અમને મહાન નથી થવું.પ્લીઝ.

અમને મહાન નથી થવું.પ્લીઝ.અમે જે છીએ એ જ, એક સામાન્ય માણસ તરીકે, એક  સ્ત્રી તરીકે જ જીવવું છે.

આની આગળની રચના મેં લખી એમાંની એક પણ વાત મને નથી અડતી. હું તો મારા લીધેલા નિર્ણયો પર ક્યારેય પસ્તાતી નથી. હું મારી જવાબદારીઓ સંતોષજનક રીતે પૂર્ણ કરી શકું એ જ મારો મોટો શિરપાવ. ભલે એ હાઉસવાઈફ તરીકે હોય કે જોબ કરતી સ્ત્રી તરીકે.એ બંને પરિસ્થિતી મને મંજૂર. એના માટે મને કદી કોઈ લઘુતાગ્રંથી નથી ઉદભવી. પણ હા,એ નિર્ણય હું અને મારા ફેમિલી મેમ્બર જ લઈએ છીએ. સમાજ નહી. કારણ દરેક ઘરની પરિસ્થિતી અલગ અલગ હોય છે. દરેક જગ્યાએ જ્ડની જેમ જ એકના એક નિયમો લાગુ ના પાડી શકાય. પૈસા કરતા મેન્ટલી સંતોષ જે મળે તે મારે માટે મહત્વનો.

હકીકતે તો ‘હાઉસવાઈફ’એ મારી બહુ બધી ફ્રેન્ડસની આપવીતી હતી. જેમણે મને ઘણીવાર કહ્યુંકે, “સ્નેહા,તું આ લખી શકીશ.તું પ્રયત્ન તો કર.” બસ એના માટે જ મેં આ રચના લખી. આ બધી કોમેન્ટ્સ વાંચીને મને એમ થયું કે હું એ બધાની લાગણીને જ જોઈએ તેવો ન્યાય ના આપી શકી. એક અફસોસ થયો.એ લોકોએ મારી પર જે વિશ્વાસ મૂકેલો એ હું પૂરો ના કરી શકી.કદાચ એટ્લે જ મારા આવા પ્રત્યાઘાત પડ્યાં. હશે,હજુ થોડી ધાર કલમને,વિચારોને કાઢવાની છે એના પરથી એ સમજાયું.  હકીકતે તો એ લોકોની હાલત હજુ પણ વધુ ખરાબ છે.

શા માટે સ્ત્રીઓને  બાપડી,બિચારી કે મહાન તરીકે કે સમર્પણની દેવી તરીકે જ જોવાય છે. એક સામાન્ય માણસ તરીકે કેમ નહી?  પુરુષોની હોય તેવી એની પણ મર્યાદાઓ હોય છે.તો શું કામ એ મર્યાદાઓ આસાનીથી નથી સ્વીકારી લેવાતી?

આ દુનિયામાં નર અને નારી બેય નું અલગ જ સ્થાન છે. એ બેય પોત પોતાની જગ્યાએ ખૂબ જ સુંદર છે. તો પછી શું કામ કોઈ સ્ત્રીએ પુરુષ સમોવડી થવાના પ્રયત્નો કરવા જોઈએ.અને શું કામ લોકોએ એને પુરુષ-સમોવડી થવા પ્રોત્સાહન પણ આપવું જોઈએ. એના દરેક કામ  જે પણ કામ પોતાની તાકાત મુજબ કરી શકતી હોય તે કરે. પોતાની જીન્દગીના નિર્ણયો એ જાતે લઈ શકે બસ…એને એટલી સ્વતંત્રતા આપવી જોઈએ. એને હાઉસ વાઈફ બનીને રહેવું હોય તો એ હાઉસ વાઈફ બનીને રહે અને કેરીયર ઓરીએન્ટેડ વુમન બનવું હોય તો એ બને..એની મરજી. એની શારીરિક અને માનસિક તાકાત એને વધુ ખબર,એના ગમા અણગમા પણ એને જાહેર કરવા દો.એ પ્રમાણે જીવવા દો.શું કામ એના દરેક પગલાં પર એના અસ્તિત્વને ભૂંસી નાંખવા સુધીના પ્રશ્નો ઊભા કરાય છે.જોબ કરે તો સ્ત્રીઓ સ્વતંત્રતાના નામે ઘણી છૂટ છાટ લે છે,હાઉસવાઈફ બનીને રહે તો પણ ટેકન ફોર ગ્રાન્ટેડ..!!!

ઘણા બધાને કહેતાં સાંભળ્યાં છે કે સ્ત્રીઓ કમાતી થાય એટલે વધુ પડતી છૂટ-છાટ લે છે.તો  એમને એટલું જ પૂછીશ કે શું પુરુષો નથી લેતાં છૂટછાટ? એ બેય માટે છૂટ છાટના ધોરણો અલગ કેમ?  સ્ત્રીઓ માટે જેટલું એની ઈજ્જ્ત અને માન મર્યાદા સાચવવાનું મહત્વનું એટલું જ પુરુષો માટે પણ ના હોવું જોઈએ? શું કામ આપણે સ્ત્રી અને પુરુષો એવા બે જાતીના ભાગ પાડીને જ આ વાત જોતા આવ્યાં છીએ.દરેક સ્ત્રી હોય કે પુરુષ એક માણસ છે એવું કેમ નથી જોઈ શકતા? શું કામ આગળ વાંચવામાં આવ્યું એમ ‘વર્લ્ડ વુમન ડે’ જેવા દિવસો ઉત્સાહપૂર્વક ઉજવીને એ તફાવતોની ખાઈ મોટી અને પહોળી કરવી જોઈએ. દરેક માણસ એ સ્ત્રી હોય કે પુરુષ પોત પોતાના ભાગે આવતી જવાબદારી હસીને સ્વીકારી લે અને એને સંતોષજનક રીતે પૂર્ણ કરે એટલું જ ઈનફ નથી?

દુનિયાનો દરેક પુરુષ ખરાબ અને દરેક સ્ત્રી મહાન,બાપડી, બિચારી…!!! એવું ક્યાંય નથી હોતું.બંનેની એક અલગ જ પહેચાન છે.એ બેયને એક બીજા સાથે કમ્પેર કરવા કોઈ રીતે યોગ્ય નથી. મેં આગળની રચનામાં ક્યાંય સ્ત્રી-પુરુષ જેવું લખ્યું નહોતું. તેમ છતાં ત્યાં પણ આ ટોપિક ઉભો થઈ ગયો.કેમ આપણે આ સ્ત્રી-પુરુષના સંકુચિત વાતાવરણને છોડીને એક માણસ તરીકે કોઈ પણ અસ્તિત્વને સ્વીકારી નથી શકતાં. સ્ત્રીને નોકરી કરવી છે તો કરે..એમ જો પુરુષ ઘર સંભાળી શકતો હોય ને એની પત્ની નોકરી કરવા ઘર ચલાવવા વધુ સક્ષમ હોય ,એ બંનેને એ પરિસ્થિતીથી કોઈ વાંધો ના હોય તો એમ કરે..આપણે સમાજને નામે શું કામ ચંચૂપાતો કરવા જોઈએ?

ટુંકમાં કહું તો…દરેક માણસ..એ સ્ત્રી હોય કે પુરુષ..બેય પોતપોતાના જીવનસાથીની સહમતિ અને સમજદારીથી જે પણ ઇરછે એ નિર્ણયો લઈ શકે એટલી સ્વતંત્રતા એમને હોવી જ જોઈએ.એટલી સમજદારી આપણો સમાજ સ્વીકારે તો ભયો ભયો.

બાકી ઈશ્વર ખૂબ જ સમજુ છે કે એણે નર અને નારી એમ બે જાતિ અલગ પાડી.એ બેય પોત પોતાના રૂપે અને ગુણે ખૂબ જ સુંદર છે.પ્લીઝ એમને એમની ઓરીજીનાલીટીથી જીવવા દો.તમારી સલાહો અને કટાક્ષોના બાણથી એમને કૃત્રિમતાના જંગલોમાં ના ધકેલો.

અને હા..આની ૧૦૦% ક્રેડીટ કુણાલભાઈને..એમની કોમેન્ટ ના હોત તો હું આ ના લખી શકી હોત.તો કુણાલભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર.

સ્નેહા-અક્ષિતારક.

Advertisements

23 comments on “અમને મહાન નથી થવું.પ્લીઝ.

 1. 1. અમને મહાન નથી થવું.પ્લીઝ.અમે જે છીએ એ જ, એક સામાન્ય માણસ તરીકે, એક સ્ત્રી તરીકે જ જીવવું છે.
  2. ‘વર્લ્ડ વુમન ડે’ જેવા દિવસો ઉત્સાહપૂર્વક ઉજવીને એ તફાવતોની ખાઈ મોટી અને પહોળી કરવી જોઈએ.
  3. દરેક માણસ..એ સ્ત્રી હોય કે પુરુષ..બેય પોતપોતાના જીવનસાથીની સહમતિ અને સમજદારીથી જે પણ ઇરછે એ નિર્ણયો લઈ શકે એટલી સ્વતંત્રતા એમને હોવી જ જોઈએ.એટલી સમજદારી આપણો સમાજ સ્વીકારે તો ભયો ભયો…

  samajdari ne saras rtie lakhyu che…
  hu pan aap saathe sahamat chu..didi.. 🙂

  Like

 2. હમમ. સરસ લેખ. આવું જ લખતાં રહેશો અને સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ વધારતા રહેજો.

  ફરીથી, ધન્યવાદ.

  Like

 3. સ્નેહા સ્ત્રી વિશે વધારે જાણવું હોય તો ૬૦૦થી ૬૫૦ પનાનું સિમોન દ બુવાનુ,
  SECOND SEX પુસ્તક વાંચ જો મે, ૭૦ના દાયકામાં વાંચ્યું હતું.સિમોન અસ્તિત્વવાદનો સિધ્ધાંત અપનાર જ્યોં પોલ સાર્ત્રેનાં સહમિત્ર હતાં.

  Like

 4. wahh sneha wahh khub saras lakhyu che…

  hu evu samjyo k lady ne houswefe banvu hoy k working women je banvu hoy te bija koie mathu na marvu. tena femily ne puchi te loko adjust kare tem chalva devu jove right ??

  aapna gujarti loko haju teni mansikta mathi bahar nathi aaya.. aa problem mota bhage samaj ma jova male che. ane tame khub saras rite aagal ni blogma lakhyu che nice one…

  medam haju thodu dhardar lakho really nice lakhyu che samaj ni vyatha…. j badhe j jova male che tenu kharekhar sundar rite nirupan karyu che.. i am happy to have nice freind like u.. really u r nice writer..

  kashyap trivedi {pako dostar}

  Like

 5. દીદી બહુ સરસ ,, અને કાર્તિક ભાઈ આમા આવુ કાઇ સ્ત્રી કે પુરુષ વચ્ચે નો ભેદભાવ વધે ઍવુ લખેલુ જ નથી ,,,,,,
  અને ઍક્વીસ મી સદી મા હજી પણ લોકો આવુ વિચારે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ રાખવો તો તે વિચાર સરણી બહુ ખોટી છે

  Like

 6. @ કાર્તિક ભાઈ ,,,,,,

  તમારી કપડા પેરવાની સ્ટાઈલ બદલાઈ હોઈ તો તમારા ઍક સ્ત્રી માટે ના વિચાર પણ બદલો ઍવી વીનંતી

  આભાર
  બિહાગ

  Like

 7. હું તો મારા લીધેલા નિર્ણયો પર ક્યારેય પસ્તાતી નથી.હું મારી જવાબદારીઓ સંતોષજનક રીતે પૂર્ણ કરી શકું એ જ મારો મોટો શિરપાવ.
  matra darek strie aa line life utarvi joie…….

  એના માટે મને કદી કોઈ લઘુતાગ્રંથી નથી ઉદભવી.hmmmmm aa pann bahu saras gamyu.. aa pan jaroori che..

  મને એમ થયું કે હું એ બધાની લાગણીને જ જોઈએ તેવો ન્યાય ના આપી શકી.એક અફસોસ થયો.na na aa to na j thavu joie….

  આ દુનિયામાં નર અને નારી બેય નું અલગ જ સ્થાન છે. એ બેય પોત પોતાની જગ્યાએ ખૂબ જ સુંદર છે.તો પછી શું કામ કોઈ સ્ત્રીએ પુરુષ સમોવડી થવાના પ્રયત્નો કરવા જોઈએ.અને શું કામ લોકોએ એને પુરુષ-સમોવડી થવા પ્રોત્સાહન પણ આપવું જોઈએ.એના દરેક કામ જે પણ કામ પોતાની તાકાત મુજબ કરી શકતી હોય તે કરે.પોતાની જીન્દગીના નિર્ણયો એ જાતે લઈ શકે બસ…એને એટલી સ્વતંત્રતા આપવી જોઈએ.aa to ekdam sachu kahyu… taklif tya j thay che kk banne ek bija ma interfere kare che tyare… stri e stri che n purush e purush.. aa accept fully karvu joie.. to life easy going bani rahe…che..

  ઘણા બધાને કહેતાં સાંભળ્યાં છે કે સ્ત્રીઓ કમાતી થાય એટલે વધુ પડતી છૂટ-છાટ લે છે. aa na sathe to sahmat na j thav…… chutchat atle su?? e koi ni sathe bahar nikli ne vat kare too e pan koi accept na kare e orthodoxpanu aajamana mato na j chale…..!!! ITS totally rediculaS………..!!!aavu kaheta loko… ne su kahevu??

  ઈશ્વર ખૂબ જ સમજુ છે કે એણે નર અને નારી એમ બે જાતિ અલગ પાડી.એ બેય પોત પોતાના રૂપે અને ગુણે ખૂબ જ સુંદર છે.પ્લીઝ એમને એમની ઓરીજીનાલીટીથી જીવવા દો.તમારી સલાહો અને કટાક્ષોના બાણથી એમને કૃતિમતાના જંગલોમાં ના ધકેલો… aa ishvare manas ma ena thi ochi samaj api che.. but evu prarthna karie k haveloko ne dadbuddhi ape k stri ne matra samji sake.!!to e ek stri mate bahu che…

  baki sneha koi ek na kahevathi thaki k hari nahi javanu j che te che e koi samji na sake to e eno prob che … n apne expect na rakhie k e samaje.. soo dont worry go ahead.. plz avu chodti nahi lakhvanu. v r with u.,

  Like

 8. તમારા લખાણ નું સાચુકલા પણું કાયમ જ સ્પર્શે છે. તમે લખતા નથી એ સારું છે!! આ વિચારો તમને આવ્યા છે – તમે લખ્યા નથી. પણ હા, ઘણી વાર પુરુષનું સ્ત્રી પ્રત્યેનો વિચાર સ્ત્રી સુધી પંહોચી નથી શકતો અને પછી સર્જાય છે – ગેરસમજણ ની હારમાળા. હશે. વાત તમારા વિચારો ની. . . સ્ત્રી છો તે સાચવી રાખજો. ‘નારીવાદી’ ન બની જવાય તેવી શુભકામનાઓ.

  Like

 9. saras lakhayu chhe.

  ઘણા બધાને કહેતાં સાંભળ્યાં છે કે સ્ત્રીઓ કમાતી થાય એટલે વધુ પડતી છૂટ-છાટ લે છે

  after taking higher education still this is right thing in our society.

  Like

 10. bill haju hamnaj pass thayu chhe ne e pass thayu tyare sansad ma je dhamal thai hati ena virodh ma e badhae lagbhag news channel ma joi hashe ne jeo e virodh karyo hato temathi 7jan ne jail bhega aapni sarkare karya hata e pan badha ne khabar j hashe…

  bas apni soch badlo duniya apne aap badal jayegi..

  baki sthan mangi ne nathi maltu banavavu pade chhe etluj kahish..

  Like

 11. “બેય પોતપોતાના જીવનસાથીની સહમતિ અને સમજદારીથી જે પણ ઇચ્છે એ નિર્ણયો લઈ શકે એટલી સ્વતંત્રતા એમને હોવી જ જોઈએ…”

  પોતનાં ફાયદા વિનાની કોઈ વાત સમાજ ક્યારેય સહેલાઈથી સ્વીકારતો નથી અને દંપતીમાં જો સમજદારી અને સહમતિ હોય તો સમાજની વાતોને ગણકારવાની જરૂર પણ ક્યાં છે ?

  @krishna : અનામતનો સરકારી ભાષામાં અર્થ “મફતમાં મદદ કરીને બીજાને પોતાના દાસ બનાવો..”

  “આવી અનામતનો વિરોધ સ્ત્રીઓ જ કરે અને પોતાના સ્વબળે આગળ આવે તો જ સંપૂર્ણ ભારતની સ્ત્રી શક્તિ જાગૃત થાય”

  Like

 12. ગુજરાતીનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે કે વાગવાની તૈયારીમાં છે એવા મતલબની એક પોસ્ટ આપના બ્લૉગ પર વાંચી હતી. ગુજરાતી બચાવવી હોય તો આપણે શું કરી શકીએ એવી ચર્ચાઓ પણ થઈ હતી. તો આપની પાસે એટલી અપેક્ષા તો રહે છે કે જ્યાં શક્ય હોય ત્યાં ભદ્રંભદ્ર થયા વગર ગુજરાતીનો ઉપયોગ કરો. મને લાગે છે કે આ લેખમાં નીચેના ફેરફાર કરશો તો “ગુજરાતી બચાવો” આંદોલનને મદદ થશે.

  હાઉસવાઈફ – ગૃહિણી
  જોબ – નોકરી
  ફેમિલી મેમ્બર – પરિવારજન, કુટુંબના સભ્યો
  ફ્રેન્ડ્સ – મિત્રો, સખીઓ,
  કરિયર ઓરિએન્ટેડ – કારકિર્દી બનાવવા ઈચ્છતી
  ટેકન ફોર ગ્રાન્ટેડ – અવગણના થાય છે
  ઈનફ – પુરતું
  કમ્પેર કરવા – સરખાવવા
  ટોપિક – વિષય
  ઓરીજીનાલીટીથી – આગવી રીતે
  ક્રેડીટ – શ્રેય

  Like

 13. સ્ત્રીનું બીજું નામ સમર્પણ છે અને પુરુષનું બીજું નામ સંઘર્ષ છે.સ્ત્રીમાં સમર્પણના ગુણ છે તો પુરુષમાં સંઘર્ષનું સાહસ છે.
  સમર્પણ એ સ્ત્રીનો સંસ્કાર છે ને સંઘર્ષ એ પુરુષનો સવ્ભાવ છે. સ્ત્રી સદા સમગ્રતામાં જીવે છે તો પુરુષ સમયમાં જીવે છે.
  સ્ત્રીનાં શ્ર્વાસો-શ્ર્વાસમાં સંવેદના હોય છે તો પુરુષના દરેક વ્યવહારમાં બુધ્ધિનું પ્રાધન્ય હોય છે.સ્ત્રી લાગણીથી જીવે છે.
  સ્ત્રીમાં જે છે તે પુરુષમાં નથી અને પુરુષમાં જે છે તે સ્ત્રીમાં નથી. બન્ને એક બીજાના પૂરક છે.

  સ્ત્રી અને પુરુષનો સબંધ પતંગિયા અને પૂષ્પ જેવો છે.પતંગિયા જેવા કિટકોને જો પૂષ્પનું આકર્ષણ ના હોત તો શું થાત એ
  વિચાર માંગી લે તેવો સવાલ છે.સ્ત્રી એ પ્રુથ્વીતત્વ છે તો પુરુષ એ આકાશતત્વ છે. બેમાંથી એક પણ તત્વની ઉપેક્ષા કરવી એ
  દંભ અને પ્રતિક્રીયાઓ ને આમંત્રણ આપવા જેવું થાય છે.

  સ્ત્રી હોય કે પુરુષ બન્નેની પીડાનો સબંધ પાણી જોડે છે. સ્ત્રી એ વહેવડાવે છે તો પુરુષમાં એ જામે છે.સ્ત્રીમાં પોતાની વ્યકતિતા કોઇના
  હ્રદયમાં ગીરવી મુકવાની માસૂમિયતનું જોર વધારે હોય છે જયારે પુરુષમાં અવય્વ્હારું સમજદારીથી સ્ત્રીને પામવાનું જોર વધારે હોય છે.
  પુરુષને સ્થૂળતા પર અને વજનતા પર ભારે શ્રધ્ધા હોય છે જયારે સ્ત્રીને સુક્ષ્મતા અને શમણાંના ઉપવન પર ભારે શ્રધ્ધા હોય છે.

  Like

 14. Eggjhectly!!

  લોકો પરંપરાને અનુસરે છે, વિચારવાની ફુરસદ નથી હોતી પણ તમે વિચારતા કરી દેશો એવી આશા રાખું છું 🙂

  Like

 15. sneha ben,

  came to ur blog for the 1st time,

  wonderful blog, insightful writing,

  would now frequently keep on visiting ur blog..

  regards,

  kankshit

  Like

 16. After so long m back …. i m sure u didnt remember me Ma,am
  any way after reading this m simply spchless….n also started realizing that m fraud gujarati coz i had read this passsage 4 times n then able to understand n i like this kind of work bt can explain what i felt….. i think i hve to devlop this skill of writng in gujarati,,,,,,,,
  n u ppl r gonna to b ma role model for this task…

  Reg,
  Amit

  Like

 17. HU JE CHU EJ SARAS RAHEVA DO AMARI ORIGNALITY AMONE MHAN NTHI THAVU.AA LEHK GHNU BADHU SUCHVE CHE.POTANI ANDR JUO TO SMJAY KE SHA MATE DHOG KARVO KE JE HU NATHI.

  Like

 18. સ્ત્રી પુરુષની સમાનતા અસમાનતાનો વિષય ખૂબ જલદ છે. આ મુદ્દે ઘણું બધું કહેવાઈ ગયું છે અને કહેવાઈ રહ્યું છે. હું ફક્ત એટલું જાણું છું કે જીવન અને જીવનમાં મળનારા પાત્રોને એ જેવા છે એવા એમના ગુણદોષ સાથે પ્રેમથી સહજતાથી સ્વીકારવા જોઈએ.
  “આ દુનિયામાં નર અને નારી બેય નું અલગ જ સ્થાન છે. એ બેય પોત પોતાની જગ્યાએ ખૂબ જ સુંદર છે. તો પછી શું કામ કોઈ સ્ત્રીએ પુરુષ સમોવડી થવાના પ્રયત્નો કરવા જોઈએ.અને શું કામ લોકોએ એને પુરુષ-સમોવડી થવા પ્રોત્સાહન પણ આપવું
  જોઈએ.”
  તમારા લેખમાં આ ફકરો મહત્વપૂર્ણ છે. કોઈ કોઈના જેવું થઈ શકતું નથી. જો સમોવડી થવાના પ્રયત્નો ચાલતા રહ્યાં તો એક સમય એવો આવશે. પૃથ્વી પર સ્ત્રી નહીં હોય પણ બે પ્રકારના પુરુષો હશે. તમે એક અન્ય મુદ્દા “સ્ત્રી જ્યારથી કમાતી થઈ…” વિશે લખ્યું છે. મારા મતે સ્ત્રી પહેલા પણ કમાતી હતી. પણ લોકોની ખાસ કરીને પુરુષોની ટૂંકી બુદ્ધિ ‘કાર્યના બદલામાં મળતા નાણાંને જ કમાણી સમજે છે’ હકીકતે એવું નથી. કુટુંબમાં આમ ભલે એક વ્યક્તિ કમાણી કરતી હોય પણ એમાં દરેકનો ભાગ છે જ.
  પહેલા કહ્યું એમ આ મુદ્દો ઘણો વિશાળ છે. આ વિષયે શબ્દો ખૂટી શકે પણ વિષય પૂરો ના થાય.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s