ખાલીપો

ખાલીપોઃ ભાગ -૧

આજે બહુ દિવસોની ધગધગતી ગરમી પછી વરસાદે મહેર કરી હતી. ઘરની બાલ્કનીમાં ઉભેલી ઈતિએ હાથ લંબાવીને હથેળીમાં એની બૂંદો ઝીલી લીધી અને એની છાલકો મારી મારીને વદન ભીનું કરવાનો એક નિરર્થક પ્રયત્ન કર્યો , પણ..દિલના દાવાનળ એમ કંઈ વર્ષાની કોમળ બૂંદોથી કદી બુઝાયા છે, તે આજે ઈતિ સફળ થવાની? કદાચિત એણે તો જાણી જોઈને જ હારવાનો એક પ્રયત્ન કર્યો હશે..આશા હતી એમ જ એ વર્ષા-બૂંદો તો સટ…ટ દઈને મોઢા પર સ્પર્શ કરતાં પહેલાં જ વરાળ બનીને ઊડી ગઈ. આજે ઇતિ બહુ જ બેચેન હતી.એના એક એક હાવભાવ – વર્તનમાં એની એ બેચેની છલકતી હતી. ભારે ભરખમ અતૃપ્ત અપેક્ષાઓની બેડીઓ, ગરમા ગરમ ઊના લ્હાય જેવા નિસાસાઓ…ઉફ્ફ્ફ…ઈતિ આખેઆખી સળગતી હતી..પીગળતી હતી…જમીન પર પ્રસરતી જતી હતી..કોઈ જ સમેટી ના શકે એવા કાચની કરચોમાં વિખરાતી જતી હતી.

આમ તો ઈતિ સફળ બિઝનેસવુમન હતી. એની સફળતાના સૂરજની રોશની ભલભલાને ચકાચોંધ કરી જતી હતી. કોઈને પણ ઇર્ષ્યા કરવા માટે પ્રેરી શકે એમ એની સફળતાનો પારો ઉંચે ને ઉંચે જ ચડતો જતો હતો, પણ માનવીની માંહ્યલીકોરની વાતની કોને ખબર પડે ? એ તો ઠેર ઠેરથી ઠોકરો ખાઈ ખાઈને ગોબાઈ ગયેલું, ચારે બાજુથી એને પડેલ ઊઝરડાંઓથી લોહીલુહાણ હતું. એના મનગમતા, તૂટતાં સંબંધનો ખાલીપો એના જીવનને અજંપાભરેલી રાતો સિવાય કંઈ જ નહોતું આપી શકતું.

કોઈને કહેવાય નહી અને સહેવાય પણ નહી..માનવીની એક અતિ પીડાદાયક સ્થિતિ છે. દિલ ચોધાર આંસુથી રડતું હોય, તરફડતું હોય અને આંખો..એ તો સાવ કોરી ધાકોર…

ઈતિ રોજ રોજ પોતાની સૂક્કી ભઠ્ઠ આંખોની કિનારીઓ પર કાજળની એક લાંબી રેખા ખેંચી દેતી, જેથી આંજણની એ કાળાશમાં એના ભડ-ભડ સળગી રહેલાં અરમાનોની કાળી – ભૂખરી રાખનો દરિયો જે સતત આંખોમાં હિંડોળા લેતો રહેતો..ઉફનતો રહેતો..ગમે ત્યારે આંખોની કિનારીઓ તોડી વહી આવવા, આંસુ નામના પ્રવાહમાં તૈયાર જ રહેતો..એ કાળો-ભૂખરો દરિયો , કોસ્મેટીકના રૂપાળા આંચળ હેઠળ છુપાઈ જાય. આજે રહી રહીને એને પોતાના હાથમાંથી સુંવાળી રેતીની જેમ સરી ગયેલા પોતાના લાડકાં સંબંધનો ખાલીપો સતાવતો હતો, શાંતિથી જપવા જ નહતો દેતો.

થોડી હિંમત ભેગી કરીને ઇતિએ મનને એ કાંટાળી કેડીએથી પાછું વાળ્યું અને રસોડામાં જઈને થોડી કડક કોફી બનાવી. કોફી મગ લઈને ફરીથી બાલ્કનીમાં આવીને એની મનપસંદ જગ્યા હિંચકા પર બેઠી. ધીમી ધીમી ઠેસ મારતી એના પર ઝુલવા લાગી. ત્યાં નજર સામે પડેલ કાગળ અને પેન પર પડી. એને લખવાનો અનહદ શોખ હતો. એ હંમેશા નોટ અને પેન હાથવગી રહે એમ ચાર પાંચ જગ્યાએ મૂકી જ રાખતી. મનના ઉકળાટ સઘળાંય લખી નાંખતી. મનઃસ્થિતિ કાગળ પર ઉતારીને થોડી હળવી થઈ જતી.. પછી જ્યારે શાંતિથી એ પોતાનું લખાણ વાંચતી ત્યારે એના અધરો પર એક નાજુક સ્મિત છલકી આવતું. પોતે આટલું સરસ લખી શકે છે એનો એને લખતી વખતે ખ્યાલ જ નહ્તો આવતો. આજે પણ  નોટ –  પેન જોઈ હાથ કંઈક લખવા માટે સળવળી ઉઠ્યો અને બેધ્યાનપણે જ સફેદ પેપરની કાળી લીટીઓમાં લાગણી- શબ્દો ટપકાવવા લાગી.

તને ખબર છે
મારી અધૂરી રહી જતી કવિતાઓનાં કાગળના ડુચા
અને
તને મળવાની તીવ્ર ઝંખના છતાં
મિલનની આઘે ઠેલાતી રહેતી  નફફટ પળો
નિરર્થક કોશિશો
હવાતિયાં
આ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે ?
એ બેય મારા હૈયે ક્યારેય ના પૂરી શકાતો
અંધકારના કાળા ડિબાંગ સમો,
છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,
સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,
ખાલીપો અવિરતપણે ભરતો જ જાય છે.

આટલું લખતાં લખતાં તો ઇતિની છાતી ધમણ પેઠે હાંફી ગઈ. માઈલોનું અંતર કાપીને આવેલ દોડવીરની જેમ થાકીને લોથપોથ. કાગળ અને પેન બંધ કરી,બહારના વરસાદ સાથે હરિફાઈ કરતા આંખોનો વરસાદ દુપટ્ટામાં સમેટતી કોફીનો મગ પુરો કરતી ઈતિ હિંચકા પર પાછળની બાજુ માથુ અઢેલીને લાશવત થઈને ઝુલતી રહી….

[ક્રમશઃ]
સ્નેહા પટેલ
૯-૬-૨૦૧૦

18 comments on “ખાલીપો

 1. ગમ્યું. નવી રીત હોય, નવી રજૂઆત હોય અને લાગણીનો જોરદાર ધસમસતો પ્રવાહ હોય એટલે ગમે જ ને! બહુ જ મજાનો પ્રયાસ છે. અને એક સરસ વાર્તા મળશે એવો ભરોસો છે. બહુ ઓછા બ્લોગર્સ પોતાનું લખવાની મથામણ કરતા હોય છે. આવી મથામણ રણમાં મીઠી વીરડી સમાન છે.
  પણ લખ્યા પછી એને મઠારવાનું રાખો. હા, ટેબલ વર્ક જરૂરી છે. એ વાત બરાબર છે કે: જ્યારે વિચારોનો પ્રવાહ વહેતો હોય ત્યારે પંતુજીવેડા ન કરીએ. પણ જ્યારે એને એક સાહિત્યપ્રકાર તરીકે રજૂ કરતા હોઈએ ત્યારે ચીવટ જરૂરી છે. એવી ચીવટથી સોનામાં સુગંધ ભળે છે.
  એક જ ઉદાહરણ આપું. … માઈલોનું જોજન કાપીને આવેલ દોડવીરની જેમ થાકીને લોથપોથ..
  માઈલ અને જોજન બંને અંતરના માપ છે. એટલે માઈલોનું અંતર અથવા તો જોજનોનું અંતર એમ લખવું એ ઠીક કહેવાય.
  આ એક સામાન્ય બાત છે. પણ ધ્યાનમાં રાખવાથી આપણી ભાષાની તાકાત વધી શકે છે. અમે કોઈ વડીલ કે વિદ્વાનની હેસિયતથી આવું ધ્યાન નથી દોરતા પણ એક બ્લોગમિત્ર તરીકે આ સાહસ કરીએ છીએ!!! હા! હા! હા! .. અને અમને ડર પણ લાગે છે કે: તમે નારાજ તો નહીં થાઓને? ..
  અમે પણ આવી સલાહો મેળવી મેળવીને થોડાઘણા ઘડાયા છીએ! તમારી પ્રગતિથી ઘણો આનંદ થાય છે. ખૂબ ખૂબ વિસ્તરો એવી ભાવના સાથે ટળું છું.
  આ પ્રતિભાવ તમને યોગ્ય લાગે તો જ પ્રગટ કરશો. અને યોગ્ય જણાય તેટલો અને અને યોગ્ય જણાય તે રીતે પ્રગટ કરશો.

  Like

 2. wah….di tame varta ne article kharekhar khubj saras lakho chho…evu lage jane koi navi duniya chhe aa vartao ni…khubaj saras

  Like

 3. યશવંતભાઈ…મારે બહુ બધું વિક્સવું છે..હું ક્યાં છું મને ખ્યાલ છે જ..તમારા જેવા બ્લોગર-મિત્રોના સૂચનો,ઠપકાઓ અને પ્રેમભર્યા અભિપ્રાયોથી જ હું બે બે લાઈન લખી શકનાર સ્નેહા અહી સુધી પહોંચી છું..હજુ બહુ દૂર છું..પણ ખોટો રસ્તો પકડવો એના કરતા શાંતિથી એક્ચિત્તે ધારેલી મંજિલ પામવી મને વધુ પસંદ છે..બધાયે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

  Like

 4. છાલકો મારી મારીને મોઢુ ભીનું કરવાનો એક નિરર્થક પ્રયત્ન કર્યો તો ખરો પણ..દિલના દાવાનળ એમ કંઈ વર્ષાની કોમળ બૂંદોથી કદી બુઝાઈ છે…

  એણૅ તો જાણીજોઈને હારવાનો એક પ્રયત્ન જ કર્યો બસ..

  મોઢા પર અડતા પહેલાં જ વરાળ બનીને જાણે ઊડી ગઈ..

  ઠેર ઠેરથી ઠોકરો ખાઈ ખાઈને ગોબાઈ ગયેલી..ચારે બાજુથી મન, એને પડેલ ઊઝરડાઓથી લોહીલુહાણ હતું….

  ઈતિ રોજ રોજ એ સૂક્કી ભઠ્ઠ આંખોની કિનારીઓને કાજળની એક લાંબી રેખા ખેંચી દેતી, જેથી આંજણની એ કાળાશમાં એના ભડ-ભડ સળગી રહેલાં અરમાનોની કાળી – ભૂખરી રાખનો દરિયો જે સતત આંખોના સમંદરમાં હિંડોળા લેતો રહેતો..ઉફનતો રહેતો..ગમે ત્યારે આંખોની સપાટી તોડી વહી આવવા તૈયાર જ રહેતો..એ કાળો-ભૂખરો દરિયો , કોસ્મેટીકના રૂપાળા આંચળ હેઠળ છુપાઈ જાય.આજે રહી રહીને એને એ સંબંધનો ખાલીપો સતાવતો હતો..શાંતિથી જપવા જ નહતો દેતો…

  સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,
  ખાલીપો જ ભરતો જાય છે…

  didi ,mane aamaa 1 k 1 shbdo dil ne shprshigay khare khar..ketali sahaj tathi aape vyatha vyakt kari che..hu aagal vanchava mate tatpar chu…!

  Like

 5. દિવસે દિવસે ‘લેખક’ બનતા જાવ છો!! 🙂 અગત્યનું એ છે કે તમે લખતા નથી વ્યક્ત થાવ છો, અને એટલે વધારે સહજ, વધારે વાંચવા લાયક લાગે છે. મર્યાદા માટે તૈયાર છો એટલે વિકસવું નક્કી. તરત સુધારી પણ લીધું. અભિનંદન. બીજા હપ્તાની રાહ. .

  Like

 6. Excellant!

  This is exactly signs of aspiring writter..
  I can see snehaa you will give lots of literature to Gujarati.
  Please stay tuned…

  will wait for next episode…

  Like

 7. આ બધું જે ઠલવાઈ રહ્યું છે ને સ્નેહા, એ સ્પર્શે છે હૃદયને…

  proud of you dear

  Like

 8. Nice language… Really your skill to write descriptive is amazing.. Keep it up,Etalu badhu lakh ke mara jeva vanchanar ne samay ocho pade… etalu gamyu mane….superb..

  Like

 9. આ એક સામાન્ય બાત છે.
  તમે જોયું? અમે પણ ઉતાવળમાં વાતની જગ્યાએ બાત લખી નાંખ્યું!
  કારણ કે V ની આજુમાં B બેઠો છે!!!!

  Like

 10. khub j saras sneha..mane khub gami te varta lakhi te…

  પણ ખોટો રસ્તો પકડવો એના કરતા શાંતિથી એક્ચિત્તે ધારેલી મંજિલ પામવી મને વધુ પસંદ છે..

  aa vaakya khub saras …

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s