ભગવાનનો અન્યાય..

 
અદ્વૈત..નાનો-શો માસૂમ ૮-૯ વર્ષનો છોકરો. એની ઊંમરે દુનિયા આમે પણ સપનાની વધુ હોય..રંગીન..બધીયે વાતો એકદમ જ સરળ અને હાથવગી. કોઈ જ જવાબદારીઓ નહી અને પ્રશ્નોની પારાવાર ઝડીઓ.. અદ્વૈતને આમે દરેક બાબતે બહુ જીજ્ઞાસા રહેતી.આખો દિવસ મમ્મીને સવાલો પૂછી પૂછીને હેરાન કરતો રહેતો..આમ બહુ જ ડાહ્યો છોકરો અને વળી ગોરો ચિટ્ટો અને બોલવામાં સાકર જેવો મીઠ્ઠો..એટલો જ આજ્ઞાકારી પણ ખરો..કોઈને પણ એના માટે વ્હાલ ઊપજી આવે એવો હસતા- રમતા રમકડા જેવો..આજે જ્યારે મહાવીર જયંતી હતી..મહાવીર ભગવાનનો જન્મ-દિન.ઘરના ખુબ જ ખુશ-ખુશાલ માહોલમાં પણ એ ક્યાંક્થી ગૂંચવાયેલો ગૂંચવાયેલો ફરતો હતો.પણ ઘરનાને કામની દોડા દોડમાં એ તરફ ધ્યાન જ ક્યાં ગયું? એ લોકો પોતાની દોડા દોડીની દુનિયામાં, કામમાં જ વ્યસ્ત..આમે અદ્વૈતને તો ટેવ હતી..ઊંમરના પ્રમાણે થોડો વધુ જ સમજુ અને સંવેદનશીલ..વિચારો તો એના મગજમાં વાવાઝોડા પેઠે જ ઉદભવતા હોય. નાનકડી જીભ ફ્ટ ફટ મશીનગનની જેમ અનેક પ્રશ્નોની ગોળીઓ વરસાવતી જ રહેતી હોય..અદ્વૈત અને એના પ્રશ્નો, વિસ્મયો, વિચારોની, કલ્પનાની દુનિયા…તૌબા…આજે વળી એના મગજમાં શું ધુમરાતું હતું વળી…જોઈએ..આ અછાંદસ રચનામાં..

 

આજે તો મહાવીર જયંતી
ભગવાનનો જન્મદિન, સરસ મજાની રીતે ભાવ-ભક્તિભેર મનાવવાનો.
અદ્વૈત માસૂમિયતથી મા સામે તાકી રહ્યો.
એના રૂપાળા ચેહરા પર, નિર્દોષ આંખોમાં કંઈક વિચિત્ર ભાવ ઊપસ્યો.
મા તો બેખબર…
આજે બહુ કામ હતું ને એને..
લાપસીનું આંધણ મૂકવાનું, બે શાક, ફરસાણ,પુલાવ, કઢી, પૂરી, દુધપાક,દેશી ચણા…
ઓહોહો..દિલ ખુશીના મહાસાગરમાં હિલ્લોળતું હતું.
એના પ્યારા પ્રભુજીની વર્ષ-ગાંઠ હતીને..!!
એનો ભક્તિભાવ અંતરમાં સમાતો જ નહતો.
છલકાઈ છલકાઈને જાણે એના ચેહરાના નૂરમાં રેલાતો હતો..
પણ દીકરો ..ખબર નહીં કઈ દુનિયામાં..વિચારોમાં…!!
એ નાસ્તિક તો નહતો જ..એને પણ મહાવીરસ્વામી બહુ ગમતા..
આજે એનું વર્તન આમ અકળ કેમ..??
માને તો બહુ સમય જ નહતો..
બહુ બધા કામ અને દહેરાસર જવું હતું પાછું..
પોતાની જ ધૂનમાં મસ્ત.
“ચાલ બેટા, દહેરાસર..”
મા-દીકરો તો ચાલ્યાં.
બધી ધાર્મિક-વિધિ પતાવીને મા ઘેર જવા ઊતાવળી થઈ.
પણ દીકરો ક્યાં રહી ગયો..?
ઓહ..અદ્વૈત તો હજુ દહેરાસરમાં જ ભગવાન સામે એકીટશે મીટ માંડીને ઉભેલો..
સવારનું કંઈક એના દિલમાં ચૂંથાતું હતું,
મગજમાં વિચારોની ઘૂમરીઓ વળ ખાતું હતું.
શું…??
માતા પણ સ્તબ્ધ..આટ્લી નાની વય અને આટલો ભક્તિભાવ..!!
હેત-પૂર્વક અદ્વૈતના માથે હાથ ફેરવ્યો..ચાલો બેટા..ઘરે..
હવે શેની રાહ જોવે તું..??
“મમ્મી, આ ભગવાનજીની બર્થ-ડે હોય તો આપણે આટલી ધમાલ.
આટલા લાડ કર્યા..ભાવતા ભોજનનો નૈવૈદ્ય..આટલી બધી ગિફ્ટસ..
તો હવે એમનો વારો નહી..?
માસૂમ અને દિલ ચીરી જતા એક ધારદાર અવાજ સાથે એ બોલ્યો,
એમને કહે ને કે,
“મારા ડેડીને એમણે બોલાવી લીધેલાને ૧૦ મહિના પહેલાં એમની પાસે,
એ ડેડી જોઈએ છે મારે ‘રિટર્ન ગિફટ’માં..!!!”

 

સ્નેહા-અક્ષિતારક.
૧૧-૦૫-૨૦૧૦


8 comments on “ભગવાનનો અન્યાય..

 1. સરસ, ઘણું સરસ.
  સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે, જેનો અંત આવો જ ચોટદાર હોય…
  પણ સાચું કહું? થોડું લંબાણ થઈ ગયું છે. આ વાર્તાને તમે હાલ છે તેના કરતાં અડધા શબ્દોમાં મૂકીને વધારે અસરકારક બનાવી શક્યાં હોત. મારે આવી સલાહ આપવી જોઈએ કે નહિ તેની મને ખબર નથી, પરંતુ આવી ચોટદાર ટૂંકી વાર્તાઓના સ્વરૂપથી થોડો પરિચિત છું માટે લખ્યું. તમને યોગ્ય ના લાગે તો માફ……
  અમદાવાદમાં 1985ના કોમી તોફાનો વખતે મેં લખેલી એક ટૂંકી વાર્તા અહીં મૂકું છું. (એ સમયે તે જનસત્તા-લોકસત્તામાં છપાઈ હતી)
  ———–
  સ્ટેબિંગ
  રમેશભાઈ આજે થોડા ઉચાટમાં હતા. તેમની ઑફિસ સંવેદનશીલ વિસ્તારમાં હોવા છતાં જવું પડે તેમ હતું. પૂરી સાવધાની રાખીને ઑફિસે પહોંચ્યા તો ખરા પણ ખાસ કોઈ હાજરી નહોતી. ઘણા દિવસોના પડતર કામ ઉપર હજુ તો નજર નાખે તે પહેલાં પોલીસની સાયરનો વાગવા લાગી અને ખબર પડી કે ફરી કરફ્યુ પડી ગયો છે.
  રમેશભાઈ વહેલીતકે ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ‘માણસાઈની હત્યા’ના જે દૃશ્યો તેમણે જોયાં તેની તેમના મન ઉપર ઘણી અસર પડી. ઘરે પહોંચ્યા એટલે પત્નીએ પાણી આપ્યું તે સાથે જ શહેરની સ્થિતિની પૂછપરછ કરી. રમેશભાઈ બધી વાત કરતા હતા બરાબર એ જ સમયે તેમના ઘરના પાછળના ભાગમાં છોકરાઓની ચીચીયારીઓનો અવાજ સંભળાયો. તેઓ એ તરફ દોડ્યા અને પૂછ્યું શું થયું બેટા? છોકરાઓએ જવાબ આપ્યો, એ તો પપ્પા અમે “સ્ટેબિંગ-સ્ટેબિંગ” રમતા હતા. રમેશભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ પડતાં પડતાં……

  Like

 2. alkeshbhai..tamari vat sachi…pan mare aa artical paper ma aapvano che ane tya e loko haju aane thodu lamban thi mange che.. etle aam thai gayu..i agree with you..btw ur story is very nice …

  Like

 3. bahu sachot vaartaa chhe
  as usual you have ability to grab reader’s attention till end.

  me aa vaartaanu title “Retturn giftmaa” aapyu hot.

  Like

 4. વિજયભાઈ, તમારી ટાઈટલની વાત એક રીતે સાચી છે, પરંતુ મને એવું લાગે છે કે જો એ ટાઈટલ હોત તો હાલ જેટલા લોકોને આ વાર્તા વાંચવાની ઈંતેજારી થશે તેટલી “રિટર્ન ગિફ્ટ” થી ના થાત. તેનું સાદું કારણ એ જ કે જીવનમાં અનેક લોકોને કોઈને કોઈ સંજોગોમાં ભગવાન પ્રત્યે ફરિયાદ હોય છે, તેથી “ભગવાનો અન્યાય” એવું વાંચે એટલે તરત જ આગળ વાંચવા પ્રેરાય.

  Like

 5. ઇશ્વરનું મૌન હમેશા અન્યાય જ હશે ? કે પછી આપ્ણે આપણામાં કયા તત્વ તરફ
  અંગુલિનિર્દેશ કરીએ છીએ જેનો કદિ સાક્ષાત્કાર નથી થવાનો અને છ્તાં આપણે આપણામાંથી આપણી બહાર એ તત્વ વિષે વિચાર્યા કરીએ છીએ-માણસ હોવાની
  આ કઈ ઉણપ છે???

  Like

 6. vijaybhai..mane pan ‘returngift’ j vichar aavelo pan same niche alkeshbhai e kahyu em j me vicharyu k aa to main vat j aagal aavi jase. etle bija krame ‘bhagvan no anyay’ j vichar aavyo..ek nirdosh balak ne to cheating j lage ne …sidhu sat hoy emni vicharsarni ma to..e j try karyo che me ahi..

  himanshubhai…aa bhulkao ne aavi badhi bahu buddhi na hoy ne..etle aavu aavi jay emna magaj ma..

  baki bagvan to aapan ne samyanusar aapni takat mujab, jetlu aapne pachavi shakie etlu aapto j hoy che…koi j shak nathi e babat ma.

  Like

 7. sneha……. ekdam…..samvedanshil varta….. n bhagva no anyay j enu title brbr che kem return gift ma to surprise kai na rahet..

  hmmmmavaanyayo apna par na yad avi jay atle vanchi ne aankh na ek khune tipu avi gayu…..!!!!!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s