હું અને મારી ઈરછાઓ..

હું અને મારી ઈચ્છાઓ
બેય વચ્ચે હંમેશા દ્વંદ્વ યુધ્ધ ખેલાતું જ રહે છે..
શું બધા સાથે આમ જ થતું હશે?
મારા મનોજંગલમાં રોજ રોજ અનેકો ઈચ્છાઓ દાવાનળની જેમ ફેલાય છે
રાફડો ફાટે છે જાણે !!
ભગવાને ઈચ્છાઓને કોઈ લગામ કેમ નહી આપી હોય ?
એક નકેલ નાંખો..
દોરડું ખેંચો અને બસ..
એ બધી કાળ-શ્વેતમુખી આપણા વશમાં..!!
પણ મનુષ્યની પારાવાર ઈચ્છાઓ..હાય રે..
એક સંતોષો ને બીજી મનોઉંબરે તૈયાર જ હોય
સહેજ  પણ પોરો નથી ખાવા દેતી..
જંગલી ઘાસ જ છે જુવોને
હવામાન જેવા બંધનો એને ક્યાં નડે વળી
બસ, સાવ જ આડે-ધડ
ઊગી નીકળવાનું જ સ્તો..
છેક છેલ્લી કક્ષા સુધીનું આવું નફ્ફ્ટ પણ કોઈ હોઈ શકે ?
મારા અસ્તિત્વને જળોની જેમ જ
વળગી જ પડવાનું
અને પછી ચસ…ચસ..
ટીપું ટીપું
લોહી ચૂસ્યા જ કરવાનું..
હશે…ચૂસવા દે..
આમે મારું કયાં કંઈ ચાલે છે એની પર
રકતપ્રવાહ સંચિત છે ત્યાં સુધી એને મનમાની કરી લેવા દઈશ…
પરિતૄપ્ત કરી દઇશ
એને ક્યાં ખબર કે
‘સો સુનારની તો એક લુહારની’
મર્યા પછી કયાં કોઈ ચિંતા કે પ્રશ્નો નડવાના મને
સાવ બંધનમુક્ત સ્થિતિ છે એ તો..
બસ…ત્યારે..
એને એમ હરાવી દઈશ..
મૃત્યુરૂપે એની કિંમત ચૂકવીને પણ
હું તો આખરે જીતી જ જઈશને…!!!

સ્નેહા-અક્ષિતારક
૮-૦૭-૨૦૧૦

 

Advertisements

13 comments on “હું અને મારી ઈરછાઓ..

 1. રકતપ્રવાહ સંચિત છે ત્યાં સુધી એને લોહી ચૂસવા દઈશ…
  પરિતૄપ્ત કરીશ મારા રૂધિરથી…bahu saras.

  lakhta rehjo.

  Like

 2. first of all topic j jabardast…hu n mari icchaoo….aam to ketketla junglooo.. thay!!!!!!

  મારી અને મારી ઈચ્છાઓ વચ્ચે હંમેશા દ્વંદ્વ યુધ્ધ જ ખેલાતું રહે છે..ekdam sachuu….. aa yudhh anat che.. chaltu j rahe che..!

  આ ઈચ્છાઓને કોઈ લગામ કેમ નથી આપી ભગવાને..!hmm kadach ena hath ma nathi aani lagam..! hene?

  પણ મનુષ્યની પારાવાર ઈચ્છાઓ..હાય રે..
  એક સંતોષો ને બીજી તૈયાર જ જાણે કે.
  સહેજ પોરો પણ નથી ખાવા દેતી..
  સાવ જંગલી ઘાસ જેવી જ છે..
  કોઈ જ હવામાનના બંધનો એને ક્યાં નડે છે…
  બસ ..ઊગી નીકળવાનું ..સાવ જ આડે-ધડ જ તો..
  સાવ જ આમ છેક છેલ્લી કક્ષા સુધીનું નફ્ફ્ટ પણ કોઈ હોઈ શકે..?
  આવીને બસ વળગી જ પડવાનું ..
  મારા અસ્તિત્વને જળોની જેમ જ તો..
  અને પછી ચસ…ચસ..
  ટીપું ટીપું લોહી ચૂસ્યા જ કરવાનું મારું..
  હશે…ચૂસવા દે એને..મારું કયાં કંઈ ચાલે જ છે એની પર..!!hmmm aa vanchi ne .. i hve no words tosay…… its reality!!!

  રકતપ્રવાહ સંચિત છે ત્યાં સુધી એને લોહી ચૂસવા દઈશ…
  પરિતૄપ્ત કરીશ મારા રૂધિરથી…
  આમે મર્યા પછી કયાં કોઈ ચિંતા કે પ્રશ્નો નડે છે માનવીને..?
  સાવ જ બંધનમુક્ત સ્થિતિ છે એ તો..
  બસ…ત્યારે..એને એમ હરાવી દઈશ..
  મારા મૃત્યુરૂપે એની કિંમત ચૂકવીને પણ હું તો આખરે જીતી જ જઈશને…!!!.aama thodi taklif thai mane .. ene rokva mate mrutyu ek j rasto che????? rastao to che but ene anusarva mate pan pachi iccha to hovi j joe….thodo hard pan che e rastoo.. to pan ena par chalvu impossible to nathijj.. right?

  any way this topic is my fav…. atle mane vanchvu khub gamyu.

  Like

 3. એકદમ સાચી વાત કહી…
  માનવી ને ઈચ્છા ઓ નો કોઈ અંત નથી
  મગજ અને દિલ વચ્ચે પણ યુદ્ધ ચાલે રાખે છે દિલ કઈ ઈચ્છે છે તો દિમાગ કઈ ઓર જ….

  ” પૂરી ના થાય એવી ઈચ્છા ઓ મન ધરાવે છે,
  મારી જ અતૃપ્ત માનસા ઓ મને સતાવે છે,
  વિચાર મન માં અહર્નિશ એક ના એક જ આવે છે,
  નથી સમજાતું કેમ એ સતત મને જગાડે છે,”

  કાશ…..કે માણસ ના હાથ માં કઈ હોત….

  Like

 4. મૃત્યુ પછી કઈ કોઈ ની ઈચ્છા ઓં પાછળ આવવા ની છે? સાચી વાત છે ……………………….

  Like

 5. એકદમ સાચી વાત કહી…
  માનવી ને ઈચ્છા ઓ નો કોઈ અંત નથી
  મગજ અને દિલ વચ્ચે પણ યુદ્ધ ચાલે રાખે છે દિલ કઈ ઈચ્છે છે તો દિમાગ કઈ ઓર જ….

  “” પૂરી ના થાય એવી ઈચ્છા ઓ મન ધરાવે છે,
  મારી જ અતૃપ્ત માનસા ઓ મને સતાવે છે,
  વિચાર મન માં અહર્નિશ એક ના એક જ આવે છે,
  નથી સમજાતું કેમ એ સતત મને જગાડે છે,””

  કાશ…..કે માણસ ના હાથ માં કઈ હોત….

  Like

 6. હું અને મારી ઈચ્છા ખુબજ સુંદર રજૂઆત છે, ઈચ્છાને ‘તૃષ્ણા’ તરીકે પણ આપણે જાણીએ છીએ, અને આપણામાં એક જાણીતી ઉક્તિ છે, ‘તૃષ્ણા જીર્ણ થતી નથી પરંતુ મનુષ્ય જીર્ણ થઈ જાઈ છે.’

  ખુબજ સુંદર ….

  Like

 7. બસ…ત્યારે..એને એમ હરાવી દઈશ..
  મારા મૃત્યુરૂપે એની કિંમત ચૂકવીને પણ હું તો આખરે જીતી જ જઈશને…!!!
  very nice…

  Like

 8. વેધક આધુનિક કાવ્ય. ડિક્શન અને બોલચાલના કાકુને લીધે અસરકારક બન્યું છે. આનું યોગ્ય પઠન કરી મૂકાય તો ખૂબ આસ્વાદ્ય બને.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s