ટપ…ટપ…


ચૈત્ર માસની ગરમી
ઊનાળાની બળબળતી ચામડી ઉતરડી દેતી
દિવાળીના ફટાકડાના બપોરિયા સમી
લાલ લીલી જવાળાનો અનુભવ કરાવતી
ડિલને દઝાડતી ભરબપોર..
તરસે સુકાતા ગળે, તરફડતી
પાણીના વલખાં મારતી
એક નાનકડી ચકલી..
ત્યાં તો ચાર રસ્તે એને દેખાઇ એક પાણીની ચકલી…
ચકલીમાંથી ટપકતાં પાણીનાં ટીપાં…
ટપ…ટપ…
ગળાને થોડી મૃગજળભરી રાહત કરી ગઇ…
કોરાકટ લાગણીવિહીન માણસ જેવા
માથે તપતા આભ સામે મીટ માંડતી
વિચારોમાં ગરકાવ ચકીરાણી…
આ મેહુલિયો તો ગુસ્સે ભરાઇને રિસાણો છે..
સૂરજદાદાને વિનવવાના બદલે એ તો એની પુંઠ પાછળ સંતાણો છે..
ધરાના અમી તો ક્યારના યે સુકાઇ ગયા છે
જમીન તરડાઇને ચોસલાઓમાં વહેંચાઇ ગઇ છે…
તો આ સુકી ચકલીમાંથી ટપકતું ટપ ટપ શેનું…?
ત્યાં તો ‘ચકલી’ પર બેઠેલી એની નજર ‘ચકલી મા’ પર ગઇ…
અરે..
આ તો એની લાચાર- અસહાય ‘ચકી મા’ના
આંખમાંથી વહેતા આંસુંના ટીપાં
ટપ્…ટપ….!!!!

સ્નેહા-અક્ષિતારક
૨૪-૫-૧૦

Advertisements

16 comments on “ટપ…ટપ…

 1. marhabba………… waah ……kya baat ! ?Kharekhar pachhal ni 5-6 lines to khalbhalavi muke tevi chhe bhitar ne……

  Like

 2. આ મેહુલિયો તો ગુસ્સે ભરાઇને રિસાણો છે..
  સૂરજદાદાને વિનવવાના બદલે એ તો એની પુંઠ પાછળ સંતાણો છે..
  🙂
  આ તો એની લાચાર- અસહાય ‘ચકી મા’ના
  આંખમાંથી વહેતા આંસુંના ટીપાં
  ટપ્…ટપ….!!!!
  hummm..bichaari chakali…
  sache didi aavi katil garmi ma bichaara pashu,pakxio ne khoob heran ati thaay…pan d mare ghare chelaa 15-16 varas thi pakxio mate paani pivani sagavad kareliche..teone bus jotaj rahe vaanu man thay.. 🙂
  sundar rachna d..!

  Like

 3. રચના વાંચતી વખતે થોડી વાર અસહ્ય ગરમી પણ ભુલાઈ જાય…. એવી સુંદર રચના….!!!

  કલમ માં થી ટપકતી ચકલી ની વેદના….!!!
  ખુબ સરસ… લખતા રહો અને શેર કરતા રહો…..!!!

  Like

 4. સ્નેહા દીદી…

  અસહ્ય ગરમીને તમે ખરેખર ખુબ ઉંડાણથી આ રચનામાં ઉતારી છે. શબ્દોમાં તમે વેદનાને વલોવી દીધી છે. ખરેખર, આવી રચના તો આપની કલમ જ કરી શકે છે…

  Like

 5. મઝા તો “ચકલી” શબ્દના બેતરફી ઉપયોગની છે….

  Like

 6. એક નાનકડી ચકલી..
  ત્યાં તો ચાર રસ્તે એને દેખાઇ એક પાણીની ચકલી…

  ખૂબ જ સરસ રચના છે. શ્લેષ અલંકારનો ખૂબ જ સરસ ઉપયોગ કર્યો છે.

  હૃદયસ્પર્શી રચના છે.

  આવું સરસ લખતા રહો…

  Like

 7. jevi abhivaykti.. shabdma.. evi j abivyakti chitra ma pan…… tap tap….. vah…..

  lagni khub badha prakaro batavi didha aa rachnaama…. n tara shabdo mate to su kahu?? very good pan ochu che but avu lakhti rahe ane amnevanchavti rahe.. khub saras.. abhivyakti.

  Like

 8. તો આ સુકી ચકલીમાંથી ટપકતું ટપ ટપ શેનું…?
  ત્યાં તો ‘ચકલી’ પર બેઠેલી એની નજર ‘ચકલી મા’ પર ગઇ…
  અરે..
  આ તો એની લાચાર- અસહાય ‘ચકી મા’ના
  આંખમાંથી વહેતા આંસુંના ટીપાં
  ટપ્…ટપ….!!!!

  ચકલી અને પાણીની ચકલી.. અદભૂત સંયોગ..
  એમાં પણ કવિતાના અંતમાં મન આંસુ.. ટપ.. ટપ.. ખરેખર અદભૂત..

  Like

 9. સરસ રચના! ચક્લી શબ્દોનો બહોળો ઉપયોગ ગમ્યો.
  ચકલીના ટપ ટપ આંસુ..છાતીને કોરી ગયા.
  સપના

  Like

 10. wahh wahh khub saras rachna..

  aaj kal badha ne lakhvano sohkh che pan aatlu sundar lakvanu tyare j possible bane jyare gujrati grammer aavde.. nice one dear.. keep writing.. khub saras lakhyu che…

  kashyap.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s