વરચ્યુઅલ વિરુધ્ધ વાસ્તવિક દુનિયા

માણસને એક જીવન જીવવા માટે કેટલાં બધા સંબંધોની જરૂર પડે છે..!!
આધુનિક જમાનામાં આ નેટનું ચલણ કદાચ એટલે જ આટલું ફાલ્યું – ફુલ્યું છે. સાચા જીવનમાંથી કલ્પનાના જીવનમાં અને કલ્પનાના જીવનમાંથી સાચા જીવનમાં માનવી બસ વાંદરાની જેમ આમથી તેમ કુદકા જ માર્યા કરે છે. નેટ પર દ્રાક્ષ ખાટી છે તો લેપ-ટોપનો સ્ક્રીન બંધ કરીને પાડોશમાં  જઈને આંટો મારી આવીએ..એમના ઘરની ચા પી આવીએ આ દ્રાક્ષ કરતાં એ ફીકી ચા મીઠી લાગશે. બસ આમથી તેમ ભાગમભાગ. સુખની તૃષ્ણાનો કોઇ અંત જ નહીં…સંતોષ નહીં..બસ જીવનમાં થોડીક કમી લાગે એટલે એ જાત જાતના ઉધામા ચાલુ..એને પૂર્ણ કરવા માટેના નિરર્થક પ્રયત્નો ચાલુ.પાર વગરના ટેન્શનો, અતૃપ્ત અપેક્ષાઓ, સંબંધો માટેના સતત વલખાં અને સહનશક્તિના નામે મીડું…થોડો પણ ‘કોમ્પ્રોમાઇઝ’ કરવાની તૈયારી નહીં. બધાના પરિણામે આજનો માનવી નથી આમનો રહી શક્તો કે નથી પેલી બાજુનો…દૂધ અને દહીં બેયમાં પગ મૂકવાની લાલસા અંતે એમને વલોવી વલોવીને નકરા વલોપાતોના સાગર મહીં ધકેલી દે છે.
હમણાં જ એક મેસેજ મલ્યો મને..બહુ ગમ્યો…
‘થાકીને ઉભા રહ્યાં ત્યારે લાગ્યું કે આ દોડનો કોઈ મતલબ નથી

અને

જ્યારે સતત દોડતા હતા ત્યારે લાગ્યું કે મારા જેવું કૉઇ સમર્થ નથી…”
માનવી વર્ચ્યુઅલ દુનિયામાં હોય ત્યારે સતત વાસ્તવિક દુનિયાની ખોટ પૂરવાનો પ્રયત્ન કરતો હોય છે અને વાસ્તવિક દુનિયામાં હોય ત્યારે વરચ્યુઅલ દુનિયાની પોતે ઉભી કરેલી ઇમેજની વાહ-વાહ ની ખોટ એને સાલતી હોય છે. આનો બધી મથામણનો કોઇ જ અંત નથી સિવાય કે એને કોઇ જોરદાર ઠોકર લાગે કાં તો કોઇ હિતેચ્છુ એનો હાથ પકડીને એને કાયમ માટે બહાર કાઢી લાવે.. આ વ્યસનમાંથી મુકત થવા માટે સિગાર્રેટની હમણાં નીકળી છે એવી કોઇ હર્બલ દવા પણ નથી નીકળી..કારણ આ માનસિક રોગ છે.એક કળણ છે..માનવી એમાંથી જેટલો બહાર નીકળવા પ્રયત્ન કરે એટ્લો એ અંદર ને અંદર ખેંચાતો જ જાય છે.બાજુમાં પોતાનું સંતાન એના રમકડાં અને વીડીઓ ગેમ્સ રમે અને પોતે નેટીયા મિત્રો સાથે ગેમ્સ …છેવટે પરિણામ શું…બંને અંદરથી ખાલીખમ..સંતાન પણ એકલું અને પોતે પણ એકલા..રમતમાં બંને પક્ષે હાર જ હાર.નેટના સંબંધોમાં કરેલા વાયદા, એ મિત્રોની જવાબદારીઓ ઉપાડવામાં એને ન્યાય આપવામાં માનવી બેધ્યાનપણે પોતાની  આજુ-બાજુ સતત ચોવીસેય કલાક શ્વસતી રહેતી જીંદગીને અન્યાય કરતો જાય છે.

આજનો માનવી સતત ભાગદોડ અને હરિફાઇઓના સામનો કરવાની લ્હાયમાં પોતાના અંગત સ્વજનોને પણ જોઇએ તેવો ન્યાય નથી આપી શકતો. એમને પોતાની ખાસ જરૂરત હોય ત્યારે એ ભ્રામિક સંબંધોની ઝંઝાળમાં સુખ નામના મ્રુગજળ પાછળ દોડતો હતો..એ હરણને મેળવવાના મિથ્યા ફાંફા મારતો હતો. જ્યારે એ મ્રૂગ હાથ નથી આવતું ત્યારે ઘર તરફ વળતા જ ભાન થાય છે કે ઓહ..પોતે તો અહીંથી  પણ સીતા જેવી શાંતિ ગુમાવી બેઠા છે. અસંતોષ નામનો રાવણ એ બધાયને એના જીવનમાંથી કાયમ માટે ઉપાડી ગયો છે.

દરેકના નસીબમાં  શાંતિ અને સુખ પાછી લાવવા લક્ષ્મણ કે હનુમાન જેવા સાચા સાથીદારો નથી હોતાં એટલે કાયમ માટે એ સુખ..શાંતિ અને વિશ્વાસ જેવી સરળ અને દુનિયાની સૌથી મોંઘી મિરાત જેવા સંબંધોના નામે એમના જીવનમાં શૂન્ય માર્કસ મેળવીને એકલતાથી પીડાવાનો વારો જ આવે છે..

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

12 comments on “વરચ્યુઅલ વિરુધ્ધ વાસ્તવિક દુનિયા


 1. “ઘર તરફ વળતા જ ભાન થાય છે કે ઓહ..પોતે તો અહીંથી પણ સીતા જેવી શાંતિ ગુમાવી બેઠા છે. અસંતોષ નામનો રાવણ એ બધાયને એના જીવનમાંથી કાયમ માટે ઉપાડી ગયો છે….”

  Perfect…કોઇ Psychiatrist ને પણ શરમાવે એટલુ સરસ માનવીય મન નુ અને સબંધ નુ વિશ્લેષ્ણ…એકદમ Perfect….

  Like

 2. jordaar lakhyu 6e…aaj na maanvi mate….aapde aama thi hu pan bakat nathi…aapde badha…avi j life jiviye 6iye…..koik k evu hoy 6e…je…ekdam mast life jivi jaay 6e…….

  Like

 3. ‘થાકીને ઉભા રહ્યાં ત્યારે લાગ્યું કે આ દોડનો કોઈ મતલબ નથી

  અને

  જ્યારે સતત દોડતા હતા ત્યારે લાગ્યું કે મારા જેવું કૉઇ સમર્થ નથી…”

  સુંદર મેસેજ ને શોભાવતો સુંદર લેખ.

  Like

 4. શાંતિ મેળવવાં માટે માણસ ચારે બાજુ વલખા મારે છે, અને તેમાં ને તેમાં ખૂપતો જઈ અને વાસ્તવિકતાથી દૂર થઇ જાય છે. જેના વરવા પરિણામ ભોગવવા છતાં તેમાંથી તે બહાર ન નીકળી શકતા તેમાં જ ખૂપતો જાય છે.

  સરસ લેખ !

  Like

 5. વર્ચ્યુઅલ દુનિયા અસ્તિત્વમાં આવતા જેમ સમજાય છે કે – જેમ જેમ આ મૃગજળ જેવી વર્ચ્યુઅલ દુનિયામાં માણસ ખૂંપતો જાય છે તેમ તેમ તેમાંથી બહાર આવવું કઠીન થતું જાય છે – આ જ વાત ભૌતિક દુનિયાને પણ લાગુ પડે છે. માણસ એમ માને છે કે પોતે અને પોતાની આ ભૌતિક દુનિયા સાચી છે પણ જ્યારે જીવનમાંથી એકાદ મનગમતી વ્યક્તી ચાલી જાય અથવા તો અચાનક બધી સંપત્તિ ચાલી જાય અથવા તો કોઈ મહામારી કે પ્રાકૃતિક તાંડવ સર્જાય ત્યારે માણસને સમજાય છે કે જેટલી આ દુનિયાને વાસ્તવિક સમજે છે તેટલી તે વાસ્તવિક નથી પણ એક પ્રકારની આભાસી દુનિયા જ છે.

  આપણે માનેલા અને કર્મસંજોગે ઘડાયેલા સંબધો કાળના વિશાળ પ્રવાહમાં એક અલ્પકાલીન નાટકના પાત્રો જેવા છે. જે સમયે આપણે વર્ચ્યુઅલ દુનિયા વિશે વાસ્તવિક જગતમાં રહીને લેખ લખીએ છીએ તે વાસ્તવિક દુનિયાનો આધાર આ વિશાળ પૃથ્વી છે – એ વિશાળ પૃથ્વી સૂર્ય ફરતી ફર્યા કરે છે. સૂર્ય વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે. એ સૂર્ય આ વિશાળ ગગન મંડળમાં એક નાનકડો તારો છે. માનવીનું જ્ઞાન ઘણું સીમીત છે અને અભીમાન આકાશ કરતાયે વધુ અસીમ – અને આ જ તેની પીડાનું મુખ્ય કારણ છે.

  વર્ચ્યુઅલ સમીકરણો પણ કોઈ ફોર્મુલાને આધારે જ રચાતા હોય છે.

  Like

 6. વાહ સ્નેહાદીદી વાહ !

  ખૂબ જ સરસ લેખ, વાંચીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું. ખૂબ જ સાચી વાત કહી છે.

  આ લેખ રવિવારની પૂર્તિમાં પહેલા પાને છપાવવા યોગ્ય છે.

  એકદમ સચોટ, વાસ્તવિક અસરકારક… માનવ મનનું વિશ્લેષણ

  કીપ ઇટ અપ

  Like

 7. Sneha…
  Very nicely written in the language that fits straight in to a head. I do accept that’s totally a virtual world.. may not actual exist… but it has given wings to every ones fantasy and hands (Tools) as well. Those who uses it as a tool are benefited the most as Poets & Writers never ever had such a huge audience… and the fast response on their articles / stories… now, this network gives unbelievable service at their door-step. Though I do not know the consequences… but… the dream world of “social-networking” has surely helped thousands of them to come out of the depression.
  “Every tool is – how you use it… a pencil can write and murder too”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s