તાળો

રાકેશ આજે ખૂબ ખુશ હતો. લગ્નના દસ વર્ષ પછી ભગવાને એની સામે જોયેલું. આટલા સમયની પ્રાર્થનાના ફળ-સ્વરૂપે એનો અને રોમાનો સૂનો સંસાર, એક નાજુક પરી જેવી રૂપકડી ઢીંગલીની કિલકારીઓથી ચેતનવંતો બની ગયેલો. રાકેશ તો ઘેલો ઘેલો જ થઇ ગયેલો જાણે.

એ પરીને હાથમાં નાજુક ફૂલની જેમ ઊંચકી ઊંચકીને એના કોમળ ગાલ પર આંગળીઓ ફેરવ્યા કરતો, એની માસૂમ આંખોમાં પોતાના સઘળા દુઃખ ઓગળી જતા અનુભવતો, એની નાનકડી નાજુક હાથ લગાડતા પણ બીક લાગે એટલી હદે નાજુક આંગળીઓમાં સાચવીને પોતાની આંગળીના અંકોડા ભરાવવાનો નિરર્થક પ્રયત્ન કર્યા કરતો અને નિષ્ફળ જતા ખડખડાટ હસી પડતો. રોમા દૂરથી, હોસ્પિટલના બિછાનેથી એની આ ઘેલી ઘેલી ચેષ્ટાઓ જોયા કરતી. અંતરમાં ઊંડે-ઊંડે એક સંતોષની લહેરખી છવાઈ જતી અનુભવતી હતી.

એવામાં એની ખબર જોવા એના રીનામાસી આવ્યા.

‘અરે..આ તો એક્દમ જ રાકેશકુમાર જેવી લાગે છે. બેટા રોમા..તારી તબિયત કેમ છે?’

સરસ છે માસી. આ મારી નાનકડી ઢીંગલીએ મારા સઘળાયે દુઃખોના છોડ એક સાથે વાઢી કાઢ્યા હોય એવું લાગે છે.”

‘હા..સાવ સાચી વાત દીકરા તારી. આ ઉપરવાળાની માયા અપરંપાર છે. તારી મુનિયા..મુન્ની બહુ નસીબદાર છે હોં કે આવા મા-બાપને પામીને.’

”માસી…તમારે કઈ બાજુ જવાનું છે..? ચાલો હું તમને છોડતો જઊં.”એકદમ જ રાકેશ બોલી ઊઠયો. એના આ વર્તનથી માસી અને રોમા બેય હતપ્રભ થઈ ગયા.

‘જમાઈબાબુ હજુ આ મુન્નીને દિલ ભરીને જોવા તો દો..’

એકદમ જ રાકેશ અકળાઇ ગયો. અવાજ સહેજ મોટો થઈ ગયો,’ અરે..એક વાર કહ્યું તો ખરું કે હું તમને છોડી દઊ છું..તમારે નાહક રિક્ષામાં જવું પડશે..ચાલો..’

અને એકદમ જ માસીનો હાથ પકડીને રીતસરના એમને ધસેડ્યા જ.

રોમાને એક્દમ જ સમજુ અને ઠંડા મગજના રાકેશનું આ વર્તન સમજાયું નહીં. થોડી વાર પછી રાકેશ પાછો આવ્યો..

‘ક્યાં જઈ આવ્યા રાકેશ.? અને એક્દમ કેમ આવું વર્તન માસી સાથે?’

‘કંઇ નહી..’રાકેશ બોલ્યો..

‘ના..એવું તો કંઇ બને..કંઇક વાત તો છે જ..”

ત્યાં તો હોસ્પિટલની નીચેના પાનના ગલ્લાંવાળાની મોબાઈલની કોલર ટ્યુન રણકી ઊઠી..

“મુન્ની બદનામ હુઇ ડાર્લિંગ તેરે લિયે…” એની સાથે ગલ્લે ઉભા રહેલા થોડા આવારા કિસ્મની સીટીના અવાજ પણ ગંદા હાસ્ય સાથે સંભળાયા

અને રાકેશની આંખ છલકાઇ ઉઠી…

રોમાને બધીય વાતનો તાળો મળી ગયો..

સ્નેહા પટેલ- અક્ષિતારક

 

Advertisements

14 comments on “તાળો

 1. હૃદયની સંવેદના ઝીલતી વાર્તા . માનવીય ઝીંદગીના ક્ષણક્ષણના આવેગોનૅ આપે ઝીલી બતાવ્યા છે.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. સંકુચિત માનસ – જનસમાજનું
  પ્રત્યેક પળે વ્યક્તિ નવી હોય છે – પણ તેને જોવાની સમાજની દૃષ્ટિ જુની હોય છે
  જે લેખકો પણ વ્યક્તિઓની મૂલવણી આવી રીતે કરતાં હોય તેમને પણ સંકુચિત ગણી શકાય?

  Like

 3. અમુક ચોક્કસ પરિસ્થિતિ માં લગભગ મોટાભાગ ના પુરુષો નો સંયમ તૂટી જાય છે તે વાત બહુ માર્મિક રીતે રજુ થઇ છે.

  Like

 4. “મુન્ની બદનામ હુઇ ડાર્લિંગ તેરે લિયે…” એની સાથે ગલ્લે ઉભા રહેલા થોડા આવારા કિસ્મની સીટીના અવાજ પણ ગંદા હાસ્ય સાથે સંભળાયા
  અને રાકેશની આંખ છલકાઇ ઉઠી…
  રોમાને બધીય વાતનો તાળો મળી ગયો.. hummm ! nice 1.. naam me kya rakha he ? nahi pan naam me bahoot kuch rakha he….!

  Like

 5. Dear Friends
  One can understand the feeling behind a particular occasion. But at times when we are enjoying new comers welcome and the old-woman mashi if at all say something in her feelings we should not get heart. but should ignore and welcome those old peoples too.Our Indian tradition is swell so many things which sometimes we donot like and then too tolerate?
  Thanks
  Dinesh Mehta

  Like

 6. arree vat sav sachi che.. gusso to ave….. n e samvedna…. saras rite darshavi che…. ane haju to j aa duniya ma svas levani saruaat kare che tyarejjj atle vadhu unberable rahyuu….
  nice one.

  Like

 7. નાનકડી લાગતી આ વાત કેટલી ઊંડી છે અને ઘણો બધો વિચાર માંગી લે છે. ખબ જ સુંદર રીતે આ નાનકડી વાર્તા લખાઈ છે. મુન્નીના નામ પર તો અસર થઇ જ છે અને આ વહાલસોયો ઊર્મિપ્રધાન શબ્દ જરૂર આ ગીત દ્વારા બદનામ થયો છે. પણ પ્રશ્ન એ છે કે આવા ગીતોને રચવાની પ્રેરણા આપનાર કોણ? યુવાન પેઢી, કોલેજમાં ભણતા છોકરાઓ, બીઅરના પબ પર ભેગા થયેલા લોકો, કદાચ આ ગીત ને જ બિરદાવતા હશે.. Top 10 songsમાં જે ગીત આવી શકે એને માટે જવાબદાર કોણ? કોલેજોની હોસ્ટેલોમાં જેમને અનુભવ હશે એમને ખ્યાલ હશે કે 31st December કે એવી કોઇ પાર્ટીમાં આવા જ ગીતોથી વાતાવરણ ગુજતું હોય છે. વિદ્યાર્થીઓમાં Exception હશે કદાચ પણ આ સામાન્ય ટ્રેન્ડ છે. હમણાં જ થોડા મહિનાઓ પર વાચેલું કે અમદાવાદ નજીકના કોઇ farm house માંથી નવયુવાનો પકડાયા હતા. આ પરિસ્થિતિ થવા માટે કદાચ આખો સમાજ જ જવાબદાર કહેવાય? અને મારા મત પ્રમાણે આ વસ્તુ હજી પણ બગડતી જશે જો કોઇ નિયંત્રણ લાવવામાં નહિ આવે તો. “પરફ઼ોર્મ કરનાર પણ એક સ્ત્રી” તો છે જ પણ એ પણ એક માતા છે…ગાયક કલાકારને તો આપણે ભૂલી જ ગયા…

  Like

 8. સ્નેહાજી,

  હજુ આજે સવારે જ અખબારમાં વાંચેલા એક સમાચાર તાજા છે એક આ બે ગીતો ’મુન્ની’ અને ’શીલા’ને લીધે બે બહેનોએ પોતાનાં નામ બદલવાં પડ્યાં! આ પહેલાં ભૂતકાળમાં ’પપ્પુ કાન્ટ ડાન્સ સાલા…’ વખતે પણ બિચ્ચારા પપ્પુઓ કારણ વગર હેરાન પરેશાન થઈ ગયેલા, એની વે…એક સુંદર અને સંવેદનાસભર રચના આપવા બદલ અભિનંદન!

  Like

 9. varta to sundar che
  pan …. Potani dikri mate “munni” word sambhli atlu badhu reaction karnar ….. Pita ni taklif mate kon jawabdaar che?
  pita, mata, masi ke pachi samaj?

  Like

 10. વાત મુદ્દાની ને સાચી છે. ઘણા સગા સંબંધી સારું સારું લગાડવાના અને ઘેલું ઘેલું બોલવામાં એ ભૂલી જતા હોય છે કે કોઈના પણ છોકરા કે છોકરીનું લાડકું નામ પાડવાનો અધિકાર તેના માતા-પિતા અને તેઓ જેને એ માટે હકદાર સમજતા હોય તેમનો જ હોય છે. જાણતા કે અજાણતા તમારા બોલવા થી બીજાની લાગણી ઘવાય એવા વર્તન નો અધિકાર કોઈનો નથી.

  Like

 11. keyur..u r right…rakesh ne koi j hak nathi aavu behave karvano…pan dikri ane pitano premni tivrata same badhu dahyu dahyu bhuli javaay che..badhi samaj ne tala lagi jaay che…so aavu thaay ema koi j navai nathi..vaak kone…e to have darek jan e jate vicharvu rahyu dosto…jawab badha ne khabar che j…

  Like

 12. Dearest Snehabeta….vah TALLO…tunki sachhot Varta….
  Aama aap em tau kaheva nathi mangta ne ke SALLI etle ADHI GHARVALLI….and Rakesh ni ROMA aameye Thoda di tau…so….just for a CHANGE…no other Malice Intention…mind well……..
  Roma could U/s all…..TALLO mali j jaye ne….!!!!
  GBU Jay shree Krishna..
  Sanatkumar Dave..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s