મમ્મી, મને મજા આવે છે

જીવન બહુ જ સરળ છે..બસ આપણે એને ચૂંથીચૂંથીને..વાતોના લીરે-લીરાં કાઢીને એને જીર્ણ -શીર્ણ અને ‘કોમ્પ્લીકેટેડ’ બનાવી કાઢીએ છીએ.

થોડાં દિવસ પહેલાં જ મારો ૧૧ વર્ષનો દીકરો ‘ટીચર્સ ડે’ પર એના મે’મને આપવા માટે કાર્ડ બનાવી રહ્યો હતો. એક કાર્ડ બનાવ્યું..ના ગમ્યું એટલે એ ફાડીને બીજું બનાવ્યું..આમ ને આમ એ ફાડેલા કાર્ડનો આંકડો પાંચે’ક પર પહોંચ્યો.

હવે મારી ધીરજે મને દાદ ના આપી અને હું એના પર થોડી અકળાઇ,

‘બેટા, કેટલી મહેનત કરે છે તું આ એક કાર્ડ પાછળ. ? છેલ્લાં વર્ષે જ તારા શિક્ષકે તારું બનાવેલું કાર્ડ પીરીઅડ પત્યાં પછી ક્લાસના ‘ડ્સ્ટબીન’માં જ પધરાવેલું ને..યાદ નથી.’

દીકરાએ એનું કલરવાળું, થોડા વેર-વિખેરવાળ વાળું થાકેલું મોઢું મારી સામે ઊંચુ કર્યું અને વદન પર એક મધુર સ્મિત ફરકાવતો બોલ્યો,

‘મમ્મી, જો મને જ સંતોષ નથી મારા કામથી તો મારા ટીચરને કેમ થશે? બની શકે કે ગઇ વખતની જેમ આ વખતે પણ એ જ વાતનું પુનરાવર્તન થાય..પણ એમાં શું? એ એમનું કામ કરશે, મને તો મારુ કામ કરવા દે’

“પણ દીકરા, આટ-આટલી મહેનતનો તને બદલો શું મળશે..કેટલો સમય આપ્યો છે તેં આની પાછળ.!!”

“મમ્મી, મને મજા આવે છે આ કામ કરવાની..બસ, એટલે જ તો આ કામ કરું છું..”

બોઘ..- મનગમતી ઊંચાઇઓ સુધી પહોંચવા માટે બીજાના અભિપ્રાયોની ચિંતા કર્યા વગર મજા આવે એ જ કામ પૂરી ચોકસાઇથી કરો અને તેને પૂર્ણ ધીરજ, ખંત અને પ્રામાણિકતાથી વળગી રહો.

Advertisements

6 comments on “મમ્મી, મને મજા આવે છે

 1. Pingback: મમ્મી, મને મજા આવે છે (via ) « વિજયનુ ચિંતન જગત

 2. બોઘ..- મનગમતી ઊંચાઇઓ સુધી પહોંચવા માટે બીજાના અભિપ્રાયોની ચિંતા કર્યા વગર મજા આવે એ જ કામ પૂરી ચોકસાઇથી કરો અને તેને પૂર્ણ ધીરજ, ખંત અને પ્રામાણિકતાથી વળગી રહો.

  ધરની દિવાલ પર મઢાવી રાખવા જેવું સરસ વાક્ય, ક્યારેક નાના છોકરાઓ મોટાને પણ ખબર ના પડે તેવું કહી જાય છે.

  keep continue Snehadidi

  Like

 3. સ્નેહાબહેન
  સાવ સાચી વાત છે.. અક્ષતની
  મમ્મીઓ અકળાઈ બહુ જાય – પણ ક્યારેક બાળકો પાસેથી યે શીખવું જોઈએ કે નહીં?
  અને હા, તમે “મધુવન” માં પધાર્યા તે બદલ આભાર.
  Like માટે જો ઈ-મેઈલ એડ્રેસ શોધીને લોકો આભાર માનતા હોય તો તમે તો અહીં પ્રત્યક્ષ હાજરા-હજૂર છો 🙂

  Like

 4. મનગમતી ઊંચાઇઓ સુધી પહોંચવા માટે બીજાના અભિપ્રાયોની ચિંતા કર્યા વગર મજા આવે એ જ કામ પૂરી ચોકસાઇથી કરો અને તેને પૂર્ણ ધીરજ, ખંત અને પ્રામાણિકતાથી વળગી રહો.

  Snehaji—–V.V.good……….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s