ખાલીપો-૨૭

વિકાસના વદન પર ચિંતાના કાળા વાદળૉની ઝાંય સ્પષ્ટ રીતે ડોકાતી હતી. ઇતિની વિકાસ પારખુ નજરે એક જ મિનિટમાં એ પકડી પાડ્યું.

કંઈક અમંગળ સમાચારની આશંકાથી એનું દિલ જોર-જોરથી ધડકવા માંડયું. બે ભારે ભરખમ-દિલ પર ભીંસ વધારી દેતી પળો વીત્યાં પછી ઇતિએ તરતજ સભાનતાપૂર્વક પોતાની જાતને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને જાતને સૂચનો આપવા માંડી..

‘થીન્ક પોઝીટીવ ઇતિ. સારું વિચાર તો સારું જ થશે.”

૩-૪ મીનીટના ભારે અકળાવનારા મનોમંથનમાં ‘સેલ્ફ કાઉન્સેલિંગ- સેલ્ફ હીપ્નોટાઇઝ’નો થોડો ડૉઝ મેળવી ઇતિએ હતી એટલી બધી હિંમત ભેગી કરીને વિકાસ સામે નજર કરી તો વિકાસ એને આંખના ખૂણેથી ઇશારો કરીને રૂમની બહાર આવવાનું કહેતો દેખાયો..

જોકે એ આંખોની છાની રમત પથારીમાં સૂતેલા અર્થની નજરોથી છુપી ના રહી શકી.

————————————————————–

ઇતિના ધબકારા હવે માઝા મૂકી રહ્યાં હતાં. એ ધબકારનો અવાજ એ પોતાના કાનમાં હથોડાની જેમ અથડાતો અનુભવી શકતી હતી.

‘વિકાસ..કેમ આમ રહસ્યમયી વર્તન કરે છે સાવ જ..? જલ્દી બોલ..શું કહ્યું ડોકટરે? બધુ સારું છે ને? અર્થને કોઇ….આગળ એ કંઈ બોલી જ ના શકી..એની આંખોમાં લાગણીના અતિરેકથી ઝળઝળીયા આવી ગયા.

‘ઇતિ..થોડી હિંમત રાખીને સાંભળજે..પ્લીઝ.”

“કેમ આમ કરે છે તું..જલ્દી બોલ અને જે પણ હોય એ પુરેપુરી સચ્ચાઇ જણાવ ..તને..તને…સ્પર્શના સોગંદ છે વિકાસ.”

હતી એટલી બધી હામ હૈયે ભરીને વિકાસે આખરે ઇતિનો હાથ પોતાના હાથમાં લીધો..એની પાણીદાર..મોટી પારદર્શક આંખોમાં પોતાની ભીની ભીની નજર પુરોવી..

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

આટલાં શબ્દો બોલતાં તો વિકાસને માઇલોની દોટ લગાવીને આવ્યો હોય એટલો થાક વર્તાવા લાગ્યો..

ઇતિને તો આખું વિશ્વ જાણે કે ગોળ ગોળ ફરતું લાગ્યું..વિકાસે ઇતિને જોરથી પોતાના બે બાહુમાં સમાવી લીધી અને એના લીસા વાળમાં હાથ ફેરવવા લાગ્યો. વિકાસની આંખમાંથી બે અશ્રુબિંદુ એની જાણ બહાર જ ઇતિના લીસા વાળમાં સરી પડ્યાં અને એની જીન્દગીની જેમ જ ઇતિના વાળમાં ગુંચવાઈ ગયાં..

————————————————————

અર્થ આંખોના છુપા ઇશારાની રમત જોઇ ગયેલો..એને દાળમાં કંઈક કાળું લાગ્યું.

ઉભા થઇને દિવાલની બીજી બાજુએ પોતાના કાન માંડ્યા અને વિકાસના એક્દમ ધીમા અવાજમાં બોલયેલા શબ્દો એના સરવા કાને અથડાયા…

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

છેલ્લાં મહિનાની એકધારી બિમારીથી આમે શરીર એક્દમ અશકત બની ગયેલું..એમાં આવી વાત સાંભળીને અર્થે તરત જ ભીંતનો સહારો લેવો પડ્યો.

આવી સ્થિતીમાં પણ અર્થને હસવું આવી ગયું..એને હંમેશાથી પોતાની શારીરીક શકિતનું મિથ્યા-અભિમાન હતું. આ શારીરીક શકિતએ એને થોડો ‘અહમ’ પણ ભેટમાં આપેલો. પોતાને કદી કોઇની જરુર નથી પડવાની..પોતે એક્દમ સ્વસ્થ છે..આવી વિચાર-વ્રુતિને લઇને એ કદી કોઇ બિમાર માણસની સેવા ના કરતો..શુ કામ છે આવી બધી લપ્પન – છ્પ્પન પાળીને…એના કર્યા હશે એ ભોગવશે.!!”

પણ  આજે પોતે આ કયા કર્મોની સજા ભોગવી રહ્યો હતો..?

એની નજર સામે પિકચરની રીલ પટ્ટીની જેમજ ઇતિની માંદગી..એની સાથેનું પોતાનું વર્તન તાદ્ર્શ્ય થઇ ગયું અને છેલ્લે એણે મોનાની સાથે પણ જે ખરાબ વ્યવહાર કરેલો એનુ ભાન થયું

મોત એક  કડવી વાસ્તવિકતા છે..એ નજર સામે હોય એટલે ભલ ભલા ભડવીરોને પણ પોતાની જીન્દગીના સારા-નરસા કાર્યો, ન્યાય-અન્યાય બધુંય એક પળમાં યાદ કરાવી જાય છે.

ઇતિ સાથે એણે એની માનસિક બિમારીના સમયે કેવો ખરાબ વ્યવ્હાર કરેલો..અને આજે એ જ ઇતિ એનું સર્વસ્વ બનીને એનો ટેકો બનીને રાત-દિવસ ભૂલીને એના પડખે ઉભી છે..કોઇ જ જાતની કડવાહટ , ફરિયાદ કે સ્વાર્થ વિના જ સ્તો..

પોતે આવી પત્નીને સમજી ના શક્યો અને જવાનીના મદમાં જ્યારે એને ખાસ પોતાની જરૂર હતી એ જ પળે એને ધક્કો મારીને ઘરની બહાર તગેડી દીધી..એક વાર પણ ના વિચાર્યુ કે એ આવી હાલતમાં કયાં જશે…શુ કરશે..અધૂરામાં પુરું એને એના લાડકવાયાથી અળગો રાખીને સતત ખાલીપાની લાગણીમાં ઝૂરવા દીધી હતી…મોતના આંખ સામેના તાંડવ-ન્રુત્યથી  અર્થને થોડીક જ મિનિટમાં પોતાની જાત પર ધીક્કાર થઇ આવ્યો.ભારોભાર તિરસ્કારથી એનું હૈયું ભરાઇ આવ્યું.

કેવી મોટી નાદાની કરી હતી એણે જિન્દગીમાં..!! શું ભગવાન એને ક્યારેય માફ કરશે? વળતી પળે એને વિકાસ સાથે જોઇને એક અનોખો સંતોષ થયો..વિકાસ અને ઇતિ..ઇતિ અને વિકાસ..બેય એક બીજા માટે જ સર્જાયા હતાં. ઇતિ મારા કરતાં વિકાસ સાથે વધુ સુખી છે. વિકાસ એને બરાબર સમજી શકે છે..તકલીફોના કાળા સમંદરમાંથી વિકાસ એકલા હાથે જ ઇતિને બહાર લઇ આવેલો ને..’ ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે જ કરે છે.”

પણ પોતાને એઈડ્સ ..આ કઇ રીતે શક્ય છે..? ભલે એણે ગમે તેટલી છોકરીઓને ફેરવી હોય પણ મોના સિવાય કોઇ જ સ્ત્રી સાથે એના શારીરીક સંબંધ નથી રહ્યા તો…

એક્દમ જ એને યાદ આવ્યુ….હા. એકાદ વર્ષ પહેલાં પોતાને એક જીવલેણ એક્શિડ્ન્ટ થયેલો એ વખતે એના ઘાવમાંથી સતત ખૂન વહેતું હતું. જેના કારણે એને ખાસા એવા લોહીના બાટલા ચડાવવા પડેલા..નક્કી…આ એનું જ પરિણામ…

હશે…જેવી હરિ ઇચ્છા…

વિચારીને એ પલંગ પર પાછો આડો પડ્યો..

——————————————-

વિકાસે ઇતિને સંભાળી અને સમજાવતા કહ્યું,’ઇતિ..જો અર્થને આ વાત જણાવીને કોઇ જ ફાયદો નથી. મને એમ થાય છે કે આપણે એને આપણા ઘરે લઈ જઇએ. આપણી સાથે રાખીએ અને એનો છેલ્લો સમય આપણા સહવાસના સુખથી છલકાવી દઇએ..મારે આમ તો તને કંઇ કહેવાનું જ ના હોય એમ છતાં એક વાત કહીશ, બધો ભૂતકાળ ભૂલી જા..ફકત ભવિષ્યને નજર સમક્ષ રાખીને અર્થને બને એટલો સુખ-શાંતિ આપવાનો પ્રયત્ન કરજે..એનો છેલ્લો સમય….આનાથી વધુ એ ના બોલી શક્યો.

સામે ઇતિ પણ આશ્વર્યચકિત થઇને દેવદૂત જેવા વિકાસને જોઇ જ રહી..પોતાની પત્નીને એના ભૂતપૂર્વ પતિ સાથે પ્રેમથી વર્તવાનું કોઇ માણસ  કઇ રીતે કહી શકે..? એના મનમાં  ‘એક મુઠ્ઠી ઊંચેરા વિકાસ’ માટે માનની લાગણી બમણી થઇ ગઇ અને અર્થને મળીને એ લોકો ઘરે જવા નીકળ્યાં.

——————————————

બીજા દિવસે સવારે ઇતિ અને વિકાસ અર્થને ઘરે લાવવા માટેની બધી તૈયારી કરીને ઘરેથી નીકળ્યાં.

હોસ્પિટલનું વાતાવરણ આજુ બાજુ વાવેલા વ્રુક્ષો અને એના પર પક્ષીઓના અવાજથી મનોરમ્ય લાગતું હતું.

હોસ્પિટલના રુમનં. ૯ આગળ બે સેકન્ડ ઊભા રહીને ઇતિએ નાટક માટે જાતને તૈયાર કરી લીધી અને વિકાસનો હાથ પકડીને અંદર પ્રવેશી.

પણ આ શું..? સામે જોયું તો પલંગ ખાલી હતો. ઇતિ અને વિકાસને નવાઇ લાગી..અર્થ આટલો વહેલો તો કદી ઉઠતો નથી આજે કેમ આમ?

હશે..આ હોસ્પિટલનુ વાતાવરણ જ એવું હોય છે ને કે ભલ-ભલાની ઊંઘ હરામ કરી નાંખે છે. પણ અર્થ ક્યાં? કદાચ બાથરૂમમાં હશે…ના ત્યાં તો નથી….બહાર જઇને હોસ્પિટલનુ ક્મ્પાઉન્ડ..બગીચો..એકે એક ખૂણૉ એમણે ચેક કરી લીધો..

રાતપાળી કરી રહેલા નર્સ…ડોકટર બધાય નો એક જ જવાબ હતો..હજુ કલાક પહેલાં તો એ અહી જ હતા. રુટીન ચેક અપ…સ્પંજ બધીય વિધિ સમયસર રોજની જેમ જ પૂર્ણ કરાયેલી….તો સવાલ એ હતો કે અત્યારે એ ક્યાં..?

એટલામાં ઇતિની નજરે પલંગમાં ઓશિકા નીચે દબાયેલ એક કાગળનો ખૂણો દેખાયો..

બાજ્ત્વરાથી જ એણૅ એ કાગળ ઓશિકા નીચેથી કાઢ્યો અને એકી સ્વાસે વાંચવા લાગી,

‘પ્રિય…(જો કે આ સંબોધનનો હવે કોઇ અધિકાર નથી જાણું છું…મેં જ મારા કરતૂતોથી એની લાયકાત ખોઇ કાઢી છે..એમ છતાં આજે મન થઈ આવ્યું દિલની વાત કાગળમાં લખવાનું) ઇતિ,

તને નવાઇ લાગતી હશે કે આ વળી અર્થને શું થયું પાછું? કહ્યા કર્યા વગર હંમેશની જેમ  ક્યાં ગુમ? તો સૌ પહેલા તો એક વાત કહી દઊ કે ઇતિ મે તારી અને વિકાસની કાલની વાતો છુપાઇને સાંભળી લીધેલી. મને ખ્યાલ છે કે હું હવે બહુ ઓછા સમયનો મહેમાન છું. હું મારી જીન્દગીનો એ છેલ્લો સમય મારી જાત સાથે એકાંતમાં ગાળવ માંગુ છું. ઇતિ, તને તો ખબર છે ને કે મને કોઇના ટેકાની આદત નથી…હજુ પણ એ સહન નથી થતું.

હા.. કાલે મારી બધી મિલક્તનો હિસાબ લગાવ્યો તો આંકડો ૭૦એક લાખ જેટ્લે પહોંચે છે. જે મારા…સોરી…આપણાં સ્પર્શના ઇલાજ્માં પૂરતા થઇ પડશે.

મેં ઇતિના જીવનમાં કાયમ પારાવાર ખાલીપો જ ભર્યો છે..આજે હું એ ખાલી જગ્યામાં સ્પર્શ નામ લખીને થોડી  જગ્યા પૂરવાનો પ્રયાસ કરું છું..આશા છે તમને મારા આ વર્તનથી  માઠું નહીં જ લાગે.

છેલ્લે જતાં જતાં એક વાત જરુરથી કહીશ કે ઇતિ , વિકાસ બહુ જ સારા માણસ છે. મારા કરતા સો દરજ્જે સારા… એમને જીવનસાથી રૂપે મેળવીને તું બહુ નસીબદાર છું. આપણી વચ્ચે જેવા નાની નાની,મતલબ વગરની વાતોના કડવા ઝેર ફેલાયેલા એવા આ લગ્નજીવનમાં ના ફેલાય એની ખાસ તકેદારી લેજે.

સ્પર્શને મળવાની બહુ ઇછ્છા હતી પણ કદાચ એ નસીબમા નહીં લખાયેલું હોય મારા…એને મારી વતી વ્હાલ કરજો..એને કહેજો..એના પપ્પા દુર દુર એના માટે બહુ બધી ચોકલેટ અને નવી જાતનો આઇસક્રીમ લેવા ગયાં છે..તો એમની રાહ જોજે..રડીશ નહીં..તું રડતો હો એ ડેડીને નથી ગમતુંને…?

ડો. વિકાસ, તમારો આભાર માનવા આ કલમમાં શાહી અને મારા શબ્દો બેય ખૂટે છે..બસ એક વિનંતી..મારી ઇતિ અને સ્પર્શને સાચવી લેજો..

હવે રજા લઊ છું…પ્લીઝ મને શોધવાની કોશિશ ના કરશો..જય શ્રી ક્રિષ્ના.”

અને ઇતિના હાથમાંથી કાગળ છટકીને ભોંય પર પડ્યો..

સમાપ્ત….

સ્નેહા પટેલ – અક્ષિતારક

14 comments on “ખાલીપો-૨૭

 1. ઇતિને તો આખું વિશ્વ જાણે કે ગોળ ગોળ ફરતું લાગ્યું..
  વિકાસની આંખમાંથી બે અશ્રુબિંદુ એની જાણ બહાર જ ઇતિના લીસા વાળમાં સરી પડ્યાં અને એની જીન્દગીની જેમ જ ઇતિના વાળમાં ગુંચવાઈ ગયાં..toooo good…

  અને આભાર…..આખરે ઇતિનો ખાલીપો દુર કરવા…સ્પર્શ અને ઇતિ ને મેળવવા માટે….

  Like

 2. દેવદૂત જેવા વિકાસને જોઇ જ રહી..પોતાની પત્નીને એના ભૂતપૂર્વ પતિ સાથે પ્રેમથી વર્તવાનું કોઇ માણસ કઇ રીતે કહી શકે..? એના મનમાં ‘એક મુઠ્ઠી ઊંચેરા વિકાસ’ માટે માનની લાગણી બમણી થઇ ગઇ superb…amne pan ena mate j ej feeling…. respect.
  ઇતિના જીવનમાં કાયમ પારાવાર ખાલીપો જ ભર્યો છે..આજે હું એ ખાલી જગ્યામાં સ્પર્શ નામ લખીને થોડી જગ્યા પૂરવાનો પ્રયાસ કરું છું.

  ઇતિ , વિકાસ બહુ જ સારા માણસ છે. મારા કરતા સો દરજ્જે સારા… એમને જીવનસાથી રૂપે મેળવીને તું બહુ નસીબદાર છું. આપણી વચ્ચે જેવા નાની નાની,મતલબ વગરની વાતોના કડવા ઝેર ફેલાયેલા એવા આ લગ્નજીવનમાં ના ફેલાય એની ખાસ તકેદારી લેજે.

  સ્પર્શને મળવાની બહુ ઇછ્છા હતી પણ કદાચ એ નસીબમા નહીં લખાયેલું હોય મારા…એને મારી વતી વ્હાલ કરજો..એને કહેજો..એના પપ્પા દુર દુર એના માટે બહુ બધી ચોકલેટ અને નવી જાતનો આઇસક્રીમ લેવા ગયાં છે..તો એમની રાહ જોજે..રડીશ નહીં..તું રડતો હો એ ડેડીને નથી ગમતુંને…?
  aankhna khune ek tipu avi nebesi gayu enu dhyan pan na rahyu aa vanchta….

  ડો. વિકાસ, તમારો આભાર માનવા આ કલમમાં શાહી અને મારા શબ્દો બેય ખૂટે છે..બસ એક વિનંતી..મારી ઇતિ અને સ્પર્શને સાચવી લેજો..hmmmm surely ena to kharajj.

  speechless…. khalipo ek samvedanshil varta… n ek lekhakni bharpur feeling vade alekhayeli lagnishill varta…. thanks sneha…
  but have kahlipo puri thai ane amara ma khalipo thayu tenu su karasu???hahahaha

  Like

 3. sneha mem……

  aa end jordar 6e…….mind bowing…amezig…speechless……

  kharekhar…….mara ketlak friends ne aa end vanchi ne to aankh ma paani aavi gayu….

  jabardast…..

  Like

 4. દર્શન…તમારા મિત્રો પણ આ વાર્તા વાંચે છે એમ..??
  પ્લીઝ એ લોકોને કહો કે મને અહીં એમના વ્યુઝ કહે…કોમેન્ટ ના મતલબથી નહી..પણ મને મારા લખાણનો અંદાજ આવે..આમાં જે ભુલો કરી હોય એ આગળ ના કરું બસ એ જ ઉદ્દેશથી…
  અને સ્પેશિયલ થેન્કસ ટુ યુ ટુ દર્શન…છેલ્પલાં ૬ મહિનાથી લગભગ પહેલાથી માંડીને છેલ્લા હપતા સુધી મારો સાથ આપવા બદલ અને મારા આત્મ – વિશ્વાસમાં વધારો કરવા માટે…

  Like

 5. જહાનવી…તારા માટે તો શુ કહું ડીયર…અર્થની જેમ મારી કલમમાં પણ શાહી અને શબ્દો ઓછા પડે છે…

  તારા નિ:સ્વાર્થ પ્રેમ માટે મારી જ એક લાઇન..

  “પ્રેમ એટલે આત્મ વિશ્વાસની સપાટીમાં વધારો કરતી લાગણી..”

  @ચેતનભાઈ…રાતોના રાતો નેટ પર મારુ માથુ ખાધું છે તમે…સ્નેહા મે’મ..આવુ નેગેટીવ ના લખો…આમ સ્ટોરીનો અંત ના લાવો…અને છેલ્લે હદ ના પરિણામરૂપે…એક કામ અક્રો..આનો બીજો એપિસોડ લખી શકાય એમ રાખજો…

  મારી બધી મહેનત અને થાક ઉતરી જતો..મારા લખાણની સફ઼ળતા સાથે મારો હંમેશથી મારો મેળાપ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર…જો કે આ આભારમાં એ બધુ નથી સમાવી શકી જે મે અનુભવ્યું છે…:-)

  Like

 6. ‘થીન્ક પોઝીટીવ ઇતિ. સારું વિચાર તો સારું જ થશે.”humm
  સેલ્ફ કાઉન્સેલિંગ- સેલ્ફ હીપ્નોટાઇઝ’નો થોડો ડૉઝ મેળવી ઇતિએ હતી એટલી બધી હિંમત ભેગી કરીને વિકાસ સામે નજર કરી તો વિકાસ એને આંખના ખૂણેથી ઇશારો કરીને રૂમની બહાર આવવાનું કહેતો દેખાયો.. man ne ketalu samjavu ne manavvu pade che…
  “ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”
  he ?
  ઇતિને તો આખું વિશ્વ જાણે કે ગોળ ગોળ ફરતું લાગ્યું..વિકાસે ઇતિને જોરથી પોતાના બે બાહુમાં સમાવી લીધી અને એના લીસા વાળમાં હાથ ફેરવવા લાગ્યો. વિકાસની આંખમાંથી બે અશ્રુબિંદુ એની જાણ બહાર જ ઇતિના લીસા વાળમાં સરી પડ્યાં અને એની જીન્દગીની જેમ જ ઇતિના વાળમાં ગુંચવાઈ ગયાં.. santvana manas ni pida hari na shake to kai nahi ochi to zarur kare che..
  મોત એક કડવી વાસ્તવિકતા છે..એ નજર સામે હોય એટલે ભલ ભલા ભડવીરોને પણ પોતાની જીન્દગીના સારા-નરસા કાર્યો, ન્યાય-અન્યાય બધુંય એક પળમાં યાદ કરાવી જાય છે.humm
  અર્થને થોડીક જ મિનિટમાં પોતાની જાત પર ધીક્કાર થઇ આવ્યો.ભારોભાર તિરસ્કારથી એનું હૈયું ભરાઇ આવ્યું. arth ne modu pan bhaan thayu, bav vaar lagi…
  કેવી મોટી નાદાની કરી હતી એણે જિન્દગીમાં..!! શું ભગવાન એને ક્યારેય માફ કરશે? વળતી પળે એને વિકાસ સાથે જોઇને એક અનોખો સંતોષ થયો..

  સામે ઇતિ પણ આશ્વર્યચકિત થઇને દેવદૂત જેવા વિકાસને જોઇ જ રહી..પોતાની પત્નીને એના ભૂતપૂર્વ પતિ સાથે પ્રેમથી વર્તવાનું કોઇ માણસ કઇ રીતે કહી શકે..? ishwar pote badhi jagya e nathi jato pan aavi rite koina man ma vase che..

  અને ઇતિના હાથમાંથી કાગળ છટકીને ભોંય પર પડ્યો.. didi vnchta vanchata mari aankho ma pan pani aavi gaya…. u r gr8 my D, aa khalipo jo samjiye to ghanu jivan ma kam lage..!

  Like

 7. લાગણીઓથી ભરપુર આ નવલિકા ફક્ત વાર્તા પુરતી સિમિત નથી. જીવનની દરેક આટીંઘુટીનુ તાદ્રશ વર્ણન છે. દરેક મુશ્કેલીનુ સમાધાન સમય છે એ અનાયાસે આ વાર્તામાં પ્રતિબિંબીત થાય છે, જે જીવનનુ એક સત્ય પણ છે. વાર્તા દરેક પાત્રોને પોતાના કર્મો પ્રમાણે ઉચીત ન્યાય સાથે પોજીટીવ એન્ડીગ વાળી છે. વાર્તા થોડી લંબાવીને સ્પર્શના પાત્રને પણ યોગ્ય ન્યાય આપી શકાયો હોત. છતાં પણ આવી વાર્તાઓ વાંચવી એ પણ એક લ્હાવો છે, જે દરેકને નથી મળી શકતો.

  Thanks Snehaji for sharing this story.

  Like

 8. સૌપ્રથમ તો તેં તારી પહેલી નવલકથા સફળતાપૂર્વક પૂર્ણ કરી તે માટે તને ખૂબ ખૂબ અભિનંદન. ઈતિની પરિસ્થિતિ છેલ્લે એવી હતી કે એ અર્થ તરફ આગળ વધી પણ ન શકે અને પાછળ હટી પણ ન શકે. નવલકથાના આ અંતે બધા પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.
  હવે બીજી નવલકથા ક્યારથી શરૂ કરે છે ?

  Like

 9. સ્નેહા,

  ” ખાલિપો” વાર્તા પતવા આવી ત્યારે ફરી એક વાર નેટ જગત પર ખાલિપો સર્જાયો… ઇતિ-વિકાસના વ્હાલસોયા વ્યક્તિત્વાનો ..
  વાર્તાના દરેક પાત્રોને ઉચિત ન્યાય આપીને વાતને ખરેખર રસપ્રદ બનાવી ..

  Like

 10. @ poonam…thnx dear.

  @ જીગ્નેશ ભાઈ… છ મહિનાથીસતત પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ આભાર…તમે કહો છો એ મારા ધ્યાનમાં જ છે કે મેં આ વાર્તામાં ફ઼કત ’સ્પર્શ’ના પાત્રને જ પૂરતો ન્યાય નથી આપ્યો..પણ મેં આ વાર્તા પરિણીત જીવનમાં નાની નાની વાતો અને ચલાવી લેવાની વ્રુતિનો અભાવ, એ બધાના પરિણામ એની પર જ ધ્યાન કેન્દિત કરેલું હતું. સ્પર્શની વાત લાવું તો કદાચ વાર્તા બહુ લાંબી થઇ જાત..મારે આ વાર્તા લગભગ ૨૫એક હપ્તામાં જ પતાવવીહતી..કોઇ મને લખવાનું બંધ કરો એમ કહે એના કરતા સમજીને જ જ્યારે એ વધારે વંચાતી હોય ત્યારે જ સરસ રીતે અંત આપવો એ જ એક નવલિકાની સફ઼લતાનું રહસ્ય છે..લંબાઇ કરતાં ગુણવત્ત્તા વધુ મહત્વની છે.. જો કે બહુ જ અઘરું છે તમે પ્રસિધ્ધેની ટોચ પર હો અને એક્દમ જ નીચે ઉતરી જવાનું…પણ મને ગર્વ છે કે હું એ કરી શકી…
  @ રાજુલબેન…આપનો ખૂબ ખૂબ આભાર…હવે હું તમારી વાર્તા વાંચવાની..તમારો વારો હવે…:-)

  Like

 11. @ અતુલભાઇ.. કોઇ મજબૂત વિચાર મળે ત્યારે નવી વાર્તા લખીશ…બસ..તમે તૈયારી રાખજો એ વાંચવાની…

  Like

 12. SNEHA BEN

  TAMARI VARTA BAHUJ GAMI PAN EK VASTU MA MARU MAN HAJI MUNJVAY CHE KE ITI NE BADHU MALI GAYU SARO PARI SARU GHAR ANE POTANO CHOKRO PAN SPARSH NU SU??????????

  SPARSH JENI PASE AATLA VARSO THI RAHAYO TE DADI ANE PAPA TENI PASETHI JATA RAHYA

  EKBAJU ITI NO KHALIPO PURAY CHE TO BIJI BAJU SPARSH NA JIVAN MA THODOK KHALIPO SARJAY CHE

  Like

 13. ચંદ્રેશભાઈ…સૌ પથમ તો આપનો ખૂબ ખૂબ આભાર ..

  તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે જોતા ખ્યાલ આવે છે કે તમે પહેલેથી છેલ્લે સુધી રેગ્યુલર આ નવલિકા વાંચી છે..
  હવે તમારા પ્રશ્નનો ઉત્તર તો બહુ જ સહેલો છે. બાળકો બહુ જ સરળતાથી બધા પરિવર્તનો સ્વીકારી શકે છે. એમના મનમાં આપણી જેવી અટપટી વયવહારુ કે અનુભવોની ગૂંચો નથી પડી હોતી..સામે પક્ષે એને મા નો પ્રેમ મળે છે…ઇતિનો..અને માનો પ્રેમ કોઇ પણ સંતાનના દિલને મમતાથી એ હદે ભરી શકે છે કે ક્યાં ય કોઈ જ ખાલીપા માટે જગ્યા નથી રહેતી…વળી એને તો વિકાસ જેવો મમતાશીલ અને સમજદાર પિતાનો પ્રેમ પણ મળશે …..:-)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s