સમજૂતી

હેર બ્રશ વાળમાં ફેરવ્યું
એક હાયકરો નીકળી ગયો..
આજ-કાલ વાળ બહુ ઉતરે છે
નભચીર નિઃસાસો…
શું થાય..કેટલા ટેન્શનો છે..
કમાનાર ‘એક’ માંથી ‘બે’ કરવામાં કોઈ જ ‘ઓપ્શન’ નહોતું ..
‘અમે બે ને અમારા બે’ ના બદલે…
‘અમે બે અને અમારા એક’વાળું સૂત્ર અપનાવ્યું..
એના ભણતર..ઊછેર..વિશિષ્ટ તાલીમ..દવા-દારૂ..
એની નાસમજ બાળજીદ્દો…કેટ કેટલા ખરચા…!!!
શાક-ભાજી,પેટ્રોલ..ગેસ..અનાજ બધીય જીવન-જરૂરિયાતની ચીજો..
ગયા વરસે તો હજુ ૧૫,૦૦૦થી ચાલી જતું હતું..
આ વખતે કમાણી ૩૦,૦૦૦ થઈ..તો પણ કેમ ખેંચમ-તાણી..???
આ બધા સમીકરણો કેમ ખોટા જ પડે છે..
કે  ગણિત અને ઈકોનોમિક્સ સદંતર ખોટા જ ભણેલા..??
રોજ-રોજ આવક-જાવક-સિલક ના આંકડા મેળવવાના
તો પણ છેલ્લે તો બધુંય પથ્થર પર પાણી જ તો…
સઘળી ય સમજ-શક્તિ..’કોમ્પ્રોમાઈઝીસ’..બધુંય નાપાસ…
સાલું..કંઈ સમજાતું કેમ નથી કે આ રાક્ષસને કેમ નાથવો..?
નિરાંતે બે ઘડીના રોટલા કેમના મેળવવા…
‘એક સાંધીએ ત્યાં તેર તૂટે છે’ આ તો..
‘કોઈને કહેવાય નહી અને સહેવાય પણ નહી..’
શું કરવું..ક્યાં જવું.
સારું છે મનોબળ મજબૂત છે..
બાકી કાચા-પોચાઓ તો ‘ડીપ્રેશન’ના મ્હોંમાં જ ઓહિયા…
ઘણાં નાસીપાસો દરિયા પણ પૂરી દે છે..
રે..આ બધાનો શું અંત..
ત્યાં તો બાજુમાંથી બૂમો સંભળાઇ..
પડોશવાળા હુતો-હુતી રોજ ઝઘડે છે..
રોજ મારે એમને સમજાવવાના
છૂટા પાડવાના…
બધોય નિચોડ અને રોજબરોજના પાઠોમાંથી મળતો અનુભવ ત્યાં કામે લાગી જતો.
ચાલો..ફરી એ જ  ડ્યુટી નિભાવી કાઢીએ આજે..
હેર બ્રશ હાથમાં લીધું..વાળમાં ફેરવ્યું…ફરી ૧૫-૨૦ વાળ એમાં ભરાણા..
અને એકદમ જ મગજમાં એક ‘ક્લીક’ થઈ.
ઓહ…તો આમ વાત છે..
જબરી સમજૂતી સાધી છે માળા હારુ બેય જણાએ…
વધતા જતા અનુભવો માટે
માથા પરના વાળ પોતે ખરી જાય છે..
અને એમને જગ્યા કરી આપે છે…
એમ જ સ્તો…
સ્નેહા પટેલ..અક્ષિતારક
૧૮-૧૦-૨૦૧૦

Advertisements

7 comments on “સમજૂતી

 1. હાથમાં જ છે તો પણ કાબુ બહાર છે,
  આ ભાગ્યારેખાઓ કેવી સરમુખત્યાર છે. 😀

  Like

 2. સારું છે મનોબળ મજબૂત છે..
  બાકી કાચા-પોચાઓ તો ‘ડીપ્રેશન’ના મ્હોંમાં જ ઓહિયા…
  ઘણાં નાસીપાસો દરિયા પણ પૂરી દે છે.. humm..

  રોજબરોજના પાઠોમાંથી મળતો અનુભવ ત્યાં કામે લાગી જતો. hummm
  yes.. alwz B + !
  અને એકદમ જ મગજમાં એક ‘ક્લીક’ થઈ.
  ઓહ…તો આમ વાત છે..
  જબરી સમજૂતી સાધી છે માળા હારુ બેય જણાએ…
  વધતા જતા અનુભવો માટે
  માથા પરના વાળ પોતે ખરી જાય છે..
  અને એમને જગ્યા કરી આપે છે…
  એમ જ સ્તો…!
  d aap koi pan vastu par thi rachna kari shako… 🙂 waah ! thx…

  Like

 3. સમીકરણ તો રહે છે એનું એ જ,
  અહિંયા રકમમાં જ ગોટાળા થાય છે..

  Like

 4. આ બધા સમીકરણો કેમ ખોટા જ પડે છે…. sav sachi vat…!
  સઘળી ય સમજ-શક્તિ..’કોમ્પ્રોમાઈઝીસ’..બધુંય નાપાસ…
  સાલું..કંઈ સમજાતું કેમ નથી કે આ રાક્ષસને કેમ નાથવો..?.. are tu badha level ne samji sake che…atle atlu saru lakhi sake che!! gr8.. dear..

  માથા પરના વાળ પોતે ખરી જાય છે..
  અને એમને જગ્યા કરી આપે છે…
  એમ જ સ્તો…poonam e sav sachu kayu che tu koi pan topic par jabbardast lakhi sake.. che….!superb…

  Like

 5. આહા..શું વાત છે…બહુ જ સરસ…
  બધે જ એ જ ખરતા વાળ અને એ જ સમજૂતી હોય છે,,પણ અમને તો અહીં ખરતા ધોળા વાળ………

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s