be flexible

રવિવારની રજાના હળવા મૂડમાં અમે હાઈ વે પર લોંગ ડ્રાઈવના ઇરાદાથી નીકળેલા. હળવા સંગીતના તાલે સાંજને વધુ રળિયામણી બનાવી દીધેલી.

એવામાં અમારી આગળ એક છકડો જતો હતો. એમાં ભરચક પ્રવાસીઓથી ચીક્કાર ભીડ હતી. એમાં એક દારુડિયા જેવી વ્યક્તિ તો આખે આખું ધડ બહાર કાઢીને ફકત પગ જ અંદર રહે એમ હવાની થપાટો ચહેરા પર ઝીલવાનો પ્રયાસ કરતી હતી. એ સંકડાશ અને દારુડીયાની હરકતો જોઈને અમારી એ.સી. ગાડીમાં પણ એક પળ માટે મને પરસેવો વળી ગયો. પણ છકડાવાળા માટે તો આ રોજિંદી ઘટના જ લાગતી હતી. એ તો એની મસ્તીમાં સીટીઓ મારતો મારતો અને અડખે – પડખે બેઠેલા ૨ x ૨ ચાર જણ સાથે ગપાટા મારતો છકડો પૂરપાટ વેગે હંકારતો હતો.

એવામાં જ એક મસમોટું ટ્રેઈલર છકડાની બાજુમાંથી દારુ પીધેલા હાથીની જેમ પસાર થયું અને જે કલ્પેલી એ જ પળ આવીને ઉભી રહી. છકડાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને વળતી પળે તો રસ્તા પર છકડો ઊંધો પડીને બે -ચાર ગુલાટી ખાઈ ગયો.

ખરી નવાઈની વાત તો હવે આવી કે એ ઊંધા પડવાની પ્રક્રિયા દરમ્યાન પેલા દારુડિયાએ પોતાની જાતને છકડાની ગતિને હવાલે કરી દીધી..જાત બચાવવાના કોઇ જ પ્રયાસો વગર જેમ એ વળ્યો એમ પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરીને વળવા દીધી. જ્યારે બાકીના બધાએ જાત બચાવવાના ધમપછાડામાં પારાવાર ઇજાઓની પ્રસાદી મેળવી. છેલ્લે પેલો દારુડિયો કપડાંની ધૂળ ખંખેરીને ડોલતો ડોલતો બીજા છકડામાં બેસીને આગળ વધ્યો.

બોધ..આપણે હંમેશા પ્રકૃતિની સામે બાથ ભીડવાના ચકકરોમાં જાત જાતના અખતરાઓ કરીએ છીએ. બહારગામ ફરવા જઈએ તો પણ જાત જાતની સુવિધાઓથી આપણી બેગ ભરચક જ હોય છે.પ્રકૃતિને અનુકૂળ થઈને જીવવાને બદલે પ્રકૃતિને આપણી અનુકૂળ બનાવવાના ધમપછાડા કરીએ છીએ. છેવટે જીવનમાં જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

3 comments on “be flexible

 1. સ્નેહાબહેન

  આ વાર્તા વાંચવા ઘણું ફ્લેક્સીબલ થવું પડ્ય઼ું. છેક ક્યાને ક્યાય જઈએ ત્યારે એક લાઈન પુરી થાય.

  એની વે – તમે બોધ ફ્લેક્સીબલ થવાનો આપ્યો એટલે કશો વાંધો ન આવ્યો. પ્રકૃતિ (વાર્તાકાર) ની સામે બાથ ન ભીડાય તે તો જેમ મિજાજ બદલે તેમ અનુકુળ થઈ જવાનું – એમ જ ને?

  Like

 2. અતુલભાઈ…ના એમ વાંચવામાં ફ઼્લેક્સીબલ થવાની વાત નથી..પણ આ પ્રોબ્લેમ શેના કારણે છે એ સમજાતું નથી..હું બે ચાર મિત્રોને પૂછીને આને બને એટલું જલ્દી સરખું કરવાનો યત્ન કરું છુ..

  Like

 3. સ્નેહાબેન,

  એ હકીકત છે કે કૂદરતની સામે બાથ ભીડવા કરતાં તેં અનુકુળ થઇ ને તેના નીતિ નિયમ અનુસાર જીવવું જોઈએ, પરંતુ તે માનવને અનુકુળ નથી તેથી તે સામા પ્રવાહમાં કુદરતના નિયમ વિરુધ ચાલવા કોશીશ કરે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s