ખાલીપો-ભાગ-૨
____________
થાકીને ચૂર થઈને હતાશાભરેલ હૈયે હિંચકા પર જ ક્યારે આંખ મિંચાઈ ગઈ એનો ઇતિને ખ્યાલ જ ના રહ્યો. ખાલી ખાલી સંબંધોની અશ્રુથી ભરચક રાતોમાં એક ઓર રાતનો ઉમેરો થયો હતો સરવાળે છ વાગ્યાથી શરુ થઈ જતાં એના રુટીનીયા દિવસની આડે એના હાથમાં ફકત ૨-૩ કલાક જ વધેલા. રાતનો ઉજાગરો નાજુક લાલધૂમ આંખોમાં સ્પષ્ટ વંચાતો હતો.
જિંદગીમાંથી આવા કલાકોની બાદબાકીથી ઇતિ પણ ટેવાઈ ગઈ હતી એટલે સવારે ઉઠીને કામકાજમાં પૂરોવાઈ જવામાં કંઇ ખાસ તકલીફ ના પડી.
માણસ પાસે જ્યારે કોઈ સ્થિતિનું ઓપ્શન ના હોય એટલે નાછૂટકે એણે એ પરિસ્થિતીને ભગવાનની મરજી કે પોતાના નસીબ સમજીને સ્વીકારવું જ પડે છે..એ પરિસ્થિતીથી ટેવાવું જ પડે છે.
‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દે, પણ જો માનવી એનો સાચો અને પોઝીટીવ ઉપયોગ કરતાં શીખે તો તો આસમાનની ઉંચાઈઓ પણ સર કરાવી દે છે.
આ જ ‘નો ઓપ્શન’ શબ્દ વિચારતાં વિચારતાં ઈતિથી એમ જ હસી પડાયું. પછી માથું ખંખેરીને બધા વિચારોને ભગાડી અને ફટા ફટ તૈયાર થવા લાગી. બ્રેક્ફાસ્ટ,લંચબોક્સ,બાથ…અને એ જ રોજ રોજની ઘરના ડ્રોઈંગરુમમાં કલાકે કલાકે ટહુકતી કોયલવાળી ઘડિયાળના કાંટાં સાથે એની હરિફાઈ. એડી ચોટીના જોર લગાવ્યા પછી પણ આજે અડધો કલાક મોડું થઈ જ ગયું. ઉતાવળે ઉતાવળે પાર્કિંગમાંથી ગાડી કાઢી અને ૮૦ની સ્પીડે ભગાવી.
ઝુમ…ઝુમ…ઇતિના મગજ્ના વિચારો તેજ હતાં કે ગાડીની સ્પીડ – આ બેની કમ્પેરીઝન શેમાં થાય ? સ્પીડનું માપ કયા આંકડાંઓમાં મપાય ?
કાલ રાતનો યાદોનો ‘હેંગ ઓવર’ હજુ પણ માથે સવાર હતો . ઇતિની નજર સમક્ષ એનો ભૂતકાળ તરવરવા લાગ્યો.
ઈતિ નાનપણથી જ બહુ મહત્વાકાંક્ષી છોકરી હતી. એને જિંદગીમાં ખૂબ જ આગળ જવું હતું. ખૂબ પૈસા કમાવા હતા. મા બાપનું નામ રોશન કરવું હતું. એટલે જ કોલેજ સમય દરમ્યાન એ પોતાની સખીઓની પ્રેમકથાઓ સાંભળીને ફકત હસીને જ સાંભળી લેતી અને એક કાનથી બીજા કાને બહાર. એને આ બધા લાગણીવેડાંમાં ફસાઈ જવાનું સહેજ પણ ના પોસાય. છેતરામણી યુવાનીના ચકકરમાં એ પોતાના ભણતર- પોતાની કેરિયર સાથે ચેડા ના કરી શકે. એકચિત્તે ઈન્ટીરીઅર ડિઝાઈનીંગનો કોર્સ કરીને ઇતિ સારી કંપનીમાં ઉંચા પગાર સાથે જોડાઈ ગયેલી. એની ધગશ, મહેનત અને આવડત આ બધુંય ભેગું થાય પછી એને સફળ થતાં કોણ રોકી શકવાનું હતું ?
એક વખત ઇતિની મુલાકાત કન્સ્ટ્રકશન કંપનીના એન્જિનીયર અર્થ સાથે થઈ. તરવરીયો , હસમુખો, શાર્પ દિમાગનો માલિક એટલે અર્થ મહેતા. કંપનીની એક મિટીંગ દરમ્યાન થયેલી ચર્ચાઓ દરમ્યાન ઈતિ અર્થના બહિર્મુખી અને હસમુખા વ્યક્તિત્વથી ખાસી અંજાઈ ગયેલી. સામે પક્ષે અર્થને પણ આ રુપકડી રુપકડી અને થોડી અંતર્મુખી હોવાના કારણે અભિમાની લાગતી ઈતિ પણ એટલી જ આકર્ષી ગયેલ.બંને બહુ જ ઝડપથી એક-બીજાની નજીક આવેલા અને થોડા સમયના પરિચય પછી પરણી ગયેલા.
લગ્ન-જીવનના શરુઆતના વર્ષો તો આંખ બંધ કરીને ખોલીએ એ ગતિએ ક્યાં પસાર થઈ ગયા એનો ઇતિ અને અર્થ બેય ને ખ્યાલ જ ના રહ્યો.
લગ્નના ૨ વર્ષના ટુંકા ગાળામાં પ્રેમની નિશાનીરુપે ઈતિ અને અર્થના સંસારમાં એક સરસ મજાનો રાજકુમાર જેવો ‘સ્પર્શ’ નામનો દિકરો પણ પ્રવેશી ચુકેલો.
સુખના સમયને સાચે પાંખો જ હોય છે. એ કયારે પસાર થઈ જાય એ માનવીને ધ્યાન જ નથી રહેતું. એવું જ કંઈક ઈતિ અને અર્થની જિંદગીમાં પણ થયેલું. બંનેને જીવન ધન્ય ધન્ય લાગવા માંડેલું..
અર્થની સ્વપ્નસુંદરી જેવી ઇતિ અને ઈતિનો ઘોડાવાળો રાજકુમાર એટલે અર્થ !
આ સમયગાળા દરમ્યાન ઈતિ પ્યોરલી આદર્શ ગૃહિણી બની ચુકેલી. સ્પર્શના જન્મ બાદ એણે પોતાની કેરિયર વિશે વિચારવાનું લગભગ છોડી જ દીધેલું.
અચાનક ભૂતકાળને વર્તમાનની ઠેસ લાગી અને ઈતિની પૂરપાટ દોડતી ગાડી સામે એક નાનો છોકરો આવી ગયો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….!
ક્રમશઃ
સ્નેહા પટેલ.
૧૪-૬-૨૦૧૦
wahhh bijo hapto pan saras…rah joiye che trija hapta ni..
LikeLike
Are yaar jaldi jaldi lakh, bahu wait na karavish, desperate to read …:) superb… tari language khub gami.. saras shabdo vapare che…express karava mate…like –
“‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દે કાં તો જો માનવી એનો સાચો અને પોઝીટીવ ઉપયોગ કરતાં શીખે તો તો આસમાનની ઉંચાઈઓ પણ સર કરાવી દે છે.” ; “અને એજ રોજ ઘરના ડ્રોઈંગરુમમાં કલાકે કલાકે ટહુકતી કોયલવાળી ઘડિયાળ સાથે હરિફાઈ..”
અને મને ઇતિ, સ્પર્શ, અર્થ – નામો ખુબ ખુબ ગમ્યા. ખરેખર સરસ નામો છે, [ફઈબા બનાવવી પડશે તને :)]
ane some mistakes like – ડિઝાયનીંગ નહિ – ડિઝાઈનીંગ – કોણ રોકી શકવાનું સફળ થતાં..?? –> કોણ રોકી શકવાmમાં સફળ થાત ! – ઉદગારચિહ્ન આવશે કદાચ…પ્રશ્નાર્થ ચિહ્ન નહિ, બરાબર ને? .
Ultimately…. superb…….love it toooo much and waiting desperately…for next one.
LikeLike
Khyati ni vaat saachi chhe athavaadiye nahi roj savaare navo hapto hoie…
saras lakhyu Che
LikeLike
asusual lagnithi bharporr story… n shabdoo to jane … haiya ma utari jay che.. fantastic… sneha ane mauk line to jivan ma yad rakhva jevi….
ટેવાઈ ગયેલી એની જિંદગીમાંથી આવા કલાકોની બાદબાકીથી..!!hmmmm sachej life mate aa tevay javu jaroorii che.. n tevavathi bahuu na tevavu te pan jaroori che.. but nice line.
‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દે, પણ જો માનવી એનો સાચો અને પોઝીટીવ ઉપયોગ કરતાં શીખે તો તો આસમાનની ઉંચાઈઓ પણ સર કરાવી દે છે.sache koi pan pad ne positively jovathi jindgi saral bani jay true ….
મગજ્ના વિચારો તેજ હતાં કે ગાડીની સ્પીડ…એનું માપ તો કઈ રીતે નીકળે? ekdam sachu… aisa bhi hota hai.
એની ધગશ..આવડત અને હિંમત… બધુંય ભેગું થાય પછી એને કોણ રોકી શકવાનું સફળ થતાં..??defination of suceess.
સુખના સમયને સાચે પાંખો જ હોય છે.
ક્યાં એ પસાર થઈ જાય એ સમજાય જ નહી. aa pan bahu gamyu n sachu pan che j ne?
ati savendanshil varta …. tara jevi jov have 3rd ma su che… congrates .. avu mast lakhva badal
LikeLike
માણસ પાસે જ્યારે કોઈ નાગમતી સ્થિતિનું ઓપ્શન ના હોય એટલે એણે નાછૂટકે ટેવાવું જ પડે એ પરિસ્થિતિથી…
‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દેનો ઓપ્શન’ શબ્દ વિચારતાં વિચારતાં ઈતિથી એમ જ હસી પડાયું
તરવરીયો , હસમુખો, શાર્પ દિમાગનો માલિક એટલે અર્થ મહેતા.અર્થને પણ આ રુપકડી રુપકડી એના થોડી અંતર્મુખી હોવાના કારણે અભિમાની લાગતી ઈતિ પણ એટલી જ આકર્ષી ગયેલ
‘સ્પર્શ’ નામનો દિકરો પણ પ્રવેશી ચુકેલો…
ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….
hummmm….! havi khari parixha chalu… didi mane aagal vanchavaani tadap vadhi gai…
baki patro ne aape khoob ocha shabo ma saras varnan karya che…! 🙂
LikeLike
saras shabdo no prayog atisundara hradayane sparshi jay
abhinadan
LikeLike