અનોખું બંધન

હમણાં જ એક પંખી બારીએ ડોકાયું
કાચ પર ચાંચ ઘસીને હુંફાળો કરી દીધો
મારી સામે મરક્યું
મારાથી રહેવાયું નહીં ને
ફટ્ટ દેતાંક્ને કાચ ખોલી કાઢ્યો
નિઃશબ્દ સંવાદોના ઢગલાં બેયની આંખોમાંથી ખરી પડ્યાં
અત્ર-તત્ર-સર્વત્ર
પ્રેમ-શાંતિ-સંપૂર્ણતા..
બધુંય અદભુત, અદ્વિતીય
ત્યાં તો પંખીએ એની પાંખો ફેલાવી
ને સ્વતંત્ર સ્વભાવ મુજબ
મારી દુનિયાથી મોટી દુનિયા તરફ પ્રયાણ કર્યું
એક્દમ નજીક આવીને ખૂબ દૂર ભાગી ગયું
સાવ તારી જેમસ્તો !!
કાલે એ પાછું આવશે
મને વિશ્વાસ છે
છુટ્ટું મૂકીને કેમ બાંધવું
એ મને આવડે છે ને..
સ્નેહા પટેલ – અક્ષિતારક

5 comments on “અનોખું બંધન

  1. સરસ રજૂઆત.

    બંધન કોઈને પ્રિય નથી – સર્વ કોઈ સ્વતંત્રતા ઝંખે છે – સ્વતંત્ર થવાનો પાયાનો નિયમ છે કે બીજાને સ્વતંત્રતા આપવી.

    છુટ્ટું રહીને પંખી તો જરૂર બંધાયું તેની સાથે તમેય હવે પ્રતિક્ષામાં બંધાયાને? છુટ્ટા રહીને ય 🙂

    Like

  2. વાહ… મુક્તિમાં ય એક અદભૂત બંધન છે અને ઉચ્ચ પ્રેમનાં બંધનમાં તો મુક્તિ છે જ છે…

    Like

  3. મુક્ત પંખી અને અફાટ વિસ્તાર જેમાં વ્યાપ્ત છે કોઈ ગુપ્ત સંબંધ અને છતાં મુક્તિ !સરસ અભિવ્યક્તિ.

    Like

Leave a comment