ખાલીપો – ભાગ – ૨૨

ઇતિ વિકાસના કાનમાં કંઈક ગણગણી રહી હતી..

‘શું…શું કહે છે ઇતિ તું..આ સાચું છે..કે મજાક…પ્લીઝ આવી મજાક ના કર..’

‘ના ડોકટરસાહેબ..આ એક્દમ સાચું છે..તમે ‘ડેડી’ બનવાના છો…”

અને વિકાસ આનંદના અતિરેકમા ઇતિને  ઊંચકીને ગોળ ગોળ ફરવા માંડ્યો…

ઇતિ અને વિકાસના મધુરા હાસ્યથી એમના ઘરની દિવાલોમાં પણ જીવ આવી ગયો અને દિવાલને અથડાઇને એ હાસ્યના પડઘા ઘરમાં રેલાઇ રહ્યાં.
———————————————-
વિમળાબેનને આજે સવારથી જ મન બેચેન લાગતું હતું..કશાય કામમાં મન નહોતું ચોંટતું. માથામાં થોડા થોડા સમયે એક જોરદાર સબાકો ઉઠતો હતો..

‘સટ્ટાક..’

પણ બે પળમાં તો બધું પાછું બરાબર થઇ જતું હતું.

‘આ શિયાળાના દિવસો ચાલુ થઇ ગયાને..થોડું કળતર તો રહેવાનું જ હવે આ બુઢ્ઢી હડ્ડીઓમાં..’

જાત જોડે વાત કરતાં કરતાં ઇતિ અને વિકાસના લગ્નનું આલ્બમ લઈને એ પોતની પ્રિય લાકડાંની ખુરશી પર બેઠાં અને એમાં આગળ -પાછળ ઝૂલતાં ઝૂલતાં આલબ્મના પાના ફેરવવા માંડ્યા..

‘આહા..મારી દીકરી કેટલી રુપાળી લાગતી હતી..અને વિકાસ..ભગવાન બેયની જોડી સલામત રાખે..દુનિયાની બુરી નજરથી બચાવે આ સારસ બેલડીને..’

લાગણીના અતિરેકમાં આંખમાં હર્ષાશ્રુ ઊભરાવા માંડ્યા..
ઇતિ અને વિકાસ બેયનું સુખી દાંપત્ય-જીવન જોઈને વિમળાબાને એક અનોખો સંતોષ મળતો હતો. જાણે આમ કરીને પોતાના દીકરાના પાપનું પ્રાયસ્ચિત ના કરી કાઢયું  હોય ..!!
ત્યાં તો પાછું મગજમાં પેલું ‘સટ્ટાક’ બોલ્યું. આજે બહુ થાક લાગતો હતો એમને..ખબર નહી કેમ..? સ્પર્શના નાના નાના કામ પણ આજે પહાડ જેવા મોટા લાગતા હતાં. પાનેતરમાં શોભતી ઇતિ પર વાત્સલ્યપૂર્ણ નજર નાંખતા નાંખતા આગળનું પાનું ફેરવ્યું, ત્યાં તો આંખ આગળ અંધારા છવાઈ ગયા. કાળા..લાલ..પીળા..કેટલાય વર્તુળો રચાવા માંડ્યા..આગળનું પાનું સાવ કાળું ધબ્બ જ દેખાવા લાગ્યું..માથામાં એક સામટા કેટલાંય બોમ્બ ફ્ટાફટ ફૂટી રહ્યાં હતાં. આખું ઘર ગોળ-ગોળ ફરવા માંડ્યું.. શરીર પાણી પાણી થઇ ગયું. હાથમાંથી આલ્બમ એક બાજુ પડી ગયું. ચીસો પાડવાનો વ્યર્થ યત્ન કરતાં કરતાં બે મિનિટ્માં તો એમની ડોક એકબાજુ ઢ્ળી પડી અને આંખો કો’ક વિચિત્ર ભાવ સાથે ખુલ્લી જ રહી ગઈ..
નાનક્ડો સ્પર્શ આ બધું જોઈને ગભરાઇ જ ગયો. નાજુક  હાથે વિમળાબેનને હચમચાવી કાઢ્યા પણ કોઇ  હલન ચલન નહીં..  દોડતા- દોડતા બાજુમાંથી નીલમઆંટીને એની બોબડી ભાષામાં જેમ-તેમ સમજાવી પટાવીને ઘરે લઇ આવ્યો. નીલમબેન પણ વિમળાબેનની હાલત જોઇને ગભરાઇ ગયા. સૌથી પહેલાં તો એમણે ’૧૦૮’માં ફ઼ોન કરીને તાત્કાલિક એમબ્યુલન્સ મંગાવીઅને પછી અર્થને મોબાઈલ કર્યો.

————————————————————

અર્થ ‘જીમ’માં પુશ-અપ્સ કરી રહ્યો હતો અને પાડોશી નીલમબેનનો ફ઼ોન આવ્યો.  બે મિનિટના આઘાત પછી જાતને સંભાળી વ્હાઇટ ટર્કીશ ટોવેલથી પરસેવો લૂછતાંકને ઝડપથી એ જ કપડામાં  ફ઼ટાફ઼ટ એ ઘરે દોડ્યો. ઘરે પહોંચતાવેંત જ જોયું તો બધુંય પતી ગયેલું. ડોકટરે આવીને વિમળાબેનને તપાસી લીધેલા. લોહીના ઊંચા દબાણના કારણે વિમળાબેનનું બ્રેઇન હેમરેજ થઇ ગયેલું અને થોડી જ મિનિટમાં તો એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયેલું…અર્થ તો એક્દમ અવાચક જ થઇ ગયો..એના માન્યામાં જ નહોતુ આવતું હજુ આ બધુ..!!પંણ સચ્ચાઇ  સામે હતી ..
——————————————————-
ઇતિ ચ-નાસ્તો તૈયાર કરી રહી હતી અને વિકાસ હજુ ઊંઘતો હતો. રાતે એને હોસ્પિટલથી આવતાં થોડુ મોડું થઇ ગયેલું. ત્યાં વિકાસનો સેલ રણકી ઊઠ્યો. સ્ક્રીન પર વિમળાબેનના પડોશી નીલમબેનનું નામ ઝળકી ઉઠ્યું. થોડીક નવાઇના ભાવ સાથે જ ગ્રીન બટન દબાવતાં ઇતિ બોલી..

‘હેલો…’

‘ઇતિબેન..તમે તરત જ અહીં આવી જાઓ’

‘કેમ’

‘બસ..આવી જાઓને…’

ઇતિનુ દિલ કંઇક અમંગળની ભાવનાથી એક્દમ જ ધડકવા લાગ્યું.

‘પણ વાત શુ છે એ તો કહો…’

‘તમારા સાસુ..આઇ મીન વિમળાબેન..મતલબ કે હવે…’નીલમને સમજાતું નહોતું કે શું બોલવું..છેલ્લે બધી હિંમત ભેગી કરીને બોલી જ કાઢ્યું,

‘ઇતિ…તમારા સાસુ હવે આ દુનિયામાં નથી રહ્યાં..’

‘હેં.. શુ કહો છો નીલમબેન..પણ આવુ કેમનું થઇ ગયું..એક્દમ જ ..અચાનક…!!!”

ઇતિનો અવાજ સાંભળીને વિકાસ જાગી ગયેલો. આંખો ચોળતોકને એ પથારીમાંથી ઊભો થયો. નીલમબેન આગળ પણ કંઇક બોલતા હતા પણ ત્યાં સુધીમાં તો આઘાતના મારી ઇતિએ બેલેન્સ ગુમાવી દીધેલું અને ફોનસમેત એ ચક્કર ખાઇને જમીન પર પડી અને બેહોશ થઇ ગઇ.

———————————

એક બાજુ વિમળાબા અને બીજી બાજુ ઇતિ…બે સ્ટ્રેચર પર મા-દીકરી…સાસુ-વહુ એક જ હોસ્પિટલમાં જઈ રહ્યા હતાં.  એકમાં જીવ નહતો જ્યારે બીજીમાં બે-બે જીવ ધબકી રહ્યાં હતાં.અર્થ અને વિકાસ એક સામે થઇ ગયા..અર્થની નજરમાં વિકાસ માટે ભારો ભાર તિરસ્કાર છલકી રહ્યો હતો. ધૃણાથી એણે બીજી દિશા તરફ઼ મોઢું ફ઼ેરવી દીધું..એ જોઇને વિકાસનો મૂડ પણ બગડી ગયો..પણ સામે વિમળાબા હતા..એમની મા સમાન…એટલે નાછૂટકે એણે અર્થની સામે થયા વગર છૂટકોજ નહતો. બધું ય ભૂલીને એ સતત હોસ્પિટલના બેય રૂમ વચ્ચે આંટા-ફ઼ેરા કરી રહ્યો હતો. વિકાસની ઓળખાણના લીધે વિંમળાબાનુ ડેથ સર્ટીફ઼િકેટ અને બીજી બધી ય વિધિ ફ઼ટાફ઼ટ પતી ગઈ. આ બાજુ ઇતિની હાલત ગંભીર હતી.છેલ્લે ડોકટર શર્મા વિકાસ પાસે આવ્યા અને ધીરેથી બોલ્યા,

“લુક મિ. વિકાસ, હું તમારી હાલત સમજી શકું છું..પણ અત્યારે ઇતિની હાલત બહુ જ ગંભીર છે. એમને બહુ જ મોટો આઘાત લાગ્યો છે અને મારે બહુ જ દુઃખ સાથે આપને કહેવું પડે છે કે અમે તમારા બાળકને બચાવવામાં અસફ઼ળ રહ્યાં છીએ. એટલું જ નહીં પણ કદાચ હવે આપની પત્ની ક્યારેય મા નહી બની શકે ……..”

ક્રમશ:…

સ્નેહા પટેલ-અક્ષિતારક

10 comments on “ખાલીપો – ભાગ – ૨૨

  1. આ ભાગ વાંચી ને એમ થાય છે કે
    અત્યાર સુધી બધું એકદમ સરસ સ્મુધ ચાલતું હતું…..
    & એકદમ જ કહાની મેં ટ્વિસ્ટ……………

    Like

  2. hmmmmmmmmmmmm… areeeee re…… mane thayu k have too Iti bharai gai varta nu nam badlavu padse…… butttt yara te to’khalipo’ khalipo jadvi rakhyo yar….. ghani vakhat writer ni kalam slip thai jati hoy but u r marvellous…… !:)… another speechless episode…

    Like

  3. ‘શું…શું કહે છે ઇતિ તું..આ સાચું છે..કે મજાક…પ્લીઝ આવી મજાક ના કર..’
    hummm..
    ઊંચા દબાણના કારણે વિમળાબેનનું બ્રેઇન હેમરેજ થઇ ગયેલું અને થોડી જ મિનિટમાં તો એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયેલું… 😦

    ઇતિએ બેલેન્સ ગુમાવી દીધેલું અને ફોનસમેત એ ચક્કર ખાઇને જમીન પર પડી અને બેહોશ થઇ ગઇ… sanvedan shil manas ne to aghat lagavano j..

    “લુક મિ. વિકાસ, હું તમારી હાલત સમજી શકું છું..પણ અત્યારે ઇતિની હાલત બહુ જ ગંભીર છે. એમને બહુ જ મોટો આઘાત લાગ્યો છે અને મારે બહુ જ દુઃખ સાથે આપને કહેવું પડે છે કે અમે તમારા બાળકને બચાવવામાં અસફ઼ળ રહ્યાં છીએ. એટલું જ નહીં પણ કદાચ હવે આપની પત્ની ક્યારેય મા નહી બની શકે ……..” bhagavan aatali pariksha kem le che didi ?

    Like

  4. ?????
    I don’t know શુ લખુ…
    બહુ ઝડપ થી બધુ બની ગયુ…
    હવે શુ ???
    કહાની મે Twist કે dead end…
    I don’t think કે આવો અંત લાવશો…

    Like

  5. sry chetanbhai….tamari aasha viruddh lakhyu che..pan mara magaj ma aa dhancho kyarno ready hato..

    Like

  6. A very nice defination of KHALIPO 22 Created in this by your lovely kalam,
    its extraordinary coverage full part & u put nice break for next part

    1 Death of vimlaba its khalipo for Iti , Arth & Sparsh
    2 End of Matrutava of Iti its khalipo for whole life for Iti
    now whats Reaction of vikash for Iti,su thase between Iti & Arth .
    whole story depend on character of Sparsh.

    Now I Exciting Awating for your next part Snehaben

    Like

  7. આખી વાર્તા બ્લોગ પર પેજ સ્વરુપે મુકોતો એકી બેઠકે વાંચી શકાય

    Like

  8. વાર્તા તો થઈ પુરી . હવે…..’ખાલિપો’ રહી ગયો.

    Like

  9. વિજયભાઈ..હવે એકાદ બે હપ્તા જ બાકી છે..પછી તમે કહેશો એમ મૂકીશ..અત્યારે તો વાર્તા પૂરી કરવાનો જોરદાર મૂડ અને સમય બેય છે..તો પ્લીઝ…આટલુ ચલાવી લેશો…

    બધા મિત્રો જેમણે ધીરજ રાખી રાખીને મારી વાર્તાને આટલે સુધી સાથ આપ્યો છે એ બધાંય નો દિલથી આભાર….

    Like

Leave a comment