લજામણી

રે મારા સાજન…

તારા સ્પર્શની તરસમાં હવે આ લજામણી સુકાતી જાય છે,

મને તારા વ્હાલમાં પાગલપણ સુધીનો સંકોચાવાનો મોહ છે,

તું નજર તો કર જરા..

તારા વિના જીવવાનો અભિશાપનો મારો ભોગવટો,

મારી તડપ, મારી તરસ, મારી વેદના,મારી વ્યાકુળતા….

એક નજરનો સવાલ છે, એમાં તારું શું જાય છે ?

મારી તો આખી જીંદગી એના નામે બરબાદ થાય છે.

સાંભળ્યું છે કે, પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે…

તું તો વ્હાલનો દરિયો… તારા પાણી કાં આમ સૂકાયા રે સાજન…!!!!

મારી આંખોના દરિયા પૂરપાટ..બેય કાંઠે વહે છે,

એને હવે શેની પાળ બાંધુ..? બોલ ..

વહેતા શીખવ્યું પણ તરતાં ના શીખવ્યું,

આમ ભરપૂર લાગણીના મધદરિયે

તારા વિન મારે કઈ રીતે એકલા તરવું હવે..?

જો જો રે દોસ્તો…

આમ કોઈ લાગણીઓના દરિયામાં ભરતી ના લાવતા,

લાવો તો એને ઓટનો સહારો જરુરથી આપજો.

આમ એકલી એકલી એક લજામણીને…..

સ્નેહા પટેલ – અક્ષિતારક

૨૮-જુલાઈ. ૨૦૧૦

Advertisements

5 comments on “લજામણી

 1. સાંભળ્યું છે કે, પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે…
  તું તો વ્હાલનો દરિયો… તારા પાણી કાં આમ સૂકાયા રે સાજન…

  વાહ સ્નેહાજી
  શું વિરોધાભાસી સંમિશ્રણ છે…..
  ખુબજ સરસ……

  Like

 2. મારી આંખોના દરિયા પૂરપાટ..બેય કાંઠે વહે છે,
  એને હવે શેની પાળ બાંધુ..? બોલ ..
  વહેતા શીખવ્યું પણ તરતાં ના શીખવ્યું,
  waah !! bahoot ache.. saras mane khoob gami aa pankti…!

  Like

 3. વહેતા શીખવ્યું પણ તરતાં ના શીખવ્યું,

  આમ ભરપૂર લાગણીના મધદરિયે
  તારા વિન મારે કઈ રીતે એકલા તરવું હવે..?

  સરસ સ્નેહાબેન, સીધી દિલને સ્પર્શે એવી પંક્તિઓ છે…
  આવી જ સરસ રચનાઓ લખતા રહો…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s