મડદાઘર

મિસર શહેરમાં એક સાધુ વસવાટ કરતાં હતાં. એમનું મૃત્યુ થતા એમને જમીનમાં કબરમાં ઊંડે-ઊંડે ડાટી દેવાયા. સૌભાગ્ય ગણો કે દુર્ભાગ્ય..પણ એ મહાત્મા મર્યા નહોતા. દટાયા બાદ એમને હોશ પાછો આવી ગયો.પોતાની ચારેબાજુ મડદાંના ઢ્ગલે-ઢગલાં, દુર્ગંધ અને ચારેકોર અંધારું ધબ. બહાર જવા માટે કોઈ જ રસ્તો નહોતો દેખાતો. એમનો અવાજ બહાર સુધી પહોંચે એવી આશાની કોઈ જ કિરણ નહોતી દેખાતી. માનસિક યાતના અને દુઃખ.. કલ્પના પણ ના આવે એ હદ સુધી પહોંચી ગયા. પણ માનવીની જીજીવિષા તો જુઓ. એ સાધુ મન મક્ક્મ કરીને ત્યાં જ જીવવા લાગ્યા.

કીડા-મંકોડાનું ભોજન કરીને દીવાલો પરથી રીસતું ગંદુ પાણી પી લેતાં. આજુ-બાજુ પડેલાં મડદાંના કપડાં કાઢી-કાઢીને પોતાના સુવા અને પહેરવેશની વ્યવસ્થા કરી લીધી અને રોજ કોઇ માણસના મરવાની પ્રાર્થના કરવા લાગ્યાં. કારણ..કોઇ મડદું દટાય ત્યારે જ જમીનનો એ ભાગ ખુલતો અને બહારની થોડી ઘણી રોશની કે હવા અંદર પ્રવેશી શકતી.

વર્ષોના વર્ષો વીતી ગયા. એક દિવસ અચાનક જ કોઈ મડદું દાટતા-દાટતા લોકોએ એમને જીવતા જોયાં અને એમને બહાર કાઢ્યાં. સાધુ અંધારી, સડેલી, દુર્ગંધ મારતી દુનિયામાંથી પ્રકાશિત અને ખુલ્લી હવાવાળી દુનિયામાં પ્રવેશ્યા પણ એ પહેલાં મડદાંના શરીર પરથી કાઢેલા કપડાં અને ઘરેણાં કે પૈસા લઈ જવાનું ના ભૂલ્યાં.

આ જ વાત આપણી આસ-પાસ રોજ નથી થતી. સત્તા-સંપત્તિ, સગવડોના આંધળા મોહમાં અંદરથી મરી પરવારેલા એવા આપણે, એક મડદા-ઘરમાં જ નથી જીવતાં.કારણ..જીવવાની આંધળી ઘેલછા જસ્તો..

બોધ :- જીવન પરત્વે આંધળી જીજીવિષાથી પીડાતા વ્યક્તિનું જીવન કબરમાં રહેલા મડદા જેવું જ છે. એમની ચેતના પર મોહ માયાના આવરણ છે. જેને છેદીને કોઈ જ આશાવંતી કિરણ અંદર પ્રવેશી નથી શકતી. બહાર નીકળવાના બધાં જ રસ્તાઓ બંધ છે.પ્રબળ જીજીવિષાથી પીડાતા આપણે વાસ્તવિક જીવનનો અનુભવ કરી જ નથી શકતાં. મોહ-માયાના એ ધુમ્મસથી મુક્ત થઇ શકે એ જ જીવનને જાણી શકે છે. બાકી તો આખું જીવન મડદાઘરનાં અંધારામાં જ વીતવાનું નક્કી.

– સ્નેહા પટેલ (અક્ષિતારક)

9 comments on “મડદાઘર

 1. સારી બોધ કથા છે – જીજીવિષા ને યોગની ભાષામાં અભિનિવેશ કહે છે – મારું મૃત્યું ન થાઓ તેવી ઇચ્છા પ્રાણી માત્રમાં હોય છે. મીસર શહેરના સાધુ પણ બાપડાં તેમાંથી કેવી રીતે અપવાદ હોઇ શકે – આમ તો તમે કહ્યું છે તે રીતે આપણે સહું તે સાધું જેવા જ છીએ ને?

  ખરેખર કોણ જીવે છે? જેણે આ મુક્તકને જીવનમાં અપનાવી લીધું તે :-

  ચાહ ગઈ – ચિંતા ગઈ – મનવા – બેપરવાહ
  જીનકો કછું ચાહ નહીં – વો શાહન કે શાહ

  એક આડવાત – આપના લેખમાંથી બીન જરૂરી ટપકાંઓ ઓછા કર્યા તેથી વાંચવામાં સુગમતાં રહે છે.

  Like

 2. અતુલભાઈ…તો એ ટપકાંઓ વિશે ધ્યાન દોરીને સચેત કરીને મૈત્રી ધર્મ કેમ ના નિભાવ્યો..?
  અભિનિવેશ…સરસ શબ્દ છે…ધન્યવાદ..

  Like

 3. સ્નેહાબેન
  આમેય આ સંસાર તો મડદાઘર જેવોજ છે. સારી બોધ કથા છે, પણ બોધ લેનાર મળી જાય તો એનો જિવ પાર ઉતરી જાય. મોહ જ આપણ ને અન્ધ બનાવે છે.

  ખુબ સરસ

  Like

 4. “આ જ વાત આપણી આસ-પાસ રોજ નથી થતી. સત્તા-સંપત્તિ, સગવડોના આંધળા મોહમાં અંદરથી મરી પરવારેલા એવા આપણે, એક મડદા-ઘરમાં જ નથી જીવતાં.કારણ..જીવવાની આંધળી ઘેલછા જસ્તો..”
  .
  .
  હા, અને આપણને “જીવતા” સમજીને બહાર પણ કોઇ નહી કાઢે !!

  Like

 5. સ્નેહાબેન….
  સરસ બોધકથા….
  સર્વજન સુખાય…સર્વજન હિતાય….
  અને પોતાને મનુષ્યમાં ખપાવતાં દરેક જીવે વિચારવા જેવો બોધ….!
  -ગમ્યું.
  -અભિનંદન.

  Like

 6. પ્રબળ જીજીવિષાથી પીડાતા આપણે વાસ્તવિક જીવનનો અનુભવ કરી જ નથી શકતાં. મોહ-માયાના એ ધુમ્મસથી મુક્ત થઇ શકે એ જ જીવનને જાણી શકે છે. બાકી તો આખું જીવન મડદાઘરનાં અંધારામાં જ વીતવાનું નક્કી.- સ્નેહા પટેલ (અક્ષિતારક) hummm, saras vaat muki aape…! di..! sundar rite varan karu che…! thnx..!

  Like

 7. ઉદાહરણ માં મજા ના આવી, થોડું અવ્યવહારિક લાગે છે.

  Like

 8. upma vastvik hoy k kalpnik…..main vat tema thi bodh leva ni chhe.thodu pan samjay ne jivan ma utari shako to bhayo bhayo..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s