વેલેન્ટાઇન ડે ના બીજા દીવસે…

કાલે બહુ બધા વેલેન્ટાઇન મેસેજીસ મળ્યાં.જાત-જાતના…ભાત-ભાતનાં…અલબેલા વિચારોને થોડા કોપી-પેસ્ટીયા વાઘા સજાવેલા, લાગણીથી લથબથ તો મસ્તીના હિંડોળે ઝુલાવતા ..જાતજાતની ચોકલેટસ..ફ઼્લાવર્સ, ટેડીબીય઼રવાળા ચિત્રોથી મઢેલા અઢળક મેસેજીસની ..ઇમેઇલની ભરમાર રહી. મેં આખો દિવસ એ બધું જોયા કર્યુ…વિચાર્યા કર્યું..શું આ જ સાચો પ્રેમ છે..??

આકર્ષણ..થોડી ગલતફ઼હેમીઓ અને થોડા જુવાનીના જોશમાં  લખાણમાં જે શાબ્દિક લાગણી  છલકાય છે એ બધાથી મનગમતા પાત્ર સાથે વેલેન્ટાઇન ડે ઊજવવાની મજા તો આવે છે..પણ આજે મને એમ થયું કે જોવા તો દે..કાલના લાગણીના ઘોડાપૂરમાં તણાયેલા કેટ્લા ઘોડા પોતાના વચનોને પ્રામાણીક્તાથી વળગી રહે છે..પણ થોડો અફ઼સોસ થયો.કાલના દિલથી જીવાયેલા દિવસના વચનો પર આજે દિમાગ જબરદ્સ્ત ભરડો લઈને બેઠેલું દેખાયું. બધા પાછા પોતાના રુટિન લાઈફ઼માં ’સેટલ ડાઊન’…!!

તો આ બધું ફ઼કત એક જ દિવસના ખેલ છે કે…??

ખરી જરુર તો મને મારા મિત્રોને આજે કહેવાની લાગે છે કે…કાલે કરેલા પ્રોમિસીસને ફ઼કત શબ્દો સુધી સિમિત ના રાખતા એને ભરપૂર પ્રામાણીકતાથી જીવનમાં અમલમાં મૂકવાની કોશિશ કરજો. કાલનો વેલેન્ટાઇન ડે તો ગયો..પણ એની અસર તમારા આખા જીવન પર દેખાય એવું કંઇક કરજો..

કારણ પ્રેમ તો આ બધા શબ્દો…પ્રોમીસીસ…રુપેરી રેપરમાં વિંટાળાયેલ લાલ કલરની રીબન બાંધેલ ગિફ઼્ટસથી કયાંય ઉપર છે.એને કોઇ જ શબ્દોની ક્યારેય જરુર નથી પડી..આ તો આપણે અભિવ્યક્તિના પ્રાણી છીએ..બાકી તો મૂંગા લોકો આંખોથી બોલીને કે આંધળા લોકો ફ઼કત એક નાનકડા સધિયારા ભર્યા પ્રેમાળ સંવેદનશીલ સ્પર્શ થકી કે જેને લકવા થયો હોય અને બધાંય અંગોમાંથી સંવેદના ગુમાવી બેઠું હોય એ ફ઼કત પ્રિય વ્યક્તિના હાજરીના અણસાર માત્રથી પ્રેમની લાગણી અનુભવી શકે છે..સુગંધ સુગંધ થઈને મહેંકી ઊઠે છે. દિલના તાર પર મનગમતું નામ વગાડી શકે છે. એને કોઇ જ શારીરીક ખામી કે ગિફ઼ટ ખરીદવાના પૈસાની ઇકોનોમિક ખામી કે લાગણી  અભિવ્યક્ત ના કરી શકવાની ખામી નથી નડતી.

પ્રેમ એ તો એક મહાન અને બહુ  ઊચ્ચત્ત્મ કક્ષાની લાગણી છે..જેના વાયદા કે વચનો ના હોય . એની અધુરપના હળાહળ ઝેર  જીવનમાં પચાવીને જીવવાનું હોય છે …એનો નશો કરવાનો હોય છે..રોજ -રોજ ..ધીરે ધીરે શરીરને એ નશાનું આદી કરવાનુ  હોય છે.પ્રીયપાત્રની અધૂરપને સંપૂર્ણતાના ફ઼ુલ આવશે એ આશા સાથે ભરપૂર  ધીરજથી  ને વ્હાલથી હેતના સિંચન કરતા રહેવાનુ .. એમાં વારંવાર મળતી નિષ્ફ઼ળતાને પણ સપ્રેમ વધાવીને ફ઼રીથી એક નવો અધ્યાય ચાલુ કરવાની હૈયે હામ રાખવાની..નહીં કે એ નિષ્ફ઼ળતાને આપણા ’ડીપ્રેશન’માં ફ઼ેરવી કાઢવાની.. અ સંબંધ બહુ જ ધીરજ અને હિંમત માંગી લે છે. એ બધીજ  અપેક્ષાઓથી વિમુકત અને લગભગ ભગવાનની લગોલગ ની કક્ષાનો  સંબંધ છે..જેને શબ્દોમા લખી ના શકાય કે ગિફ઼્ટોમાં ’રેપ’ પણ ના કરી શકાય..એ તો બસ અનુભવવાની..પ્રામાણીકતાથી  સતત  ભીંજાતા રહેવાની વાત છે..

શબ્દોમાં બોલાતી લાગણી કરતાં વર્તનમાંથી છલકતી લાગણી વધુ સુંદર અને સરળ તેમ જ ઇચ્છનીય છે…

જેનો નશો  આખી જીંદગી તમારા દિલો-દિમાગને રહે એવો પ્રેમ મુબારક મિત્રો…

સ્નેહા પટેલ – અક્ષિતારક

9 comments on “વેલેન્ટાઇન ડે ના બીજા દીવસે…

 1. કારણ પ્રેમ તો આ બધા શબ્દો…પ્રોમીસીસ…રુપેરી રેપરમાં વિંટાળાયેલ લાલ કલરની રીબન બાંધેલ ગિફ઼્ટસથી કયાંય ઉપર છે.એને કોઇ જ શબ્દોની ક્યારેય જરુર નથી પડી..આ તો આપણે અભિવ્યક્તિના પ્રાણી છીએ..બાકી તો મૂંગા લોકો આંખોથી બોલીને કે આંધળા લોકો ફ઼કત એક નાનકડા સધિયારા ભર્યા પ્રેમાળ સંવેદનશીલ સ્પર્શ થકી કે જેને લકવા થયો હોય અને બધાંય અંગોમાંથી સંવેદના ગુમાવી બેઠું હોય એ ફ઼કત પ્રિય વ્યક્તિના હાજરીના અણસાર માત્રથી પ્રેમની લાગણી અનુભવી શકે છે..સુગંધ સુગંધ થઈને મહેંકી ઊઠે છે. દિલના તાર પર મનગમતું નામ વગાડી શકે છે. એને કોઇ જ શારીરીક કે ગિફ઼ટ ખરીદવાના પૈસાની ઇકોનોમિક કે અભિવ્યક્ત ના કરી શકવાની ખામી નથી નડતી. પ્રેમ એ તો એક મહાન અને બહુ ઊચ્ચત્ત્મ કક્ષાની લાગણી છે..જેના વાયદા કે વચનો ના હોય . એની અધુરપના હળાહળ ઝેર જીવનમાં પચાવીને જીવવાનું હોય છે …એનો નશો કરવાનો હોય છે..રોજ -રોજ ..ધીરે ધીરે શરીરને એ નશાનું આદી કરવાનુ હોય છે.

  100% true … Sneha ..!!!!

  Like

 2. યોગ્ય સમયની યોગ્ય રજૂઆત આપનો લેખ વાંચતા લાગી. ગાડરિયા પ્રવાહ ના કારણે અન્યની સંસ્કૃતિને આપણે અપનાવા /નકલ કરવા કોશીશ તો કરીએ છીએ પરંતુ તેનો મૂળ હાર્દ શું છે તે જાણવા છતાં અજાણ થઈને બાકીના દિવસો ને વિતાવતા હોય છે, આગળ શું કહ્યું તે યાદ પણ હોતું નથી.

  સરસ રજૂઆત !

  આભાર !

  Like

 3. શબ્દોમાં બોલાતી લાગણી કરતાં વર્તનમાંથી છલકતી લાગણી વધુ સુંદર અને સરળ તેમ જ ઇચ્છનીય છે…
  ખુબ સુંદર વાત કહી….

  Like

 4. સરસ ,
  સાચો પ્રેમ ને કોઈ સર્ટીફીકેટ ની જરૂર હોતી નથી
  સાચો વહેવાર જ સાચો પ્રેમ છે ,શબ્દો કે ઉપર ઉપરની લાગણી વ્યક્ત કરવાથી સાચો પ્રેમ પામી શકાતું નથી

  Like

 5. ખુબ સરસ રજૂઆત,
  પ્રહલાદકાકા એ કીધું તેમ પ્રેમ ને કઈ સર્ટીફીકેટ ની જરૂર હોતી નથી અને તો કોઈ ને કોઈના પ્રત્યે પ્રેમ છે તો તે દર્શાવવા શા માટે આવા દિવસો ની રાહ જોવાની…જો સાચો જ પ્રેમ છે તો તમારા માટે ૩૬૫ દિવસ વેલેંટાઈન દિવસ છે.

  તમારી વર્ણન કરવા ની રીત ગમી.

  Like

 6. આખા વર્ષ ના દિવસો ૩૬૫ – ૧ વેલન્ટાઈન ડે = ૩૬૪ દિવસનું શું ?
  માત્ર ૧ જ દિવસ પ્રેમનો , બાકીના દિવસો નું શું ? ઝૂરવું, ? ઝગડા ,? કે વિરહ ?
  આ પશ્ચિમ ની સંસ્કૃતિ કેવી છે ,? સવારે પ્રેમ સોજે છુટા છેડા, મળી તો પ્યારી ,નહીતો બ્રહ્મચારી
  શું ? આપણી ઓધળી દોટ ? અને ઓધળુ અનુકરણ ?

  Like

 7. કાલે કરેલા પ્રોમિસીસને ફ઼કત શબ્દો સુધી સિમિત ના રાખતા એને ભરપૂર પ્રામાણીકતાથી જીવનમાં અમલમાં મૂકવાની કોશિશ કરજો. કાલનો વેલેન્ટાઇન ડે તો ગયો..પણ એની અસર તમારા આખા જીવન પર દેખાય એવું કંઇક કરજો.. humm khari vaat kahi shado fakt bolava na joeye… palava pan joie..

  આ તો આપણે અભિવ્યક્તિના પ્રાણી છીએ..બાકી તો મૂંગા લોકો આંખોથી બોલીને કે આંધળા લોકો ફ઼કત એક નાનકડા સધિયારા ભર્યા પ્રેમાળ સંવેદનશીલ સ્પર્શ થકી કે જેને લકવા થયો હોય અને બધાંય અંગોમાંથી સંવેદના ગુમાવી બેઠું હોય એ ફ઼કત પ્રિય વ્યક્તિના હાજરીના અણસાર માત્રથી પ્રેમની લાગણી અનુભવી શકે છે.. this 1 is grt..

  પ્રેમ એ તો એક મહાન અને બહુ ઊચ્ચત્ત્મ કક્ષાની લાગણી છે..જેમાં વાયદા બજારીની જરુર નથી .grt 100% kari vaat.
  waah didi kharekhar saras vaat kahi…
  sabdo jane ramat ma fervaya gaya hoy evu lage che,
  aaje baare kham vakyo pan khali kahm lage chee…
  — poonam — 21/02/11

  Like

 8. are vaah… ghana divas e taro blog vanchyo shanti thi, pan sachu kahu………
  only one word………………………………
  WONDERFUL WRITING……….DIL SE…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s