સહનશીલતા

એક માણસ રોજ એક લુહારના ઘર આગળથી પસાર થતો.રોજ એના કાને એરણ પર પડતા હથોડાનો અવાજ અથડાતો.

એક દિવસ કુતૂહલવશ જ એણે લુહારના ઘરમાં નજર કરી તો અંદર તૂટેલા હથોડાનો ઢગલો ખડકાયેલો જોઇને આશ્વર્યચકિત થઈ ગયો.એણે એ લુહારને પૂછ્યું,’આટલા બધા હથોડાની આવી અવદશા કરવા માટે તમારે કેટલી એરણની જરૂર પડી?”

લુહાર ખડ-ખડાટ હસવા માંડ્યો ને બોલ્યો,’અરે ભલા માણસ, એરણ તો હજુ પણ એકની એક જ ચાલે છે. બસ એને ટીપતા રહેતા હથોડા તૂટી તૂટીને બદલાતા જાય છે. બે પળ તો પેલો માણસ ચૂપ જ થઈ ગયો.  આઘાતમાંથી કળ વળતા એ ઘટનાનું રહસ્ય પૂછતાં લુહારે કહ્યું,

“એરણ હથોડાનો માર સહે છે. જ્યારે હથોડો માર મારે છે..ટીપે છે.!!”

બોઘ:- હથોડા ટીપનારને તો મારતી વેળા સારું જ લાગે છે.પણ હથોડાની જેમ જ અંદરથી એ ધીમે ધીમે તૂટતા જાય છે. જીવનમાં જેને માર મારવાની જ ટેવ છે, માર  સહન કરવાની સહનશીલતા નથી એ જલ્દી તૂટી જાય છે.   જ્યારે જીવનમાં પડતો દરેક માર સહનશીલતાનું  કવચ વધુ મજબૂત કરતું જાય છે..

અંતમાં જે ધીરજ રાખીને મારનો સ્વીકાર કરી લે છે એ જીતી જાય છે.

–  સ્નેહા પટેલ (અક્ષિતારક)

Advertisements

12 comments on “સહનશીલતા

 1. “એરણ હથોડાનો માર સહે છે. જ્યારે હથોડો માર મારે છે..ટીપે છે.!!” sahanshilta e jivan ma ghana parivrtano lave che.. saras vaat kahi.. nice ha.
  ek rachana muku chu..

  जो उसने दिया ले लिय मैने !
  उसको हर बार खुश किया मैने !

  दुख मे,सुख मे,गम मे ओर खुशी मे,
  जीवन हर हाल मे, जिया मैने !

  — शीतलप्रसाद जी [ निरला ] —

  Like

 2. Pingback: સહનશીલતા (via ) « ધર્મધ્યાન

 3. Pingback: સહનશીલતા (via ) | વિજયનું ચિંતન જગત-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s