Believe in urself:

તમને તમારી જાત પર પૂરે-પૂરો ભરોસો છે..?

ચાલો, આપણે એક બહુ જાણીતી વાર્તા જોઇએ..

એક નર્સને હોસ્પિટલમાં નવી નવી નોકરી મળે છે. એ પોતાના પહેલાં ઓપરેશન દરમ્યાન વપરાતી સાધન-સામગ્રીની ગણત્રીનું કામ પૂરી તન્મયતાથી કરતી હોય છે.

ઓપરેશન પતાવીને પરસેવો લૂછતાં ડોકટરે દર્દીના પેટના ટાંકા લેવા માંડ્યા, ત્યારે નર્સે એમને રોક્યા,

‘સર, મેં આપને રૂના ૧૨ પેલ આપેલાં અને તમે મને પાછા ફકત ૧૧ જ પેલ આપ્યાં છે. તો એ બારમો પેલ ક્યાં? ટાંકા લેતા પહેલાં એ બારમો પેલ શોધવો જરુરી છે. આ દર્દીની જીન્દગીનો સવાલ છે.’

ડોકટર અકળાઇ ગયાં

‘હું વર્ષોનો અનુભવી છું. મારાથી આવી ગંભીર ભૂલ થાય જ નહીં. નકકી તેં મને ૧૧ પેલ જ આપ્યાં હશે. યાદ કર.’

ડોકટરની પોસ્ટ અને નારાજગીની ચિંતા કર્યા વગર નર્સે મક્કમતાથી પોતાની વાત પર અડગ રહેતાં કહ્યું,

‘ના,મને બરાબર યાદ છે.મેં તમને ૧૨ પેલ જ આપેલાં.’

લગભગ ૨-૩ મિનિટની આના-કાની પછી ડોકટરે નર્સને પોતાના મોજામાં છુપાવેલો ૧૨મો પેલ બતાવ્યો અને કહ્યું કે, ‘તું ક્યાંય પણ, કોઇ પણ કામ કરીશ, ક્યારેય પાછી નહીં પડે.’

બોધઃ- કોઈ પણ કામ પોતાની જાત પર પૂરો ભરોસો રાખીને અને પૂરી જવાબદારીપૂર્વક કરો. વળી સંકોચ કે શેહ-શરમ રાખ્યા વગર ‘એસર્ટીવ’ બનીને સૌમ્યતાથી એ વાતને બીજા સમક્ષ રજુ કરો. પછી જુઓ, દુનિયા પણ તમારી દરેક વાત જરૂરથી માનશે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

7 comments on “Believe in urself:

  1. સારો સંદેશોભરી બોધ કથા-ટૂંકી વાર્તા લાગી.

    Like

  2. નવલકથા લખ્યા પછી લઘુકથા લખવી થોડી મુશ્કેલ થઈ જાય. કારણે કે નવલકથામાં શબ્દોની મર્યાદા નથી હોતી. જ્યારે લઘુકથામાં ટૂંકમાં બધુ કહી દેવાનું હોય છે. આ લઘુકથા વાંચીને લાગે છે કે તારી કલમે આ બન્ને કલા સિદ્ધહસ્ત કરી છે. અભિનંદન. निरंतर आगे बढते रहो…

    Like

  3. હા હીના…બેંય ક્ષેત્રે આગળ વધવું છે…બસ તમારા જેવા મિત્રોની શુભેછ્છા જોઇએ છે..ધન્યવાદ

    Like

  4. શ્રી સ્નેહાબહેન અને હિનાબહેન (સખીઓ)
    મારી જેવા મિત્રની શુભેચ્છા તો આપ બંનેની સાથે જ છે..
    સ્નેહાબહેનની કલમ તો હવે ઘણી બધી કેળવાઈ ગઈ છે – આશા છે કે હિનાબહેન પણ હવે થોડું થોડું લખવાનું શરુ કરશે.

    Like

  5. ‘ના,મને બરાબર યાદ છે.મેં તમને ૧૨ પેલ જ આપેલાં.’ humm

    લગભગ ૨-૩ મિનિટની આના-કાની પછી ડોકટરે નર્સને પોતાના મોજામાં છુપાવેલો ૧૨મો પેલ બતાવ્યો અને કહ્યું કે, ‘તું ક્યાંય પણ, કોઇ પણ કામ કરીશ, ક્યારેય પાછી નહીં પડે.’ 🙂

    vaah ketani nani varta pan ketalo moto sandesho..saras lakhyu che aape didi…
    kharo aatam vishvash hovo bav jaru che… khoto hoy taya gad bad sharu thay che 🙂
    aap ne ghani badhi shubh kamna….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s