વિચારોનો ગર્ભ-ધારણ..

 

દૂરદર્શન (ડીડી-૧)ના ‘કવિ કહે છે’ કાર્યક્રમમાં ડો. હિતેશ મોઢા, નરેશ ડોડીયા, ગુંજન ગાંધી, ગૌરાંગ અમીન, શ્રી ધૂની માંડલિયા અને ગુજરાતી સાહિત્યમાં જેમને કોઈ ઓળખાણની જરુર જ નથી એવા ‘દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ..”જેવા ગીતના રચનાકાર કવિ શ્રી તુષાર શુક્લના સંચાલન હેઠળ કરેલ કાવ્ય પઠનની ત્રણ રચના પૈકીની મારી એક રચના. આ પ્રોગ્રામ તા. ૯-૪-૨૦૧૧ ના શનિવારના રોજ બપોરે ૫.૦૦ વાગ્યે ડીડી-૧ (દૂરદર્શન) પર ટેલીકાસ્ટ થશે.. મારા જીવનનો એક યાદગાર અનુભવ આપ આપ સૌ મિત્રો સાથે વહેંચું છું. આપના પ્રેમ અને સહકાર સિવાય હું આટલી આગળ ક્યારેય ના આવી શકી હોત.

——O——O——–O—–O——–

વિચારોનો આ ફરજિયાત ગર્ભધારણ..

આને ભગવાનનું વરદાન કહેવાય કે પછી અભિશ્રાપ..?

જીવનભર મગજમાં આનો પિંડ બંધાતો જ રહે છે

અવિરતપણે ચાલતી આ પ્રક્રિયામાં કયો વિચાર પૂર્ણ પ્રસુતિ પામશે

કે પછી

કયા વિચારની અધૂરા માસે કસુવાવડ થઈ જશે..

કશું જ ક્યાં નિશ્વિંત હોય છે..

વળી એ ‘ગદ્ય’ દીકરારૂપે જન્મશે

કે પછી

‘પદ્ય’ દીકરીરૂપે અવતરશે…

કંઇ જ ખબર નથી હોતી.

પણ હા..એક વાત નક્કી..

એ જન્મશે તો ચોકકસ

મારા સપનાંઓની પ્રતિકૃતિ જ હશે

એ આનંદ પામવાની લાલચે જ

મારે  મારો કવિયત્રી ધર્મ ચૂપચાપ પૂરતી પ્રામાણિકતાથી નિભાવવાનો

અને

વિચારોનો ફરજિયાતપણે ગર્ભધારણ કરવાનો..

http://www.facebook.com/notes/sneha-h-patel/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3/200479523319376

સ્નેહા પટેલ..અક્ષિતારક

26 comments on “વિચારોનો ગર્ભ-ધારણ..

 1. અભિનંદન અને સરસ કવિતા ,,આનું પઠન કરવાના છો? તૃષારભાઈને હુણ ભારત ગઈ ત્યારે મળવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું
  સપના

  Like

 2. સરસ, ખૂબ સરસ અને અભિનંદન,
  send your mobil number,

  ONCE AGAIN

  અભિનંદન!!!!!!!!!!!!!!!!!!!!!!

  Like

 3. ખૂબ જ આનંદની વાત છે. અભિનંદન.

  Like

 4. ખુબ ખુબ અભિનન્દન સ્નેહા… પ્રગતિના સોપાન સર કરો એવી શુભેચ્છા…

  Like

 5. ખૂબ ખૂબ શુભકામનાઓ

  તમે સાહિત્ય વિશ્વમાં ખૂબ આગળ વધો….

  Like

 6. ચેતુ દીદી, ઝાકળભાઈ અને યશવંતભાઈ..આપ સૌ નો ઘણો ઘણો આભાર…

  Like

 7. સ્નેહા બહેન
  આપનો કાર્યક્રમ જ્યારે પ્રસારીત થવાનો હતો ત્યારે હું જમણી આંખનો MRI ટેસ્ટ કરાવી રહ્યો હતો તેથી જોઈ શક્યો નથી. ટેસ્ટનું રીઝલ્ટ નોર્મલ આવે છે – પરંતુ આપની રજૂઆત જોઈ ન શક્યો તેનો અફસોસ છે. શક્ય હોય તો બ્લોગ પર તેની ક્લિપ મુકશો.

  Like

 8. Didi, sao pratham to aap ne khoob khoob abhinandan,
  aane aavirte aap sahitya jagat ma nirantar pargati karta raho, tevi aasha…

  પણ હા..એક વાત નક્કી..
  એ જન્મશે તો ચોકકસ
  મારા જેવો જ સંવેદનશીલ, પ્રેમાળ અને સમજુ હશે.
  એ આનંદ પામવાની લાલચે જ
  મારે મારો કવિયત્રી ધર્મ ચૂપચાપ પૂરતી પ્રામાણિકતાથી નિભાવવાનો
  અને
  વિચારોનો ફરજિયાતપણે ગર્ભધારણ કરવાનો…. waaah ! saras upamaa aapi balak ni kavita ne.. u r gr8.. D alwz.. 🙂

  Ane aap ni sathe jetala maha rathio hata badhane subhekchaa..!

  Like

 9. ઉત્સાહ પૂર્ણ પુરુષાર્થ કરી સ્થાપો પરાક્રમો અનેક
  ધન્ય બનો જિંદગી તમારી એજ સુભ કામના આમારી,,,,….ખુબ ખુબ અભિનન્દન ………

  Like

 10. વળી એ ‘ગદ્ય’ દીકરારૂપે જન્મશે

  કે પછી

  ‘પદ્ય’ દીકરીરૂપે અવતરશે…

  કંઇ જ ખબર નથી હોતી.

  પણ હા..એક વાત નક્કી..

  એ જન્મશે તો ચોકકસ

  મારા સપનાંઓની પ્રતિકૃતિ જ હશે

  વાહ, સ્નેહાબેન , સરસ કાવ્ય રચના ,તમારાં સ્વપ્નોની જ જાને પ્રતિકૃતિ .

  આ સ્વપ્નો સિદ્ધ કરવા આગળ વધતાં રહો એવી શુભેચ્છાઓ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s