ક્યાં સુધી…?

રોજ લોકોને સાચા ઠેરવવા

ક્યાં સુધી ખોટા પડવાનું ,

એમના શાણપણને સાચવવા

કયાં સુધી ગાંડા ઠરવાનું …

અઢળક ભુલોને માફ કરવા

ક્યાં સુધી ભુલકણા બનવાનું..

એમની ઇર્ષ્યાનું હળાહળ ઝેર

ક્યાં સુધી હસીને પચાવવાનું

થાકી જવાય છે…હાંફી જવાય છે,

રોજ એમના અહમ પોસવા

ક્યાં સુધી આમ જ  તૂટવાનું…??

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

16 comments on “ક્યાં સુધી…?

 1. jetlusaral rite saral bhasha ma loko na hraday sudhi pahochay etlu alankarik bhasha ma n pahochay..jetlu bane etlu saral j rahevanu…khub saras vat lakhi che sneha..

  Like

 2. સરસ. ના આ બધું કરવાની જરૂર નથી. પોતાને જે સચ્ચાઈ લાગે તેમ જ કરવું.

  Like

 3. નીતાદી અને ચેતુદી…આ તો લોકો મને હંમેશા કહેતા આવ્યા છે કે તું બહુ સરળ લખે છે..એટલે મારે આમ કહેવું પડ્યું..અલંકારિક ભાષા કરતા લોકોના દિલ સુધી પહોંચવું વધુ મહત્વનું છે મારે માટે..
  થેન્ક્સ હીના અને અલ્કેશભાઈ..

  Like

 4. એમના શાણપણને સાચવવા
  કયાં સુધી ગાંડા ઠરવાનું … waah
  એમની ઇર્ષ્યાનું હળાહળ ઝેર
  ક્યાં સુધી હસીને પચાવવાનું..
  nice 1.. d ek ek annkti game che temani aa be vadhu game che.. 🙂
  kahrekhar thoda ane saral shbdo ma ghanu badhu… vaaman ma vishalta..!!

  Like

 5. ખરેખર તમારી બધી રચનાઓં કૈક ને કૈક શીખવી જ જાય છે…
  અને એ સીખેલી અને યાદ રાખેલી વાતો મને જીવન માં ક્યારેય પાછળ નહિ પાડવા દે આવો મને વિશ્વાસ બંધાઈ ગયો છે.
  ધન્યવાદ …..

  Like

 6. રચનામાં રહેલી વેદના સ્વભાવિક છે, પરંતુ સરળ અને સારું જીવન જીવનારનો આ સ્વભાવ જ હોય તો તે ઉત્તમ છે. તેનું અંતિમ પરિણામ ખૂબજ ઉત્તમ હોય છે, પરંતુ તે માટે આ બધું જે થાય છે તે થવા દેવું જોઈએ. થાકી ના જવાય. જ્યારે આપને આપનો મૂળ સ્વભાવ છોડી દઈએ તો પછી…..? જે ઉત્તમ હોય ત્યો ના છોડવો જોઈએ…..

  ઉત્તમ રચના !

  Like

 7. આપના લેખની જેમ કાવ્યો પણ માણવા ગમે તેવા હોય છે
  ક્યાંય સુધી પ્રતિક્ષા કર્યા બાદ આપની કલમ ફરી વખત માણવા મળી

  Like

 8. વાહ સ્નેહાબેન ખૂબ જ સરસ છે.
  વાંચવાની મજા આવી ગઇ…

  આવું સરસ લખતા રહો…

  સરસ લખવા બાબત તમારી કેટલી બધી પાર્ટીઓ લેવાની થાય છે…

  Like

 9. આપ સૌ મિત્રોનો પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર..

  Like

 10. sneha ji.. tame j lakhu che a aj na jivan ma je loko lagni n prem ape che a loko roj j a paristhiti ma thi pasar thay che.. tame to tamri lagni ne shabdo ma varnavi ne tamara par no bhar halvo karyo.. pan j loko potani jat ne k pota ni lagni ne shabdo ma nathi kahi sakta ana mate tamari pase koi upay kharo ?? ..

  khub saras abhivaykti che tamari..

  Like

 11. Bas karye j jao…. bija ne sacha kahevaama … temne khusi malti hoy to bhale….

  Aapne satya janiye chhiye e ghanu chhe…. baki to samay aavye Satya bahar aavi j jase…

  Like

 12. આ તો પોતાની માલિકી દર્શાવવા “વાડા” બનાવ્યા છે… પણ… જે ઝરણું છે… તેને કોણ રોકી શકે? એ તો “વાડા” છોડી પોતાની “રચના” બનાવતી ગાતી-રૂમઝૂમતી-ઉછળતી-કુદતી જાય એની મસ્તી માં તમામ અવરોધો ને વહાવતી તેના પ્રેમમાં… કોણ રોકી શક્યું છે એને જે નદી ની જેમ વહે છે અને વળાંકો ને અનુરૂપ થઇ ને રહે છે… ભલા “કલા” ના વહેણ ને પણ કોઈ નિયમો હોય?
  ——- વિચારવા નું છોડ… જો એમના વાડા માં ફક્ત પથરાજ પડયા છે – નિરજીવ-નિશ્ચેતન…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s