આજ કાલ સ્વાગતનો મૂડ બહુ જ ખરાબ રહેતો હતો. કોઇ જ દેખીતા કારણ વગર નાની નાની વાતોમાં પોતાના સહકર્મચારીઓ જોડે અને પત્ની તિથી જોડે પણ ઝઘડા થઈ જતા હતાં. એને પોતાને પણ ખબર હતી કે વાતમાં કંઇ જ નથી હોતું. પણ બસ એનું મગજ ઠેકાણે નહોતું રહેતું.
આ બધા પાછળ કારણભૂત હતા એના પિતાતુલ્ય કાકા અમિતભાઈ અને એની સગી જનેતા. એના પપ્પાના મૃત્યુ બાદ કાકાએ જ સ્વાગતને દીકરાનો પ્રેમ આપીને ઉછેરેલો. થોડા દિવસ પહેલાં એ જ કાકા સાથે પોતાની દેવી સમાન માતાને સહન ના કરી શકાય એવી હાલતમાં જોઈ ગયેલો અને તેની એ બેય વિશેની બધીય પવિત્ર ધારણાઓ કકડભૂસ થઈ ગયેલી..બસ એ જ વાત, ના તો એ કોઇને કહી શકતો હતો કે ના તો સહી શકતો હતો. દુનિયા ઝેર જેવી લાગવા માંડેલી. એ હવે કોઇ જ સંબંધ પર વિશ્વાસ રાખી શકતો નહતો. ‘આ દુનિયામાં બધા સંબંધ એક નાટક જ છે’ જેવી લાગણીઓનો ભાર સતત છાતી પર લઇને જીવતો હતો.
એક દિવસ ચાલતા ચાલતા એમ જ એ દરિયા કિનારે નીકળી ગયો. સૂર્યના સોનેરી કિરણો દરિયાના તટ પર પીઘળતા સોનાની જાળ પાથરતા હતા. પક્ષીઓનો ચહચહાટ, દરિયાકિનારાની ઠંડી પીળી રેતી અને મંદ મંદ વહેતો પવન બધું ય દિલને થોડી શાતા આપી ગયું. એટલામાં એક વયસ્ક કાકા ચાલતા ચાલતા સામેથી આવતા હતા. આ ઊંમરે પણ એમની ચાલમાં એક તાજગી વર્તાતી હતી. સ્વાગત બે ઘડી તો એમને તાકી જ રહ્યો. કાકા નજીક નજીક આવતા ગયા અને એકદમ જ સ્વાગત સામે જમણો હાથ ઊંચો કરીને કહ્યું,
‘કેમ છે દીકરા?’
સ્વાગત તો ભોંચક્કો જ રહી ગયો. એ તો કાકાને જાણતો પણ નહતો અને આ તો એક્દમ..!!!
‘શું આપણે એક બીજાને ઓળખીએ છીએ?”
‘નારે, કેમ આમ પૂછે છે?’
‘તમે આમ એકદમ જ મને ‘કેમ છો’ પૂછ્યું ને એટલે’
અને પેલા કાકા તો ખડખડાટ હસી પડ્યાં.
‘તમે આજ કાલના જુવાનિયાઓ દરેક વાતના કારણો શોધતા રહો બસ. અરે,કોઇને કેમ છો પૂછવામાં વળી એને જાણવાની શું જરુર? મેં જોયું કે તું સતત વિચારોમાં હતો, તારા ચહેરા પર દુખની વાદળીઓ રમતી મને સ્પષ્ટ દેખાતી હતી.બસ અકારણ જ આ શબ્દો મોઢામાંથી સરી પડ્યા લીધું.દરેક વાતોના કારણ હોવા કે કોઇને બે પળ ખુશી આપવા માટે એની સાથે સંબંધ હોવો જરુરી થોડો છે? ચાલ મારી સાથે, સામેની લારી પરથી થોડી ખારી શિંગ લઇને ખાઈએ ને થોડી ખુશીની પળો વહેંચી લઈએ.”
બળબળતા મન પર ’કેમ છો’ ના ચંદનલેપથી થોડી શાતા અનુભવતો સ્વાગત નિઃશબ્દ બનીને, સંમોહિત અવસ્થામાં એમની પાછળ ખેંચાતો ચાલ્યો.
બોધ :- કોઇને નિઃસ્વાર્થભાવે ખુશી આપવાના પ્રયત્નોમાં આપણને પણ અનહદ ખુશીનો અનુભવ થાય છે.દરેક વાતોના કારણો શોધ્યા વગર થોડું સહજ અને સરળ જીવન જીવી લેવું જોઈએ. ખુશી તો કાયમ હાથવેંતમાં જ હોય છે. જરુર છે ફકત એને ઓળખવાની.
સ્નેહા પટેલ – અક્ષિતારક
it’s good one..keep it up.
LikeLike
It’s true!!
LikeLike
હા બરાબર છે…
LikeLike
સાચી વાત છે – ખુશી કાયમ હાથવેંતમાં હોય છે – જરૂર છે ફક્ત તેને ઓળખવાની – ઘણા મેળે મેળે આ ઓળખાણ નથી કરી શકતા એટલે પેલા ખુશમિજાજી જેવા કાકાઓની જરૂર હોય છે.
LikeLike
haa vaat sachchi che..jo maniye to…
LikeLike
true
LikeLike