આશકા

મારો વાર્તાનો પ્રથમ પ્રયાસ:-

published on 6th april-2010 in Lok-padkar.

પહેલું પ્રકરણ…

નાની શી આશકાને  એક દિવસ ટીચરે સ્કુલમાં પૂછયું,

‘બેટા, મોટા થઈને તું શું બનીશ ?” આશકાની આકાંક્ષાઓ આભ જેવડી વિશાળ. મનમાં રંગબેરંગી પતંગિયા જેવા સપના ફડફડતા જ હોય કાયમ.

”એક મસ્ત સપનાની દુનિયા વસાવી છે મેં,
એને વળી સપ્તરંગી ચાદરેય ઓઢાડી છે મેં.

સૂર્યનાં કીરણો રોજ દોડ-પકડ રમે છે ,
પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે.

આવ એક દિવસ તું યે તો બતાવું ત્યાં,
કેટ-કેટલાં ફુલોયે સલામી ભરે છે ત્યાં.”

આવી એની ઘેલી ઘેલી સ્વપનીલ આંખો હીરા પેઠે ચમકી ઊઠી. એ રૂપાળું ગોરું ચટ્ટાક ગોળ-મટોળ મોઢું મરકી ઊઠ્યું. આંખોમાં ઈન્દ્ર-ધનુષ ઉતરી આવ્યાં. વિશાળ ફલકના સીમાડાને જોતા જોતા જવાબ આપ્યો.

“પાઈલોટ.આખી દુનિયા ફરવી છે મારે.દેશ-વિદેશ જોવા છે મારે.હું મોટી થઈને પાઈલોટ જ બનીશ.”

એના ટીચર તો ખુશ ખુશ.  ”તથાસ્તુ બેટા.તારા અરમાનો ફળે એવી આશિષ.”

આશકા મોટી થઈ. પોતાની પસંદગી મુજબ જ એ પાઈલોટ જ બની. હેય ને મસ્ત મજાની જીન્દગી. આમથી તેમ વિશાળ આભમાં પંખીની જેમ ઊડવાનું. એમાં ને એમાં એને એક મસ્ત મજાનો સોનેરી જુલ્ફોવાળો,ગોરો ચીટ્ટો ,નીલી સી આંખો ને હસે ત્યારે તો દિલ એક ધડકન ચૂકી જાય તેવા અમન સાથે દોસ્તી થઈ ગઈ.

”ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,
મધઝરતી બોલીએ મારા શાન-ભાન ખોઈ ગયું,
એક નજર નાખી હૈયું સમૂળગું પીગળાવી ગયું,
લાગણીનાં એક નવાનવાઈના રંગે રંગી ગયું.”

હેય ને રાત દિવસ એના જ સપના..સોનેરી દિવસો ને રૂપેરી રાતો ક્યાંય એના વિચારોમાં દિવસો વીતવા માંડ્યા ખ્યાલ જ ના રહ્યો.ઘેલી ઘેલી પ્રણયઘેલી આશકા અને એનો રૂપનો અને બુધ્ધિનો દીવાનો એનો અમન. દુનિયા જાણે એમના પૂરતી જ સિમિત. વાસ્તવિકતાની જિન્દગી સાથે તો કોઈ જ લેવા દેવા જ નહી..!!.

“વી ડોન્ટ કેર. જબ પ્યાર કિયા તો ડરના ક્યાં?”

બેય જણ વાસ્તવિક અને સપનાની બેય દુનિયામાં હવામાં જ ઊડતાં હતાં.

અને લલકારતા…”તેરા સાથ હે તો મુજે ક્યાં કમી હૈ,અંધેરે મેં ભી મિલ ગઈ રોશની હૈ….

આ પ્રણય વળી કદી છુપો રહ્યો છે કદી અનુભવી જમાનાની આંખોથી તે આમનો બિન્દાસ્ત પ્રેમ છુપો રહી શકે. આશ્કાની બદલાયેલી ચાલ, આઈના સામે વધુ ને વધુ સમય ગાળવાની ઘેલછા, રાત દિવસ સેલફોન પર મેસેજ કરતી ને થિરક્તી રહેતી આંગળીઓ, કલાકો ના કલાકો અમનની કામ વગર વખાણ કરતી એની વાતો.રુપિકાબેન- આશકાની મમ્મીને તો ક્યારનોય શક જતો હતો આ બધી વાતોથી.પણ રમણલાલ માને તો ને..

” ના મારી દીકરી આવું કોઈ પગલું ના જ ભરે.મને પૂરો વિશ્વાસ છે એની પર.એ મારો વિશ્વાસ કદી નહી તોડે..!!”

અને એક દિવસ જે થવાનું હતું એ જ થયું..! અમનનો રોજની આદત પ્રમાણે ગુડનાઈટ મેસેજ આશકાના મોબાઈલમાં આવ્યો. એ વખતે એનો મોબાઈલ એના પપ્પા રમણલાલના હાથમાં હતો. આમ તો એમણે ઘણી સ્વતંત્રતા આપેલી દીકરીને. કોઈ દિવસ એની જાસૂસી ના કરે.પણ આ વખતે લોચો ત્યાં થયો કે રમણલાલ આશકાના મોબાઈલમાં એના યુ.કે.ના પાડેલા ફોટા જોતા હતાં અને  એ મેસેજ એક્દમ જ ખૂલી ગયો…

“માય ડીયર આશુ, ગુડનાઈટ.આઈ લવ યુ, મીસ યુ સો મચ..”

આવું કંઈક એમની આંખે અથડાયું અને રમણલાલના માથે વીજળી ત્રાટકી..

“અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…”

જેવી કફોડી હાલત થઈ ગઈ એમની…

ક્રમશઃ

Advertisements

19 comments on “આશકા

 1. bhajmanbhai…aa varsho thi chaltu aavyu che ne chalse..no poor parantijng k no generation gap..pan aa umar j evi najuk hoy che ne k potana parents ne anhad prem karnar santan pan eni jan bahar j aavi bhulo kari bese che..jo koi sathe aavu thay to plz..potana santano ne prem thi e raste thi pa6a valjo ..eni nadan umar ne maaf kari dejo..ene e vakhte tamara prem ni sauthi vadhu jarur hoy che..duniya na badha kam 6odi ne pan hu to manu chu k aava vakhte potana santano ne sachvi leva joie parents loko e..ha santano ne etlu j kahis..ma-baap tamara sauthi mota hitchintak che..dushman nahi..plz emno viswas na todo..plz…

  Like

 2. kashyap trivedi Adv.

  Again nice one…
  Really u r nice other.. i like to read ur creation
  In this Creation u wrote Contied…. thn how can i coment ? tame kramashh.. lakhyu che mean aano agad no bhag vanchu pachi comment karu to yogya lage ne..

  Tamari rachna ma joie to ma-baap e hal ni Jenretion ne samjvani krosis karvi jove.. kem k te pan ek samaye aa paristhiti mathi pasar thaya che… Ramanlal e teni dirkri Ashka jode santhi thi vat karvi jove ane samjavi ne kam levu jove… may be Aman saro manvi hoy sake.. Ramanlale tene malvu jove… aaj kal na santano koi khotu paglu bharta j nathi tevo vishwas kelav vo jove.. ane Ashka par puro vishvas hovo jove… aama vijdi kem tratki ? ramnlal ne su problem hoy sake ? te mate aagad no lekh vanchva tatpar chu…

  Like

 3. ~~ this part was like flowing river…. even if you dont want… you must flow with it…. 🙂

  congratulations for ur excellent effort, di…

  just keep it up & all the very best… !!!!

  – Yashesh

  Like

 4. on, Aska.

  Aska a pote je kai karu pan a to Amane vicharvu joiye
  k su je chhokarine ana maa baap, bhai bahen, koino sudha vichar nai avyo. potani nai thai saki a Aman ni thase khari ?

  hu a pan mannu chhu k rajane gamti raani ane chhana vinti aani. but this is not fare with her parants.

  AASMAN NO CHAND SUNDAR TADAV NI CHANDNI NE CHAHTO HOVA CHHATA KAI TADAV MA KUDKO NATHI MARIDETO.

  Like

 5. પ્રથમ ગ્રાસે જ મિષ્ટાન્ન !! સરસ રજુઆત છે. અભિનંદન.

  Like

 6. generation gap. something is missing! parents should understand what is going on in their children’s mind rather then feeling earth quack!

  Like

 7. Wery wery good effort.. Sneha..!!
  N corrent topic..!
  keep it up dear..

  Ma baap ni laagne.. ane temna baalako ni laagni… badhu j hova chhataay kyaak shu khute chhe te haji koi shodhi shakyu nathi…
  Shu Ramanlal e.. Je dikri ne aatla laad ladavi ne moti kari hashe.. e dikri ne samajva ni koshish nahi kari hoy.?!!
  Tena bhavishya ni chinta sahuthi vadhu to emne j hoy ne..!! Pan MA-BAAP ni durandeshi kyarek baalako kem nathi samji shakta..!!?? Emne pan Ma baap par etlo j vishwas kem nathi hoto??!!

  Dharini.

  Like

 8. didi,
  aa lekha hu eki take..bus,vaanchti j rahi…!
  aap ni lekhan sheli mane khuub game che,te vastvikata hoy che…! have rahe vatu nathi aagal vadhu…!

  Like

 9. સ્નેહાબહેન સરસ વાર્તા લખી છે . એક બેઠકે જ વાંચી ગયો. હંમેશની જેમ જ તમારી આ વાર્તામાંથી પણ આજકાલના યુવાનોને માર્ગદર્શન મળશે.

  Like

 10. સ્નેહા, અભિવ્યક્તિનું ભાથું તમારી પાસે છે તેને વિસ્તરતા રહેશો .

  સ્નેહા તમારી અભિવ્યક્તિ અફલાતૂન છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s