ..

સ્વાભાવિકતાથી મન જેને સાચું કહે એ રસ્તે ચાલ

તને મારા બધાય ગમા

અણગમામાંથી મુક્ત કરું છું..

પણ વિશ્વાસ રાખજે

હું તારા વ્હાલપાશમાં કાયમ બંધાયેલ છું.

તારી વ્હાલી..

સ્નેહા પટેલ – અક્ષિતારક

4 comments on “વ્હાલપાશ..

 1. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..."

  અદભુત પ્રણય ગાથા, વિશ્વાસથી ભરપુર, સ્નેહથી છલકતી….

  Like

 2. યાર તમે લોકો ( કવિ અને લેખકો ) જબરા કારીગર છો. આટલા જબરદસ્ત શબ્દો ની માળા કેવી રીતે ગુંથી કાઢો છો ?

  Like

 3. માણસજાત પરથી વિશ્વાસ ક્યારેય ના ગુમાવીશ
  ઉપરવાળાની લીલાઓ અકળ છેhumm tru….
  સ્વાભાવિકતાથી મન જેને સાચું કહે એ રસ્તે ચાલ
  તને મારા બધાય ગમા
  અણગમામાંથી મુક્ત કરું છું..
  પણ વિશ્વાસ રાખજે
  હું તારા વ્હાલપાશમાં કાયમ બંધાયેલ છું.
  તારી વ્હાલી.. gr8 waah khooob gamyu.. thnx D..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s