અભિગમ

કામ પ્રત્યેનો આપણો અભિગમ કામને હળ્વું કે વજનદાર બનાવે છે..

રોજબરોજનાં રુટિન કામથી કંટાળેલી એક ગ્રુહિણી આજે થોડી ગુસ્સામાં હતી. એના કામનો ખડકલો વધતો જ જતો હતો. અંત જ નહતો આવતો. વળી અકળામણમાં ને ચીડમાં એક પણ કામમાં ભલીવાર નહતો આવતો. એકનું એક કામ બે વાર કરવું પડતું..સમયનો તો કચ્ચરઘાણ વળી જતો હતો.

એટલામાં એની કામવાળી આવી ને હસતાં હસતાં સાવરણી પકડીને, લ્હેંકાથી ગીત ગણગણાવતી ચોકસાઇપૂર્વક પોતાનું કામ ફટાફટ આટોપવા માંડી. એને જોઇને ગ્રુહિણીએ સ્વભાવિક રીતે જ એને પૂછ્યું, ‘આજે તારે કામ ઓછા લાગે છે કેમ..? કદાચ એટલે જ આટલી  ખુશમિજાજમાં કામ કરતી લાગે છે.. બરાબરને?”

‘નારે બેન, ઊલ્ટાનું તો આજે મારે બે ઘરનાં કામ વધારે છે.પણ એનાથી મારા ગીત ગાવાને શું કામ ફરક પડે? જે કામ છે એ તો કરવાનું જ છે ને..ઊલ્ટાનું આમ ખુશ-મિજાજીથી કામ જલ્દી અને સારી રીતે પતે છે. વળી એનાથી બીજા કામ કરવાનો ઉત્સાહ અને મૂડ પણ ટકી રહે છે.”

બોધઃ- નીરસ લાગતા કામ પ્રત્યેનો આપણો ઉદાસીન અભિગમ એ કામને વધુ મુશ્કેલ અને નીરસ બનાવશે. એને યોગ્ય ઢબે અને સારી રીતે કરવા લાગીએ તો એ જ કામ રસ-દાયક અને સફળતાથી પાર પડશે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

This one is  my own experience….  🙂

Advertisements

11 comments on “અભિગમ

  1. શ્રી સ્નેહાબહેન
    તો હવે પછી તમે પણ બધા કામ ગીત ગાતા ગાતા જ કરશો તેવી આશા રાખું છું 🙂

    Like

  2. અતુલભાઈ..ચોકકસ…મને સંગીત પણ લખવાની જેમ જ પ્રિય છે

    હાય દર્શનભાઈ..થેન્કસ…

    Like

  3. એ હકીકત છે કે ફક્ત કામ જ નહિ કોઈ પણ બાબત/ ઘટનાને જ્યારે આપણે નકારાત્મક વિચારોથી ભરી દઈએ છે ત્યારે તે આપણને ભાર/બોજારૂપ જ લાગે છે, જે માટે દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. જે ઘણી જ સરળતા જીવનમાં લાવી દેશે અને કોઈપણ કાર્ય કે ઘટના બોજારૂપ નહિ લાગે.

    સારો બોધ !

    Like

  4. Pingback: અભિગમ (via ) « ધર્મધ્યાન

  5. હકારાત્મક અભિગમનો નાનકડો પણ સચોટ દાખલો.
    અને ખરેખર હળવા રહીને કામ કરવાથી નાની નાની વાતમાં પણ આનંદ આવે જ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s