અપેક્ષા.

ફ઼ૂલછાબમાં ’નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ…

આટલી અપેક્ષાઓ આ દિલમાં શીદ સળવળે છે?

પાગલ……

આ તો પ્રેમ છે, કંઈ વાટકી-વ્યવહાર થોડી છે?

હાથમાં લગ્નની કંકોત્રી લઈને પરિમીતા આંખમાં ધસી આવતા આંસુના ઘોડાપૂરને ખાળવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી અને સાથે સાથે ફ઼્લોરોસન્ટ ગ્રીન કલરની નેઈલપોલિશવાળી પાતળી સુકોમળ આંગળીઓ કંકોત્રીમાં લખેલા પરિવર્તન અને પોતાના નામ પર ફ઼ેરવતી જતી હતી.

ટેરવા દ્વારા પરિવર્તનને સ્પર્શતી હોય એવું અનુભવતા અનુભવતા એની પર મનોમન વરસી રહી હતી.

પરિમીતા અને પરિવર્તન..આધુનિક જમાનાના પ્રેમીઓ..બેય જણે જાતે એકબીજાને પસંદ કર્યા હતા અને સામેના પાત્રને ડેટિંગ કરીને પૂરી રીતે પોતાની સમજશક્તિ અનુસાર ચકાસી લીધેલા પછી બેયના ઘરમાં પોતાનો મક્કમ નિર્ણય જણાવી દીધો હતો જેમાં ઘરનાંને ફ઼કત હામી ભરવાની એક ફ઼ોર્માલિટી જ કરવાની હતી. જોકે બેયની જોડી સુંદર અને આંખોને ઠારે એવી હતી.

લગ્નના ત્રણ વર્ષ તો પલકવારમાં જ પસાર થઈ ગયા. બે વર્ષ દરમ્યાન એક સુંદર મજાની ’ફ઼ોરમ’ નામની દીકરીની ભેટ પણ ભગવાને આપી દીધી. એની હાજરીથી  જાણે આખુંય જીવન મઘમઘ થઈ ગયુ હતું. ખરી રીતે તો સહજીવન હવે જ શરુ થયું. દીકરીનો ઊછેર, ધંધાની જવાબદારી, સામાજીક રીવાજો, વડીલોની અપેક્ષાઓ આ બધાની વચ્ચે પરિમીતાએ પોતાની ઊજળી કેરિયરના ગ્રાફ઼ને અટકાવીને નોકરી છોડી દીધી હતી. આખો દિવસ ઘરમાં જવાબદારીઓ વચ્ચે વીતાવવામાં જીવને થોડી અકળામણ પણ થતી. એમાં ય આટલા સમયમાં પરિવર્તનના સ્વભાવના નવા નવા રંગોથી પરિચીત થતી જતી હતી. બેય જણનો સ્વભાવ એક્દમ અલગ. જાને ઉત્તર – દક્ષિણના બે છેડાં. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું,બોલ-ચાલ દરેક વાતે અલગ. પરિમીતાને પંજાબી ભાવે તો પરિવર્તનને સાદું ગુજરાતી ખાણુંથી માંડીને પરિમીતાને પિકચરો, નાટકો, શોપિંગ વગેરે પ્રવ્રુતિઓ પ્રત્યે બેહદ લગાવ,માણસોથી ઘેરાઈને રહેનારો બહિર્મુખી જીવ તો પરિવર્તનની દુનિયા મશીનો, સોફ઼્ટવેરથી ભરચક જ્યાં કોઇ જ ભાઈબંધ કે દોસ્તાર ના મળે. સાવ અંતર્મુખીજીવ.

લગ્નજીવનના શરુઆતના તબક્કે તો બનતું આવ્યું છે એમ જ બેય જણ એકબીજાના પ્રેમમાં ચકચૂર હતાં., આવી નાની નાની વાતો તો ધ્યાનમાં જ નહોતી આવતી અને આવેતો આંખ આડા કાન કરી દેતા હતા પણ ધીરે ધીરે પરિમીતાને પોતાના જીવનમાં એક ખાલીપો વર્તાવા લાગ્યો હતો. એને પરિવર્તન સાથે પિકચર જોવા જવું હોય, શોપિંગમોલમાં ખરીદી કરવા જવું હોય, વીકએન્ડમાં બધુંય ભુલીને એકાદ-બે દિવસની નાની પિકનીક પર રખડવા નીકળી પડવું હોય ત્યારે એ એના મશીનો કે ધંધાના કામોમાં જ ગુંથાયેલો રહેતો. પરિમીતા એને સમજાવતી કે પોતાને આવી જગ્યાએ એની જોડે જવાનું, સમય પસાર કરવાનું બહુ  ગમે છે. પરિવર્તન સમજવાનો પ્રયત્ન કરતો. થોડો સમય બધું સમૂસુતરું ચાલતું પણ પછી એનું એજ. પરિણામે પરિમીતાની ઇચ્છાઓનો કચ્ચરઘાણ વળી જતો.

પરિવર્તનના અનુભવી મમ્મી બેલાબેનની ચકોર નજરે આ બધુંય પકડી પાડ્યું. એક દિવસ એમણે પરિમીતાને પોતાની પાસે બેસાડી અને પૂછ્યું,’ વહુ બેટા, તમે જે બેડરુમમાં નવું એલઈડી ટીવી લીધું એનું રીઝલ્ટ કેવું છે? પરિમીતાએ જવાબ આપ્યો,’અરે એ તો બહુ જ સરસ છે. બધાંય પૈસા વસુલ થઇ ગયા સમજોને.”

’ઓહ સરસ, તો તો હવે તું જે નવું ઓટોમેટીક વોશિંગમશીન લેવાનું વિચારતી હતી એના પર તો ચોકડીને. એની હવે ક્યાં જરુર છે?’

અને પરિમીતા તો આંખો ફ઼ાડીને બેલાબેનને જોવા લાગી.

’મમ્મી તમે આ શું બોલો છો? વોશિંગ મશીન અને એલઈડીને વળી શું લેવા દેવા? એ બેયનું  કામ તો સાવ અલગ અલગ છે’

’ઓહ ઠીક ઠીક.. તો પછી તારા માટે ગાડી લેવાનો પ્લાન કરતા હતા એ તો કેન્સલ જ ને?’

’મમ્મી પ્લીઝ, આજે શું થઈ ગયું છે તમને? કેમ આવી વિચિત્ર વાતો કરો છો તમે? આ બધી ચીજોનું કામ અને સ્થાન જીવનમાં  અલગ અલગ છે. તમે એક જ વસ્તુ પાસેથી બધી વસ્તુના કામ કેમના લઈ શકો?”

અને બેલાબેનના મોઢા પર સ્મિત રેલાઇ ગયું.

’બેટા હું પણ તને એ જ પ્રશ્ન પુછું છું કે તને આ શું થઈ ગયું છે? તું લગ્નજીવન પાસેથી ’પીન ટુ પિયાનો’ જેવી બધી જ જરુરિયાતો સંતોષવાનો દુરાગ્રહ કેમ સેવે છે? આટલી બધી અપેક્ષાઓ શીદને કરે છે? પરિવર્તનને જે વસ્તુનો શોખ નથી એમાં એ કંઇ રીતે રસ લઇ શકે? પણ એણે તને કદી તારી સખીઓ જોડે ક્યાંય જતા રોકી તો નથી જ ને? તો તું કેમ એ શોખ તારી ફ઼્રેન્ડસ જોડે હરી-ફ઼રીને નથી સંતોષી લેતી? સામે પક્ષે પરિવર્તને તો તને કદી એના મશીનો જોડે તને લમણાં ઝીંકવા ફ઼ોર્સ નથી કર્યો. એ પોતાના શોખ અને લગ્નજીવન બેયને અલગ અલગ રાખીને કેવો શાંતિથી જીવે છે. થોડી સમજદારી રાખીને પરિવર્તનને ઊડવા માટે એનું સ્વતંત્ર આકાશ આપ અને તું પણ તારા આકાશમાં એકલા ઊડતા શીખ. લગ્નનું જીવનમાં બહુ જ  સુંદર અને નોખું  સ્થાન હોય છે. દરેક અપેક્ષાની ફ઼ી એ સંબંધ પાસેથી વસૂલવાનું રહેવા દે બેટા. નહી તો એના બોજા હેઠળ લગ્નજીવનની કેડ વાંકી વળીને તૂટી જતા વાર નહી લાગે.

પરિમીતાને સમજણની નવી દિશા મળતા પોતાની સમસ્યાઓનું નિરાકરણ મળી ગયું અને આભારવશ થઈને બેલાબેનના હાથ પકડીને આંખે અડાડી લીધા.

અનબીટેબલ :-  કમીઓ તો અમને પણ નડી જાય છે, માણસ છીએ.

સ્નેહા પટેલ.

Advertisements

9 comments on “અપેક્ષા.

 1. Pingback: અપેક્ષા. (via ) « krunal's Blog

 2. Hey you know.. You have explained the most burning issue very fantastically.
  An adjustment is the part of happy life. Some people wrongly take this as a ego hurt and they tells ‘Why I should understand ?’. People should become mature enough like Parivartan’s Mother.

  Like

 3. Pingback: અપેક્ષા. (via ) « વિજયનુ ચિંતન જગત

 4. સહુ પ્રથમ તો ખુબ ખુબ અભિનંદન સ્નેહ…! પોઝિટીવ એટિટ્યુડ જીવનમાં ખુબ જરૂરી છે ..અપેક્ષાઓ એક રીતે તો માનસિક દુઃખ ઉત્પન્ન કરવાનું નિમિત્ત બને છે …જે મળ્યુ તે ઉત્તમ સમજીને જીવી લેવાનો સંતોષ સુખી થવાની ચાવી છે … આવી જ રીતે તારા સુંદર વિચારોને કલમ દ્વારા વહાવતી રહે … ચોક્કસ અન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા કામ લાગશે … !

  Like

 5. ઇમેલમાં મળેલ પ્રતિસાદ..
  Hi…. Sneha

  How are you…?

  Your articals “” NAVRASH NI PAL “” In Phulchhab News Paper Dtd.17-08-2011
  is very fine. I like it.

  From…Bharat Jani (Bhavnagar)

  Like

 6. 2. mail rep.
  Dear Snehaben

  I have read your story on fulchhab dtd. 17th august “relation without expection” the story is really good.

  I just want to know that is it real story? does this happen in real life?

  Regards
  Reader

  Like

 7. ^ હું હંમેશા મારી આજુ બાજુ કે ખુદ મેં જે અનુભવો કરેલા હોય એવી જ વાર્તાઓ લખું છું. હા અંત થોડા પોઝીટીવ આપવાનો પૂરો પ્રયત્ન કરું છું. કારણ જીંદગી ગમે તે આપે એને પોઝીટીવલી લો તો તમારા પોતાના માટે જ સારું રહે છે. બાકી જરુરી નથી કે જે હું વિચારું કે લખું એ પ્રમાણે વર્તન કરવું દરેક માટે શક્ય હોય જ..હા હું હંમેશા પ્રયત્ન કરું છું એમ વર્તવાનો..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s