ખાલીપો-ભાગ:૨૩

વિમળાબાના મૃત્યુને તેર દિવસ થઇ ગયા..મોટાભાગની બધી ધાર્મિક વિધીઓ પતી ગઈ. સગા-વ્હાલાં પણ એક પછી એક વિખરાવા લાગ્યાં. અર્થ હવે જીવનની ‘ઝીગ-શો’ પઝલ ફરીથી પહેલાંની જેમ ગોઠવવાની મથામણમાં પડી ગયો.

ખરેખર તો, જીંદગી  નાની -મોટી ઘટનાઓના ટુકડાઓથી બનેલી ‘ઝીગ શો’ પઝલ જેવી જ હોય છે..દરેક ઘટનાના ટુકડા યોગ્ય જગ્યાએ ગોઠવાય તો જ જીવનનું ‘ક્લીઅર -રીઅલ’ પિકચર ઊપસે. પણ જો એક પણ ટુકડો તમે બેદરકારીથી ખોઈ કાઢ્યો, તો એ પિકચર કદી પહેલાંની જેમ વ્યવ્સ્થિત નથી થઈ શકતું. અર્થ તો એમાંથી બે-બે મહત્વનાં ટુકડાં ગુમાવી ચુકેલો. વિમળાબાએ પોતાના વિશાળ વ્યક્તિત્વના ઓથા હેઠળ એ બીજા ટુકડાની જગ્યા છુપાવી રાખેલી. એ વિશાળ ટુકડો હટી જતાં પાછળની ખાલી જગ્યાની રીકતતા અર્થને હેરાન – પરેશાન કરી નાંખતી હતી.

સ્પર્શના નાના નાના કામ…ઓફિસની દોડા-દોડ…ઘરના  નાના નાના અઢળક કામ.સાંજ પડે ત્યારે એ બે છેડા ભેગા કરતા કરતાં હાંફી જતો હતો. મગજ સુન્ન થઇ જતું હતું. જીન્દગી એકદમ જ અસ્ત-વ્યસ્ત થઇ ગઇ હતી. આજે એને ભાન પડતું હતું કે ઘરમાં ચૂપ ચાપ પોતાની જવાબદારી નીભાવતી પોતાની મા-વિમળાબાનુ એના જીવનમા કેટલું મોટું અને મહત્વનું સ્થાન હતું. ઘણીવાર ઓફિસની દોડા-દોડ વચ્ચે સ્પર્શની જવાબદારેઓ પૂરી કરતા કરતાં એને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ લેતો  એ ઇતિની યાદ આવી જતી હતી..

‘આ બધું એકલા હાથે કઇ રીતે પહોંચી વળતી હશે ઇતિ એ સમયે?’

ઘરકામ…નોકરી…સ્પર્શની જવાબદારીઓ..વળી વધારામાં પોતાની પારાવાર અપેક્ષાઓ..રહી રહીને એને ઇતિની ખોટ તીવ્રતાથી સાલવા લાગેલી. એકાંતમાં વિકાસનો રુપકડો અને શાલીન વ્યવ્હારયુકત ચહેરો સતત એની હાંસી ઊડાડતો હોય એવો ભાસ થતો.

————————————————————

વિમળાબાની ખુરસી પર બેઠા બેઠા અર્થ એક હાથમાં બિઝનેસ મેગેઝિન વાંચતો વાંચતો ચા પી રહ્યો હતો. ત્યાં જ એક્દમ સેલ રણક્યો..સ્ક્રીનની ઝબુક-ઝબુકમાં ‘મોના’ નામ નિહાળીને અર્થના મગજમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું. એને લાગ્યું કે ભગવાન એની પડખે જ છે..પોતાના પ્રોબ્લેમસનું સોલ્યુશન એને હાથવગું જ લાગ્યું.

‘બગલમેં છોરા ઓર નગરમેં ઢિંઢોરા..” પોતે સાવ આવી જ મૂર્ખામી કરી રહ્યો હતો ..

ફોનનાં લાલ બટન પર અંગૂઠો દબાવતાક ને પોતાના અવાજમાં બને એટલી મિઠાસ ઘોળીને બોલ્યો..

‘હલો સ્વીટ-હાર્ટ..’

ત્યાં તો એને એકદમ નીચાજોણું થયું. સામેથી ફોન બહુ વાર સુધી ના ઉપડતા કટ થઇ ગયેલો.

અર્થ કોઇ જ દિવસ મોનાને સામેથી ફોન કરતો નહીં. મોનાની લાગણી એક ચરમસીમાએ પહોંચી જાય એટલે એ જ સામેથી ફોન કરતી..એમાં પણ આજ કાલ તો અર્થ પોતાની ફુરસતે જ એના ફોન ઊપાડતો..કારણ દર વખતે મોનાની એજ ‘લગ્ન કરવાની’ રેકોર્ડ ચાલુ થઈ જતી અને અર્થ હવે એનાથી બેહ્દ કંટાળેલો હતો. પણ આજે આવું થયું એટલે અર્થને જાણે કે ગાલ પર સણ-સણતો તમાચો વાગી ગયો. હવે શુ કરવું… સામેથી ફોન કરવામાં ‘ઇગો’ નડતો હતો પણ આજે તો એને મોનાનું કામ હતું..ના કરે તો પણ નહોતું ચાલે એવુ..

’શું કરવું??

છેલ્લે ‘ઇગો’ને થોડા કોમ્પ્રોમાઇઝના આવરણ પહેરાવીને એણે સામેથી જ મોનાને ફોન કર્યો.

‘હેલો ડીયર..ગુડ મોર્નિંગ..’

મોના એક ક્ષણ તો માની જ ના શકી કે અર્થે સામેથી એને ફોન કર્યો..એ જ અવાચક થયેલ સ્થિતીમાં એણે જવાબ આપ્યો..

‘ગુડ મોર્નિંગ’

‘કેમ છે..મજામાં..ચાલ ક્યાંક બહાર જઈએ..’

‘અત્યારમાં..!!! ના અત્યારે તો મારે ઘરમાં બહુ કામ બાકી છે અર્થ..’

‘ઓ.કે. તો આજે લંચ સાથે લઇએ..’મોનાને તો વિસ્વાસ જ નહતો આવતો કે આ સામે છેડે અર્થ જ છે અને એ આમ વાત કરી રહ્યો છે..એ થોડી અવઢવની ક્ષણૉ પસાર થઇ ગઇ પછી પાછી થોડી સ્વસ્થતા કેળવીને બોલી,

‘અર્થ, એકચ્યુઅલી.. મારે તને એક સમાચાર આપવાના હતા.’

‘ઓકે..બોલ શું વાત છે..?”

‘અર્થ, તું સમીરને જાણે છે ને..’

‘હા..કેમ..?’

‘કાલે અમે બે એ સાથે ડીનર લીધેલું.’

‘ઓહ..” અર્થના દિલમાં પાછો ઇર્ષ્યાનો કીડો સળવળ્યો.. સમીર મોનાની પાછળ એકદમ પાગલ હતો. પણ મોના અર્થની સાથે રહેતી હતી અને એના પ્રેમમાં પાગલ હતી એટલે એણે કદી સમીરની સામે જોયું નહોતું..એ સમીર સાથે મોનાએ ડીનર લીધું..!!

‘અને અમે બે ય જણાએ લગભગ કલાક એકના લાંબા ડીસ્કશન પછી એક-બીજાને પરણી જવાનું નક્કી કર્યું છે…’

મોનાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું..

‘શું..તું અને સમીર….એ કેમ બને..હું તને આજે એ જ વાત કરવાનો હતો મોના..ચાલ આપણે પરણી જઇએ…હું તારા વગર એક્દમ અધૂરો છું..પ્લીઝ..આઇ..આઇ..નીડ યુ..તુ આમ મને એક્દમ જ અધરસ્તે છોડી જ કેમ શકે..?’ અર્થ રીતસરનો મોના સામે કરગર્યો…

‘સોરી અર્થ..મેં તને બહુ ટાઇમ આપ્યો..બહુ વિચાર્યું..પછી મને લાગે છે કે મેં જે નિર્ણય કર્યો છે, એ એક્દમ બરાબર છે..હું જેને બેહદ પ્રેમ કરું છું એને પરણવા કરતા જે મને બેહદ પ્રેમ કરે છે..મારી બધી નબળાઇઓ સાથે મને અપનાવવા તૈયાર છે એને પરણવાનું વધારે હિતાવહ લાગે છે..સો..એન્જોય યોર લાઇફ..જો કે તને હું કદી નહી ભૂલી શકું..સ્ત્રી જેને પ્રેમ કરે એને પોતાની જીંદગીના અંતિમ શ્વાસ સુધી ના ભૂલી શકે…ટાટા..હેવ અ નાઇસ લાઇફ અહેડ..”

અને ફોન કટ થઈ ગયો…

અર્થ બાઘાની જેમ ફોનના સ્ક્રીનને તાકી રહયો.

————————————–

ખુશી અને દુઃખ બેય ઇતિ સાથે સંતાકૂકડી રમતા હતાં. ઘડીકમાં સુખની નાની વાદળી વરસી જતી તો ઘડીકમાં દુ;ખનો તડકો છવાઇ જતો હતો..હજુ તો પોતે મા બનવાની છે એ વિચારનો આનંદ માણે એ પહેલાં તો એ સુખ છીનવાઇ ગયું.. વળી વિમળાબાના મૃત્યુ પછી તો પોતાના લાડકવાયા સ્પર્શને મળવા ઉપર પણ સાવ જ ચોકડી લાગી ગયેલી…

‘આંખના કાળા વાદળૉને ચીરીને આ લાગણી હંમેશ હોઠ સુધી રેલાતી જ રહે છે..ભીનો ભીનો આ રસ્તોહજુ કેટલા આંસુનું બલિદાન માંગશે મારી પાસે….

આ ખાલીપો..ક્યારે મારો પીછો છોડશે…??’

ક્રમશ:

સ્નેહા પટેલ – અક્ષિતારક

11 comments on “ખાલીપો-ભાગ:૨૩

  1. આટલી જલ્દી વાંચી લીધો દર્શનભાઈ એપિસોડ…અમેઝીંગ…સ્પીચલેસ…

    Like

  2. ખરેખર તો, જીંદગી નાની -મોટી ઘટનાઓના ટુકડાઓથી બનેલી ‘ઝીગ શો’ પઝલ જેવી જ હોય છે..

    આજે એને ભાન પડતું હતું કે ઘરમાં ચૂપ ચાપ પોતાની જવાબદારી નીભાવતી પોતાની મા-વિમળાબાનુ એના જીવનમા કેટલું મોટું અને મહત્વનું સ્થાન હતું.

    મોના : ‘સોરી અર્થ.મારી બધી નબળાઇઓ સાથે મને અપનાવવા તૈયાર છે એને પરણવાનું વધારે હિતાવહ લાગે છે..સો..એન્જોય યોર લાઇફ..જો કે તને હું કદી નહી ભૂલી શકું..સ્ત્રી જેને પ્રેમ કરે એને પોતાની જીંદગીના અંતિમ શ્વાસ સુધી ના ભૂલી શકે…ટાટા..હેવ અ નાઇસ લાઇફ અહેડ..” samay par na lidhela nirnyo aapna jivan ni kabr khodi shake che…

    એ ઇતિની યાદ આવી જતી હતી..
    ઘરકામ…નોકરી…સ્પર્શની જવાબદારીઓ..વળી વધારામાં પોતાની પારાવાર અપેક્ષાઓ..રહી રહીને એને ઇતિની ખોટ તીવ્રતાથી સાલવા લાગેલી. એકાંતમાં વિકાસનો રુપકડો અને શાલીન વ્યવ્હારયુકત ચહેરો સતત એની હાંસી ઊડાડતો હોય એવો ભાસ થતો… door thaya pachi kadar ne yaad aavi ?

    ‘આંખના કાળા વાદળૉને ચીરીને આ લાગણી હંમેશ હોઠ સુધી રેલાતી જ રહે છે..ભીનો ભીનો આ રસ્તોહજુ કેટલા આંસુનું બલિદાન માંગશે મારી પાસે…. dil ne shprshi gai aa line !
    આ ખાલીપો..ક્યારે મારો પીછો છોડશે…??’

    जवर = व्याधि,उपाधी

    हमने देखा है झाअने को बदलता लेकिन,
    जवर के बदले हुए तेवर नहिं देखे जाते…!
    — unknown —

    Like

  3. દરેક ઘટનાના ટુકડા યોગ્ય જગ્યાએ ગોઠવાય તો જ જીવનનું ‘ક્લીઅર -રીઅલ’ પિકચર ઊપસે.
    પણ જો એક પણ ટુકડો તમે બેદરકારીથી ખોઈ કાઢ્યો,
    તો એ પિકચર કદી પહેલાંની જેમ વ્યવ્સ્થિત નથી થઈ શકતું.

    ખુબ જ સરસ…..

    આ ખાલીપો… ઇતીનો પીછો નહીં છોડે…??
    આ મારો સવાલ છે…

    Like

  4. આંખના કાળા વાદળૉને ચીરીને આ લાગણી હંમેશ હોઠ સુધી રેલાતી જ રહે છે..ભીનો ભીનો આ રસ્તોહજુ કેટલા આંસુનું બલિદાન માંગશે મારી પાસે….

    આ ખાલીપો..ક્યારે મારો પીછો છોડશે…??’itssssss a ખાલીપો……..koi ne game na game aa varta ma… aarth ane iti banneno ખાલીપો..jadvai rahyo…… thats my dearest wwriter ni kalam ni khubi…… superb episode ….. situation reality sathe match thay che!!!kyarey khadhu pidhu ne raj karyu evi life hoti j nathi.. samjie e vat judi che .. nice.. kalam par command gajab che….. waiting…. for another.

    Like

  5. ‘ખાલીપો’ .. જેમને ‘ખાલીપો’ જેવી સ્થિતિનો ખરેખર અનુભવ થાય છે તેમનાં જીવનમાં કઇ રીતે
    ‘મિત્ર’ તરીકે મદદ કરી શકાય? એ શક્ય છે ખરું? કે કદાચ આ પરિસ્થિતિમાં એ વ્યક્તિ એકલા જ રહેવાનું પસંદ કરે?

    ‘ખાલીપા’ ની આ નકારાત્મક લાગણી સાહિત્યિક રચનાની દ્રષ્ટીએ ખુબ જ સુંદર રીતે રજુ થઇ છે. આગળ વાંચવાની ઇન્તેજારી રહેશે.

    Like

  6. ખાલીપો સરસ નોવેલ બની રહી છે ..જીવનનો ખાલીપો ઘણાં પ્રયત્ન છતાં ક્યા ભરાતો હોય છે
    સપના

    Like

  7. aaj sudhi khali iti na jivan ma khalipo hato

    pan have

    iti pase khalipo nathi pan aarth ?????????????? sav khali thai gayo

    Like

Leave a comment