દિલ બોલે છે…

દિલ એટલે શું? તો દરેકના જવાબ જુદા જુદા મળશે.

ડોકટરો લાલ-ભૂરા રંગના જાળા, નસો,ધમની,શિરાઓથી ઘેરાયેલ ત્રિકોણ આકારનું ચિત્ર બતાવશે. અશુધ્ધ લોહીને ઓક્સિજન આપીને લાલ રંગના શુધ્ધ લોહીમાં પરિવર્તિત કરવાનું મુખ્યકાર્ય જે કરે એને દિલ…હૈયું..હ્રદય..રક્તાશય કહેવાય. .વગેરે વગેરે..!!

હવે આ જ લાઈન કોઈ સંવેદનશીલ કવિ કે લેખકને પૂછી જોજો..

તમને નવાઈ ઊપજે એટલી હદ સુધી એ દિલ વિશે સમજાવશે. મોડી રાત સુધી એની વાતો નહી ખૂટે…એ મીણનું દિલ ધરાવનાર કવિ ઘરનાં બૈરાને કદાચ નહિ લઈ જતો હોય, પણ તમને પોતાના સ્કુટર પર લઈ એમના પૈસે ચા કે ગાંઠિયા ખવડાવશે; અને પોતાના દિલ-પારાયણનું પૂરેપૂરું જ્ઞાન તમારા કાનમાં ઊંડેલીને જ જપશે..!!

વળી ગુલઝાર જેવા ઊંચા દરજ્જાના કવિને તો  દિલને બધું કહેવાની છૂટ..એ તો કહે કે..’દિલ તો બચ્ચા હે જી…થોડા કચ્ચા હૈ જી..દિલસા કોઈ કમીના નહી..!!” બોલો..દિલને પણ ગાળો દઈ શકાય છે, કચ્ચા કહી શકાય..બચ્ચા કહી શકાય..તમારી જાણમાં હતી આ વાત..?

દિલના વજનને લઈને ડોકટરો વારંવાર એક વાત ઠોકે રાખે છે કે,”મહિલાઓમાં દિલનું વજન ૨૫૦ થી ૩૦૦ ગ્રામનું હોય તો પુરુષોમાં ૩૦૦-૩૫૦ ગ્રામ જેટલું..”
સરસ..એમને પૂછજો કે કોઈ સ્વજનનું મૃત્યુ થાય કે કોઈ પ્રીયપાત્ર તમને છોડીને વિયોગમાં ઝુરવા છોડી ગયું હોય, ધંધામાં ખોટ ગઈ હોય કે કોઈ પણ અણગમતી પરિસ્થિતિ હોય, ત્યારે આપણી હાલત એવી હોય કે કોઈ બોલાવે તો પણ ગમતું નથી.  ભારે હૈયે નિસાસા જ નાંખતા  ફરીએ છીએ ને..એવા સંજોગોમાં એ ભારે દિલનું વજન શેમાં માપશે  એવી કોઈ શોધ થઈ ગઈ છે કે માનવીના દિલના નિસાસાનું વજન જેમાં માપી શકાય?

હમણાં જ એક ઘરના ‘ગેટ ટુ ગેઘર’માં વાત નીકળી. પુરુષો માત્ર મગજનો ડાબો ભાગ જ વાપરે છે. જ્યારે સ્ત્રીઓ ડાબો અને જમણો બેય. ડાબોભાગ તર્કશક્તિનો ખજાનો છે. જેથી પુરુષોની તર્કશક્તિ ધારદાર હોય છે.જ્યારે જમણાભાગના મગજમાં લાગણી ઉતપન્ન્ન કરવાના ગુણ રહેલાં છે. આમ લાગણી અને સંવેદનશીલતા બેય સ્ત્રીઓનું પલડું વધારે ભારે કરે છે. હવે તકલીફ એ થાય છે કે સ્ત્રીઓ દિલથી વધુ વિચારે અને પુરુષો દિમાગથી..
એટલે સ્વભાવિક રીતે પ્રેમમાં સ્ત્રીઓ ધોધમાર વરસી પડે અને સામે પુરુષ એટલું વરસી શકતો નથી..પોતાની લાગણી એ આટલી સહજતાથી દર્શાવી શક્તો નથી. એટલે વારંવાર એમને પક્ષે સાંભળવાનું આવે કે, ” તમે તો સાવ જડ જેવા જ છો..તમારે તો દિલ  જેવું કંઈ છે જ નહીં. સાવ નિર્દિલ છો તમે તો !!”
લો બોલો..મેડીકલની ભાષામાં તમે બોલો કે, ‘તમારે દિલ નથી તો…” ડોકટર બિચારો બેભાન થઈ જાય કે નહીં..?

વળી મરીઝ જેવા શાયરો તો શાયરીની દુનિયામાં દિલની હુકુમત દર્શાવતો શેર પણ ફટકારી કાઢે…

“બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.”

એક  જોરદાર વિરોધાભાસ જો તમારે દિલની બાબતમાં જાણવો હોય તો..તમે દુનિયાના કોઈ પણ ડોકટરને પૂછો કે દિલની વ્યાખ્યા શું? દરેક જગ્યાએથી એક જ સરખો જવાબ આવશે..કોઈ જ મીનમેખ નહી..પણ આ જ વાત કવિ..લેખકો..પ્રેમીપંખીડાઓને કે સામાન્ય માણસને પૂછી જુઓ..હરામ બરાબર જો એક પણ જવાબનું પુનરાવર્તન થાય તો..!!! એ લોકો તો માણસોના લક્ષણો પરથી જ અર્થઘટનો કરતાં દેખાશે..આ તો સાવ સાંકડા દિલનો…ફલાણો તો ભારે સાફ દિલ..અને ઢીંકણો..ઓહોહો..એની તો વાત જ ના કરશો..એ તો સોના જેવા દિલનો..એના તો દિલમાં હાથ મૂકો ને તો સાવ કોરો ક્ટ જ નીકળે..સાવ નિષ્કપટ દિલનો…!!! બોલો, અને આ ડોકટરો તો કહે દિલ તો બધાના સરખાં એક જેવા જ હોય..!!

ઘણીવાર ડોકટરો અમુક માણસોને સાવચેતી રાખવાનું કહે છે કે,”સંભાળજો ભા..તમારા દિલને લોહી પહોંચાડતી નળીઓ સાંકડી થઈ ગઈ છે..વાલ્વ બગડી ગયો છે..લોહીમાંથી કાર્બન ડાયોકસાઈડ છુટો પાડીને ઓકિસજનયુકત લાલ લાલ રક્તનો પુરવઠો કરતા અવયવો ઓછા કામ આપે છે..સંભાળજો દિલને…નહીંતો હાર્ટ-એટેક આવી જશે..” પણ એવા ઘણાય લોકો એમના સ્વજનોની લાગણીના..પ્રેમના સધિયારા અને હિંમતથી આપણે મોંમાં આંગળા નાંખી જઈએ એવા કામો કરી આવે છે. ડોકટરોની સલાહો ઉથાપીને એ  એવરેસ્ટ પર પણ ચડી આવે છે..એવા સમયે એ દિલની સાચવણીમાં કોઈ ગેબી રહસ્યમય શક્તિ જ કામ કરી રહી છે, એમ માન્યા સિવાય ડોકટરો પાસે કોઈ જ ચારો નથી રહેતો ..!!

હમણાં જ એક દિલફેંક આશિક સીટી મારતો મારતો એની મસ્તીમાં ગાતો ગાતો જતો હતો, “દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું” લો કર લો બાત…દિલ શરીરમાંથી કાઢીને કઈ રીતે કોઈને આપી શકાય..પણ પ્રેમમાં પડેલો મજનૂ કંઈ પણ બોલી અને કરી શકે..!!  આવું જ કૌતુક હમણાં હોલીવુડની ફિલ્મ ‘પાયરેટ્સ ઓફ કેરેબિયન’માં જોયેલું..’ડેવી જોન્સ’ નામનું પાત્ર એનું દિલ કાઢીને એક લોખંડના પટારામાં મૂકીને એને તાળું મારી દે છે અને એની ચાવી હંમેશા એના ઢગલોએક સૂંઢ પાછળ છુપાતા રહેતા દિલની જગ્યાએ આવેલા એક ખિસામાં રાખતો હોય છે..આમ કરીને એ અમર થઈ જાય છે..એને કોઈ મારી જ ના શકે. હા, એ પટારામાં રહેલા દિલમાં જો કોઈ છરી પુરોવી દે તો એનું તત્ક્ષ્ણ જ મ્રુત્યુ થાય.પણ જે એ કામ કરે એણે એનું દિલ એની જગ્યાએ એ પીટારામાં મુકવું પડે..એ માણસ પણ અમર થઈ જાય પણ એની એક સજા..દસ વર્ષમાં ફક્ત એક જ વાર એ જમીન પર પગ મૂકી શકે..બાકીનો સમય એણે દરિયામાં એની માલિકીના જહાજ પર જ વીતાવવી પડે..!! સાચે,દિલનો વૈભવ જ અનોખો છે..એના પર જ આમ અઢળક કલ્પનાશક્તિઓ થઈ શકે..!

વળી હમણાં જ જાણમાં આવ્યું કે ,’ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી,ખરગપુર’ વંદાના દિલ પર સંશોધન કરે છે. વંદાના દિલમાં ૧૨-૧૩ વિભાગો હોય છે..જ્યારે માણસના દિલમાં ફકત ચાર.જેમાંથી એક પણ વિભાગ ખોટકાય તો માણસના રામ બોલો ભાઈ રામ થઈ જાય..જ્યારે વંદાને તો એકાદ બે વિભાગો બંધ થઈ જાય તો એમને ખબર પણ નથી પડતી. એટલે હવે વંદાના દિલ પાસે માનવીના કૃત્રિમ દિલને વધુ સારા બનાવી શકાય એવી ચાવી રહેલી છે…આમ જોતા ભવિષ્યમાં વંદા-દિલ ધરાવનારા બીકણ લોકો જોવા મળે તો નવાઈ નહી..

ડોકટરો તો કહે કે ૭૦-૭૨ ધડકનો એ ધડકે આ દિલ..
પણ
રમતવીર કોઈ મેચ જીતે કે રેકોર્ડબ્રેક સિધ્દ્ધિ મેળવે ત્યારે,
કોઈ પ્રેમી એની પ્રેમિકાનો પ્રથમ વાર હાથ પક્ડે કે પ્રથમ ચુંબન કરે ત્યારે,
છોકરાઓને મનપસંદ રમકડું રમવા મળી જાય ત્યારે,
કેરિયર ભગવાનાય નમઃ માનવીને નોકરીમાં પ્રમોશન મળી જાય ત્યારે,
નિષ્ફળતાથી થાકેલા માનવીને સફળતાની સોનેરી કિરણ નવડાવી જાય ત્યારે,
મા એના દીકરાને વ્હાલભર્યા કોળિયા ભરાવતા માથે હાથ ફેરવતી હોય ત્યારે,
પડોશીના ઘરમાં નવું ટી.વી.,નવું ફ્રીજ આવ્યું હોય ને ઇર્ષ્યાથી હૈયું બળબળતુંહોય ત્યારે,
અમિતશાહને સી.બી.આઈના મિનિટના ૩૦૦જેટલાં પ્રશ્નોનો મારો સહન કરવાનો વારો આવ્યો હોય ત્યારે,
કોઈ માનુનીને એના પ્રેમી તરફથી મનગમતું આભૂષણ અનાયાસે જ ભેટમાં મળી જાય ત્યારે,
ભિખારી પાંચ દિવસના ફરજીયાત ઉપવાસ પછી મળેલ બટકું રોટલાને આરોગતો હોય ત્યારે,
કોઈ માનવી સામે જીવલેણ ખતરો ભાળીને બીક કે ડરથી થરથર કાંપતો હોય ત્યારે,
આ બધાંયના દિલની ધડકનોનો આંકડો કેટલે પહોચી શકે એનો કોઈ જ અંદાજ આપી શકાય..??
આ દિલની ધડકનોના ગણિત પણ અજીબ હોય છે. ક્યારે વધી જાય, ક્યારે ઘટી જાય કહેવાય નહીં. આનંદ-ખુશી-ગમ-ઇર્ષ્યા જેવા અનેક તીવ્ર સંવેદનો આ ધડકનોના દરેક ગણિત ભુલવાડી દે એવા હોય છે.

દિલ વિશે તો જાત જાતનું ભાત ભાતનું લખાય છે, વંચાય છે, સંભળાય છે, સમજાય છે..પણ એની લાગણીઓ, સંવેદનો ઝીલવા, અનુભવવા, આ કાળામાથાના માનવીનો પનો હંમેશા ટુંકો જ પડે છે..
સ્નેહા પટેલ -અક્ષિતારક

** સપ્ટેમ્બર,૨૦૧૦ ના રોજ ’પાંચમી દિશા’ મેગેઝિનમાં છપાયેલ મારો લેખ..

Advertisements

29 comments on “દિલ બોલે છે…

 1. ડોકટરો લાલ-ભૂરા રંગના જાળા, નસો,ધમની,શિરાઓથી ઘેરાયેલ ત્રિકોણ આકારનું ચિત્ર બતાવશે.
  🙂
  હવે આ જ લાઈન કોઈ સંવેદનશીલ કવિ કે લેખકને પૂછી જોજો.
  તમને નવાઈ ઊપજે એટલી હદ સુધી એ દિલ વિશે સમજાવશે. મોડી રાત સુધી એની વાતો નહી ખૂટે.
  humm ahi 1 sher tanku chu

  teri kandil he tera dil ,
  tu aap he apani roshnai !! — ikabal ji —

  ભારે હૈયે નિસાસા જ નાંખતા ફરીએ છીએ ને..એવા સંજોગોમાં એ ભારે દિલનું વજન શેમાં માપશે એવી કોઈ શોધ થઈ ગઈ છે કે માનવીના દિલના નિસાસાનું વજન જેમાં માપી શકાય? humm 1 dam khari vaat !!

  તકલીફ એ થાય છે કે સ્ત્રીઓ દિલથી વધુ વિચારે અને પુરુષો દિમાગથી.. hummm !!
  લો બોલો..મેડીકલની ભાષામાં તમે બોલો કે, ‘તમારે દિલ નથી તો…” ડોકટર બિચારો બેભાન થઈ જાય કે નહીં..? 🙂 waah mariz no sher.. kyabaat he..

  લેખકો..પ્રેમીપંખીડાઓને કે સામાન્ય માણસને પૂછી જુઓ..હરામ બરાબર જો એક પણ જવાબનું પુનરાવર્તન થાય તો..!!! hummm !!

  જ્યારે માણસના દિલમાં ફકત ચાર.જેમાંથી એક પણ વિભાગ ખોટકાય તો માણસના રામ બોલો ભાઈ રામ થઈ જાય..જ્યારે વંદાને તો એકાદ બે વિભાગો બંધ થઈ જાય તો એમને ખબર પણ નથી પડતી. .. navi vaat janva mali..

  આ દિલની ધડકનોના ગણિત પણ અજીબ હોય છે. ક્યારે વધી જાય, ક્યારે ઘટી જાય કહેવાય નહીં. આનંદ-ખુશી-ગમ-ઇર્ષ્યા જેવા અનેક તીવ્ર સંવેદનો આ ધડકનોના દરેક ગણિત ભુલવાડી દે એવા હોય છે…. sundat vaat kahi..

  દિલ વિશે તો જાત જાતનું ભાત ભાતનું લખાય છે, વંચાય છે, સંભળાય છે, સમજાય છે..પણ એની લાગણીઓ, સંવેદનો ઝીલવા, અનુભવવા, આ કાળામાથાના માનવીનો પનો હંમેશા ટુંકો જ પડે છે..
  aaha saras lekha didid.. rasprda, jankari thi bharel..ne tharel pan..goood ha..mane khub gamyu..thx…

  Like

 2. ——————————————————————
  માનસશાસ્ત્રીઓ, વંશશાસ્ત્રીઓ અને બીજી અનેક વિદ્યાઓના શાસ્ત્રીઓ મનુષ્યજાતિના રહસ્યને સુલઝાવવા માટે જિંદગીઓ સર્મિપત કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પુરુષ મંગળમાંથી આવે છે અને સ્ત્રી શુક્રનું પરિણામ છે. સ્ત્રી પ્રકૃતિ છે, પાતાળ અને અંતરિક્ષ અહીં જ છે. સ્ત્રીના શરીરની કેમિસ્ટ્રી અત્યંત જટિલ છે. તનભેદથી મનભેદ સુધી બે જુદાઈઓ ક્ષિતિજો સુધી ફેલાયેલી છે

  Like

 3. દર્શનભાઇ…..એકચ્યુલી આ ’વિશ્વ હ્રદય દિવસ’ ૨૬મી સપ્ટેમ્બર પર ખાસ અંક બહાર પાડેલ છે.. બાકીતો આ સપ્ટેમ્બર નો અંક ..એમ જ કહેવાય. ઓકે.ચાલો હું ખાલી સપ્ટેમ્બર જ લખું છું એડીટ કરીને..આટલા ધ્યાનથી તારીખ પણ વાંચો છો..આભાર દોસ્ત.

  Like

 4. તમારી તો કોમેન્ટ્સ વાંચવાની એક અનોખી જ મજા છે નરેશભાઈ…ધન્યવાદ.
  પૂનમ..આભાર ડીયર…

  Like

 5. are em nai pan aato vanchta vanchta niche sudhi aavyaa to te pan vanchi lidhu….

  kharekhar khub saras lakhyu 6e tame..

  aatlu badhu lakhva mate pahela to ketlu badhu vicharvu pade..

  tame aatlu badhu vicharo cho kevi rite boss….

  amne pan kaho ne tamaru secret……..

  Like

 6. વાહ સ્નેહાજી,

  દિલથી દિલ સુધી…

  સરસ હર્દિક અભિનંદન…

  Like

 7. Sneha…
  દિલ… વિશે ડોકટરની વ્યાખ્યા અને કવિઓની કલ્પનાઓ વાંચી… ટાઈમ મળે ત્યારે દિલ પર જુદા જુદા વ્યાવસાયિકોનો અંદાજ તમારી કલ્પના અને કલમના જોરે કમ્પ્યૂટર પર ઉતારજો… મજા પડે એવો આર્ટીકલ તૈયાર થશે…

  Like

 8. દિલની દિલથી વધાઇ સ્નેહા…સરસ લેખ…..છેલ્લો પ્રેરેગ્રાફ સુપર્બ,,,,
  ખૂબ ખૂબ લખાતું રહે એવી શુભેચ્છાઓ સાથે…

  Like

 9. nice article but ….સ્ત્રીઓ દિલથી વધુ વિચારે અને પુરુષો દિમાગથી.. i beg to disagree here, men do think logically but it’s not that ki we feel any lesser emotions and all, it’s just that ki we have better self control over the display of emotional feelings, and we save our self from displaying unwanted stuffs !!

  Like

 10. Nice article
  su vat che snehaji ” dil , dimag,dard ne pacu
  kavi ni kalpna thi lai ne doctor sudhi Ane aemaye gazal kar badhane lai ne
  dil ne to tame fodi kadhu,
  bhadhana vicharo ne same lavi ne muki didha.
  saras..

  Like

 11. ‘પુરુષો માત્ર મગજનો ડાબો ભાગ જ વાપરે છે. જ્યારે સ્ત્રીઓ ડાબો અને જમણો બેય.’

  =>disagree.ક્યાય એવું સાબિત થયું છે કે પુરુષો મગજનો ડાબો ભાગ જ વાપરે છે?મેમ,જમણો ભાગ લાગણી જ નહિ,શરીરની અનીચ્છાવર્તી ક્રિયાઓનું પણ સંચાલન કરે છે જેમાં ‘દિલ’ ધબકાવવાનું પણ શામિલ છે.

  ‘અશુધ્ધ લોહીને ઓક્સિજન આપીને લાલ રંગના શુધ્ધ લોહીમાં પરિવર્તિત કરવાનું મુખ્યકાર્ય જે કરે’

  =>લોહી ખાલી ઓક્સીજનથી શુદ્ધ નથી થતો,કીડની માં થાય છે,દિલ ખાલી એનું પમ્પીંગ કરે છે..

  ‘આ દિલની ધડકનોના ગણિત પણ અજીબ હોય છે. ક્યારે વધી જાય, ક્યારે ઘટી જાય કહેવાય નહીં. ‘

  =>એના માટે એડ્રીનાલિન નામનો અંત:સ્રાવ જવાબદાર છે.આ બધા પ્રસંગોએ જે કિક વાગે છે એ એડ્રીનલ ગ્રંથી માંથી આવતા આ સ્રાવને લીધે છે જેને લીધે દિલની ધડકનો વધી જાય છે.

  દિલ શબ્દ પર વધુ ફોકસ્ડ હતો લેખ જે બરોબર છે,પણ વિચારો આમથી આમ ફંગોળાતા લાગ્યા…

  Like

 12. dilllll… topic to mast che.. n e bole pan che tara article ma… e vanchi ne maja avi gai….. baki mane to e bole che ena karta e j nathi kahetu e vadhus ambhday che.. nice article. sachu kahu too…. prem.. lagni… hriday.. ena vise ghana nu vanchyu but aa dil vise scientific n literary mahiti te api…
  baki mane too dil jo na kah saka….. e maru fav song yad avyu..

  aam j lakhti rahe n vanchavati rahe… sneha.

  Like

 13. ….આપના ભાવવાહી શબ્દો ‘દિમાગથી’ ‘દિલ’ સુધી તુરંત પહોંચી જાય છે….સુંદર

  Dr. Hitesh Vyas

  Like

 14. શું વાત છે ! સ્નેહાજી ,
  દિલને ક્યાં થી ક્યાં સુધી સફર કરાવી ! જિંદગી મોજથી જીવવી જોઈએ…..બાકી બધું તો ચાલ્યા કરે….
  આમ પણ આ જિંદગી હારી જવાનો ખેલ છે ,
  ને પ્રણયમાં દિલ-જિગરને હારવાની છે મજા.
  – ‘ મરમી ‘

  Like

 15. જવાબ નથી સ્નેહાની કલ્પનાનો.
  દિલ વિશે દિલથી લખાયેલી વાતો અને એમાંય દિલની ધડકનના વધતા ઘટતા ગ્રાફનુ તો આબેહૂબ આલેખન.
  ખુબ સરસ.

  Like

 16. સરસ લેખ ! સુંદર રજૂઆત છે. ભાષા-વ્યાકરણની દ્રષ્ટિએ થોડીક વધુ
  કાળજી લેવાય તેવી અપેક્ષા ક્ષમ્ય ગણશો ! ખૂબ ખૂબ અભિનંદન !

  Like

 17. બહુ જ સુંદર દિલને સ્પર્શી જાય એવો લેખ.
  લાગણીમય ‘દિલ’ વગર કદાચ પ્રેમ, સ્નેહ, ત્યાગ, સમર્પણ, રોમાંચ, કે પછી, મૈત્રી જેવા માનવીય ભાવો શક્ય જ ના બન્યા હોત; જીવન રોબોટ જેવું યાંત્રિક બની ગયું હોત.. રોબોટ સર્જરી વડે માનવ હૃદયને બચાવવાનું કાર્ય કરે છે (Robotic surgery) અને ઘણાને ફરી ‘દિલ’ અનુભવવાનો અને લાગણી બતાવવાનો મોકો આપે છે. ચેતનાનાં શબ્દોમાં ‘અનોખું બંધન’ કદાચ ‘દિલ’ વહાર શક્ય જ ના બને. એના જ બ્લોગ પર, “બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ? મૈત્રી, સ્નેહ અને લાગણીના પણ બંધનો હોઈ શકે ? અનોખી મૈત્રી હોઈ શકે ? અનોખી લાગણી હોઈ શકે કે દુનિયાભરના લોકો ને આવરી લેતો સ્નેહ હોઈ શકે ? એમાં બંધન કેવું ? કુદરતી રીતે જ એમને અનુભવવા અને માણવામાં મજા છે. એની મીઠાશ અનુભવતા અને માણતા જ આકસ્મિક રીતે વિશ્વાસના અનોખા બંધનમાં મૈત્રીની સુવાસ ચોતરફ ફેલાય છે, જીવન મધુરૂ બને છે. શ્રદ્ધા, વિશ્વાસ, ત્યાગ અને પ્રેમની મીઠાશ જ્યારે કોઈ પણ ‘બંધન’માં ભળે છે ત્યારે તે ‘અનોખું’ બની જાય છે, આનંદ આપનારું બની જાય છે. એમાં કોઈ ભાર લાગતો નથી. બધાં જ સંબંધો જ્યારે ભાર વગરના બની જાય છે ત્યારે એ અનોખા બની જાય છે, નિ:સ્વાર્થ બની જાય છે, અને બસ..પછી જીંદગીભર સ્નેહના અનુપમ મહાસાગરમાં માનવમન ભયમુકત બની આત્મિક આનંદના હિલોળા લેતું લેતું જીવનની દરેક ક્ષણને ચુસ્ત બંધનમાં રાખતું જણાય છે, અનોખા આનંદનો અનુભવ કરાવતું જાય છે. મૈત્રીના આવા બંધનમાં મુક્તિની અનુપમ મીઠાશ અંતરમાં ભાવભર્યા હિલોળા લેતી એ ક્ષણને અમર બનાવવાનો પ્રયત્ન કરતી જણાય છે.”

  Like

 18. ડૉક્ટરો, કવિઓ, રમતવીરો અને પરંપરાથી ચાલી આવતી માન્યતાઓને તમે બહુ જ મજાથી મૂકી છે. પુરુષો મગજનો ડાબો ભાગ જ વાપરે એટલે સ્ત્રીને તે વામા કહીને હંમેશાં ડાબે હાથે રાખે !!

  પણ દિલની તો વાત જ નોખી છે. તમે એનું સાહિત્યની ભાષામાં સરસ ડિસેક્ષન કર્યું છે…ભાષા–સાહિત્યના ટેબલ પર દિલનું ડિસેક્ષન/પોસ્ટમોર્ટમ…વાહ !

  લેખ દિલથી લખાયો ને સૌકોઈ દ્વારા દિલથી વંચાયો.

  Like

 19. ‘DIL’ ma rehnari ne ‘Dil’ ne sparshi jaay Eva ‘DIL’ na vishay par na ‘DIL’ thi lakhela lekh mate  Mara ‘DIL’ thi  ABHINANDAN..!! 🙂
  Keep ‘DIL’ up..!!

  Like

 20. ધારીણી, વડીલ શ્રીજુગલકાકા, સ્વાતી, જ્ય ભાઈ, રાજેશભાઈ..( વ્યાકરણ અંગે સભાનપણે પ્રયત્નો ચાલુ જ છે. થોડા સમયમાં એ ફરક લખાણમાં દેખાશે જ આપને. મારા લખાણનું આટલું ધ્યાનઆગળ પણ રાખતા રહેશો એવી અપેક્ષા.) રાજુલાબેન, મર્મીકવિજી, ડો. હિતેશજી, જહાનવી ડિયર, દીપકભાઈ, હર્ષભાઈ, રતનશિંગજી, પ્યારા નીલમદીદી, જીતેનદ્રભાઈ, ચેતનભાઈ, નીમેશભાઈ, વીરેનભાઈ…બધા જ મિત્રોનો ’દિલ’ આભાર.

  સ્નેહા પટેલ – અક્ષિતારક.

  Like

 21. શ્રી સ્નેહાબહેન,

  હસી હસીને મારા દિલના ધબકારા વધી ગયા. લ્યો આ હસવાથી પણ દિલના ધબકારામાં ફેરફાર થાય છે, તમને એક નવી જ વાત જાણવા મળી ને?

  Like

 22. સ્નેહાજી ,
  દિલ વિષે જે આપે લખ્યું છે તે ખુબજ ગમ્યું, દુનિયા જો દિમાગ થી વહેવાર કરવાને બદલે દિલ થી કરે તો કદાચ ૮૦% પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય..
  ખુબ ખુબ અભિનંદન ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s