કીડી

આજે એક કાળી હારમાળા જોઈ,
શેની..??
અરે..આ તો કાળી કીડીઓ દોડં-દોડ કરે છે.
આ સફેદ સફેદ વસ્તુ લઈને..શું હશે?

આ એક કાણામાંથી નીકળીને બીજા કાણામાં જાય છે એ…
અરે..સોરી..સોરી..
એને માટે તો એ કાણું એનું દર,એનું ઘર કહેવાય ને..!
શું કરતી હશે એ આ દરમાંથી આ દરમાં…?
કદાચ એ ઘર બદલતી હશે.
અને આ સફેદ સફેદ એનો ઘર-વખરીનો સામાન હશે..
કેટલી જહેમતથી અને ખંત-પૂર્વક, લગનથી કામ કરતી હતી એ,
અને વળી બધી સંપીને..
કોઈને કોઈ જ કામનું જોર નહીં,નહી આળસ,
કે નહી મારે ભાગે વધુ ઉંચકવાનું આવ્યું ને
તું લહેર,પાણી ને જલસા જેવી અદેખાઇ વૃતિ..
માણસજાતની જેમ કામની વહેંચણી કોણ કરતું હશે આ લોકોમાં?
કે બધા આપમેળે જ સમજી જતાં હશે?
કેટલી સરળતાથી એમનું આ કામ પાર પડતું હતું.!!
કદાચ ઓવર ટાઈમ કરીને પણ આ કામ પુરુ પાડવાનું હશે,
એક્ધારું..અવિરત..કોઈ જ કચ-પચ નહી,
મજજ્જ્જ્જા……આવી ગઈ.
ત્યાં તો બાજુવાળા પાડોશી દોડતા દોડતા આવ્યાં,
અરે.સ્નેહા,ખુશખબર….અમારે દીકરીને ત્યાં બાબો આવ્યો.
અને હું..જોતી જ રહી ગઈ..
અવાચક..શૂન્યમનસ્ક્પણે..
એમના એ ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!!

સ્નેહા-અક્ષિતારક

૧૧ એપ્રિલ.૨૦૧૦.
૬.૫૦વાગ્યે સાંજના,

13 comments on “કીડી

 1. તને ખરેખર દાદ દેવી પડે..
  કીડી પર સરસ રચના… આશ્ચર્યમ!!!
  “માણસજાતની જેમ કામની વહેંચણી કોણ કરતું હશે આ લોકોમાં?” – મને તો લાગે છે કે માણસ કરતાં વધુ સારી રીતે અને વધુ સમજણ પુર્વક 🙂 ખેર, નાની હતી ત્યારે કુતુહલતાથી કીડીની વણઝાર જોતી હતી ત્યારે આવા જ વિચારો આવતા હતા, તે યાદ આવી ગયું

  Like

 2. ઘણી વાર આપણી ખુશીમાં આપણે આપણી સંવેદનશીલતા ગુમાવી દેતા હોઈએ છીએ. સંવેદનશીલતા વગર જીવન પણ અધૂરૂ લાગે છે. (‘સંવેદનશીલ’ વ્યક્તિ જ એ અનુભવી શકે છે. સંવેદનશીલતા હોય તો જ સહકાર ભાવના હોય; ત્યારે જ નિ:સ્વાર્થ ભાવે કાર્યો સાથે કરી શકીએ. ‘બંસીનાદ’ બ્લોગ પર આજના વિદ્યાર્થીજીવન ને લગતી એક ‘ટીમ’ વિષયક એક પોસ્ટ મૂકી છે તે જરૂરથી વાંચશો.

  Like

 3. કેટલી જહેમતથી અને ખંત-પૂર્વક, લગનથી કામ કરતી હતી એ,
  અને વળી બધી સંપીને..hummm 🙂
  માણસજાતની જેમ કામની વહેંચણી કોણ કરતું હશે આ લોકોમાં?
  અવાચક..શૂન્યમનસ્ક્પણે..haa to ketaliye vaato no ukel jate j thai jaay..
  એમના એ ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!!
  😦 bichaari kidio….emni nani pan ketali saras,sughal ne sista ni duniya hiy che..ne ? mane gami aarachanaa..aavu to aap j lakhi shako 🙂 u r so swt..! my D 🙂

  Like

 4. એક્ધારું..અવિરત..કોઈ જ કચ-પચ નહી,
  મજજ્જ્જ્જા……આવી ગઈ.
  ત્યાં તો બાજુવાળા પાડોશી દોડતા દોડતા આવ્યાં,
  અરે.સ્નેહા,ખુશખબર….અમારે દીકરીને ત્યાં બાબો આવ્યો.
  અને હું..જોતી જ રહી ગઈ..
  અવાચક..શૂન્યમનસ્ક્પણે..
  એમના એ ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!

  sneha……very touchy words ….salaam…

  Like

 5. areeee fantastic.. sakhii…. aavu to tu j lakhi sake!! kidi.. ek fully savendanshil rajooaat….. aree aa lagni,, aa samvedna … tane dekhay che n tu ene shabdo nu roop api ne sajave che.. vahh ….aam to vah n maja avi gai kem kahu.. but shabdo hriday ne sparshi gaya…..!!

  અવાચક..શૂન્યમનસ્ક્પણે..
  એમના એ ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!!

  Like

 6. kashyap trivedi

  wahh dear. again nice..

  hu aaj vicharto j hato k aaj tara blog ma kai navin vanchvanu malse.. sache j tu kamal nu lakhce..

  tari pase evu kai to che j tu koi pan topic par lakhi sake che.. nice dear god bless you..

  kashyap trivedi.

  Like

 7. Bahuj saras lakkhyan…kiddiyo..main pan dyan thi joyu gamme chhe. Ee loko ne… emna ghar thi bahar aawta ne jata…ek sakhar nu kaynN….ene maate moto baar hoy pan..toy sampine…kaam karwani rit…..Maza aawi gayi tamaro post waachine…hamesha aawuj lakhta raho.

  Like

 8. awsm…….
  i dnt have any words to say…..
  themost touchy part is last……

  અવાચક..શૂન્યમનસ્ક્પણે..
  એમના એ ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!
  what a thought……and perticulr d last 4 words…કચડાતી લાઈનબંધ કીડીઓની લાશો…!!!

  God bless u
  keep it up..
  With love
  amit

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s