માણસાઈનો રકાસ .


મિત્રો.. આ ગરમીમાં આજ કાલ માનવતાના નામે નાટકો બહુ જોવા મળે છે..!!
બે સત્યઘટનાઓ તો લખ્યા વગર નહી જ રહેવાય..બહુ જ થોડા શબ્દોમાં લખી દઊ છું.

(૧) વાંક કોનો..?
______________

અખાત્રીજ..ખુબ જ શુભ દિવસ.આ દિવસનુ વળી જૈન ધર્મમાં અનોખું જ મહત્વ છે. એ દિવસે જે પણ જૈનોએ ‘વર્ષીતપ” કર્યા હોય એમના ઈક્ષુરસ (શેરડીનો રસ) થી પારણા થાય. હવે વર્ષીતપ એટલે સમજાવું તો જૈનોનું એક ખુબ જ કઠિન અને લાંબામાં લાંબુ આશરે ૧ વર્ષ સુધી ચાલતુ તપ. આ વખતે તો વળી અધિક માસ હતો..એટલે કુલ્લે મળીને ૪૨૪ દિવસ પૂરા..!! એક દિવસ આખો દિવસ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અને બીજા દિવસે બિયાસણું એટ્લે કે બે ટાઈમ ખાઈને આ તપ કરવાનું. એમાં ઘણી વાર તો છ્ઠ્ઠ (બે દિવસના સળંગ ઊપવાસ) અને ઘણીવાર અઠ્ઠ્મ (ત્રણ દિવસના સળંગ ઊપવાસ) આવું બધું પણ આવી જાય..ટુંકમાં કહુંતો આખું વર્ષ બધી ૠતુઓ, અનુકુળ કે પ્રતિકુળ સંજોગોનો સામનો કરીને આ તપ પુરું કરવાનું અને બને એટલો ધર્મ-ધ્યાન પણ કરતા જ રહેવાનું..આના માટે મિત્રો તમને સમજાઈ જ ગયું હશે કે કેટલી ઉચ્ચ કક્ષાનું મજબૂત મનોબળ જોઈએ. વર્ષીતપ વિશે આટલુ લખવા પાછળનો એક જ આશય..કે આ ગરમીમાં આપણે સામાન્ય માનવી જો સાવ ઢીલા ઢફ થઈ જઈએ છીએ તો આ એક વર્ષની કઠિન તપસ્યા પછી આ તપસ્વીઓની શું હાલત હશે એ સમજાય..બસ..

હવે જેટલો આ તપનો મહિમા છે.એટ્લો જ મહિમા એના પારણા જૈનોના અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ ગણાતા તીર્થધામ ‘પાલીતાણા’માં કરવાનો. બધા જ તપસ્વીઓની એક મહેરછા રહેતી જ હોય કે એમના વર્ષીતપના પારણા પાલીતાણામાં જ થાય.

આ વખતે અમારે પણ એક પારણામાં જવાનું હતું. આશરે ૨૫૦૦ જેટ્લા તપસ્વીઓ..છેલ્લા એક અઠવાડિયાથી પાલીતાણામાં જલસાનો માહોલ હતો. સંગીતના કાર્યક્ર્મો..રોજ સાંજ પડે એટલે ૫૦૦૦ દીવડાઓથી આખી તળેટીને રોશનીથી સજાવી દેવાતી..વળી પારણાના દિવસે તો હેલીકોપ્ટરમાંથી પુષ્પ-વૃષ્ટિ..સૌથી સારામાં સારા બેન્ડને બોલાવીને ધામધૂમપૂર્વક તપસ્વીઓનું બહુમાન..આવું તો બહુ બધું અનેક મોટા માથાઓની છ્ત્રછાયામાં થયેલું, જે લખવામાં તો આ પેજ પણ નાનું પડી જાય..

હવે મુખ્ય વાત પર આવું. અખાત્રીજના દિવસે તપસ્વીઓ આગલા દિવસના ઊપવાસ છતા પાલીતાણાનો મહાકાય જેવો પર્વત ચડી..દાદા ઋષભદેવના મુખદર્શન પછી જ પારણા કરે.આ વખતે તો ગરમીનો પારો છે…ક… ૪૫ ડિગ્રીએ અડી ગયેલો..આગલા દિવસના સાંજના સાત વાગ્યાનું પાણી બંધ..ભુખ્યું પેટ અને આ પર્વત ચડ્યા પછીજ શેરડીના રસથી પારણા કરવાનો નિર્ધાર.. આ કાળઝાળ ગરમીમાં અનેક ઘરડાં તો ઠીક પણ જુવાન તપસ્વીઓને પણ ફાંફાં પડી ગયેલા..પણ એ તો ભગવાન થોડી પરીક્ષા તો કરે જ ને..આવડું મોટું તપ છે તો આટલું તો સહન કરવું જ પડે ને..!!! અરે ભલા માણસ..૨૫૦૦ તપસ્વીઓ..એમના કમસે કમ ૫૦-૬૦ સંબંધીઓ..આંક્ડો કેટલે પહોંચે…? અને પાલીતાણા ગામ કેવડું ખોબા જેવું..!! આમાં પણ એ દિવસે ધક્કામુક્કી…અનેક તપસ્વીઓ એ થાકીને ‘ડોળી’..( અશક્ત લોકો પર્વત ના ચડી શકે તો લાકડાનાં એક ડંડા પર કાપડ બાંધી,,અંદર થોડું ગાદી જેવું મૂકીને બેઠક જેવું બનાવે . જેમાં અશક્ત લોકોને બેસાડી ત્યાંના સ્થાનીક લોકો એક જણ આગળ અને એક જણ ડંડો પાછળથી ઊચકીને એમને પાલીતાણાની જાત્રા કરાવે…શ્રવણની કાવડ જેવું જ તો..) હા..તો એ ડોળી કરવાનું વિચાર્યુ..હવે આ તકનો લાભ આ લોકો ચૂકે..?? રોજના ૩૦૦-૪૦૦ રુપિયામાં ફેરો કરનાર આ લોકો એક એક ડોળીનો ૩,૦૦૦ થી ૪,૦૦૦ સુધીનો ભાવ લેતા હતા….!!!! આટલા પૈસા તો કેમના પોસાય? પરિણામે નાછૂટકે એમણે જાતે જ પર્વત ચડાણ કરવાનો વારો આવ્યો. વળી જેની પણ પાસે પોતાનું વાહન હોય એમણે પણ નાછૂટકે ગામ બહાર જ પાર્ક કરવું પડે કારણ ગામમાં એટલી જગ્યા જ નહોતી…તો ૨૦ ડગલાંના રસ્તા માટે પણ રિક્ષાવાળાઓ ૧૦૦-૧૫૦ જેમ મનફાવે તેમ ભાડું ઉઘરાવતા હતા…!! પરિણામે થોડા ડગલાના અંતર માટે માથે ભીનુ કપડું વીંટાળીને કે દુપટ્ટાથી મોઢું ઢાંકીને ચાલવાનો જ વારો આવ્યો..શેરડી , લીંબુ, ઠંડા પીણાની બોટલો …જે ગરમીમાં અક્સીર ઉપાય એ બધાના પણ મનફાવે તેમ ભાવ પડાવાતા હતા.. આ તો બધી આંખે ઊડીને વળગતી વાતો થઈ..નાની નાની તો અનેક વાતો બીજી..જે લખવા માટે તો સમય પણ ખૂટે..!! પરિણામે કેટલાયે તપસ્વીઓ તો લૂ લાગીને બેભાન થઈ ગયા અને કેટલાંયે આશાભર્યા તપસ્વીજીવડાંઓ તો મોતના મુખમાં જ હોમાઈ ગયા..!! આવા વખતે પણ માનવી માણસાઇ દાખવવાના બદલે પૈસા પડાવવાની સ્વાર્થીવૃત્તિ જ દાખવે…!!

મને એટલી નવાઈ લાગે કે, કુદરતી આફતો હોય ત્યારે જ માનવીની માણસાઇને બદલે પાશવી વૃતિઓ કેમ ઊછળીને બહાર આવી જતી હશે.?? માણસાઈ કે દયાનો છાંટો જ નહી આ લોકોમાં..? વળી પાલીતાણા આટલું મહત્વનું ધામ..તો સરકાર પણ ભાવ માટે કોઈ સીમા બાંધી ના શકે?? કેમ કુદરતી હોનારતો જેવીકે પૂર, દુકાળ, વાવાઝોડા ..આ બધા વખતે ચોરી , લૂંટફાટો, ખૂનામરકી પણ વધી જતી હશે.?
અલ્યા ભાઈ..તમે જે તકલીફો સહન કરો છો તો બીજાઓ પણ ભગવાનનો એ ક્રોધ સહન કરે જ છે. એનો બદલો આમ અંદરો અંદર..માનવી માનવીને હેરાન કરીને લે..!!!

આ બધાનો મતલબ શું..? ધાર્મિક લાગણી ના દુભાય એટલે લોકો તો,” એ તપસ્વીઓ મોક્ષે ગયા(!!!)” એમ બોલીને જીવને સમજાવતા બેસી ગયા..પણ ભાઈ મારા..એમના પરિવારને તો પૂછો જેમણે એ જીવન સાથે સંકળાયેલ કેટલાયે આશાભર્યા જીવનને પણ તહસ નહસ કરી નાંખ્યા…એક મોત એની પાછળ કેટ્લો ખાલીપો છોડી જાય છે એ તો જેના પર વીતે એ જ જાણે…એક મોતની પાછળ રઝળી પડતી બાકીની ૪-૫ આશાભરેલ જિંદગીનો ખાત્મો બોલાવવા પાછળ વાંક કોનો..? નાની ઉંમરે કેરિયર છોડી અને નાછૂટકે ઘરની જવાબદારીઓની બેડીમાં પોતાનું આશાસ્પદ ભવિષ્ય હોમી દેવા માટે ઘરના સંતાનોને મજબૂર કરી દેવા માટે જવાબદાર કોણ… માનવીને પોતાની હદ બતાવી દેતી કુદરત…એ તપસ્વીઓની જીદ…એ ધર્મના કડક નિયમો…ત્યાંના નિષ્ફળ ગયેલા સંચાલકો…કે ત્યાંની ગરીબ અને મજબૂર સ્થાનિક પ્રજાની ગરીબાઈ..??????

(૨) માણસાઈનો રકાસ..
________________

હવે ગરમી વિશે બહુ નહી લખુ..બધા જાણે જ છે. આજ કાલ વળી મોબાઈલમાં આવતા મેસેજીસ પણ યાદ કરાવતા રહે છે કે પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાણી પાવો…અને ‘એનિમલ હેલ્પલાઈન નંબર’ પણ પાછો મોકલી આપે છે..!! કેટલા દયાળુ જીવડાં..વાહ…

હા તો એક નાનકડી ઘટના લખું છું અહી..

આજે ૧૧ વાગ્યે આમ તો બપોર ના કહેવાય પણ હવે ભવિષ્યમાં કદાચ ગરમીમાં બપોર ૧૦ વાગ્યાથી તે સાંજના ૮ સુધી થઈ જશે એમ લાગે છે..એટલે ૧૧ વાગ્યાના બપોરના સમયે એક ભોળુ ભટાક્ડું કબૂતર ઊડતું..ઊડતું એકદમ જ અમારી બાજુના ફ્લેટની દિવાલે જઈને અથડાયું..અને ધબાક…જ્યાં પડ્યું ત્યાં અને તેમ જ પડી રહ્યું..કોઈ જ તાકાત નહોતી એનામાં કે એ હલન ચલન કરી શકે..એની ડોક એક બાજુ વળી ગયેલી..એક બાજુની પાંખ ખુલ્લી અને એક બાજુની બંધ..કોઈ જ ફેરફાર હવે શકય નહોતા એની એ સ્થિતિમાં સુધારો કરવા માટે..તાકાતવિહીન..ભીંજાયેલ આંખો..અસહાય-લાચાર મોઢું..જાણે કે માણસોને કહેતું હોય…હવે તમારા અને તમારી ‘એનિમલ હેલ્પ લાઈનોના” ભરોસે જ છે મારું જીવન…બચાવી લો ભગવાનને ખાતર..આજીજીઓનો ઢગલો જાણે કે..!! મારે હજુ જીવવું છે..પ્લીઝ..કંઈક કરો..

હવે..આમે આપણે માણસજાત તો બહુ દયાળુ..બધા જ ઘેરી વળ્યાં એને..દરેક પોત પોતાના અનુભવોના પીટારાઓ ખોલવા માંડયા અને શિખામણોનો ઢગલો ખડકવા માંડ્યા..!! એવામાં ચોકીદાર એક પાણીની બોટલ લઈને આવ્યો અને એ કબૂતરને પાણી પાવા માંડ્યો..એક જણ એને પૂંઠાની મદદથી પવન નાંખવા લાગ્યો..અને બાકીના બધા દિલ પર હાથ મૂકીને એ દ્રશ્ય જોતા પોત-પોતાનો મહામૂલો સમય આપતા ઉભા રહ્યા..(!!!!!)પણ કોઈ જ ઉક્તિ કારગર ના નીવડી..એ અબોલ જીવનું આયખું કદાચ આટલું જ હશે..અને એણે આશાભરી આંખે માનવમેદનીને જોતા જોતા જ છેલ્લાં શ્વાસ છોડ્યાં.. અને આ શું…??

ત્યાં ઉભેલા દરેક લોકોનો વ્યવહાર જાણેકે બદલાઈ ગયો..અરે યાર…આ તો મરી ગયું..આપણા સફાઈ કામદારો તો આને નહી ઉપાડે..અને મ્યુનિસિપાલટીની ગાડી તો છેક બપોરે આવશે..પાંચ વાગ્યા પછી..ત્યાં સુધી આનું શું..એ લોકોમાંથી એક બુધ્ધિશાળી વ્યક્તિએ એક વચેટનો રસ્તો સુઝાડ્યો..અમારી અને એમની સોસાયટીની વચ્ચે એક કંપાઉન્ડ વોલ જ હતી..એક પુંઠું લઈને એને ઊપાડ્યું અને નાંખ્યું અમારી સોસાયટીમાં…ચાલો..બલા ટળી..હવે તો ‘સારથીવાળા’એ જોવાનું કે આનું શું કરવું..એના મૃત શરીરની વાસ હવે એ લોકો સહન કરશે..આપણે શું? આપણે તો આપણાથી બનતું કર્યુ..પૂરતો સમય આપ્યો એને…હવે કામ ધંધે ભાગીએ ચાલો દોસ્તો..આવજો..સાંજે મળ્યા આ જ બાંક્ડે..!!

આ હતો ખુલ્લે આમ લાગણીશીલતા..સંવેદનો…આવા બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ .

સ્નેહા-અક્ષિતારક,
૨૬-૫-૧૦

Advertisements

35 comments on “માણસાઈનો રકાસ .

 1. હૈયું હચમચી જાય એવી સત્ય ઘટના ..!! દુ:ખ થાય છે આ બધું જાણી ને ..

  Like

 2. khaali palitana nahi badhe baju aatlo j anyay che ane pachu kahevay ke aatlu motu tap karya pachi paisa bachavo cho… ane koi kai kartu nathi koinu kai haltu pan nathi ..aam j chale rakhvanu che..

  Like

 3. સ્નેહાબેન,

  જો આપને મારું લખાણ ના ગમે તો બિન્દાસ ડીલીટ કરી નાખજો. તમારા સિવાય કોઇના બ્લોગમાં આવું લખવાની હું હિંમત ના કરું.

  મારા લખાણથી કોઇની લાગણીને ઠેસ પહોંચતી હોય તો ક્ષમા કરશો.

  આ બાબતમા વિગતવાર લખવા બેસીએ તો કદી પુરુ ન થાય. દરેક વ્યક્તિના પોતાના અલગ વિચારો હોઇ શકે. હું તો ખાલી મારા પોતાના વિચારો મુકું છું.

  આમ તો માનવીએ ધર્મ બાબતે પોતાના સગવડીયા નિયમો બનાવી દીધા છે. થોડાક મોક્ષમાર્ગી આચાર્યો મળી ગયા એટલે એમા ખૂબ જ વધારો થયો છે.

  વર્તમાન સમયે અપવાસ કરવાનો આશય માત્ર પોતાને જ પુણ્ય કમાઇ લેવું એવો હોય છે. હકીકતમાં તો અપવાસ એ મારી દૃષ્‍ટીએ ધાર્મિક નહીં બલ્કે સામાજીક બાબત છે…

  એક ટાઇમ ખાવાનું ન મળે તો કેવી પીડા થાય છે એ અનુભવીને પોતે ભૂખ્યા રહીને જે અન્નનો બચાવ થાય છે તે જરુરીયાતવાળા કોઇને આપવાનો છે.

  તમે કે હું એકાદ દિવસ ધરે દૂધ-ફ્રૂટ થી ભરેલા ફ્રીજ સાથે ભૂખ્યા રહીને નકોડો અપવાસ કરીએ તો કઇ મોટું પરાક્રમ નથી કરતા કે આપણને જે લોકોને એક ટાઇમ ખાવાના ફાફા છે એવા માણસોની પીડાનો અનુભવ કદી નહીં થાય. કારણ કે….. આપણે નહીં રહી શકીએ તો અપવાસ તોડી શકીશું….

  હવે થોડોક આ ટોપીક તરફ જાઉ તો… તમે લખેલું છે તેમાંથી થોડાક મુદ્દાઓ મુકુ છું….

  Like

 4. ૨૫૦૦ જેટ્લા તપસ્વીઓ.. પાલીતાણામાં જલસાનો માહોલ હતો. સંગીતના કાર્યક્ર્મો..રોજ ૫૦૦૦ દીવડાઓથી વળી

  પારણાના દિવસે તો હેલીકોપ્ટરમાંથી પુષ્પ-વૃષ્ટિ..

  સૌથી સારામાં સારા બેન્ડને બોલાવીને ધામધૂમપૂર્વક તપસ્વીઓનું બહુમાન..

  રોજના ૩૦૦-૪૦૦ રુપિયામાં ફેરો કરનાર આ લોકો એક એક ડોળીનો ૩,૦૦૦ થી ૪,૦૦૦ સુધીનો ભાવ લેતા હતા….!!!!

  તો ૨૦ ડગલાંના રસ્તા માટે પણ રિક્ષાવાળાઓ ૧૦૦-૧૫૦ જેમ મનફાવે તેમ ભાડું ઉઘરાવતા હતા

  ..!! પરિણામે કેટલાયે તપસ્વીઓ તો લૂ લાગીને બેભાન થઈ ગયા અને કેટલાંયે આશાભર્યા તપસ્વીજીવડાંઓ તો મોતના મુખમાં જ હોમાઈ ગયા..!!

  તમે જે અગાઉ લખ્યું છે તે જરા ધ્યાનથી વાંચીએ તો તરત જ જવાબ મળી જાય તેમ છે જ. પારણાના દિવસે હેલીકોપ્ટરમાંથી તપસ્વીઓ પર ફુલવર્ષા થઇ શકે છે પણ …. એમની સગવડતામાં કોઇ વધારો કરી શકાતો નથી. ૫૦૦૦ દિવડાઓની રોશની કરી શકાય પણ જે લોકોને ખાવા નથી મળતું તેમને આ ધી આપી શકાય ? (ઓઇઇઇઇ….!! રુપાલની ધી ની પલ્લી કોણ બોલ્યું ?)

  આ સિવાય અગાઉ ડાકોરમાં પણ રણછોડ રાયના મંદિરે એક વખત ગયો છું. એ મંદિર પણ દિવસમાં ૧૫-૨૦ વાર ચાલુ બંધ થાય. એટલે કે ભગવાન સ્નાન કરે છે. ભગવાન આરામ કરે છે. ભગવાન ભોજન કરે છે. ભગવાન ….. કરે છે. એવું કરીને મંદિર બંધ કરી નાખે અને બહાર ભક્તજનો લાઇન લગાવીને ઉભા રહે. પછી મંદિર ખુલે એટલે ધક્કામુક્કી ધમાલ સાથે બધા અંદરની તરફ દોડે. (કદાચ વહેલા જાય તેને ભગવાન રણછોડરાય સદેહે વૈકુંઠમાં કે સ્વર્ગમાં લઇ જવાના ના હોય !! ) સભ્યતા અને શીસ્ત તો ભારતીયોઓમાં છે જ નહીં. પછી તે બસની લાઇન હોય કે મંદિરની માટે અત્યાર સુધીમાં કેટલીય વાર ડાકોરમાં કેટલાય માણસો કચડાઇ ગયા છે. મોટા ભાગે મૃત્યુ પામનાર સ્ત્રીઓ, બાળકો જ છે. અને એ મૃતકોના શબ ઉપર ઉભા રહીને પણ ભગવાન રણછોડરાયના દર્શન કરનાર માણસો હોઇ શકે છે.

  Like

 5. વાત થોડીક આગળ લઇ જઇએ….

  સ્વામીનારાયણ સંપ્રદાયમાં અને જૈન સંપ્રદાયમાં લસણ ડુંગળી અને માસ મટન, ચીકન ખાવાની ના પાડી છે. વેલ પણ એક બાબત એ પણ એટલી જ નોંધનીય છે કે સૌથી વધારે વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરનારા મોટાભાગે આ બે ધર્મના હોય છે. સાલુ ડુંગળી લસણ નહીં ખાવાના, ચીકન કે માછલી ન ખવાય પણ જીવતા માણસોનું લોહી પી શકાય ? માણસની મજબુરીનો ફાયદો ઉઠાવીને એની જમીન કે ધર પડાવી લેવું એ મટન ખાવા કે દારુ પીવા કે વ્યભિચાર કરતા પણ ખરાબ વસ્તુ છે.

  વાત હજુ આગળ લંબાવી શકાય…. (યાર આસારામ કોણ બોલ બોલ કરે છે?)

  ખેર યાર, હું તો અંગત રીત એમ માનું છું કે…. આ બધી ખોટી ધાર્મિક બાબતોને કારણે …. કદાચ આજનો ભણેલો ગણેલો સમાજ પણ ૧૫ સદીના જંગલી ભૂત અને ભુવામાં માનનારો વર્ગથી સહેજ પણ ઉપર નથી આવ્યો…

  શરીરને કષ્‍ટ આપવાથી આત્માનો કદી ઉદ્ધાર થતો નથી. ખાઇ પીને જલસા કરો…. બાકી ભગવાનને કોઇએ જોયો નથી. અને ભગવાન હોય એમ પણ અમે ખાસ માનતા નથી.

  Like

 6. હજુ વાત આગળ વધારીએ તો ભગવાન સ્વરુપ નીત્ય આનંદમાં રહેતા ‘‘સ્વામી નિત્યાનંદ’’ની કરીએ. અત્યારે એ સ્વામી એવો ઉપદેસ આપે છે કે ભગવાનને શોધવો સહેલો છે પણ છુપા કેમેરાને શોધવો અધરો છે.

  થોડા દિવસો પહેલા જ એક જૈન સંપ્રદાયમાં કોઇક ધાર્મિક બાબતે શ્રેષ્‍ઠીઓ મુનિઓ એકઠા થયા હતા. અને બોલાચાલી એટલી બધી વધી ગઇ કે સીક્યોરીટીવાળાએ હવામાં બે ફાયરીંગ કરવા પડ્યા.

  અંબાજી ટ્રષ્‍ટનો ભ્રષ્ટાચાર લખીએ તો તો….

  બાકીનું કાલે લખીશ… (જો તમે મારું લખેલું ડીલીટ નહીં કરો તો જ)

  Like

 7. આમા ડીલીટ કરવા જેવું કશું છે જ શું ? બરાબરને સ્નેહા ?

  આજે ધ્રમ પણ મોટે ભાગે..( અપવાદ પણ હોય જ છે..) પ્રોફેશનલ બની ગયો છે.

  પરમ સમીપે પર મારો એક લેખ ” દ્વારિકાનો નાથ દ્વારિકામાં ” દૈનિક સન્દેશમાં પ્રકાશિત થયેલો..જે વાંચીને દ્રારિકાના અનેક પૂજારીઓના મને ધમકીભર્યા ફોન આવેલ.. તેમની ધ્રામિક લાગણી દૂભાવવા બદલ…મારી ઉપર કોર્ટમાં કેસ કરવાની વાત કરી હતી..જોકે સન્દેશે બધું સંભાળી લીધું હતું… પણ એ પછી મને બધાએ ધર્મને અડવાની..એન અવિશે કશું ન લખવાની સલાહો આપી હતી.

  આપને ઇચ્છા થાય તો એ લેખ વાંચી શકશો પરમ સમીપે પર…

  http://paramujas.wordpress.com

  sneha..ilike this article.

  Like

 8. nicely written … sneha

  and zakalbhai,

  I insist u to write b’coz ppl can know u much better !

  and whatever u write… always fact ! 🙂

  Like

 9. ઝાકળભાઈ …તમારી કોઈ જ કોમેન્ટ ક્યારેય ડિલીટ કરવા જેવી હોય જ નહી..તમારી કોમેન્ટ આવે એ તો મારા બ્લોગના અને મારા લેખના અહોભાગ્ય કહેવાય. પણ એક વાતની ચોખવટ કરી લઊ કે મેં આ લેખ કોઇ પણ ધર્મની પોલો ખોલવા કે કોઇ પણ ધર્મને નીચો બતાવવા માટે નથી જ લખ્યો…કુદરતી આફતોના સમયે પણ માણસની માનસિકતા કેવી નીચલી કક્ષાએ પહોચી જાય છે એ તરફ જ અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. વાત આડે પાટે ના ફંટાઇ જાય એનું ધ્યાન રહે તો વધુ ગમશે મિત્રો..
  સ્નેહા…

  Like

 10. Sneha ji…….really u r amazing crater…impressed

  મને એટલી નવાઈ લાગે કે, કુદરતી આફતો હોય ત્યારે જ માનવીની માણસાઇને બદલે પાશવી વૃતિઓ કેમ ઊછળીને બહાર આવી જતી હશે.?? માણસાઈ કે દયાનો છાંટો જ નહી આ લોકોમાં..? વળી પાલીતાણા આટલું મહત્વનું ધામ..તો સરકાર પણ ભાવ માટે કોઈ સીમા બાંધી ના શકે?? કેમ કુદરતી હોનારતો જેવીકે પૂર, દુકાળ, વાવાઝોડા ..આ બધા વખતે ચોરી , લૂંટફાટો, ખૂનામરકી પણ વધી જતી હશે.?
  અલ્યા ભાઈ..તમે જે તકલીફો સહન કરો છો તો બીજાઓ પણ ભગવાનનો એ ક્રોધ સહન કરે જ છે. એનો બદલો આમ અંદરો અંદર..માનવી માનવીને હેરાન કરીને લે..!!

  Like

 11. aavu badhu janva n samjva chhata.. apne kai nathi kari skata atle aa mansai vise nu vanchti vakhte khud ne vadhu dukh thay che..
  avi rojbaroj banti ghatnaoo ne janya pachi ni apni khud ni lacharii…vadhu lage che..

  sneha aatlu saras lakhyu .. but apne aama karsu su????? e prashna vadhu vage che man ne…

  Like

 12. Sneha ji…

  khub saras lakhyu che… pan samjava mate loko alag alag angle rakhe che..

  i knw aa lakhva mate tamaro aasay saro j che.. pan loko bija chasma paheri ne vanche che….

  i agree wit u and other coment all are wirght at theirs stand.. so i dont wnt to any coment here at this stage..

  loko tapasya kare che ne punya kamai che.. garib loko teni seva kari ne paisa kamay che ne tenu ghar chalave che…
  ane aavo samay garib loko ne paisa kamavano j time che… aam to lakho rupya yaarth udave che to aaahi aape to su fark pade ??? kadach aa rup ma tena bhagwan pan hoy sake…….

  tame khub saras lakhyu che… ahi tame lakho tema thodo bodh pan aapo jenathi samaj sudri sake….
  god bless you.

  Like

 13. કશ્યપભાઈ..હુ શુ બોધ આપવાની છુ… લોકો બોધકથાઓ વાચીને સુધરી જતા હોય તો તો જોઈતુ’તુ જ શું? વળી ખાટલે મોટી ખોટ તો એ જ છે કે જેમને ખાસ જરુર છે બોધની, એમના માટે તો આ બ્લોગ-જગત હજુ બહુ દૂરની વાત છે..વળી આ બધી વાતો છાપા કે બ્લોગ કે મેગેઝિનો થકી એમના લગી પહોચે તો એમ પણ બને કે એ પ્રજા અભણ નીકળે..!

  Like

 14. ane ha…mari jem j zakalbhai nu samvedansheel hruday aa badhu joi ne dukh anubhavtu hase to emne lakhi nakhyu hase i know .. badhanu pot potanu thinking hoy..badha ek healthy vichardhara dharavta mitro j che ahi…

  Like

 15. ha sneha ji… sachi vat che pan sadhu sansari loko ne sudhare che to aaapne sansar ma rahi ne loko ne sudhari to saru kahevai… tame blog par lakho cho temathi pan kai sari vastu male ne koi 1 yakti jivan ma utare to aapno prayatna safal thay jai…. hu em nathi kheto k tame badha ne updes j aapo pan tamari rachna creative hoy ne loko temathi kai bodh le to saru….

  Like

 16. me to mari kalam ane dimag no purto nichovine kari shakay etlo upyog kari ne j aa lekh lakhyo….have to e vachak par nirbhar kare che k e kai rite aa aaakhi vat ne jove che…

  Like

 17. Snehadi…good …

  zakalbhai …શરીરને કષ્‍ટ આપવાથી આત્માનો કદી ઉદ્ધાર થતો નથી

  same pinch…:)

  Like

 18. krishu…e vat pachal pan ek vaignanik reason che baka… sharir ne kasht aapvathi tame tamari indriyo par kabu melvi shako cho..j tamane tamri real life ma tamara emotions cntrl karva ma madadrup thay che..ek vat kahu to jain dharm aakho scientific che..bahu j undo che. pan aapne nadano eno mari machdi ne aapni rite upyog karie chie…hase…mare dharm uper koi discussion nathi karvu ahi…

  Like

 19. @ sneha .. vat alag fantay che e pan interesting che… dharmo badha j samji vicharine use karie too sacha j che but……aa samjan kdavavi pade che..

  Like

 20. bahuj sachi vat 6 ke loko dharmanna name ane te jagyaye ughadi lut j chalave 6 evu nathi ke palitna ma j avu thay 6 darek jagyaye a jova male 6 te abaji hoy ke tirupati ana mate a chokas dhara dhorn sarkare nakki karva jove

  Like

 21. કેટલાક મુદ્દાઓ મારા વિચાર મુજબ…

  (૧) ભગવાન જો હ્ર્દયમાં જ હોય તો તેને શોધવા માટે કોઈ પણ ધર્મસ્થાનમાં જવાની જરૂર નથી.

  (૨) જો ધર્મસ્થાનમાં જવાનું થાય તો ત્યાં પોતાના ઘર કે ગામ જેવી સુખસગવડો શોધવી એ મૂર્ખામી છે.

  (3) પાલીતાણામાં અનેક ભવ્ય મંદિરો છે. પણ પાલિતાણા ગામ હજુ ગામડા જેવું જ છે. આટલા બધા ભવ્ય મંદિરો બાંધવાને બદલે થોડા પૈસા ગામના વિકાસ માટે, ગામના લોકોની સુખાકારી માટે ખર્ચ્યા હોય તો ગામના લોકો પૈસા પાછળ આટલા ભૂખ્યા ન હોત.

  (૪) વૈષ્ણોદેવી, કેદારનાથ વગેરે જ્ગ્યાએ ડોળી અને ઘોડાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યાં તમને છેતરાવાનો ભય નથી. અહીં પણ આવી સિસ્ટમ દાખલ કરી શકાય.

  (૫) પાલિતાણા ધાર્મિક સ્થળ છે અને ત્યાં મુલાકાત લેનારા ભલે ધાર્મિક હોય. પણ ત્યાં વસવાટ કરતા માણસો પણ બધા ધાર્મિક જ છે કે હોવા જોઈએ એ જરૂરી નથી. પાલિતાણાની મુલાકાત લેનાર વાણિયાઓ જ્યારે પોતાનો ધંધો કરવા બેસે છે ત્યારે લોકોને લૂંટે જ છે. તો પાલિતાણાના ધંધો કરતા લોકો આમાંથી બાકાત નહીં જ હોઈ શકે. માણસાઈની અપેક્ષા આખું વર્ષ લોકોને લૂંટીને વર્ષમાં એકવાર પાલિતાણા આવી ધાર્મિકતા બતાવતા લોકો પાસે પ્રથમ રહેવી જોઈએ.

  Like

 22. ૧) વાંક કોનો? આયોજકોનો.

  આયોજન કરનારાઓને ખબર હતી કે આટલા બધા લોકો આટલું આકરું તપ કરીને આવે છે તો તેને યોગ્ય સગવડ કરવી જોઈતી હતી.

  કચ્છમાં માતાના મઢ લોકો પગે ચાલીને જાય છે તો તે માટે જગ્યાએ જગ્યાએ યોગ્ય સગવડ મફત આપવામાં આવે છે. એ રીતનું આયોજન કરવામાં આવે છે.

  ગામવાળાનો શું વાંક? (આયોજન ગામવાળાએ કર્યું હોય તો અલગ વાત) ગામવાળાઓને તો આમાં ધંધાની તક દેખાણી અને કમાણી કરી. કોઇ પણ વેપારી એવું જ કરે. મેં કે તમે સ્ટોલ ખોલ્યો હોય તો આપણે પણ યથાશક્તિ કમાવવાની આશા રાખીએ જ.

  મને તો આયોજકો ગામવાળા સાથે ભળી ગયા હોય અને કમાણીમાં એમનો પણ ભાગ હોય એવું લાગે છે, આ બાબત સ્ટીંગ ઑપરેશન કરવા જેવું ખરું હોં!

  Like

 23. ખરેખર, અહીં વિચારોને સરસ રીતે કંડારીને તે મુક્યા છે, જેમાં કોઇ commentને કોઇ અવકાશ જ નથી. ખરેખર વાંચવાની અને વિચારવાની વાતો છે. ઘણા બધા points આવરી લીધા છે તે. અને હા, ઝાકળભાઈની comments પણ ખુબ સરસ છે. no more comments from my side, 🙂

  Like

 24. @ નિલમ
  ” દ્વારિકાનો નાથ દ્વારિકામાં ” લેખ લખવા માટે આપની હિંમતને અભિનંદન, સલામ. અમને એ લેખ વાંચવાની બહુ ઇચ્છા છે પણ આપના બ્લોગ પર મળતો નથી. પ્‍લીસ અપલોડ કરો.

  @ નીપા Raghuvanshi
  ભવ્ય મંદિરો બાંધવાને બદલે થોડા પૈસા ગામના વિકાસ માટે, ગામના લોકોની સુખાકારી માટે ખર્ચ્યા હોય તો ગામના લોકો પૈસા પાછળ આટલા ભૂખ્યા ન હોત.

  પાલિતાણાની મુલાકાત લેનાર વાણિયાઓ જ્યારે પોતાનો ધંધો કરવા બેસે છે ત્યારે લોકોને લૂંટે જ છે. તો પાલિતાણાના ધંધો કરતા લોકો આમાંથી બાકાત નહીં જ હોઈ શકે. માણસાઈની અપેક્ષા આખું વર્ષ લોકોને લૂંટીને વર્ષમાં એકવાર પાલિતાણા આવી ધાર્મિકતા બતાવતા લોકો પાસે પ્રથમ રહેવી જોઈએ.

  વાહ આપને તો હમારે મુહ કી બાત છીન લી.

  Like

 25. અહીં વાત જ્યારે માણસાઇની આવે છે ત્યારે એનો જવાબ સંક્ષિપ્‍તમાં ન આપી શકાય. એના મુળ સુધી જવું જ પડે.

  જે માણસો પાસે લાખો કરોડો અબજો રુપિયા છે (બધા જ નહીં પણ મોટા ભાગના તો અનીતિથી, કાળાબજારથી કમાયેલા હોય છે)તે માણસો સંતોષ અનુભવતા નથી અને વધારે વધારે પૈસા મેળવવા માટે ખોટા રસ્તાઓએ કામો કરવાનું ચાલુ રાખતા હોય છે અને સમાજના સૌથી નીચલા સ્તરના માણસો જ્યારે આર્થિક સલામતિ માટે થોડોક વધારે નફાનો પ્રયાસ કરે તો તે લૂંટ ફાટ થઇ જાય છે.

  મેં તો જોયું છે કે, મોટા ભાગે કોઇ જ કારણ વગર પ સ્ટાર કક્ષાની હોટૅલોમાં જમ્યા પછી જે બિલ આવે છે તે ઉપર વેઇટરને ટીપ પણ આપવાનો ‘રિવાજ’ છે. ત્યાં કોઇ બીલમાં ‘ઓછું’ નથી કરાવતું. પણ જયારે કોઇ રીક્ષાવાળો ર-પ રુપિયા વધારે ભાડુ બોલે તો…??? જાણે કે લૂંટી લીધો હોય તેમ વર્તન કરે છે.

  મંદિરમાં જઇને સ્વૈચ્છિક રીતે કચરા-પોતા કરીને પોતે સેવા(?) કરી રહી છે એવો ભાવ અનુભવનાર (સુગોળ)સન્નારીઓ પોતાના ધરે આવતી કામવાળીબેન કોઇકવાર માદગીના કારણસર પણ એક-બે દિવસ રજા પાડે તો તેનો પગાર કાપી નાખે છે. તો પછી આને કઇ સેવા કહેવાય ?

  મને અગ્નિપથના અમિતાબ બચ્ચનનો એક ડાયલોગ યાદ આવે છે…. ‘‘ઇતને પૈસે મૈં તો ઇનકા ધર ભી નહીં ચલતા તો ઇમાન કૈસે ચલેગા ?’’

  ધાર્મિક સંસ્થાના આયોજકો બાબતે આવતી કાલે….

  Like

 26. sneha d, aape khoob vigat vaar rite raju kariyu che…

  આશય..કે આ ગરમીમાં આપણે સામાન્ય માનવી જો સાવ ઢીલા ઢફ થઈ જઈએ છીએ તો આ એક વર્ષની કઠિન તપસ્યા પછી આ તપસ્વીઓની શું હાલત હશે એ સમજાય..બસ..hummm !

  નાની ઉંમરે કેરિયર છોડી અને નાછૂટકે ઘરની જવાબદારીઓની બેડીમાં પોતાનું આશાસ્પદ ભવિષ્ય હોમી દેવા માટે ઘરના સંતાનોને મજબૂર કરી દેવા માટે જવાબદાર કોણ…? aaprsha to mane pan man aave che …kya rek kyaarek..! 🙂

  ઝાકળભાઈ,waah !સાલુ ડુંગળી લસણ નહીં ખાવાના, ચીકન કે માછલી ન ખવાય પણ જીવતા માણસોનું લોહી પી શકાય ? 😀 bhai haal ma loko ne lohi pivu saral thai gayu che,manasni mansai ochi thai gai che em nathi lagatu..?aap aagal lakhajo mane vanchvu gam she..! 🙂

  Like

 27. સ્નેહા બેન,
  મેં હમણા સદાચાર વિષે બ્રહ્મચર્ય વિષે એક આર્ટીકલ મારા બ્લોગ કુરુક્ષેત્ર માં મુક્યો છે.એમાં ભગવાન મહાવીર વિષે એમના ઉપવાસ વિષે પણ લખ્યું છે.આપણે મહાપુરુષોની નકલ કરીને સદ આચરણ કરીએ છીએ.આપણી અંદર કોઈ જાગૃતિ થઇ હોતી નથી.માટે આપે લખ્યું છે અને ઝાકલભાઈ એ લખ્યું છે તેવું બધું થાય છે.બાહ્ય સદાચાર તમને અંતર ની જાગૃતિ વગર પાખંડી બનાવે છે.ભગવાન મહાવીર ૧૨ વર્ષ સાધના પછી દરેક સજીવ અને નિર્જીવ માં બ્રહ્મ છે,પરમાત્મા છે તેવું જાણ્યું છે,પછી રસ્તામાં કીડી જોઇને કુદી ગયા છે.સૌથી વધારે અહિંસક અને શાકાહારી ને ડુંગળી લસણ નાં ખાનારા જૈન લોકો કે બીજા સ્વામીનારાયણ કે કોઈ પણ વેપારીઓ સૌથી વધારે વેપાર માં છેતરપીંડી કરી,આર્થિક કૌભાંડો કરી લોકો નું લોહી ચૂસી જાય છે ત્યારે એ હિંસા એમને દેખાતી જ નથી.મહાવીર કીડી તો શું કોઈનું ય લોહી ક્યારેય કોઈ પણ રીતે પરોક્ષ કે અપરોક્ષ ચૂસી ના શકે.
  તમે જે વ્રત તપ કરો તે શું લોકોને દેખાડવા કરોછો?બેન્ડ વાઝા ની શી જરૂર છે?શરીર ને કામ વગર નું કષ્ટ આપીએ તે પણ હિંસા જ કહેવાય.તમે સમયસર ખાવ નહિ તો શરીર પોતે પોતાને ખાવા લાગશે.
  બીજું એક મહા દંભ ની વાત કરું.અહિંસક ને માંસાહાર ના વિરોધી જૈનોએ હમણા દલાઈ લામા ને પાલીતાણા બોલાવેલા.દલાઈ લામા સી ફૂડ ખાય છે અને પરદેશ માં હોય ત્યારે માંસાહાર કરે છે.દલાઈ લામા એક સારા માણસ છે એવાત માં કોઈ શંકા નથી.
  ભગવાન મહાવીર ના કડક નિયમો એમના પોતાના માટે હોય બીજા ને અનુકુળ ના પણ આવે અને મોત થઇ જાય.એટલે દેખાદેખી ના આચાર નકલ થી સદાચાર કરવા જઈએ પણ અંતર ની જાગૃતિ ના હોય ને બધા માં મહાવીર ની જેમ પરમાત્મા દેખાતો ના હોય ત્યારે આપે લખ્યું છે તેવુજ થાય એમાં લોકો નો પણ શું વાંક?આપે મારો આર્ટીકલ વાંચવો રહ્યો.

  Like

 28. http://paramujas.wordpress.com/2007/03/17/ahysseir-vngjiu/

  as per yr demand here is the link of that article published in sandesh.

  17/3/2007 તારીખના રોજ બ્લોગ પર મૂકાયેલ છે. ન મળે તો જણાવશો..

  એમાં લખાયેલ પ્રતિભાવ પણ જોશો..
  આભાર
  સ્નેહા, કોઇ વાચકે આ લેખ વિશે પૂછેલ જેથી અહી એ લીંક મૂકેલ છે..ચાલશે ને ?

  Like

 29. દોસ્તો..
  માણસાઈનો રકાસ . સ્નેહાબેન ને બે ભાગ લખ્યા છે ..
  અને બન્ને મા આજનો માણસ કેવો થઇ ગયો છે તે બતાવે છે…

  દયા અને લાગણી —ક્યાં છે જ આજના માનવીમાં..!!!???
  એમાં કોઇ ધર્મ કે સંપ્રદાયની વાત જ નથી ..

  ૧- ” નાની ઉંમરે કેરિયર છોડી અને નાછૂટકે ઘરની જવાબદારીઓની બેડીમાં પોતાનું આશાસ્પદ ભવિષ્ય હોમી દેવા માટે ઘરના સંતાનોને મજબૂર કરી દેવા માટે જવાબદાર કોણ… માનવીને પોતાની હદ બતાવી દેતી કુદરત…એ તપસ્વીઓની જીદ…એ ધર્મના કડક નિયમો…ત્યાંના નિષ્ફળ ગયેલા સંચાલકો…કે ત્યાંની ગરીબ અને મજબૂર સ્થાનિક પ્રજાની ગરીબાઈ..??????””

  ૨-“અમારી અને એમની સોસાયટીની વચ્ચે એક કંપાઉન્ડ વોલ જ હતી..એક પુંઠું લઈને એને ઊપાડ્યું અને નાંખ્યું અમારી સોસાયટીમાં…ચાલો..બલા ટળી..હવે તો ‘સારથીવાળા’એ જોવાનું કે આનું શું કરવું..એના મૃત શરીરની વાસ હવે એ લોકો સહન કરશે..આપણે શું? આપણે તો આપણાથી બનતું કર્યુ..પૂરતો સમય આપ્યો એને…હવે કામ ધંધે ભાગીએ ચાલો દોસ્તો..આવજો..સાંજે મળ્યા આ જ બાંક્ડે..!!

  આ હતો ખુલ્લે આમ લાગણીશીલતા..સંવેદનો…આવા બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ .”

  આ લખાણ પણ સ્નેહાબેન જ કરેલૂ છે …મને ખબર નથી કે આ ખાલી માર કોમ્યુટર મા જ દેખાય છે કે પછી કોઇ તેને વાંચવા નથી માંગતુ…

  મેને ઝાક્ળભાઇએ લખેલુ ખુબ જ ગમ્યુ..જે હુ રોજ કહુ ને માનુ છુ તે એમણે લખીને બતાવ્યુ …
  ————

  સ્નેહાબેન યાર તુ જે કહે તે પણુ હુ તો છુ પાગલ ..તમે યાર બીજા લેખ વિશેની બધા દોસ્તોની કોમેન્ટ દિલેટ કરી નાખી છે આ ની ચાલે ….હો,,,!!
  કે પછિ..

  તમે કિધુ તેમ “આપણે માણસજાત તો બહુ દયાળુ..બધા જ ઘેરી વળ્યાં એને..દરેક પોત પોતાના અનુભવોના પીટારાઓ ખોલવા માંડયા અને શિખામણોનો ઢગલો ખડકવા માંડ્યા..!! ”
  ———————————
  ઇન્ટરનેટ પર એક ખુબ જ મોટો રિવાજ ચાલે છે ..” કંઇ પણ લખાણ હોય સારુ કે ખોટુ પણ એના વીશે જે પેહલી કોમેન્ટ જે થાય છે પછિ કોમેન્ટ કરવા વાળા ભલે તે આખો લેખ વાંચે કે નહી વાંચે ..પણ વિચારો તો પેહલી કોમેન્ટ ને જોઇને જ મુક્શે ” ને આવી કોમેન્ટ માં ક્યારેક કયારેક આખા લખાણનો મુદ્દો બદલાય જાય છે ……..!!!!!!!! આ છે લાગણીશીલ અને સંવેદનોશીલ માનવી (કોમેન્ટર)
  આ રીવાજ ખોટો હોય તો મારી કોમેન્ટ ની ઉપરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચો ખ્યાલ આવી જ્શે …સ્નેહાબેન ના બીજા લેખની કોઇ કોમેન્ટ જ નહી ..છે ને મેજીક …
  note : yaar email naa karta kem ke hu email nathi vanchto..

  Like

 30. મને નફરત છે આવા લોકો પર જે કોમેન્ટ વાંચી ને પોતાની કોમેન્ટ મુકે છે …યાર લખાણ વાંચો કે લેખક શુ કેહવા માગે છે …

  Like

 31. સરસ લેખ. દેખા- દેખી અને દંભ, સાચા-ખોટાનું જ્ઞાન ના હોય અને આંધળી દોટ મુકે ધર્મનાં નામે તો એમાં વાંક કોનો?

  આયોજકોનો ચોક્ક્સ વાંક છે, પુરતી સગવડ પહેલેથી કરવી જોઇએ, જેથી તપસ્વીઓ અને બીજાં શ્રધ્ધાળુઓને પોસાય પણ આટલી ગરમીમાં તપનાં પારણાંની સમય તારીખમાં ફેરફાર ના કરી શકાય? શું એક-બે મહિના મોડું તપ શરુ કરીને એક-બે મહિના મોડું પુરું કરીએ તો પાપ લાગે?

  બાહ્ય તપ કરતાં અભ્યંતર તપનો મહિમા ઘણો વધારે છે. હું આજ-કાલ જૈન ધર્મ વિશે ઘણું વાંચું છું જેમાં હંમણાં મેં તપના ૧૨ પ્રકાર અને એનું પ્રયોજન વાંચેલું. બહુ પ્રાચીન કોઇ દિગંબર સાધ્વી માતાજીની એ બુક હતી. પણ એમાં વર્ણવેલાં તપ પ્રમાણેનું કોઇ જ આચરણ, કે કોઇ જ પ્રકારની સમજણ ખુદ તપસ્વીઓમાં પણ જોવા નથી મળતી, તો એમાં વાંક કોનો?

  Like

 32. ઝ્લક ભાઇની કમેન્ટ સાથે હું પણ સહમત છું. એક દિવસની ડોળી કે લીંબુ-પાણી પર વધારે રુપિયા લેતો સામાન્ય ગરીબ માણસ આપણને એ લૂંટ ચલાવે છે એમ લાગે પણ આપણે શિફતથી પણ ઘણી ચોરીઓ કરીએ છીએ, કદાચ એ લોકો તો તહેવાર કે પ્રસંગ જોઇને લૂંટ ચલાવે છે, કારણકે ચોમાસામાં કોઇ જાત્રા કરવા પાલીતણા નથી જતું, ત્યારે એમનો ડૉળીનો ધંધો કમાવવાનો અવસર એ લોકો આવા તહેવારનાં દિવસોમાં કેવી રીતે જતો કરી શકે?

  પણ જ્યાં રોજ રાતે જાહોજલાલીનું પ્રદર્શન થતું હોય ત્યાં પહેલેથી જ આ બધાં ધંધાનાં ભાવ પ્રસંગને અનુરુપ એમને અલગથી બોનસ આપીને સામાન્ય પ્રજા પાસેથી રાબેતા મુજબનાં ભાવ તાલ લેવાં જેવું આયોજન શું આયોજકો કે આચાર્ય ભગવંતો અગાઉથી ના કરી શકે?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s