રાજકોટના સુપ્રસિદ્ધ ’ફ઼ૂલછાબ’ છાપામાં, બુધવારની પૂર્તિમાં મારી આજથી શરુ થતી કોલમ ’નવરાશની પળ’માં મારો સૌપ્રથમ લેખ..
ન સ્પર્શી કોઇ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી શકતો નથી.
-મરીઝ
નાનપણથી જ સુમયની શારીરિક તાકાત ખૂબ સારી હતી. ગમે એટલી મહેનતનું કામ હોય એ આરામથી રમતા રમતા કરી દેતો. હસમુખા સ્વભાવ અને તંદુરસ્ત શરીરને કારણે સુમય સંબંધીઓનો માનીતો. બધા રમણલાલને કહેતા, ‘તમને ગર્વ થવો જોઇએ આવા મજબૂત અને હિંમતવાળા દીકરા પર’ અને રમણલાલ ધીરેથી હસી પડતાં. સુમયનો નાનો ભાઈ પલક એનાથી સાવ ઊંધો. સુકલકડી પહેલવાન જ સ્તો. નિસ્તેજ અને જોમવિહીન કાયા. એને પણ સુમયની જેમ લોકોને મદદ કરવાનું બહુ ગમતું પણ એ પોતાના કૃશકાય શરીરથી પાછો પડતો. વારંવાર એની અને સુમયની થતી સરખામણીથી એ હવે ગળા સુધી આવી ગયેલો.
અચાનક એક મધરાતે રમણલાલને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. ડાબું અંગ જાણે આખું ખોટું પડી ગયું હોય એવું જ અનુભવ્યું. એમના પત્ની સવિતાબેને રાડારાડ કરીને બધાને ભેગા કરી દીધા. સુમયની તો જાણે બુધ્ધિ જ બહેર મારી ગઈ અને આંખમાંથી મોટા મોટા આંસુડા નીકળી ગયા. સાવ ઢીલોઢફ થઈને ઊભો રહી ગયો અને પિતાના પલંગ આગળ જ ઢગલો થઈ ગયો. પલકે ઊંઘને એક ઝાટકે ખંખેરીને પળનો પણ વિલંબ કર્યા વગર પિતાજીના બધા કપડા તરત લૂઝ કરી નાંખ્યા. ઓરડાના બારી બારણા ખોલીને બધાને થોડા દૂર હ્ડસેલીને પિતાજીને થોડી મોકળાશભરી જગ્યા કરી આપી અને પોતાના ફેમિલી ડોકટરને ફોન કરીને બોલાવી લીધા. ડોકટરના હાથ બહારની વાત લાગતા એમણે શહેરની ફેમસ હોસ્પિટલમાં લઇ જવાની ભલામણ કરી. પલકે ફટાફટ પોતાની ગાડી કાઢી અને સુમયની મદદથી હોસ્પિટલ લઈ ગયો. પણ ત્યાં ડોકટર હાજર નહોતાં. હવે..? એક પણ પળનો વિલંબ પોસાતો નહતો ત્યાં આવી એક પછી એક અણધારી પરિસ્થિતીઓના ખડકલા. પલકે પોતાના એક મિત્રને ફોન કરી શહેરના સારામાં સારા કાર્ડીયોલોજીસ્ટના નામની સૂચિ અને હોસ્પિટલના સરનામા લીધા. પછી એમાંથી એક્દમ નજીકના ડોકટરની હોસ્પિટલ તરફ ગાડી વાળી અને બીજા હાથે એ ડોકટરનો મોબાઈલ પર સંપર્ક કરીને પિતાજીની હાલતની પોતાની સમજ મુજબ જાણકારી આપી દીધી. ડોકટરે ફટાફટ રમણલાલને ચેક કરીને તરત જ એમના હ્રદયમાં બલૂન મૂકવાનું ઓપરેશન કરવાનો નિર્ણય લઈને એમને ઓ.ટીમાં લઇ લીધા.
લગભગ ૩એક કલાક પછી ડોકટર ઓ.ટીમાંથી થાકેલા પણ સસ્મિત વદને બહાર આવ્યાં અને ઓપરેશનની સફળતાની વધામણી આપી.
હવે બધાનો શ્વાસ થોડો હેઠો બેઠો અને બધા ડોકટરનો પાડ માનવા લાગ્યાં. ત્યારે ડોકટરે કરીને સામેના સોફા પર સુકલકડી પલક સામે અંગુલિનિર્દેશ કરીને કહ્યું,
‘જે પણ કંઇ થયું એ બધાના સૌથી વધુ હકદાર આ માણસ છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં એમને જે રીતે મગજ શાંત રાખીને, સુવ્યવ્સ્થિત રીતે નિર્ણયો લીધા અને સમજ્દારી દાખવી; એના પરિણામે જ તમે આજે રમણલાલને તમારી વચ્ચે જીવતા જોઇ શકો છો.બહુ જ હિંમતવાળો છે આ છોકરો. તમને બધાને આવા મજબૂત દીકરા માટે ગર્વ થવો જોઈએ.’
અને બધા આંખો ફાડીને સામે સોફા પર અડધા ઊંઘતા – જાગતા સુકલકડી પલકને અને ઘડીકમાં સામે આમથી તેમ બેચેનીથી આંટા મારતા હટ્ટા કટ્ટા પણ અણીના સમયે ભાંગી પડેલા સુમયને નિહાળી રહ્યાં.
અનબીટેબલ- દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાકય છે…’I am fine’….હું મજામાં છું..!!
http://www.janmabhoominewspapers.com/Phulchhab/ePaper.aspx
સ્નેહા પટેલ – અક્ષિતારક
Nice one…and congratulations for your column in Fulchhab… 🙂
LikeLike
Sakshar..thnx brother.
LikeLike
Congrats
LikeLike
ફૂલછાબમાં કોલમ શરુ થવા બદલ અભિનંદન. આપના બ્લોગ પર પણ મુકતાં રહેજો – અમે બધા છાપાં તો બંધાવી ન શકીએ ને?
શરીર, મન અને આત્મા – આ ૩ બાબતોને ભારતીય તત્વજ્ઞાન સ્વીકારે છે.
શારીરીક મજબુતાઈ સ્થુળ ક્ષેત્રે, માનસીક મજબુતાઈ વધુ સુક્ષ્મ સ્તરે અને આત્મિક મજબુતાઈ સુક્ષ્મતર સ્તરે કાર્ય કરે છે.
સુમય શારીરીક રીતે મજબૂત હતો પણ પલક માનસીક રીતે મજબુત હોવાથી અણીના સમયે કાર્ય કરી શક્યો.
સરસ વાર્તા – નવરાશની પળે માણવા જેવી કોલમ છે.
LikeLike
સ્નેહાજી, પ્રસિદ્ધ છાપામાં કોલમ શરૂ થઈ એ બદલ હાર્દિક અભિનંદન!
LikeLike
Heartiest congratulations, for your column in Fulchhab.. ” pragati na panthe ..”.:))
LikeLike
સ્નેહાબેન ફૂલછાબમાં કોલમ શરુ થવા બદલ ખુબ ખુબ અભિનંદન.
અનબીટેબલ- દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાકય છે…’I am fine’….હું મજામાં છું..!! આ પંચ લાઈન પણ ગમી અને એકદમ સાચી વાત છે .
સ્નેહાબેન વાર્તા પણ સુંદર છે .
LikeLike
vah khub saras vat api. aabhaar.
LikeLike
જીગ્નેશભાઈ, ચેતુદીદી, અતુલભાઈ, રુપેનભાઈ, દીપકભાઈ..આપ સર્વે મિત્રોનો દિલથી આભાર..
LikeLike
અમારા કાઠીયાવાડ ના સંસ્કારી છાપા માં નાક ગણાતા ફૂલછાબ માં કોલમ શરુ કરવા બદલ ખુબખુબ ધન્યવાદ
LikeLike
mara ahobhagya Batukbhai..
LikeLike