હું તો આવો જ છું…

005-Radha_Krishna_-_2560x1600

હું તો આવો જ છું..

તું મને ચાહે છે ને…
તો હું જેવો છું, તેવો જ મને સ્વીકાર !
મારી ૧૬,૧૦૮ રાણીઓ,
મને વ્હાલ કરતી અઢળક ગોપીઓ,
મારા કરતાં પણ  પહેલાં
લોકો  જેનું નામ લોકો બોલે છે
એવી મારી વ્હાલુડી રાધા..
મારી સ્નેહાળ, સર્વ-શ્રેષ્ઠ સખી દ્રૌપદી..
મારા માટે ઝેરનો પ્યાલો ગટગટાવી જનાર સીધી સાદી મીરા..
મારી પટરાણી રુકમણી..
આવી તો કેટકેટલી માનુનીઓના મનમાં હું વસેલો છું !
આ બધાના પ્રેમપાશમાં અવશપણે બંધાયેલો
હું તો આવો જ છું,
મને મારા આ બંધનો સાથે જ  સ્વીકાર !

બની શકે ઘણી વાર તને હું શુષ્ક અને જડ લાગીશ,
તો વળતી જ પળે હું તને લાગણીભીનો લાગીશ.
બધુંય વિચારવાનું છોડી મને મળ..
કારણ હું તો આવો જ છું..

મારા તરફથી ત્વરિત પ્રતિસાદ મળે કે
એમાં થોડું મોડું થાય..
પણ તું
મનમાં કોઈ જ સંશય વગર,
પૂરી ગતિથી મારી તરફ વહેતી જ રહે
મને ચાહનારા પ્રત્યે હું પૂરેપૂરો વફાદાર છું
એવો વિશ્વાસ રાખજે કારણ,
હું તો આવો જ છું !

જેટલા પણ લોકો મને પ્રેમથી બોલાવે,
સાચા દિલથી પોકારે,
હું એ સર્વેનો છું,
બધામાં વહેંચાયેલો છું.
હું તો આવો જ છું..
સ્વીકારી શકે તો મને સ્વીકાર..
આમ જ
આવી જ રીતે…
હું તારા માટે નહી બદલાઉ.
પણ, તું ધરમૂળથી બદલાઈ જા..
તારો મારા માટેનો માલિકીભાવ
આપણા પ્રેમમાં વચ્ચે આવશે..
પછી અહમ, ઇર્ષ્યા, સરખામણીની ખાઈ મોટી કરશે..
માટે આગમચેતવણી આપું છું તને,
સમજી – વિચારીને જ આ પ્રેમ-પથ પર આગળ વધ..
કારણ..
હું ભલે ગમે તેટલા ટુકડામાં વહેંચાઇને જીવુ
પણ..
મને તો તું અખંડ જ જોઈએ..
કોઈની સાથે
મનથી પણ વહેંચાયેલી ન હોવી જોઇએ
આ બધું સ્વીકાર્ય હોય તો જ તું મારા તરફ વળ.
અને
મને અનહદ પ્રેમ કર !

સ્નેહા પટેલ, અક્ષિતારક
૨-૯-૨૦૧૦.

34 comments on “હું તો આવો જ છું…

 1. હું તારા માટે નહી બદલાઉ.
  પણ, તું ધડમૂળથી બદલાઈ જા..
  તારો મારા માટેનો માલિકીભાવ
  આપણા પ્રેમમાં વચ્ચે આવશે..

  Liked it much. Wishing you Happy Janmashtmi.

  Jai Shree Krishna

  Like

 2. તું મને ચાહે છે ને…
  તો હું જેવો છું, તેવો જ મને સ્વીકાર . waah….

  આપણા પ્રેમમાં વચ્ચે આવશે..
  પછી અહમ, ઇર્ષ્યા, સરખામણીની ખાઈ મોટી કરશે..
  માટે આગમચેતવણી આપું છું તને,
  સમજી – વિચારીને જ આ પ્રેમ-પથ પર આગળ વધ..
  કારણ.. kharekhar didi…mane aa rachana khoob gami…
  majaa aavi gai…!

  krishna mate me aa lakhyu che..

  sachukahi de ne k khotu bole che tu…
  tara thi vadhu tuj ne jaanu chu hu… poonam 🙂

  Like

 3. તું મને ચાહે છે ને…
  તો હું જેવો છું, તેવો જ મને સ્વીકાર . waah !

  સમજી – વિચારીને જ આ પ્રેમ-પથ પર આગળ વધ..
  કારણ.. hummmm

  આ બધું સ્વીકાર્ય હોય તો જ તું મારા તરફ વળ.
  અને મને અનહદ પ્રેમ કર…!! mane aa rachna khoob gai didi kharekhar sundar…
  thx a lot

  me krushna mate.. kai k lakhu che te ahi lakhavanu man thayu..

  sachu kahi de ne k khotu bole che tu…
  tara thi vadhu tujane jaanu chu hu..
  poonam.. 🙂

  Like

 4. તું મને ચાહે છે ને…
  તો હું જેવો છું, તેવો જ મને સ્વીકાર … waah !

  જેટલા પણ લોકો મને પ્રેમથી બોલાવે,
  સાચા દિલથી પોકારે,
  એ બધાયનો છું હું… hummm

  આપણા પ્રેમમાં વચ્ચે આવશે..
  પછી અહમ, ઇર્ષ્યા, સરખામણીની ખાઈ મોટી કરશે..
  માટે આગમચેતવણી આપું છું તને,
  સમજી – વિચારીને જ આ પ્રેમ-પથ પર આગળ વધ..
  કારણ.. gr8.. sneha d mane aa racha khuub gami.. kharekhar sundar..
  thx..

  me krushna mate kaik lakhuche te ahi lakhavanu man thay che

  kahide ne sachu k khotu bole che tu..
  tara thi vadhu tujne jaanu chu hu..
  – poonam 🙂

  Like

 5. vah vah vah…… vah vah vah……………………..
  આવી તો કેટકેટલી માનુનીઓના મનમાં હું વસેલો છું..!!!
  આ બધાના પ્રેમપાશમાં અવશપણે બંધાયેલો એવો હું,
  હું તો આવો જ છું…મને તું આમ જ સ્વીકાર.

  aree a vanchi ne sahajpane krishna svikarai gaya……!! n sapnu..!!! na na aato tara hriday niiccha hatii.. not a sapnu…..sapnu sakar bnne tevi dil thi shubhkamna.. n happy janmashtami dear……..!

  Like

 6. હું ભલે ગમે તેટલા ટુકડામાં વહેંચાયેલ છું..
  પણ..
  મને તો તું અખંડ જ જોઈએ..
  કોઈની સાથે મનથી વહેંચાયેલી હોય
  એવી પણ નહી..
  આ બધું સ્વીકાર્ય હોય તો જ તું મારા તરફ વળ.
  અને મને અનહદ પ્રેમ કર…!!
  વાહ શું સુંદર વાત કહી. ખૂબ ખૂબ અભિનંદન સ્નેહા.

  Like

 7. બની શકે ઘણી વાર તને હું શુષ્ક અને જડ લાગીશ,
  તો વળતી જ પળે હું તને લાગણીભીનો લાગીશ.
  બધુંય વિચારવાનું છોડી મને મળ..
  કારણ હું તો આવો જ છું..
  ભલે મારા તરફથી ત્વરિત પ્રતિસાદ મળે કે
  એમાં થોડું મોડું થાય..
  પણ તું પૂરી ગતિથી મારી તરફ વહેતી જ રહે,
  મનમાં કોઈ જ સંશય વગર,
  આમ તો હું પૂરેપૂરો વફાદાર છું..
  હું તો આવો જ છું..

  thnx for ur lvly comments frnds..
  thodi lines umeri frnds ema…plz fari thi joi lesho rachana..

  Like

 8. sachuu kahu….. te sampurna krishna nu darshan karavi didhu… mast…. sachu kahu bahu bahu gami..tari aa lagnii.. !

  Like

 9. મને તો તું અખંડ જ જોઈએ..
  કોઈની સાથે મનથી વહેંચાયેલી હોય
  એવી પણ નહી..
  આ બધું સ્વીકાર્ય હોય તો જ તું મારા તરફ વળ.
  અને મને અનહદ પ્રેમ કર…

  સુંદર રચના – મન માં ઉદભવતા દરેક ભાવને ખૂબજ સુન્દેર રીતે વ્યક્ત કર્યાં.

  જન્માષ્ટમી ની શુભેચ્છા સાથે સુંદર રચના બદલ અભિનંદન .

  અશોકકુમાર-‘દાદીમાની પોટલી’
  http://das.desais.net

  Like

 10. સ્નેહા … તારી અભિવ્યક્તિમાં રહેલ શબ્દો ના જાણે કેટલાયે હૈયાની વાત કહી જાય છે …!! અભિનંદન .. જયશ્રીકૃષ્ણ ..

  Like

 11. અદભૂત,

  ક્રિશ્ન માટે કેટકેટલુ કહી શકાય નહીં? કારણકે એ સૌને પાતાની અત્યંત નજીક લાગે છે. જરાક હાથ લંબાવીને સ્પર્શી શકાય એટલો અને વળી પોતાના મનનો માલિકી ભાવ પણ એના જેવો જ કોનામાં નહી હોય?
  હું ભલે ગમે તેટલા ટુકડામાં વહેંચાયેલ છું..
  પણ..
  મને તો તું અખંડ જ જોઈએ..
  કોઈની સાથે મનથી વહેંચાયેલી હોય
  એવી પણ નહી..
  આ બધું સ્વીકાર્ય હોય તો જ તું મારા તરફ વળ.
  અને મને અનહદ પ્રેમ કર…!!

  Like

 12. બહુ વૈવિધ્યભર્યુ છે તારી લેખીનીમાં…સ્નેહા.
  અભિનંદન…

  Like

 13. હે કાન્હા,
  લાખો ગોપી સાથે મારુ ના કામ,
  પટરાણી માં મને ના ખપે સ્થાન,
  સખી તો તુ પાંચાલી ને જ રાખ,
  મીરા ની મહાનતા મારા માં નથી
  એ તુ સદાય ધ્યાન માં રાખ.

  વહેંચાયેલો છે તુ અનેક માં, જાણુ છુ.
  બદલાશે નહી મારે માટે, માનુ છુ.

  ધરમૂળ થી હું બદલાવા માંગુ છુ
  તારા નામ સંગ,
  તારા સ્થાન સંગ,
  ભવોભવ તારા સંગ…..

  તારા પ્રેમ ની તો આ માયા છે
  પત્ની અનય ની,પણ તારે સંગ,
  સ્વીકારે સૌ તેને માન સહઃ

  ના અહમ,ના ઇર્ષા, ના માલિકિભાવ,
  રાધા ની જગા ના ચાહુ…પણ
  ઓ કાન્હા,
  તારા પડખા માં હ્જુ એક બાજુ
  જગા ખાલી છે.

  ધૃતિ…

  Like

 14. hey dhruti….its wonderful dear..same my thoughts…mare j kahevu che e j …..i am so lucky k mane maru lakhan barabar samji sake eva samjdar ane vicharsheel mitro ane sakhio mali che…thnx a lot to all frnds…dil se…

  Like

 15. મારી સ્નેહાળ, સર્વ-શ્રેષ્ઠ સખી દ્રૌપદી.. sneha ji…. mere khyal se draupadi… krishna ki sakhi nahi… sister thi……please reply…

  Like

 16. ખરેખર સુંદર રચના. ખબ જ મજા આવી વાચવાની.
  પ્રેમનું અત્યંત ભાવવાહી નિરૂપણ. કૃષ્ણાયન યાદ આવી ગઈ. કદાચ તમે વાંચી હશે.

  કાજલ ઓઝા-વૈદ્યઃ કૃષ્ણાયનમાંથી પૃ. ૮૨
  “આ જન્મ પ્રેમિકા બનીને જીવવા માટે જ્ન્મેલી સત્યભામા ક્યારેય વાસ્તવિકતાની ભૂમિ પર પગ ન માંડ્તી. સતત સ્વપ્નો અને અવનવા મનોજગતમાં રચતી સત્યભામા કૃષ્ણની આ વાત કોઇ કાળે માની શકે એમ નહોતી! કૃષ્ણ પોતાના વિના સુખી થઇ શકે એ વાત જ સત્યભામા માટે અસત્ય હતી… અસહ્ય હતી.
  કારણકે, એણે સુખની વ્યાખ્યા શ્રીકૃષ્ણથી શરુ કરીને શ્રીકૃષ્ણ પર પૂરી કરી હતી! પોતાના મનોવ્યાપારોને અન્યમાં રોપવા એનું જ નામ પ્રેમ હશે, કદાચ! સામેની વ્યક્તિને દર્પણ તરીકે જોવી એ પ્રેમનો સ્વભાવ છે. ..સામેની વ્યક્તિ કંઈ પણ કહે, પ્રેમી મન એ જ સાંભળે છે, અને એ જ સમજે છે જે એને સ્વીકાર્ય છે..અથવા જે એને અપેક્ષિત છે.”

  Like

 17. Pingback: હું તો આવો જ છું… (via ) « વિજયનુ ચિંતન જગત

 18. જન્માષ્ટમી પર્વ પ્રસંગને અનુરૂપ સુંદર કાવ્ય રચના .
  જય શ્રી કૃષ્ણ

  Like

 19. ઇશ્વરમાટે બંધાવુ બદલાવું એ જીવવાની આવશ્યક્તા નથી અને ઇશવર આપણને કહે તું મારે માટે બદલાઈ જા તો એ સરમુખત્યારી છે..

  Like

 20. Pingback: હું તો આવો જ છું..-સ્નેહા પટેલ, અક્ષિતારક | વિજયનું ચિંતન જગત-

 21. Pingback: હું તો આવો જ છું… | Damania Soni Samaj Blog

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s