આશકા- બીજો હપ્તો

 

‘લોક પડકાર’માં ૧૩-એપ્રિલ,૨૦૧૦ ના રોજ છપાયેલ આશકા’નો બીજો હપ્તો..
વીસ બાય પચીસના બેઠકખંડમાં રમણલાલ એમના ઈમ્પોર્ટેડ લેધરવાળા સોફા પર સૂન-મૂન થઈને બેઠેલા. હાથમાં આશકાનું બાળપણ  કેદ કરી લેવાની ઘેલછામાં બનાવેલું આલ્બમ હતું. તેની દરેક અગત્યની અને સુંદર પળોને કેમેરાના કચકડે કેચ કરીને ખૂબ જ લગનથી બનાવેલું. રમણલાલ આશકા પાસે જાતજાતના નખરાં કરાવતા અને દર વખતે નવા નવા પોઝમાં એના ફોટા પાડે રાખતાં. બહુ વ્હાલી હતી આશકા એમને. કોઈ દિવસ એને દીકરી  માનતા જ નહીં. કહેતાં,
“આશકા તો મારો દિકરો જ છે.એને પાયલોટ બનવું છે તો ભલે બને.”
કેટલાય લોકોની વિરુધ્ધ જઈને એમણે આશકાને પાયલોટ બનવાની રજા આપી હતી.
“દીકરી,તારી જીન્દગી છે.તને જે ગમે તે જ કેરીયર ચોઈસ કરજે,પૈસાની કોઈ કમી નથી આપણે. તું તારી લાઈફ તારી રીતે શણગારજે. મજા કરજે. મને તારી પર પૂરો વિશ્વાસ છે.”
અને આજે એ આશકા આવું પગલું ભરે એ વાત માનવી એમને માટે અસહ્ય થઈ પડી.
હાથમાં આલબ્મ ખુલ્લું હતું .એની પર એમનો બેધ્યાનપણે મમતાથી હાથ પણ ફરતો હતો.પણ આંખો ઉપર ફરતાં પંખા પર. એના ઝડપથી ફરતાં જતાં પાંખીયાથી એક પછી એક કાળા,ભૂખરા વર્તુળો રચાતા જતા હતાં.એ જ વર્તુળો જોઈને જાણે એમને ચકકર આવી ગયા હોય એમ એ વિચારોથી થાકીને હાંફી ગયાં.
“મારા ઊછેરમાં હું ક્યાં ચૂકયો?
જીવનની દરેક નાની નાની વાત મારી સાથે શેયર કરતી આશકાએ આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં મને કશું જ  કહ્યું પણ નહી?
શું એને મારી પર, એના વ્હાલાં પપ્પા પર થોડો પણ વિશ્વાસ નહતો?”
એમની મનોઃસ્થિતિથી રુપિકાબેન પૂરેપૂરા જાણકાર હતાં.આશકા માટે બેફામ ખર્ચા કરતા,એની નાની નાની જીદ્દ માટે દિવસ રાત એક કરી દેતા, એમના માટે જીવન મરણનો સવાલ બનાવી દેતા રમણલાલનું આશકા માટેનું ગાંડુ-આંધળું  વ્હાલ એમને ઘણી વાર ખટક્તું.તેઓ ઘણી વાર એમને ટોકતા પણ ખરા કે આમ ને આમ તમે આશકાની ટેવો બગાડી દેશો.થોડા અભાવો પણ આવવા દો એની જીન્દગીમાં.દુનિયાના હજારો લાખો લોકો કેમ જીવે છે એની પણ એને ખબર પડવા દો..કોક વાર એને હારતા પણ શીખવા દો.એના પ્રોબ્લેમ્સ એની જાતે સોલ્વ કરવા દો. બધે તમારી આંગળી પકડીને ચાલવાની ટેવ ના પાડો.આખરે એ મારી પણ દીકરી જ છે. દુશ્મન નહી.એનું ભલું જ ઈરછવાની ને હું. પણ બધુંયે પથ્થર પર પાણી.
“મારી આશકા જેવું કોઈ નથી દુનિયામાં.એ મારી દીકરી છે.રમણલાલની. એ કશામાં હારે એ શીદને સહન થાય?”
ભલે ને ફ્રેન્ડસ સાથે વીડિઓ ગેમ હોય કે વોલીબોલની સ્કુલની મેચ.એ બધામાં નં.૧ જ આવવી જોઈએ. એ ક્યારેય હારે જ નહી.અને દર વખતે રુપિકાબેન નાછુટકે  હાર માની લેતાં.
પણ આજે સંજોગો એવા હતા કે એ જ, કદી ના હારનારી ગર્વથી માથું ઉંચું કરી દેનારી દીકરી એમને.. એના માવતરને જ હરાવવા બેઠી હતી.!!
કોઈ જ વાતે માનતી જ નહતી.અમન સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. રમણલાલે ખાનગીમાં અમનનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું હતું. પણ એમને સંતોષજનક નહોતું લાગ્યું. અમનની બોલવાની છટા અને આકર્ષક પર્સનાલીટીથી જ આશકા એના તરફ આકર્ષાઈ હશે..નાદાન ઉંમરની અસર હેઠળ ફકત શારીરીક સ્તરના લેવલે જ આ પ્રેમનો પાયો નખાયો હશે. છેલ્લે  રમણલાલ એવા નિષ્કર્ષ પર આવેલાં.પણ કદી ના હારવાની ટેવવાળી આશકા એ વાત સમજવા તૈયાર જ નહતી.
“તમે લગ્ન નહી કરાવો તો કંઈ નહી.આજના જમાનામાં લવમેરેજ કંઈ આટલી આઘાતજનક વાત નથી.૧૦ માંથી ૯ જણ લવમેરેજ કરે છે.તમે તો સાવ જૂનવાણી માનસ ધરાવો છો.ડૅડ, હું લગ્ન કરીશ તો એની જ સાથે.  તમે કરાવો તો ઠીક. નહીંતો અમે થોડા સમયમાં રજિસ્ટર મેરેજ કરી લઈશું. અમે બંને કમાઈએ છીએ.સારી નોકરી છે. કોઈ તકલીફ નહી પડે ઘર ચલાવવાની. હું મારી જીન્દગીને મારી રીતે જ શણગારીશ.તમે જેમ શીખવ્યું છે તેમ જ.!!”
આટલું બોલતાં બોલતાં તો એનું ગોરું ચીટ્ટુ મુખડું લાલચોળ થઈ ગયું.ઉશ્કેરાટ્નો પારો જાણે કે મગજ  નાંખશે  એવું લાગતું હતું. ઘરમાં ૩૪ ડિગ્રીની ગરમીમાં તો જાણે વાતાવરણમાં ઉકળાટ ઉકળાટ ફેલાઈ ગયો. કાશ, ક્યાંક કોઈ વાદ્ળી વરસે ને આ બફારો થોડો ઓછો થાય. સામે ક્રીમીશબેઝ ધરાવતી દિવાલ પર લાગેલ પ્લાઝમા પર રુપિકાબેન અને એમનો લાડક્વાયો નિખિલ આઈ.પી.એલની મેચ જોતા-જોતા ડેવિડ સાનીએ પકડેલ અફલાતૂન કેચ પર રસા-કસી ભર્યુ ડિસ્કશન કરતાં હતાં.એ અવાજ પણ રમણલાલથી સહન થતો નહતો. છાતીમાં કોઈ હ્રદય પર જોર જોરથી મુઠ્ઠીથી પ્રહારો કરી રહ્યું હતું. હવામાં ઓકસીજન જ ના હોય એમ જાણે એક એક શ્વાસ પણ લેવો ભારે પડી રહ્યો હતો. મગજ જાણે હમણાં ફાટી જશે, હમણાં જાણે બધી જ ચિંતાઓનો એક સાથે અંત..!!
આહ્..છેલ્લે સહન ના થતાં એ બરાડી ઊઠ્યાં, ” આ એ.સી. ફાસ્ટ કરો,અને આ તમારી કલબલ બંધ કરો.”
હાથ આપો આપ જ છાતીની ડાબી બાજુ ચાલી ગયો..છેક ડાબા હાથના કાંડા સુધી એક તીખું દર્દ સડ-સડાટ જાણે એસિડની જેમ વહેતું હતું.રમણલાલ પરસેવે રેબ ઝેબ થઈ ગયા.એમની આ હાલત જોઈને રુપિકાબેન ગભરાઈ ગયા. બાજુમાં જઈને પહેલાં તો સુનંદાબેન,ભાર્ગવભાઈને બોલાવી લાવ્યાં.અને પછી ફેમિલી ડોકટરનો મોબાઈલ નંબર જોડ્યો.
ક્રમશઃ
Advertisements

8 comments on “આશકા- બીજો હપ્તો

 1. wah dear..

  have tu suspance story par hath ajmav…
  reallly saru lakhe che.. have su thase teno intjar rahe che… so plss write suspance story….

  “મારી આશકા જેવું કોઈ નથી દુનિયામાં.એ મારી દીકરી છે.રમણલાલની. એ કશામાં હારે એ શીદને સહન થાય?”

  ભલે ને ફ્રેન્ડસ સાથે વીડિઓ ગેમ હોય કે વોલીબોલની સ્કુલની મેચ.એ બધામાં નં.૧ જ આવવી જોઈએ. એ ક્યારેય હારે જ નહી

  badhaa bap potani dikri mate aavu j vichare che.. Raman lal na ucher ma kai khot nathi. pan Ashka na Niryan thi Ramanlal over react kare che… Ashka sathe santhi thi vat kare ane samjavu jove… aatlu badhu over react karvani jarur nathi Raman lal thoda vadhu lagni vala che… aavi paristhiti no hal samjavi ne aavi sake che…

  anyway i am wating next episode….
  god bless you sneha ji..

  Like

 2. waah !
  didi..badhani lagnio ketali sundar rite raju kari che,

  “મારા ઊછેરમાં હું ક્યાં ચૂકયો?
  maa bap dikara dikario ne saaraa j sanskaar aape che,pan khabar nahi aaj-kaal ni pidhine shu thai gayu che ?

  હું મારી જીન્દગીને મારી રીતે જ શણગારીશ.તમે જેમ શીખવ્યું છે તેમ જ.!!”
  aa kahe vu koob sahelu che,pan patra ane patarta ni parakh karavi saheli nathi hoti…!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s