ખાલીપો : ભાગ – ૭


સ્પર્શનું ગોરું ગોરું ગોળ મટોળ મોઢું તાવથી તપીને રતૂમડું થઈ ગયેલું.. એને થતા તકલીફ એના મોઢા પર સ્પષ્ટપણે દેખાતી હતી. !! અર્થ બાપ હતો આખરે સ્પર્શનો.. બેધ્યાનપણે જ એનો હાથ લંબાઇ ગયો સ્પર્શ તરફ..એના વાંકડિયા ઘુંઘરાળા વાળમાં એની આંગળીઓ પરોવી અને એના લલાટ પર મૃદુ ચુંબન ચોડી દીધું.
સ્પર્શ થોડો સળવળ્યો.. તાવના લીધે એની ઊંઘ થોડી કાચી હતી અને એકદમ જ ઊઠવું પડ્યું એટલે હોય કે હમણાંથી અર્થના સ્પર્શની ટેવ છૂટી ગઈ હશે એના કારણે હોય.. ખ્યાલ નહીં… પણ એ એકદમ જ ભેંકડો તાણીને રડી પડ્યો…!!
“શું થયું બેટા..?” ઈતિ એકદમ જ સફાળી બેઠી થઈ ગઈ.
એક તો તાવ અને એમાં ભેંકડો તાણ્યો ભાઇએ… અને. થોડા ટાઇમ પહેલાં જ માંડ માંડ થોડી ખીચડીના સથવારે આપેલી દવા બેય ભફાક્…ક…. દઇને સ્પર્શના પેટમાંથી ઊલટી રૂપે બહાર..!!!
ઈતિ આખા દિવસની થાકેલી… મેન્ટલ અને ફિઝિકલી બેય રીતે… માંડમાંડ સ્પર્શને ઊંઘાડીને એ આડે પડખે થયેલી.. હજુ તો બે પાંપણોનો માંડ મેળાપ થયેલો.. નિદ્રાદેવીએ એના શરણે લઈ.. હળવેથી થપકીઓ આપી.. જાણે સાંત્વના આપીને ઊંઘાડવાની શરૂઆત જ કરેલી.. અને સ્પર્શનો આ કકળાટ.
”આહ.!! “
એની સહનશક્તિ જવાબ દઈ ગઈ હવે…
”બહુ પ્રેમ છે દીકરા માટે તો આખો દિવસ ક્યાં હતો આ પુત્રપ્રેમ.?”
” તે હું ખોટું બોલ્યો એમ કહેવું છે તારું કેમ …?”
”મેં એવું ક્યાં કહ્યું..”
” પણ તારી વાતનો મતલબ તો એવો જ થતો હતો ને… ”
” જો અર્થ… હું સખત થાકેલી છું… પ્લીઝ… મને ઊંઘની સખત જરૂર છે… આપણે કાલે વાત કરીશું. ”
” કેમ.. ? ખોટી પડી એટલે હવે વાત બદલી કાઢી એમ જ ને… અને ના મેનેજ થતું હોય તો નોકરી કરવા શેના નીકળી પડ્યા’તા આમ.. !!!
” ”અર્થ તું બધી લિમિટ ક્રોસ કરે છે ”
” લો, સત્ય કહ્યું તો મરચાં લાગી ગયા…! આખી દુનિયાના બૈરાં નોકરી કરે છે, પણ આમ ઘરબાર ને છોકરાને રઝળતા નથી મૂકી દેતા કોઇ.. એક બહાનું જ જોઇએ છે તારે તો જવાબદારીમાંથી છટકીને સ્વતંત્રતાના નામે બહાર રખડવાનું .. મને બધું ય સમજાય છે.. કંઈ નાનો કીકલો નથી હું… તારી જુની ઑફિસમાં તારી પાછળ પાગલ પેલા વિકાસીયાને પણ હું જાણું છું… એ હવે પાછો તને દાણા નાંખશે અને તને મજા આવશે કે “જો.. હજુ પણ મારા આશિકો મને એટલા જ ચાહે છે… અને હું પણ ધારું તો….”
”સટ્ટાક……..ક્….. ” ઈતિનો હાથ ઊપડી ગયો…!!!
ઈતિથી બધું સહન થઈ જતું. પણ એના ચારિત્ર્ય પર આવો કાદવ ઉછાળાય એ એનાથી ક્યારેય સહન ના થતું. અર્થ એની આ કમજોરી બહુ સારી રીતે જાણતો એટલે આજે હાથે કરીને એણે આવી રીતે વાત કરી..એ ઈતિને ઝુકાવવા માંગતો હતો..એની માફી માંગે એ માટે એ ગમે તે કરવાની હદ સુધી જવા તૈયાર થઈ ગયેલો. એનો ઘવાયેલો અહમ્ એને પશુતાની હદ સુધી ખેંચી ગયેલો.. એની આંખે નફ્ફટાઈના પાટા બંધાઈ ગયેલા જાણે. ઈતિને….એ જ ઈતિને જેણે અર્થે પાગલપણની સીમા સુધી પ્રેમ કરેલો.. એના એક એક વચને એ જાન આપવા તૈયાર થઈ જતો હતો.. એ જ ઈતિ સામે આજે વેર વાળવાની જીદ્દ લઈને બેઠેલો…!!!
અને ઈતિ … સાવ જ જડવત્ થઈ ગયેલી… આ એનો જ અર્થ બોલતો હતો..!!! જેને એણે પોતાની પાછલી જિંદગીની રજેરજ વિગત એકદમ નિખાલસતાથી કહી દીધેલી.. વિકાસને એના માટે બહુ લાગણી હતી પણ એ એને એક સારો મિત્ર જ માનતી હતી એ વાત પણ એણે જ અર્થને કહેલીને… !! એ વાતનો અર્થ આવી રીતે પોતાને નીચી પાડવા માટે વાપરશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. થોડા દિવસ રહીને આ રિસામણા મનામણામાં ફેરવાઈ જશે એવો થોડો ઘણો વિશ્વાસ દિલના એક ખૂણે સતત ધબકતો હતો.. પણ અર્થના આજના વર્તને એ મનામણાનો સેતુ રચવાને બદલે એ રિસામણાની દિવાલને નફરતનું વધુ એક મજબૂત પ્લાસ્ટર ચણવાનું કામ કર્યું હતું..!!
અર્થને દુખતું હતું પેટ અને કૂટતો હતો માથું… સ્પષ્ટપણે દેખાતું હતું…!!
જ્યારે… આ બાજુ અર્થ પણ સાવ જ બઘવાઇ ગયો… ઈતિના એ લાફાએ તન કરતા મન પર ..એના પુરુષત્વ પર જ જાણે સીધો પ્રહાર કર્યો હતો..!!! ઈતિ જેવી શાંત પત્ની આવું વર્તન કરે એ હજુ પણ એના માન્યામાં નહોતું આવતું..!!! ધૂંધવાતો…અંદર ને અંદર તરફડતો એ રૂમમાંથી બહાર નીકળી ગયો…
અને ઈતિ ઘસી આવેલા આંસુના વેગને ખાળવા અસમર્થ એવી નિઃસહાય બનીને છુટ્ટે મોઢે રડી પડી…
——————————————————————–
બીજા દિવસની સવાર ઈતિ માટે એક કાળમુખો સંદેશ લઈને જાણે કે ઊગેલી.. ચા-નાસ્તાના ગોળ ટેબલ પર અર્થ ઈતિની સામે જઈને બેઠો…
ઈતિ સ્પર્શને ચમચીથી બોર્નવિટાવાળું દૂધ પિવડાવી રહી હતી.
” ઈતિ … તું અને હું હવે એક છત નીચે એક સાથે નહીં રહી શકીએ..માફ કરજે મને. ”
” મતલબ…? તું શું કહેવા માંગે છે એ સ્પષ્ટપણે કહીશ અર્થ મને.. ”
” ના જ સમજાતું હોય તો લે એકદમ સરળ શબ્દોમાં કહું છું, મારે ડિવોર્સ જોઇએ છે..!! ”
”અર્થ… દીકરા… તું શું બોલે છે એ તને ભાન છે કંઈ.. ” વિમળાબેનનું દિલ જાણે કે એક ધબકારો જ ચૂકી ગયું..
”મમ્મી..તમે વચ્ચે ના આવશો પ્લીઝ.!! ”
ઈતિ સાવ જ અવાચક..!!!! એને ધારણા તો હતી જ કે રાતની ઘટનાના પ્રત્યાઘાતો તો આવશે જ ..પણ સાવ અર્થ આમ છેલ્લી કક્ષાની વાત કરશે એ તો એના માન્યામાં જ નહોતું આવતું.. રડી જ પડી એ ……
”અર્થ… સમજવાનો પ્રયત્ન તો કર… હું સ્પર્શની બીમારીને લઈને સખત ટેન્શનમાં હતી… એમાં તારી આવી વાત સાંભળીને મારો કાબૂ ના રહ્યો મારી જાત પર…. પણ એને લઈને સાવ આમ બાલિશ વર્તન ના કર… ”
”ઓહ્.. તો સ્પર્શની બીમારીનું ટેન્શન તને જ છે એમ કે… ઓ.કે… તો સાંભળ.. સ્પર્શને હું ઊછેરીશ.. મારા જેવો એક સારો અને મજબૂત માણસ બનાવીશ.. તું એકલી જ આ ઘરમાંથી જે જોઇતું હોય તે લઈને જઈ શકે છે.. જે ખાધા-ખોરાકી કે ભરણ-પોષણ પેઠે જોઇતું હોય તે અહીં જ કહી દેજે… નકામું કોર્ટમાં ભવાડા ના કરીશ..!! ”
ઈતિ પર જાણે કે વીજળી ત્રાટકી હોય એવી હાલત થઈ ગઈ..
એનું માથું ભારે થઈ ગયું.. આખી પૃથ્વી જરા વધુ જ સ્પીડમાં ફરવા લાગેલી… ચક્કર જ આવી ગયા એને.. અને
“ધબાક…”
એક મોટો અવાજ થયો… એના ખોળામાંથી દૂધ ના પીવા માટે ધમપછાડા કરતા સ્પર્શ પર એનો કાબૂ ના રહ્યો અને એ નીચે ફસડાઇ પડ્યો…!!!
(ક્રમશ: )
સ્નેહા –અક્ષિતારક.

Advertisements

14 comments on “ખાલીપો : ભાગ – ૭

 1. અર્થને દુખતું હતું પેટ અને કુટતો હતો માથું…સ્પષ્ટપણે દેખાતું હતું…!!

  આ દુખે પેટ અને કુટે માથુ વાળી વાતથી કેટલા અનર્થ સર્જાઇ જાય ?

  ઇતિ અને અર્થની સમસ્યા અને માનસિક મથામણ સરસ રીતે વ્યક્ત થાય છે.

  Like

 2. hmmmm arre jivan ma ek nani si babat vat ne kyathi kya lai jay che!!!!!!!!!

  અર્થ બાપ હતો આખરે સ્પર્શનો.. અર્થ બાપ હતો આખરે સ્પર્શનો.. બેધ્યાનપણે જ એનો હાથ લંબાઇ ગયો સ્પર્શ તરફ….egoo …. !!…

  . થોડા દિવસ રહીને આ રિસામણા મનામણામાં ફેરવાઇ જશે એવો થોડો ઘણો વિશ્વાસ દિલના એક ખુણે સતત ધબકતો હતો.stri hamesha avu andar thi ek chane khune icchti hoy che… potanii life ne bachavava,..

  ઇતિના એ લાફાએ તન કરતા મન પર ..એના પૌરુષત્વ પર જ જાણે સીધો પ્રહાર કર્યો હતો..!!hmmm hu thoduk anshe evu manu chu bane tya sudhi aa prahar strie tadvo joie..!aa amru personal thinking che.. !!!

  એને ધારણા તો હતી જ કે રાતની ઘટનાના પ્રત્યાઘાતો તો આવશે જ .. aa sha mate hati>>?? arth ni jem eney thoduk ego to nadtu j hatu!!

  bahuu j sundar n sambdhona tanavana par sarjayelii lagnithibharpur varta..ek mrg life nu sachot nirupan.. aama kya n koone adjust ment karvu te samjay too life easy bani rahe!!!!!
  nice ..

  Like

 3. સ્નેહા
  વાર્તા સરસ જામી રહી છે
  મારા ઘણા ઘણા અભિનંદન…
  ખાલીપો ૧૮ પ્રકરણ સુધી લૈ જવા મથજે..
  અંત લોક અપેક્ષા કરતા જુદો લાવી શકીશ?
  અર્થનું ચરિત્ર ચિત્રણ પણ જરુરી છે..તેને ઇતિ જેટલુ મહત્વ આપ…
  તુ સર્જક છે પણ કથાનું પાત્ર બનીને મોનો ટોનસ ન થવા દઇશ.
  વિમળાબેન પણ એક સબળ પાત્ર બની શકે છે..
  “ધબકાર”માંથી એક સબળ લેખીકા બનીને તુ ઉભરે તેવી શુભેચ્છાઓ

  Like

 4. જહાનવી…રાત્રે એની માનસિક કે શારીરિક તાકાત જવાબ દઇ ગયેલી.. અને એનો ઇગો નહી..પણ સ્વાભિમાન હતું..કોઇ પણ સ્ત્રી આ વાત ના જ સહન કરી શકે..

  ઓકે વિજયભાઇ..પૂરતો પ્રયત્ન કરીશ્ આપનો ખુબ ખુબ આભાર શુભેચછા અને માર્ગદર્શન બદલ્..

  Like

 5. સ્નેહા મેમ ….

  જોરદાર, માઈન્ડ બ્લોવિંગ,
  મને શબ્દો નથી મળતાં તમારી માટે તમે આપડે ૧ ફિલ્મ જોઈ રહ્યા હોઈ ને એવું જ વાતાવરણ ઉભું કરો છો.. લાગે કે બધું આપડી સામે જ થઇ રહ્યું છે…

  ભગવાન કરે કોઈ ના જીવન માં આવો સમય ના આવે.. પણ જોડે જોડે પાક્કી ખાતરી પણ છે.. કે તમારી વાર્તા વાંચ્યા પછી કોઈ પણ આવી ભૂલ નહિ કરે પોતાના સાથી જોડે… & જો ભૂલ કરી પણ હશે ..તો તમારી વાર્તા વાંચ્યા પછી જરૂર ભૂલ સુધારી લેશે….
  પણ મને લાગે છે જે તમને આટલો પ્રેમ કરે તેની જોડે આવું તો ક્યારેય પણ ના કરવું જોઈએ પછી છો ને તે ગમે તે સંબંધ હોય….

  thanks સ્નેહા મેમ કે તમે અમને આટલી સરસ વાર્તા આપી….& આગળ પણ આપતા રહેજો……………….

  Like

 6. humm sneha d…

  ઇતિ આખા દિવસની થાકેલી…મેન્ટલી અને ફીજિકલી બેય રીતે…
  ha maa potana balko ne bimar joi ne maansik rite pan thake che sachi vaat che..

  ”બહુ પ્રેમ છે દીકરા માટે તો આખો દિવસ ક્યાં હતો આ પુત્રપ્રેમ.?” aava mena j manas nu jivtar jeer kare che..

  manas no ahankaar tene andhlo,bahero…ne saya jata lulo banavi de che…!
  saras varnan didi..
  aagal su thase have ? hummm ! vichre chadi gau mana maru…!

  Like

 7. પણ અર્થના આજના વર્તને એ મનામણાનો સેતુ રચવાને બદલે એ રિસામણાની દિવાલને નફરતનું મજબૂત પ્લાસ્ટર ચણવાનું કામ કર્યુ હતું..!!

  વાહ સ્નેહાજી

  ખુબ જ સરસ…………….

  Like

 8. @sneha.. ego me iiiiiiiti mate nahi aarth ne mate vapryo che kem k dikra par vahal to ubhratu hatu but kadach ego ne akrne vyakta nahto kari saktoo.. n pachi anayase .. vahal vahetu thayu.. atla mate… !

  Like

 9. ok. jahnvi..sry thodi utaval ma hati etle misunderstanding thai gai…

  chetanbhai..rajulaben…poonam..chetudidi…aaap sau no khub khub aabhar…
  aam j protsahan ane guidance aapta raheso mitro..

  Like

 10. તમારો બ્લોગ વાંચવાની ખુબ મજા આવે છે અને ખાસ તો વાર્તાઓ જેમાં કંઈક નવું લખવાનો પ્રયાસ દેખાઈ આવે છે. આગળના લેખો વાંચવાની અધિરાઈ રહેશે. ગુજરાતી સાહિત્ય માટેના તમારા યોગદાન માટે ખુબ ખુબ અભીનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s