ક્યાં સુધી…?


રોજ લોકોને સાચા ઠેરવવા

ક્યાં સુધી ખોટા પડવાનું ,

એમના શાણપણને સાચવવા

કયાં સુધી ગાંડા ઠરવાનું …

અઢળક ભુલોને માફ કરવા

ક્યાં સુધી ભુલકણા બનવાનું..

એમની ઇર્ષ્યાનું હળાહળ ઝેર

ક્યાં સુધી હસીને પચાવવાનું

થાકી જવાય છે…હાંફી જવાય છે,

રોજ એમના અહમ પોસવા

ક્યાં સુધી આમ જ  તૂટવાનું…??

સ્નેહા પટેલ – અક્ષિતારક