ખાલીપો – ભાગ-૧૧.

અર્થ..ઈતિ વગરના ઘરમાં મમ્મી વિમળાબેન અને પુત્ર સ્પર્શ સાથે બેઠેલો. ખબર નહી પણ ઘરનો કોઈ ખૂણો સતત ખાલી ખાલી લાગતો હતો. જાણે કે આ એનું ઘર હતું જ નહી.!! એણે અને ઇતિએ કેટ કેટલા અરમાનોથી સજાવેલું આ ઘરને. અત્યારે એમાં નીરવ ખામોશીનું જ વર્ચસ્વ હતું. હિંચકા પર ઝૂલતા ઝૂલતા એંણે ચોતરફ એક ખાલીખમ નજર ફેરવી. સામે જ સરસ મજાનું ગાર્ડન હતું. જેમાં ઈતિની હયાતી હજુ સ્પ્ષ્ટપણે છલકતી હતી. ઇતિના હાથમાં જાણે કે જાદુ હતો. એમાં પણ ઇતિએ ખૂબ જ મનથી એક બાજુ પારિજાતનું ઝાડ રોપેલું. એ હવે ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું. એના ઉપર મનમોહક સફેદ અને નારંગી રંગની દંડીવાળા નાજુક નમણા ફુલો આવી રહ્યાં હતાં..પણ એનો આનંદ ઊઠાવવાની જેને ચાહ હતી એ ઈતિ ક્યાં..??

ડગલે ને પગલે અર્થને ઇતિની યાદ હેરાન કરતી હતી…અકળાઈને બૂમ પાડી…

“મમ્મી, આ સ્પર્શને શાંત રાખને..પ્લીઝ..અને એક કપ ચા પીવડાવીશ..ઇતિ બનાવતી હતી એવી કડક, આદુ-ફુદીનાવાળી..”

વિમળાબેન અંદરથી બહાર આવ્યાં. સ્પર્શને અર્થના હાથમાંથી લઈ લીધો અને એક તીખી નજર અર્થ સામે નાંખી..ના ઈરછવા છતાં બોલાઈ ગયું..

‘અસ્સલ ઈતિ જેવી જ…!!”

ના બોલાયેલા શબ્દોના કટાક્ષબાણોનો સામનો કરતાં કરતાં અર્થ આરપાર વીંધાઈ જ ગયો જાણે..!

પણ શું થાય..પોતે જ પોતાના પગ પર કુહાડો મારેલો ને..!!!!

ઇતિ વગર એનું જીવન સાવ જ આમ ખાલીખમ થઈ જશે એવો તો એને અંદાજ પણ નહોતો. સામે હતી ત્યારે એનું મહત્વ એણે ક્યારેય આંક્યું જ નહોતું ને..”ઘરકી મુર્ગી દાલ બરાબર ” જેવું જ તો..!!

—————————————————

ઇતિ…સાવ પાગલ તો નહોતી જ ..એને ક્યારેક કયારેક પાગલપણના કાં તો વધારે પડતી લાગણીના ઍટેક્સ આવી જતા હતાં..બસ એ સમયે એને સાચવવી બહુ જ અઘરી પડતી. બાકી એ સાવ જ નોર્મલ હતી. આમે એ ઈન્ટેલીજન્ટ તો હતી જ.. એણે ડો.વિકાસની મદદથી ત્યાં જ પોતાના શોખની ઈન્ટીરીયર ડિઝાઇનની લેટેસ્ટ બુક્સ મંગાવી લીધેલી..

જે પરિસ્થિતી હતી એને સ્વીકાર્યા વગર એની પાસે કોઈ જ છૂટકો ક્યાં હતો? ના સ્વીકારે તો પણ એ જ હેરાન થાય. એટલે એણે એના ખાલીપાને પોતાના શોખ તરફ ડાયવર્ટ કરવાનું નક્કી કરી લીધું હતું.  બેઠાં બેઠાં એ મેગેઝિનના પાના જ ઉથલાવતી હતી ..નજર એક પાના પર પારિજાતના વિશાળ અને સફેદફુલોથી સુશોભિત વૃક્ષ પર અટકી ગઈ.ત્યાં એની નજરે એ સ્તબ્ધ થઈ ગઈ.

‘પારિજાત’..કેટ કેટલી યાદો હતી આ નામ સાથે…એના કુમળા કુમળા ફુલો..એની કેસુડી નાજુક નમણી દંડીઓ..રોજ રાત્રે એ પારિજાતના વ્રુક્ષ નીચે એક સફેદ ચાદર પાથરીને સૂઈ જતી હતી. વહેલી સવારે ઊઠીને એ ચાદરમાં મન મૂકીને રીતે વેરાયેલ પારિજાતને ચાદરમાં સમેટીને ગાલ સાથે અડાડીને વ્હાલ પણ કરી લેતી..પાગલ હતી એ પારિજાતના ફુલો પાછળ..!! આજે એ યાદ આવી ગયું. પોતાના (!!!) ઘરમાં પોતે આટલા જતનથી ઊછેરેલ પારિજાતની હાલત કેવી હશે?  હવે એનું ધ્યાન કોણ રાખતું હશે..?

વળી યાદ આવ્યું..”રે પાગલ તારો અંગનો એક કટકો..સ્પર્શ…અને આખેઆખી જેનામાં તું વસેલી એ અર્થ જ જ્યાં તારા નથી ત્યાં આ પારિજાતની ચિંતા તને શીદને સતાવે..?”

સ્પર્શ…એક હાયકારો નીકળી ગયો..એના મનમાં વિચારોનું તોફાન ચાલુ થઈ ગયું.. કોઈ જ મતલબ વગરના વિચારો એના મનનો કબ્જો જમાવવા માંડ્યા. સ્પર્શ…અર્થ…બેયના ચહેરા એક બીજામાં જાણે કે મળી ગયા હોય એમ જ લાગ્યું..બેય જાણે કે એની આ હાલત પર હસતાં હોય એમ જ લાગ્યું..અને ઇતિ બે હાથેથી માથું પકડીને બેસી ગઈ..

ડો. વિકાસની ભલામણથી મળેલ સેલફોનમાંથી ડો. વિકાસને જ ફોન કર્યો..

“ડો. પ્લીઝ..કમ સૂન…આઈ નીડ યોર હેલ્પ અર્જન્ટલી”

—————————————–

વિકાસ ઓફિસની કેબિનમાં બેઠો બેઠો ઇતિ વિશે જ વિચારતો હતો..કાલે તો એ દરવાજેથી જ ઇતિને નીહાળીને પાછો વળી ગયેલો. ઇતિને જોઈને એના દિલમાં વ્હાલનું ઝરણું ફૂટી નીકળતું હતું. ધસમસ એના પાણી..વિકાસને કંઈ જ સમજાતું નહોતું કે એની સાથે આ શું થઈ રહ્યું છે…! કદાચ એને ઇતિથી પ્રેમ થઈ રહ્યો છે..એ વિચારોથી જ એની નસનસમાંથી વહેતા લોહી જાણે શિરા-ધમની ફાડીને બહાર આવવાને આતુર થઈ ગઈ હોય એમ લાગ્યું..જાણે ચિલ્લાઈ ચિલ્લાઈને ના કહેતી હોય..

‘અરે નાદાન..કદાચ નહી…સો એ સો ટકા તમે ઇતિન પ્રેમમાં છો..પાગલોના ડોકટર વિકાસ..એમની પાગલ પેશન્ટ ઇતિના પ્રેમમાં પાગલ..!!”

આમ વિચાર કરતા કરતાં જ વિકાસ એકદમ હસી પડ્યો..અને ત્યાં તો એના સેલની રીંગ રણકી.

‘અરે..આ તો ઇતિનો નંબર…”

વિચારતા વિચારતા એણે ફોન ઉપાડ્યો અને ઇતિનો વ્યાકુળ અવાજ સાંભળીને તરત જ એના રૂમ તરફ દોડ્યો. ઇતિનું માથું ભયંકર વેદનાથી ફાટું ફાટું થઈ રહ્યું હતું. વિકાસને જોઈને એ એકદમ જ એને વળગી પડી..અને એકદમ જ રોવા લાગી. વિકાસ બે ઘડી તો અવાચક જ.. ઇતિ એની આટલી નજીક પહેલી વાર જ આવેલી..એ પણ હાડ- માંસનો બનેલો માણસ હતો આખરે. ધૂજતા હાથે ઇતિના લીસા વાળમાં હાથ પૂરોવીને એને સાંત્વના આપતા બોલ્યો,

‘ઇતિ..જાતને થોડી સંભાળ..વિચારવાનું બંધ ક્રર..”

હળ્વેથી ઇતિને પલંગ પર બેસાડી. ઇતિના ગોરા ગોરા કોમળ બાવડે, વોર્ડબોય પાસે મંગાવેલ ઘેનનું ઈંજેકશન આપતાં આપતાં વિચાર્યું કે…

” જાત તો મારે પણ સંભાળવાની છે..ઇતિ મારી એક પેશન્ટ છે..આમ એના વિશે કંઇ પણ વિચારવું ઠીક તો નથી જ..”

ઘેનના ઇજેકશનની અસર હેઠળ ઇતિને ઉંઘ આવવા માંડી..્વિકાસે ઇતિને સંભાળીને પલંગ પર સુવાડી. ઇતિના કાળા ભમ્મર વાળ એના મોઢા પર આવી જતા હતા..આ ઘડીએ વિકાસ એની જાતને ના સંભાળી શક્યો અને અવશપણે એના મોઢા પર આવતા વાળ હળ્વેથી ખસેડીને કાન પાછળ સા્ચવીને ગોઠવી દીધા. ઇતિ ઉંઘમાં એક્દમ માસૂમ લાગતી હતી. વિકાસ ધીમે ધીમે એની જાણ બહાર જ એના ચહેરા તરફ ઝુકતો ચાલ્યો..અંદરથી એક તીવ્ર આવેગ ઊઠી રહ્યો હતો..ઇતિને કપાળ પર ચુંબન કરી લેવાની ઇરછા બળવત્તર થતી જતી હતી..એક્દમ જ ઇતિએ ઉંઘમાં પડખું ફેરવ્યું અને ડો. વિકાસને હકીકતનું ભાન થયું કે પોતે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. પણ બહુ જ મજબૂર હતો દિલના હાથે એ. એનું દિલ તો ઇતિના નામથી જ ધડકી ઉઠ્તું હતું..જલતરંગ વાગવા લાગતા હતાં..

બહુ જ મુશ્કેલભરી સ્થિતીમાં મુકાઈ ગયેલા ડો .વિકાસ….!!!

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

10 comments on “ખાલીપો – ભાગ-૧૧.

  1. rajuvat saras rite kari chhe..keep it up…
    એ વિચારોથી જ એની નસનસમાંથી વહેતા લોહી જાણે ર્ગ-શિરા-ધમની ફાડીને બહાર આવવાને આતુર થઈ ગઈ હોય એમ લાગ્યું..જાણે ચિલ્લાઈ ચિલ્લાઈને ના કહેતી હોય..

    Like

  2. ના બોલાયેલા શબ્દોના કટાક્ષબાણોનો સામનો કરતાં કરતાં અર્થ આરપાર વીંધાઈ જ ગયો જાણે..!
    hummm..

    અંગનો એક કટકો..સ્પર્શ…અને આખેઆખી જેનામાં તું વસેલી એ અર્થ જ જ્યાં તારા નથી ત્યાં આ પારિજાતની ચિંતા તને શીદને સતાવે..?”
    ketali k chijo ne yaad karata ane teni sathi ni lagati ej duniya a vaheto thai jay che..
    ‘અરે નાદાન..કદાચ નહી…સો એ સો ટકા તમે ઇતિન પ્રેમમાં છો..પાગલોના ડોકટર વિકાસ..એમની પાગલ પેશન્ટ ઇતિના પ્રેમમાં પાગલ..!! bhagya ne khel pan keva hoy che ?

    બહુ જ મુશ્કેલભરી સ્થિતીમાં મુકાઈ ગયેલા ડો .વિકાસ….!!
    hummm…1

    waah ! saras varnan !!
    bhagavan kyarey koi ne avaa khalipo na aape…!

    Like

  3. VAHH VAHH …..arth ne pan iti ni yad satava lagi .. e khub gamyuu.. yar tu too kharekhar ek ghadayeli lekhika banti jay che…..shabdoo ne .. saras sajave che ….
    ’ઇતિ..જાતને થોડી સંભાળ..વિચારવાનું બંધ ક્રર..”.. aa vakya ane..” જાત તો મારે પણ સંભાળવાની છે..ઇતિ મારી એક પેશન્ટ છે..આમ એના વિશે કંઇ પણ વિચારવું ઠીક તો નથી જ..”vikase kahelu aa vakya banne same sabdo pan arth!! VAHH MAST .. NICEEE KHUB GAMYOO .

    ANE have hash thai Itine … arth dvara yad karavi ne… ane vikas.. teni najik..dekhadi ne… eneu dukh thodu.. ochu thay !! bas aam j lakhti rahe .. amne vanchavti rahe..!

    Like

  4. પારિજાત, સ્પર્શ ,અર્થ કેત કેટલી સ્મ્રુતિઓનુ વળગણ છે ઇતિને નહી? ઇતિનુ વળગણ ડૉ. વિકાસને અને હવે એ બધાયનુ વળગણ અમને થઈ રહ્યુ છે સ્નેહા.

    Like

  5. પારીજાતના છોડ ની વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ….અત્યંત નાજુક છોડ અને એની વાત પણ નાજુક….સંવેદનશીલતાની પરાકાષ્ઠા….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s